સોહમના મમ્મી સોહમ અને સોનાલી માટે કંઇક સરપ્રાઈઝ લઈને આવે છે.સોનાલીને અને સોહમને જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે કે સોહમના મમ્મી એવું તે શું લઈને આવ્યા છે.સોહમથી હવે રહેવાતું નથી એટલે તે કહે છે, કહો ને મમ્મી તમે શું લાવ્યા છો? સોહમના મમ્મી પહેલા સોનાલીને એનું સરપ્રાઈઝ આપે છે સોનાલી તે ગિફ્ટ ખોલે છે તો તેમાં હીરના પાત્ર માટે પહેરવાનો પોશાક હોય છે અને તેની મેચિંગ જવેલરી અને જે જે વસ્તુની જરૂર પડે તે બધું જ હોય છે.સોનાલી તો આ જોઈ ખૂબ જ ખુશ થઈ જાય છે અને હવે સોહમને એમનમ જ અંદાજ આવી જાય છે કે એના માટે રાંઝાનો પોશાક અને તેને મેચિંગ બધી વસ્તુ હશે.
સોહમ પણ પોતાની વસ્તુ જુએ છે અને સોહમ ને સોનાલી એકસાથે સોહમ ના મમ્મીને હગ કરી લે છે. અચાનક વીર પણ ત્યાં આવી જાય છે અને બોલે છે,"મેનુ ભી કોઈ જપ્પી દેદો." સોહમના મમ્મી કહે છે,"આજા પૂતર તું ભી જપ્પી પાલે."એમ કહી વીરને પણ હગ કરે છે.પછી સોહમના મમ્મી કહે છે જાઓ તમે બંને તમારા આઉટફીટ પહેરી લાઓ.સોહમ અને સોનાલી જાય છે અને હીર રાંઝા બનીને આવે છે એટલે કે તેમના લૂકમાં આવે છે.
તે બંને ને જોઈ સોહમના મમ્મી ભાવ વિભોર થઇ જાય છે અને તેમની આંખ ભરાઈ આવે છે. ત્યારે જ ત્યાં સોનાલીના મમ્મી આવે છે અને સોનાલી અને સોહમ ને હીર અને રાંઝાના કપડામાં જુએ છે અને તે પણ ઈમોશનલ થઈ જાય છે.સોહમ અને સોનાલી આ અવતારમાં ખૂબ જ સુંદર લાગતા હતા તેથી સોનાલીના મમ્મી તે બંને ને હગ કરે છે અને આશીર્વાદ આપે છે.થોડી વાર પછી તે કહે છે કે, આ આઉટ ફીટ કોણ લઈ આવ્યું? ત્યારે સોહમના મમ્મી કહે છે,હું બહાર ગઈ હતી તો લઈ આવી.સોનાલીના મમ્મી કહે છે તમે આમ વારંવાર બધું એમનેમ આપો છો સોનાલીને, પણ આ વખતે તમે આના પૈસા લઈ લેજો.ત્યારે સોહમના મમ્મી પ્રેમથી કહે છે, મારે કોઈ દીકરી નથી અને મને દીકરીઓ બહુ ગમે છે તો તમે મારા પાસેથી આ હક છીનવી ના લ્યો.નહીં તો મને બહુ દુઃખ થશે.તેને ઈમોશનલ જોઈ સોનાલીના મમ્મીને પણ દુઃખ લાગે છે અને તે સોહમના મમ્મી પાસે માફી માગે છે,ત્યારે સોહમના મમ્મી તેમની પાસેથી વચન માગે છે કે તે સોનાલી માટે કંઈ પણ લાવે કોઈ તેમને રોકશે નહીં.સોનાલીના મમ્મી વચન આપે છે કે સોનાલી તમારી પણ દીકરી છે.તમે તેને જે આપો તે અમને મંજૂર હશે.
હવે સોનાલી,સોનાલી ના મમ્મી અને વીર ઘરે જવાની વાત કરે છે,ત્યારે સોહમના મમ્મી કહે છે અરે કંઈ નાસ્તો કર્યા વિના એમનેમ હું નહીં જવા દઉં પછી પાછા તરત બોલે છે એક કામ કરો આજે બધા અહીં જ સાથે જમી લઈએ.સોનાલીના મમ્મી તો પહેલા ના જ પાડે છે પણ સોહમના મમ્મીનો આગ્રહ હોવાથી તે પોતાના ઘરે જાય છે અને પોતાના સાસુ, સસરા અને પતિને બધી વાત કરે છે ત્યારે જ સોહમના પપ્પાનો કૉલ આવે છે અને તેઓ સોનાલીના દાદુ ને કહે છે કે આજે હું ઘરે આવું છું અને આપણે બધા આજે સાથે મારા ઘરે ભોજન કરીશું. તેમનો પ્રેમ,ભાવ અને લાગણી જોઈ સોનાલીના દાદુ હા કહી દે છે અને સોનાલીના દાદી અને મમ્મી સોહમના ઘરે જાય છે.
સોનાલી,વીર અને સોહમ જ્યૂસ અને નાસ્તો કરતા હતા. સોહમના મમ્મી સોનાલીના મમ્મી અને દાદીને પણ જ્યૂસ અને નાસ્તો આપે છે અને પૂછે છે ભાઈ અને અંકલ ક્યારે આવશે.તે સોનાલીના દાદુ અને પપ્પાનું પૂછે છે,એટલે સોનાલીના દાદી કહે છે તે સોહમના પપ્પા આવે એટલે તેમની સાથે જ આવશે.
ત્યારબાદ સોનાલીના મમ્મી અને સોહમના મમ્મી છોલે કુલચે, કડમનું શાક અને ભાત બનાવે છે અને સાથે ગરમ ગરમ ખીર પણ બનાવે છે.ત્યાં સોહમના પપ્પા સોનાલીના દાદુ અને તેમના પપ્પાને લઈને આવે છે અને બધા પ્રેમથી સાથે બેસીને જમે છે અને સોહમના મમ્મી તેમને કહે છે કે સોનાલી અને સોહમ તેમની સ્કૂલના નાટકમાં હીર અને રાંઝા બનવાના છે સોહમના પપ્પા પણ આ સાંભળી ખુશ થઈ જાય છે.
શું સોહમના પપ્પા સોહમ અને સોનાલીના પરફોર્મન્સ વખતે ત્યાં હાજર હશે?
સોહમ અને સોનાલી હીર અને રાંઝાની ભૂમિકા સુંદર રીતે ભજવી શકશે?
જોઈએ આગળના ભાગમાં....