Shir Kavach - 13 in Gujarati Detective stories by Hetal Patel books and stories PDF | શિવકવચ - 13

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

શિવકવચ - 13

બધાં ફાટી નજરે જોઈ રહ્યા. જમીન પર ઝગમગતા હીરાં વેરાયેલા હતાં. શિવે બેત્રણ હીરા હાથમાં લીધા.
"આ સાચા હશે ?"
"હાસ્તો હશે જ ને દાદાએ આટલાં બધા છુપાવીને રાખ્યાં હતાં એટલે કિંમતી જ હશે."
"પણ દાદા પાસે આવ્યા ક્યાંથી?'
"શિવ બટવામાં જો તો કંઈ છે બીજું ? દાદાએ કંઈક તો લખ્યું જ હશે આનું શું કરવાનું કે આ કોના છે ?"તાની બોલી,
શિવે બટવામાં હાથ નાંખ્યો. અંદર એક કાગળ ચોંટેલો હતો. એણે ખેંચીને બહાર કાઢ્યો. કાગળ ખોલ્યો અંદર દાદાના અક્ષર હતા.
'પ્રિય શિવ. અથવા તો જેના હાથમાં આ બટવો આવ્યો તે સજજન,
ઘણું ખરું તો મારા શિવનાં હાથમાં જ હશે. આ સંપતિ મારા યજમાન શેઠ ભંવરલાલની છે. શેઠ ભંવરલાલ વરસો પહેલાં અમારી પાડોશમાં રહેતા હતાં.ધીમે ધીમે એમની પ્રગતિ થતાં તે નીચે આપેલાં સરનામે સ્થાયી થયા. ઉત્તરોઉત્તર ખૂબ જ ધનવાન થતાં ગયા.
એક વાર રાત્રે ૨ વાગે એમણે બારણું ખખડાવ્યું. ખૂબ જ ડરેલાં અને ઉતાવળમાં હતા એમ લાગ્યું. આ બટવો મારા હાથમાં પકડાવતાં એમણે કહ્યુ
"મારો દીકરો દારૂ અને જુગારની લતે ચઢી ગયો છે એટલે મેં મારી બધી સંપતિ વેચીને આ હીરા લઇ લીધા છે. હું તમારી પાસે અમાનત રૂપે મૂકવા આવ્યો છું. દીકરાને સમજાવીશ જો સુધરી જશે તો પાછા લઈને એને આપીશ નહીં તો તમે તમારી રીતે યોગ્ય લાગે તેમ ઉપયોગ કરજો. મારી મહેનતની કમાણી હું એને દારૂ જુગારમાં નહી ઉડાડવા દઉં."
આમ કહી એમણે બટવો મને થમાવ્યો અને આવ્યા હતા તેટલી જ ઝડપે ગાડી લઈને જતા રહ્યા.મારે ઘણું પૂછવું હતું પણ એ વંટોળની માફ્ક ચાલી ગયા. થોડો વખત રાહ જોયા પછી મેં પત્ર લખ્યો પણ કંઇ જવાબ આવ્યો નહીં. ઘણાં કાગળ લખ્યા પણ કંઈ પ્રત્યુત્તર ન હતો.. હવે મારી તબિયત પણ સારી રહેતી નહતી એટલે મેં એને મહાદેવના મંદિર પાછળ છુપાવી દીધાં. મને શ્રદ્ધા હતી કે શિવકવચ આનું રક્ષણ કરશે અને સુયોગ્ય પાત્રના હાથમાં જ સૌંપશે. તો આજે તમારા હાથમાં આવ્યું એમાં મારા મહાદેવની જ ઇચ્છા હશે.
પહેલાં તો શેઠ ભંવરલાલનું સરનામું નીચે લખેલ છે તેના પર તપાસ કરી જે કોઈ આનો હક્કદાર હોય તેને બધી જ સંપતિ આપી દેવી એવો મહાદેવનો હુકમ છે.
જો કોઈ ના મળે અને આ સંપતિનો કોઇ વારસદાર ન હોય તો આ સંપતિના ચાર ભાગ કરવા.
૧ . પહેલો ભાગ સોમેશ્વર મંદિરમાં દાન કરવો જે મંદિરના કામોમાં ઉપયોગ કરી શકે.
૨. બીજો ભાગ મારા ગામમાં કન્યાઓ માટે સંપૂર્ણ ભણતરની સવલતો ઉભી કરવી અને માતા બહેનો માટેની અલગ હોસ્પિટલ બનાવવી જેમાં ગરીબ બહેનો મફતમાં સારવાર કરાવી શકે.
3. ત્રીજો ભાગ ગામની બીજી સગવડો જેવી કે લાયબ્રેરી, પશુઓ માટેનું દવાખાનું, ગામના લોકોની બીજી મુશ્કેલીઓ માટે વાપરવો.
૪.ચોથો ભાગ તમે તમારી રીતે ઉપયોગમાં લેશો તેવી આ મહાદેવ ભક્ત ભલાની નમ્ર વિનંતી છે.
જો તું શિવ હોય તો બેટાં મારા તને ખૂબ આશીર્વાદ છે. તારા મમ્મી પપ્પાની ખૂબ સેવા કરજે. તારી મમ્મી ખૂબ જ પૈસાવાળા ઘરમાંથી આવી હતી છતાં આપણા ઘરને એણે પોતાનું કર્યું. ક્યારેય ફરિયાદ પણ નથી કરી. આમાંથી જો રૂપિયા તને મળે તો એને બધી સગવડ આપવાનો પ્રયત્ન કરજે. તારી સાથે જે કન્યાએ આ કામમાં તારી સહાયતા કરી છે તે ખૂબ જ સંસ્કારી છે તેની સાથે જીવન જોડી તું ખુબ સુખી થાય તેવા મારા આશીર્વાદ છે.
હરિ ઓમ નમઃ શિવાય.
શિવે કાગળ પૂરો કર્યો.
"દાદાને કેવી રીતે ખબર કે હું તારી સાથે છું." તાની ને આશ્ચર્ય હતું.
"દાદા ભવિષ્ય જોઈ શકતા હતાં એવું શિવના પપ્પા કહેતા હતાં " ગોપી ગળગળા સાદે બોલી. એને એના સસરાં માટે આજે માન થઈ રહ્યું હતું.
"મમ્મી કાલે આપણે ઘરે જઈને પપ્પાને બધી વાત કરીયે પછી હું ને તેજ આ સરનામે જઈને તપાસ કરી આવીયે."
"હા હા જો કોઈ મળી જાય તો સારૂ. આપણે કોઈની અમાનત નથી રાખવી."
"ચાલો આજે આપણું મિશન પુરુ થયું. ઘરે જઈને મારે પણ તાની માટે શિવની વાત કરવી પડશે. તાની શિવ તમે બે તૈયાર છો ને પરણવા ?" નીલમ હરખથી બોલી.
બન્ને જણાએ હા પાડી.
બીજા દિવસે ઘરે આવી ગોપી અને શિવે , શ્યામને બધી વાત કરી. શ્યામના તો માનવામાં જ નહતું આવતું.
શિવ અને તેજ ભંવરલાલની તપાસ કરવા ઉપડી ગયા.ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે ભંવરલાલ અને તેમની પત્નીને મિલકત લેવા એમનાં લંપટ દીકરાએ ખૂબ જ હેરાન કર્યાં .ભૂખ્યા તરસ્યાં ટટળાવ્યા જેથી બન્નેનું મૃત્યું થયું .થોડા સમય પછી એમનો દીકરો દારૂ પીને ટ્રેનના પાટા પર પડ્યો હતો તે ટ્રેઈન નીચે કપાઈ મર્યો. એમનાં કોઈ સગાવહાલાં છે નહીં અટલે તો હવેલી પણ જેમની તેમ પડી છે.
શિવ અને તેજ એમની હવેલીએ પહોંચ્યા. ગામ લોકોનું કહેવું હતું કે એમાં ભૂત રહે છે એટલે કોઈ જતું નથી. હવેલી ખંડેર બની ગઇ હતી. શિવે કંઈક વિચાર્યું. બન્ને પાછા ફર્યા.
ઘરે આવી દાદાજીના બતાવ્યા પ્રમાણે ભાગ પાડ્યાં .
"મમ્મી આપણા ભાગમાંથી આપણે સુલોચના ફોઈને પણ અમુક રૂપિયા આપીશું."શિવ બોલ્યો.
ગોપી અને શ્યામ પોતાના દીકરાને જોઈને આનંદ અનુભવી રહ્યા હતા.
શિવ, તેજ ,તાની , માનુની અને મૌનિલ બધા સારા માર્કસે પાસ થયા. બધાં ભેગા થઈને દાદાએ સૂચવેલાં કામોમાં મહેનત કરવા લાગ્યા.
દોઢ વરસમાં મોટા ભાગના કામ પૂર્ણ થઈ ગયા. શેઠ ભંવરલાલની હવેલીનો જીર્ણોદ્ધાર કરીને તેમાં એક સુંદર વૃધ્ધાશ્રમ બનવવામાં આવ્યું જ્યાં ઘરમાં ઘરનાથી ત્રાસેલાં વૃધ્ધોને મફતમાં આશરો મળે.તેનું નામ શેઠ ભંવરલાલ વૃધ્ધાશ્રમ રાખ્યું.
તાની અને શિવના લગ્ન ધામધૂમથી લેવાયા. ભલા દાદા જાણે ઉપરથી આશીર્વાદ વરસાવી રહ્યા હતા.
ઓમ નમ: શિવાય.
હેતલ પટેલ.🙏