સોહમના પપ્પા થોડા દિવસ રોકવવાના હોવાથી હીર અને રાંઝા નું એટલે કે સોહમ અને સોનાલી નું નાટક જોઈ શકશે.બધા જમી લે છે અને પછી સોનાલીનો પરિવાર એના ઘરે જાય છે. સોનાલી ખૂબ જ થાકી ગઈ હોવાથી સૂઈ જાય છે અને સવારે સ્કૂલે જાય છે.આજે સ્કૂલમાં સોહમ અને સોનાલી એ સાથે પ્રેક્ટિસ કરવાની હોય છે તેથી પ્રાથૅના પછી તે બંને પ્રેક્ટિસ માટે જાય છે અને તે બંને એકમેકની આંખમાં આંખ પરોવીને ડાન્સ કરે છે આ જોતાં જ સર મેમ ખુશ થઇ જાય છે કે તેમને એક ઉત્તમ પાત્રને આ નાટક માટે પસંદ કર્યા છે.
સોહમ અને સોનાલી ઘરે આવે છે અને જમીને હોમ વર્ક પતાવી સાંજે સોહમના ઘરે બંને હીર રાંઝા મૂવી જોવે છે અને ત્રણ દિવસ સુધી એક એક કલાક મૂવી જોવે છે અને સ્કૂલે પણ પ્રેક્ટિસ કરે છે.આ રીતે દરરોજ પ્રેક્ટિસ થતી હોવાથી સોહમ અને સોનાલીની અંદર પ્રેમ ભાવો જાગતાં હોય એવું લાગે છે. આમ પણ સોહમ તો સોનાલી માટે ઘણું બધું ફિલ કરતો જ હતો,પરંતુ આ ફિલિંગને શું નામ આપવું તે સમજી શકતો નહોતો.
હવે જ્યારે જ્યારે તે સોનાલીને જોતો તેના ચહેરા ઉપર સ્માઇલ આવી જતી અને તે સોનાલીને,તેના રૂપને,તેની સુંદર સુંદર આંખોને,તેના રેશ્મી અને લાંબા એવા વાળને સતત નિહાળ્યા કરતો. તેને મન થતું કે સોનાલીને તે ગમે તેટલી વખત જોવે છે, તો પણ તેનું મન સંતુષ્ટ થતું નથી અને જ્યારે તે સોનાલીને ના જોવે ત્યારે ખૂબ જ વ્યાકુળ થઈ જાય છે.સોનાલીની મીઠી મધુર વાતો કોઈ પણ ને તેના પ્રેમમાં પાડી દે એવી હતી.સોનાલી ની સ્કૂલના ઘણાં બોયઝ સોનાલીને પ્રેમ કરતા હતા પણ સોનાલી કોઈને તેની આસપાસ ફરકવા પણ દેતી નહોતી.સોહમ આ વાત સારી રીતે જાણતો હતો અને સોહમ સાથે તેની સારી દોસ્તી હતી,તે સોહમ સાથે કલાકો બેસીને વાતો કરતી,તેઓ સાથે જ નાસ્તો કરતા,શાળાએ સાથે જતા અને સાથે જ આવતા અને તેમાં પણ તે બંનેની વાતો સતત ચાલતી જ રહેતી.આ વાત ઘણાને ખટકતી હતી.સોનાલીની ઘણી ફ્રેન્ડ તો તેને ચિડવતી પણ હતી કે તારા અને સોહમ વચ્ચે નક્કી કંઇક તો ચાલી જ રહ્યું છે.સોનાલીના મનમાં કંઈ ન હોવાથી તે આ બધાની વાતને ઇગનોર કરતી હતી.
હવે તો સોનાલીની ફ્રેન્ડને લાગતું કે સોનાલી સોહમના રંગે રંગાઈ રહી છે.જોકે સોનાલીને ખુદને હજી આવું કંઈ ફિલ નહોતું થતું. તે તો સોહમને પોતાનો બહુ સાચો અને પાક્કો મિત્ર જ માનતી હતી.સોહમને ધીમે ધીમે પોતાની ચાહત વિશે સમજ આવતી હતી પણ તે હજી સોનાલીને પ્રેમ કરે છે તેવું ખુદના મોઢે થી નહોતો કહેતો.તે સોનાલી વિના એક પળ રહી ના શકતો તે વાત પોતે માનતો હતો અને ખૂબ સારી રીતે જાણતો હતો.
હવે નાટકના દિવસો નજીક આવી રહ્યા હતા અને સોનાલી અને સોહમ ઘરે અને સ્કૂલે ખૂબ દિલથી મહેનત કરી રહ્યા હતા.તે બંને એ પોતાના કોસ્ચ્યુમ અને તેને મેચિંગ જવેલરી જે સોહમ ના મમ્મી લઈને આવ્યા હતા તે બતાવી અને ઓકે કરાવી હતી.
મોસ્ટ ઓફ બધી જ તૈયારી થઈ ગઈ હતી.સોહમ અને સોનાલી જ્યારે હીર અને રાંઝાના રૂપમાં આવતા ત્યારે એકબીજામાં ખોવાઈ જતા અને તે બંને ને એકમેક સિવાય ત્રીજું કોઈ ત્યાં દેખાતું નહોતું.આ જોઈ તેમની શાળાના પ્રોફેસર ખૂબ જ ખુશ થતાં કે સોહમ અને સોનાલી તેમના પાત્રો યોગ્ય રીતે નિભાવે છે.
સર માઇકમાં જાહેરાત કરે છે કે બે દિવસ પછી આપણે નેશનલ લેવલે હીર રાંઝાની સ્ટોરી પર નાટક કરવા જઈ રહ્યા છીએ અને તેમાં જે જે પાત્રોની જરૂરત છે તે બધા જ ઉતમ પાત્રો આપણને આપણી શાળામાંથી મળી ગયા છે.આ ખૂબ જ ગર્વની વાત છે કે આપણે બીજી શાળા સાથે પરફોર્મન્સ ના કરવું પડ્યું અને આપણી એક જ શાળામાંથી બધા સારા પાત્રો મળી ગયા.તે બદલ તેઓ સોહમ અને સોનાલીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે,કારણ કે મેઈન પાત્ર સારું ના મળે તો આખું નાટક જ વ્યર્થ નીવડે.લાસ્ટ માં સર એમ પણ કહે છે કે આપણે આ નાટક માટે બહાર જવાનું છે.
હવે જોઈએ આ નાટક માટે સર ક્યાં જવાની વાત કરે છે?
શું સોનાલી અને સોહમના માતા પિતા તેમને બહાર જવાની પરમિશન આપશે?
આ બધું જોવા માટે જોડાયેલા રહો એક પંજાબી છોકરી નામની સ્ટોરીમાં...