રેખા ધ અનટોલ્ડ સ્ટોરી
1982માં ભારતના રાષ્ટ્રપતિની મુલાકાત સમયે રેખાની માંગમાં સિંદૂર હતું....
ફિલ્મ અભિનેત્રી રેખાના જીવન પર લખાયેલી પુસ્તક રેખા ધ અનટોલ્ડ સ્ટોરી
પુસ્તકના લેખક યાસર ઉસ્માને અભિનેત્રી રેખાના જીવનના ઉતારચઢાવને શબ્દો આપ્યા
ખ્યાતિ શાહ (સિદ્ધયતિ)
khyati.maniyar8099@gmail.com
બૉલીવુડ એક એવું નામ એક એવો સ્ટેજ જેના કિરદારો વિષે બધાને બધું જ ખબર છે અને બધાને કશું જ ખબર નથી. છેલ્લા છ દાયકાથી વધુ સમયમાં 180થી વધુ ફિલ્મોમાં જુદા જુદા કિરદાર નિભાવી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર રેખાની વાત આજે કરવી છે. રેખાનો જન્મ 69 વર્ષ પહેલા 10મી ઓક્ટોબર 1954ના રોજ મદ્રાસમાં થયો હતો. દક્ષિણ ભારતના કલાકારો જેમિની ગણેશન અને પુષ્પાવલીના ઘરે જન્મેલી દીકરીનું નામ ભાનુરેખા રાખવામાં આવ્યું હતું. જોકે, 1966માં ફિલ્મ જગતમાં એટલે કે બોલીવુડમાં પદાર્પણ થયા બાદ તેનું નામકરણ કરી તેને રેખા નામ આપવામાં આવ્યું. બોલીવુડમાં રેખાને લઈને હજારો વાતો છે, હજારો વાર્તાઓ છે જે પૈકીની અનેક તો કોઈને ખબર જ નહીં હોય. આવી જ કેટલીક વાતો સાથે રેખાના જીવન પર એક પુસ્તક લખાયું નામ છે રેખા ધ અનટોલ્ડ સ્ટોરી. જેના લેખક છે યાસર ઉસ્માન. યાસર ઉસ્માને 2016માં રેખાના જીવન પર આ પુસ્તક લખ્યું હતું. સંપૂર્ણ પુસ્તકને આ લેખમાં સમાવવું મુશ્કેલ છે જેથી કેટલાક રસપ્રદ કિસ્સાની આપણે આ લેખમાં વાત કરીશું.
ફિલ્મીની દુનિયામાં રીલ લાઈફ કરતા દરેક કિરદારની રિયલ લાઈફ જુદી જ હોય છે. રેખા તેની ફિલ્મોના કારણે નહીં પરંતુ તેના જીવનના પ્રસંગો અને અફ્વાના કારણે વધુ ચર્ચામાં રહી છે. "રેખા" ધ અનટોલ્ડ સ્ટોરીમાં લેખક યાસર ઉસ્માને રેખાના જીવનના ઉતાર ચઢાવને સારી રીતે આવી લીધા છે. રેખાના લગ્ન દિલ્હીના ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે થયા હતા. જોકે, લગ્નના સાત જ મહિનામાં મુકેશ અગ્રવાલ આત્મહત્યા કરે છે અને તેમનું મૃત્યુ થાય છે. જે બાદથી જ રેખાના જીવનમાં વિવાદો અને અફવાનો દોર વધે છે.
રેખાના જીવનની સૌથી મોટી કોન્ટ્રાવર્સીની વાત કરીએ તો અમિતાભ સાથેના તેમના અફેરની હતી. 1981માં રેખા અને અમિતાભની ફિલ્મ સિલસિલા આવી હતી. જોકે, તે પહેલા અમિતભાં લગ્ન ફિલ્મ અભિનેત્રી જ્યા સાથે થઇ ગયા હતા. સિલસિલા બાદ રેખા અને અમિતાભ વચ્ચે ખીલેલા પ્રેમના અંકુરની વાત તો તે સમયે જ નહીં આજે પણ તેટલી જ ચર્ચામાં હોય છે. કોઈ ફિલ્મ એવોર્ડ હોય કે પછી કોઈ બૉલીવુડ ફંક્શન રેખા અને અમિતાભ સાથે દેખાય એટલે વાત પતી, પછી ચર્ચા માત્ર રેખા અને અમિતાભની હોય છે. એવું પણ કહેવાય છે કે, 1990માં રેખાએ જયારે મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા ત્યારે તેનું પાછળનું કારણ માત્ર અમિતાભના લગ્ન જીવનને બચાવવાનું હતું. 1981માં ફિલ્મ સિલસિલા બાદ 1982માં રેખા જયારે ભારતના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને મળવા ગયા હતા. ત્યારે એક પરિણીત સ્ત્રીને જેમ તેમને માથામાં સિંદૂર પૂર્યું હતું. જેથી રાષ્ટ્રપતિ પૂછ્યું હતું કે, તમે લગ્ન નથી ક્યાં છતાં માથામાં સિંદૂર કેમ તો રેખાએ જવાબ આપ્યો હતો કે, હું જ્યાંથી આવું છું તે શહેરમાં આ ફેશન છે. આ જવાબ બાદ જ રેખા અને અમિતાભ વચ્ચેના સંબંધોની ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું.
મુકેશ અગ્રવાલની આત્મહત્યા બાદ રેખાના જીવનની કથા કોઈ બૉલીવુડ ફિલ્મથી ઓછી નથી. અનેક સહકલાકારો સાથે તેના અફેરની અફવામાં ચાલી પરંતુ તેના કોઈ પુરાવા સામે આવ્યા નથી. અક્ષય કુમાર સાથે રેખાએ એક ફિલ્મ કરી હતી ખિલાડીઓ કે ખિલાડી. જે ફિલ્મ તેઓ બન્ને એક બીજાથી ખુબ જ નજીક આવ્યા હતા. જોકે, તે સમયે અક્ષય કુમાર અને રવીના ટંડન વચ્ચે પણ અફેર હોવાની ચર્ચાઓ હતો. તેવા સમયમાં જ રેખા અને અક્ષયકુમાર નજીક આવતા રવીના અને અક્ષય વચ્ચે પણ મતભેદો થયાની વાતો સામે આવી હતી.
"રેખા" ધ અનટોલ્ડ સ્ટોરીમાં લેખક યાસર ઉસ્માને રેખાના જીવનમાં સૌથી મહત્વ ધરાવતા અન્ય એક કિરદારની વાત કરી છે. તે છે રેખાની મિત્ર, કન્સલ્ટન્ટ, સપોર્ટર ફરઝાના. રેખાના જીવનમાં આવેલા ઉતાર ચઢાવ્મા ફરઝાના સતત તેની સાથેને સાથે જ રહી હતી. એવું પણ કહેવાય છેકે, ફરઝાના સાથે રેખાના સંબંધો એટલા ઘનિષ્ઠ હતા કે તેઓ જે રૂમમાં હોય તેમના આવવાની ઘરના નોકરોને પણ પરવાનગી ન હતી. જેમાં તેમના બેડરૂમનો પણ સમાવેશ થાય છે. તેટલું જ નહીં રેખાના ઘરમાં કે જીવનમાં કોણ આવશે અને કોણ જશે તે પણ ફરઝાના જ નક્કી કરતી હોવાની પણ વાતો વહેતી થઇ હતી. જે વાતનો પણ યાસર ઉસ્માને પોતાની પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.
રેખાના ફિલ્મી કરીદારો હોય કે તેનું જીવન તેની ડ્રેસિંગ સેન્સના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. આજે પણ કોઈ એવોર્ડ ફંક્શનમાં આવે ત્યારે રેખા જેટલી સુંદર અન્ય કોઈ અભિનેત્રી ન લગતી હોવાની કમેન્ટ આવતી જ હોય છે. રેખાના સૌથી પ્રિય પોષાક સાડી સાથે જ તે હંમેશા જોવા મળે છે.