speechless love - 3 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | ખામોશ ઇશ્ક - 3

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ખામોશ ઇશ્ક - 3


કહાની અબ તક: ધવલ અને સુજાતાના પરિવારની જ જેમ એ બંને પણ ખાસ દોસ્તી ધરાવે છે! પણ જ્યારે સુજાતા એ વાતમાં એક ઈશારો કર્યો કે પોતે ધવલે બીજી છોકરી સાથે લવ કરી લીધો હશે તો ધવલ નારાજ થઈને એના ઘરે આવી ગયો. બંને પરિવારના ધ્યાન બહાર સુજાતા પણ એના ઘરે આવી ગઈ. સુજાતા એને સમજાવવા માંગતી હતી કે એનો ઈરાદો બસ એ જ જાણવાનો હતો કે એની કોઈ અન્ય જીએફ તો નહિ ને? ધવલ એને કહે છે કે દૂર રહીને પણ બંને એકમેકના સુખ અને દુઃખમાં સાથે જ હતા! બંને કલાકો ફોન પર વાતો કરતા હતા! સુજાતા આખરે રડી પડે છે ધવલ એને ના રડવા કહે છે. પણ ધવલના પણ આંસુઓ નીકળી જાય છે.

હવે આગળ: "હા તો આ તું શું કરે છે?!" સુજાતા રડતા રડતા પણ વચ્ચે થોડું હસીને બોલી. એણે આશ્ચર્ય થઈ રહ્યું હતું કે ધવલ એને રડતાં અટકાવવાની કોશિશ કરે છે પણ ખુદ પોતે કન્ટ્રોલ નહીં કરતો અને રડ્યાં કરે છે.

"યાર... મને કેમ એવું લાગે છે કે આપણી બંનેની વચ્ચે કોઈ આવી ગયું છે!" ધવલ ના આંસુઓ રોકાતા જ નહોતા! અણજાણ ડર એને સતાવી રહ્યો હતો. જે શત્રુને આપને જાણતા જ ના હોય તો આપણને વધારે ડર લાગતો હોય, એમ જ અમુકવાર આપણને ખુદને જ આપણાં જ અમુક નિર્ણયથી પણ ડર લાગે છે કે જે આપને ભાવનામાં વહી જઈને લઇ લેતાં હોઈએ છીએ. આપણને ખુદને પણ ખબર હોય છે કે હા, જે થાય છે, ગલત છે તો પણ આપને ખુદને રોકી નહિ શકતાં અને ના કરવાનાં વિચારો કરવા લાગીએ છીએ અને દુઃખ મહેસૂસ કરીએ છીએ.

ગમતી વ્યક્તિ વિશે નેગેટિવ વિચાર આવવા પણ સ્વાભાવિક જ છે, તો પણ આપણને બહુ જ વિશ્વાસ હોય તો પણ આપણને અમુકવાર બહુ જ નેગેટિવ વિચારો આવવા લાગે છે, આવું જ કઈક આજે ધવલ સાથે પણ થઈ રહ્યું હતું.

"ઓ પાગલ! કોણ આવે આપની વચ્ચે?!" સુજાતા એ પૂછ્યું.

"તારી બીજી પસંદ!" ધવલે આખરે હિમ્મત કરીને એ કહી જ દીધું જે એ ક્યારનો કહેવા માંગતો હતો! એણે નેગેટિવ વિચારો આવતાં હતાં. રીલેશનશીપ માં કોમન છે, આપને જે વ્યક્તિને બહુ જ પ્યાર કરીએ, આપણને ડર પણ લાગતો હોય છે કે કોઈ બીજું એને ના લઈ જાય!

"એક ઝાપટ મારીશ ને! તું આ શું બોલે છે, કઈ ભાન છે?!" સુજાતા એ રીતસર ગુસ્સે કરતા કહ્યું.

"હા.... એટલે જ તો હવે તું..." એ આગળ કઈ બોલે એ પહેલાં તો સુજાતા એ કહેવા માંડ્યું - "જો યાર એ તો મારી એક ફ્રેન્ડ એ મને કહેલું કે તું એને આવા ઊંધા સવાલ કરજે તો એ સાચ્ચું કહી દેશે! યકીન કર, મારા માટે બસ એક તું જ છું, અને તું જ કાફી છું યાર, સાચે!"

"હમમ... મતલબ કે હવે હું જૂઠો પણ છું એમ ને!" ધવલે વધારે નારાજ થતા કહ્યું.

"અરે યાર એવું નહિ!" સુજાતા એ બાજી વધારે ના બગડે એમ કહ્યું.

ઓહ ગોડ, આજે ધવલને આ શું થઈ ગયું હતું, કેમ આવી બહેકી બહેકી વાતો કરે છે, સુજાતા વિચારી રહી હતી. એણે પણ ડર મહેસૂસ થઇ રહ્યો હતો. પ્યારથી એક પળ માટે પણ દૂર જવાનું ગમતું ના હોય, અને જો ખબર પડે કે આપની કોઈ વાત એને નહિ ગમી તો આપને એને સાબિત કરવા જૂટી જઈએ છીએ. જ્યાં સુધી એને અહેસાસ ના કરાવી દઈએ કે બધું જ ઠીક છે, આપને રિલેક્સ નહિ થઈ શકતાં. દુનિયા શું વિચારે છે, આપણને એની કઈ જ પરવા નહિ, પણ જો એ ખાસ વ્યક્તિ ને થોડું પણ ખરાબ લાગશે તો આપણને ખરેખર બહુ જ ગિલ્ટી ફીલ થશે.

આવતા અંકે ફિનિશ..