Shir Kavach - 10 in Gujarati Detective stories by Hetal Patel books and stories PDF | શિવકવચ - 10

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

શિવકવચ - 10

શિવ ચોપડી લઈને આવ્યો. કવર પેજ પર સોમેશ્વર મહાદેવ લખ્યું હતું. ચોપડી ખોલીને બધાં એમાંના ફોટા જોવા લાગ્યા. મહાદેવની ચારેય બાજુ મોટા મોટા ઝાડ હતા. એક ફોટામાં નદી પણ હતી. પાછળ પહાડ દેખાતા હતા. મંદિર ખૂબ જ પુરાણુ દેખાઈ રહ્યું હતું.
"આ મંદિર સાથે જ કંઈક જોડાયેલું છે એવી મને ફીલીંગ આવે છે." તાની ઉત્સાહથી બોલી.
''પેલો કોયડો લખેલો કાગળ લાવ તો શિવ ."નીલમ બોલી,
શિવે કાગળ આપ્યો.
"આમાંથી શબ્દો છૂટા પાડવા પડશે.' કહી નીલમ મગજ કસવા લાગી.
"અચ્છા આના શબ્દો છૂટા પાડીયે તો આમ થાય.
સરિતા ગિરિને તરૂવર મધે ,
વસે મમ ભૂત સરદાર.
તરૂ ગર્ભમાં નીર વહે,
પછવાડે ખોદ કિરદાર.''
સરિતા એટલે નદી ગિરિ એટલે પર્વત તરૂવર એટલે ઝાડ મધે એટલે આ ત્રણની મધ્યમાં. વસે મમ ભૂત સરદાર એટલે ત્યાં મારો મહાદેવ વસે છે. તરૂ ગર્ભમાં નીર એટલે જ્યાં ઝાડની અંદર પાણી વહે છે પછવાડે એટલે પાછળ ખોદ કિરદાર .
એટલે કે સોમેશ્વર મહાદેવનું વર્ણન બરાબર બંધ બેસતું આવે છે. એ મહાદેવની આસપાસ ક્યાંક એવું ઝાડ છે જેની અંદર પાણી છે એની પાછળ ખોદવાનું કહ્યું છે.'
"બીજુ બધું તો બરાબર પણ ઝાડની અંદર પાણી કેવી રીતે હોય ?" તેજે પશ્ન કર્યો.
"એ તો ત્યાં જઈએ તો જ ખબર પડે."
"શિવલા તારા ભલાદાદા તો ગજબના રહસ્યમય નીકળ્યા હોં.' ગોપી ઉત્સાહથી બોલી.
"ચાલો કાલે સવારે નીકળીયે. "શિવ પણ ઉત્સાહથી બોલ્યો.
"હાંશ પેલા વૈદ્ય આવ્યા તો સારૂ થયું એમના કારણે આ કોયડો ઉકલી ગયો." નીલમ હસતાં હસતાં બોલી.
"તાની તું પડી તે સારૂ થયું " શિવે તાની સામું આંખ મારી.
"હા હોં બહુ ડાહ્યો "તાની પણ આનંદમાં આવી ગઈ. બધા ખુબ ખુશ હતા. સવારે વહેલા જવાનું નક્કી કરી બધા ઉઠયા.
શિવ તાનીને ટેકો આપીને હિંચકા સુધી લઇ ગયો. ધીમેથી એને હિંચકા પર બેસાડી. પછી પોતે બાજુમાં બેઠો.ધીમે ધીમે ઠેસ મારી હિંચકો ખાવા લાગ્યો.
"શિવ તને શું લાગે છે શું હશે ત્યાં?" તાનીએ કુતુહલતાથી પૂછયું
"મનેય ખબર પડતી નથી પણ એટલું ચોક્કસ છે કે જે હશે તે અમૂલ્ય હશે નહીં તો દાદા આટલાં અઘરાં કોયડા ના બનાવે."
"હમ્મ. "
તાનીએ ધીરેથી એનું માથું શિવના ખભા પર ઢાળી દીધું. બન્ને એકબીજાને મૌન પ્રેમ વ્યક્ત કરતા હતાં. પાછળથી તેજે ધીમેથી એ બન્નેનો ફોટો ક્લિક કર્યો.એ ગોપી અને નીલમને ચૂપકેથી બોલવી લાવ્યો.તે બન્ને પણ આ બેને જોઈને મલકાયા.
તેજ અને શિવ વૈદ્યદાદા પાસેથી મંદિર જવાનો રસ્તો સમજી આવ્યા. દાદાએ કહ્યું મારા દિકરાને મોકલું રસ્તો બતાવવા પણ એને લઈને જવામાં મુશ્કેલી હતી એટલે શિવે કહ્યું
" વાંધો નથીદાદા .અમે શોધી લઈશું કોઈને તકલીફ આપવાની જરૂર નથી."
બીજે દિવસે સવારે બધા વહેલા ઉઠી તૈયાર થઈ ગયા. ઉબડખાબડ રસ્તો હતો . ક્યાંક ક્યાક મોટા પત્થર પણ હતા. સારૂ હતું ગાડી ઊંચી હતી અને ડ્રાઇવર સાથે હતો એટલે ચિંતા ન હતી. વચ્ચે વચ્ચે નાના નાના ગામ પણ આવ્યા.પોણો કલાક પછી એક મંદિર દેખાયું. મંદિરના ઝાંપા આગળ ગાડી ઉભી રહી એટલે બધા ઉતર્યાં. ઝાંપાની અંદર પ્રવેશતા જ એક પવિત્રતાની અનુભૂતિ થઈ રહી હતી. વચ્ચે મોટો ચોક હતો એમાં કેટલાય વર્ષો જૂના ઝાડ અડીખમ ઉભા હતા. ક્યાંક ક્યાંક ખાટલા ઢાળેલા હતા. વચ્ચે એક ઊંચો ઓટલો ચણીને બેઠક જેવું બનાવેલું હતું. એની પર વર્ષો જૂનો લાકડાનો મોટો પલંગ ઢાળેલો હતો. એના પર ત્રણ ચાર ગોદડા નાંખેલા હતા. એક પંચાવન સાઇઠ વર્ષની ઉંમરના આધેડ વ્યક્તિ હુક્કો પી રહ્યાં હતા. શરીર પર જનોઈ હતી નીચે ટૂંકી ધોતી પહેરી હતી. લાંબી સફેદ દાઢી મૂછ હતી. વાળની લટોને વળ ચઢાવીને મોટો ઊંચો અંબોડો વાળેલો હતો. કપાળ પર ભભૂતિનું ત્રિપુંડ રચેલું હતું. મંદિરના મુખ્ય કર્તાહર્તા આ જ હશે તેવું લાગી રહ્યું હતું.
"મંદિર આ તરફ છે દર્શન કરીને પછી અહીં આવજો." જાણે ગુફામાંથી આવતો હોય તેવા ધેરા અવાજે તેમણે બધાને ડાબી બાજુ હાથ બતાવી કહ્યું.
બધા ચાલવા લાગ્યા. થોડેક જ આગળ એક ભવ્ય મંદિર હતું. અંદર પ્રવેશીને જોયું તો શિવલિંગ જમીનની અંદર હતું અને નીચેથી સતત ખળખળ પાણી વહેતું હતું. અંદર બેઠેલા પુજારીએ બધાને પૂજા કરાવી અને કહ્યું
"આ સ્વયંભુ શિવલિંગ છે."
"એટલે શું ?' શિવે પૂછયું
" એની કથા હું ટુંકાણમાં કહું. સેંકડો વરસ પહેલાં અહીં બાજુના ગામમાંથી ગોવાળીયા રોજ ગાયો ચરાવવા આ જંગલમાં લઈને આવતા.એમાં એક ગાય રોજ અહીં આવીને ઉભી રહે અને એના આંચળમાંથી દૂધ ઝરે. ઘરે એનો માલિક દોહવા બેસે તો દૂધ ના આવે ઘણાં દિવસ આમ ચાલ્યું એટલે એણે વિચાર્યું લાવ આજ તો રંગે હાથ જ ચોર પકડવા દે જોઉ તો ખરો કોણ મારી ગાય દોહી જાય છે?
એમ વિચારી એ દિવસે તે ગાયની પાછળ પાછળ ગયો.થોડા આગળ ગયા પછી એણે જોયું તો ગાય એક જગ્યાએ ઉભી રહી અને આંચળમાંથી દૂધની ધાર થવા લાગી. એને ખૂબ આશ્ચર્ય થયું. એણે નજીક જઈને જોયું તો જ્યાં ગાય ઉભી હતી ત્યાં થોડું ખાડા જેવું હતું. એણે હાથથી માટી ખસેડી તો અંદર શિવલિંગ દેખાયું. એ દોડતો ગામમાં ગયો અને બધાને બોલાવી લાવ્યો.બધાને આશ્ચર્ય થયું. બધાએ ભેગા થઈને અહીં નાનું મંદિર બનાવડાવ્યું. જે સમય જતાં ધીરે ધીરે બધા દાનવીરોએ જીર્ણોદ્ધાર કરાવ્યું. એટલે આ શિવલિંગ જાતે બનેલું છે એટલે તેને સ્વયંભુ કહેવાય."
શિવ તો આશ્ચર્યથી સંભાળી જ રહ્યો.