મહામારી ટાણે ખોરવાયેલી માનવતા ...!!!
મિત્રો કહેવાય છે મંદિરોની દીવાલે જેટલી દુઆ નથી સાંભળી તેટલી હાલ ના સમય માં હોસ્પિટલમાં સંભળાય છે.કોરોનાની મહામારીમાં જનજીવન બેબાકળું બની ગયું છે .રાહ ભટકેલ માનવી સાચી દિશાની શોધમાં ગોથા ખાય છે.
દુઆ માંગુ કે જતન કરું શીશ નમાવું કે રટણ કરું..! ખુશ રહું કે ખુશી માંગુ સાથ માંગુ કે સાથ નિભાવું ...!
સરકે માનવ પ્રાણ રેત જેમ ,
વછૂટે શ્વાસ સ્પંદન રેલ જેમ,
છૂટે પ્રસ્વેદ ને રીબાય માનવી..
એ ખુદા હીયારો આલજે ભલા માનવી..!!
મિત્રો કોરોનાના પ્રથમ પ્રહારને માત આપવામાં આપણે થોડેઘણે અંશે સફળ થયા છીએ .પરંતુ તે પછી આપણે એટલા ગાફેલ બની ગયા હતા કે આપણને કંઈ નહિ થાય અને આ આપણો આત્મવિશ્વાસ કોરોના બીજા પ્રહારે તોડી નાખ્યો.શહેર હોય કે ગામડું શેરીએ શેરીએ આ મહામારી પ્રસરી ગઈ છે .માનવજીવન ઠપ્પ થઈ ગયું છે.માનવ પોતાની રોજિંદી જરૂરિયાતની વસ્તુ લેવા બહાર જતા પણ ડરે છે.આવા કપરા સમયમાં માનવ પ્રકૃતિના હકારાત્મક અને નકારાત્મક વાસ્તવિકતાની ચર્ચા કરીએ.
🌈 નકારાત્મક વલણ :-
🧏 માસ્ક પહેરવું અને હેન્ડ વોશ તેમજ સેનીટાઇઝરનો ઉપયોગ જરૂરી ...તે છતાં બધા અમલ નથી કરતા.સોશીયલ ડિસ્ટન્સ ન જળવાય ક્યાંક અજાણતા કોરોના ફેલાવવામાં આપણે જ જવાબદાર બનીએ છીએ .
🧏 ભારત જ્યારે મહામારીમાં સપડાયું છે ત્યાં બળતી ચિત્તા એ રોટલા શેકવાવાળાની કમી નથી.ઓકસીજન સિલિન્ડર થી માંડી ઇન્જેક્શન નો કાળાબજાર ચાલું થઈ ગયો છે એટલા સુધી કે નકલી ઇન્જેક્શન પણ બજારમાં મળતા થઈ ગયા છે
🧏 લોડાઉનના સમયમાં કે સ્વૈચ્છિક જાણતા કરફ્યુ ના સમયમાં જીવન જરૂરિયાતની વસ્તુમાં પણ મોંઘી બની ગઈ છે .આવા સમયે ગરીબ વર્ગને શાકભાજી ખાવાના પણ ફાંફા છે.
🧏 લગ્નપ્રસંગ કે મેળાવડા પોતાની ફરજ સમજી બંધ રાખવાની જગ્યા એ કેટલોક વર્ગ કોરોના ની સ્થિતિને ગંભીર ન લેતા પ્રસંગ યોજે છે.આવા સમયે આ મહામારીનો ભોગ બીજા પણ બને છે.
🧏 ફ્રન્ટ લાઇન વોરિયર્સને સપોર્ટ કરવાની જગ્યા એ વિરોધ કરવો કે તેમની સાથે ગેરરીતિ ભર્યું વર્તન થાય છે. આવા કેટલાય કારણો નકારાત્મક વલણને જવાબદાર છે.
🌈 હકારાત્મક વલણ :-
ઉગતી પરોઢે વાયો મીઠો વાયરો,
ઘર આંગણે દીઠો ઊગતો મોગરો ,
મળી એક આશ ને ન થઈ નિરાશ
ફરી હેમંત આવશે કહેતો ગયો મોગરો..!!
માનવમાં હજી દયા મરી પરવારી નથી.કેટલાય ભારતીય પોતાના સમજી મદદે દોડી જાય છે .આવા વ્યક્તિને હૃદયથી વંદન છે.
🧏 કેટલાય સેવાભાવી વ્યક્તિ પોતાના જીવના જોખમે લોકોની મદદ કરવા દોડી જાય છે.ગરીબ વર્ગને ખોરાક પૂરો પાડે છે.
🧏. વિશ્વાસપાત્ર સૂત્ર મુજબ મહારાષ્ટ્ર માં રહેતા એક યુવાને જરૂરિયાતમંદ ને ઓકસીજન પૂરો પાડવા પોતાની ગાડી વેચી નાખી.
🧏 ડોકટર અને આરોગ્ય ખાતાના અધિકારી સિવાય કેટકેટલાય વ્યક્તિ એવા છે કે જેઓ આ મહામારીમાં પણ નિશુલ્ક સેવા આપી રહ્યા છે.
🧏 જે સમાજના મોભી વ્યકિતઓએ સ્વેછિક સમજીને લગ્નપ્રસંગ તેમજ મેળાવડા બંધ રાખ્યા છે અને પોતાના તથા પોતાના ભારતીયોની સ્વાસ્થ્યનું વિચારી વેક્સિન લીધી છે તે પણ એક હકારાત્મક વલણ છે.
🧏 કેટકેટલી શાળાઓ તેમજ સંસ્થાઓ કોવિડ સેન્ટર માટે પોતાનું યોગદાન આપ્યું છે તે પણ એક સરાહનીય છે.
દોઢસો વર્ષ રાજ કરેલ અંગેજોને જડમૂળ થી દેશમાંથી કાઢી નાખવાની તાકાત હોય તો આવી મહામારી માંથી પણ દેશ ઉગરી જશે.જો ભારત દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકતો હોય તો નાનામોટી બાબતોની કાળજી રાખશો તો ચોક્કસ થી આપણે બીજા દેશની તુલનામાં આગળ હોઈશું. આ કપરો સમય પણ નીકળી જશે.ખુશ રહો સ્વસ્થ રહો....!!
- વનિતા મણુંન્દ્રા ( વાણી )
બનાસકાંઠા