સત્ત વચન દયા અને ધરમ....
પેલા લુટશે પાંચ ને પછી પોળ ઉજ્જડ કરી મૂકશે ભજન ના ભરોહે રેજો અંત માં એ નાર ઓપશે.અલખ ને ઓળખી લેજો વાલા બાકી લખ ચોરાશી ના ફેરા તો છે જ અંતર નો નાદ થઈ જાય ને સાહેબ તો યમ પુરી વચ્ચે ના આવે સિદ્ધિ વૈકુંઠ પુરી આવે જન્મ મરણ ના ફેરા ટળી જાય આતો ભ્રમ ને મારી ને બ્રહ્મ ને ઓળખવાની વાત છે બધુય હેઠું મૂકી ને શરણા ગત થઈ જઈએ તો સાવ સહેલું છે ને શાણપણ થી પકડી રાખીએ તો બહુ અઘરું છે.છેલ્લા ડસકા નો ખેલ એને નિભાવવો છે મુશ્કેલ ... વચ્ચે હિંમત હારી જઈએ તો એની પ્રાપ્તિ ના થાય ...આઠે પહોર આનંદ માં રહી ને છેલ્લે સુધી નામ સ્મરણ કરવું એતો ખુલ અઘરું છે વાલા વચન (ટેક) પર આખા આયખા નો આધાર છે ભક્તિ નું પહેલું અને છેલ્લું પગથિયું વચન છે સાહેબ વચન વિવેકી જે નર ને નારી ...એમ વચન નો ખુબ મહિમા છે રામદેવ પીરે હરભુજી ને વચન આપ્યું ને પૂરું કર્યું જેસલ તોરલે રૂપાદે માલદે ને વચન આપ્યું ને પૂરું કર્યું જેસલે તોરલ માં ને આપેલું વચન પૂરું કર્યું એમ અનેક સંતો મહંતો અવતારી ઓલિયા થઈ ગયા બધા વચન માં બંધાયેલા એ વચન નો મહિમા પહેલો ને છેલ્લો એજ છે. ‘સૂરતા સુઘટ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે...‘ એમ હોવું જોઈએ.
સુ-ઘટ, સુ એટલે સારી રીતે અને ઘટ એટલે ભીતર, પોતાના નિજ સ્વરૂપમાં.
ચેતના (સૂરતા) મોટા ભાગે બહિર્વર્તી હોય છે, એટલે એ અશાંત રહે છે; પણ, જો એજ સૂરતા પાછી વળી અને પોતાના અસલ સ્વરૂપમાં આવે, તો સુખ થાય. માટે જીવન માં સત્ત વચન દયા અને ધરમ આ ચાર શબદ ની ગોળાઈ માં રહેજો આ ભીતર માં ઉતારી લેજો બોલે એના બોર વેચાય ના બોલવા માં નવ ગુણ. જીવન ખાંડા ની ધાર જેવું છે બહુ વિચારી વિચારી ને ચાલવું જોઈએ બોલવું જોઈએ.ક્યાં બોલવું કેટલું બોલવું અને શું બોલવું એનું પુરે પુરી ભાન હોવું જોઈએ.જીવન માં સાદગી ને વિચારો ઊંચા રાખવા સિમ્પલ જીવન અને ઉચ્ચ વિચાર આ બે શબ્દો પકડાઈ જાય મન માં ગૂંથાઈ જાય તો પણ મળેલ મનુષ્ય અવતાર સુગ્ધિત થઈ જાય દીપી ઉઠે બાકી તો ગુરુ કર્યા મે ગોકળનાથ ઘરડા બળદ ને ઘાલી નાથ
મન મનાવી ને સુગરો થયો પણ વિચાર નુગરા નો નુગરો રહ્યો એટલે દેખાવ માટે ભક્તિ ના હોવી જોઈએ એ જીવન માં ઉતારવી જોઈએ.
પૈસા જ સર્વસ્વ નથી પૈસા વિના કાંઇ જ નથી...જમાનો એવું કહે છે પણ ભક્તો ના ભજન ની કડી એવું કહે છે કે આ અકળકળા તો મારા નાથ ની છે આપણા થી શું થાય. હરી ની હાટડીએ મારે રોજ નું હટાણું જોયુરે નહિ રે મેતો ટાણું કે કટાણું..ગમે ત્યાં થી ગોતી ગોતી હંસલા ને આપે મોટી કીડી ને કણકો ને હાથીડા ને મણ નું દાણું આ શબ્દો પ્રમાણે જ મારો વાલો બંધાયેલો છે ભૂખ્યા જગાડે છે કોઈ ને ભૂખ્યા સુવડતો નથી એની લીલા અપરંપાર છે એને સમજવી હોય તો એનું ભજન એનું કીર્તન કરો તો નાના અંશ માત્ર જેટલું જાણી શકાય પણ એના થી ભવપાર ઉતરી જવાય માટે જે અમૂલ્ય અવતાર મળ્યો છે મનુષ્ય યોની માં એ ફરી ફરી નઈ મળે એને સુધારી લેજો ૮૨ લાખ યોનિ ના ભ્રમણ પછી અહી આવ્યા છીએ.રાધે કૃષ્ણ જય સિયા રામ