Prem Samaadhi - 63 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-63

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-63

પ્રેમસમાધિ
પ્રકરણ-63

નારણ હાઇવે પર ઉતરી ગયો. વિજયની ગાડી દેખાતી બંધ થઇ એણે મોબાઇલ કાઢ્યો અને કોઇ નંબર ડાયલ કર્યો. સામેથી તરતજ ફોન ઉપડ્યો.. નારણે કહ્યું “વિજય હમણાંજ મને ડ્રોપ કરી દમણ જવા નીકળ્યો છે. એ મુખ્ય હાઇવેથી જાય છે કે આગળથી અંદરનાં રસ્તે મને નથી ખબર પણ હવે એને ઝડપથી દમણ પહોંચવું છે એટલે મેઇન હાઇવેજ પકડી રાખશે. કંઇ નહીં હું અહીં જલારામ ગાંઠીયાવાળો છે એની બાજુમાં એસ.ટી.નું થોભોનું બોર્ડ છે ત્યાં છું તું મને લેવા માટે આવી જા.. રૂબરૂ વાત કરીશું...” ફોન મૂકું છું પેલાએ આવું છું કહી ફોન મૂક્યો.
વિજયે નારણને ડ્રોપ કર્યો પછી ડ્રાઇવ કરતાં કરતાં વિચારે ચઢ્યો કે નારણતો એનાં ફેમીલીને બરાબર સાચવે છે છોકરાઓ પાછળ પૈસા ખર્ચે છે એ પોતે કહે છે કે મે છૂટો દોર આપી દીધો છે નારણ મને ઘણીવાર નથી સમજાતો આમતો એ સારો છે રૂઢીચૂસ્ત વિચારો ધરાવે છે પણ છોકરાઓ બાબતમાં.... ?
મારી દીકરી કાવ્યા હવે માં વિનાની થઇ ગઇ એકલી પડી ગઇ નાનીની ઊંમર થઇ ગઇ હવે એ પણ એકલાં થઇ ગયાં પોરબંદરનાં ઘરમાં મેં કાવ્યાને પણ અહીં બોલાવી લીધી. મારો બનેવી મરી ગયો મારી બહેન એકલી પડી એનાં દિકરા સુમનને મેં અહીં બોલાવી લીધો... હું શું કરું કે બધાને બધાની હૂંફ સાથે મળે. કલરવ એકલો પડી ગયો.. બાપ ભાગતો ફરે છે. ઇશ્વરે મને કેવો અસમંજસમાં નાંખી દીધો ક્યાંય હું જવાબદાર નથી છતાં બધે હું કોઇને કોઇ રીતે જવાબદાર છું..
વિજય પોતાનાંજ વિચારોથી ખૂબ પરેશાન હતો એની ગાડી 120 થી વધુ ઝડપે આગળ વધી રહી હતી એનો ટાર્ગેટ હતો સવાથી દોઢ કલાકમાં દમણ પહોંચી જવું હવે ઘર પહોંચવાની ઉતાવળ હતી..
હવે વિજયને દમણનું ઘરજ દેખાતું હતું કાવ્યાને મળવું હતું કલરવને જોવો હતો.. મળેલો જોયેલો પણ શાંતિથી વાતો નથી થઇ એને સાંભળવો સમજવો હતો એને આગળ ખરેખર શું કરવું છે જાણવું હતું....
******************
અડધી રાત્રે ખુશનુમાં વાતાવરણમાં કલરવ અને કાવ્યા પ્રેમાંધ થયેલાં એકબીજાને પ્રેમ કરી રહેલાં અને રેખાએ બોલેલું "આહ" ઉચ્ચારણથી કાવ્યા એ સાંભળીને ડીસ્ટર્બ થઇ ગઈ એને ખબર પડી ગઇ એ લોકોને રેખાએ જોઇ લીધાં છે. એણે કલરવને કહ્યું "કલરવ પેલી રેખાડીએ આપણને આમ ચૂમતાં પ્રેમ કરતાં જોઇ લીધાં એ પાપાની એક નંબરની ચમચી છે જો એણે પાપા પાસે આપણી ચાડી ખાધી તો આપણને શરૂઆતથી જ તકલીફ પડશે”.
કલરવે કહ્યું “એય કાવ્યા શા માટે આટલી ચિંતા કરે છે ? ભલેને જોયાં. . આપણે કોઇ ગુનો તો કર્યો નથી એકબીજાની સંમતિ અને પ્રેમથી આપણે ચૂમ્યાં છે એકબીજાનો સ્વીકાર આ પંચતત્વની સામે કર્યો છે. ઇશ્વરે ઇચ્છયું હશે એ થશે કોઇ ચિંતા ના કર મારું મન વ્યથિત નથી જીવ બળતો નથી શા માટે ચિંતા કરે અને જો કાવ્યા આપણે મનથી મજબૂત રહેવું પડશે એ રીતે તૈયાર રહેવું પડશે કે ક્યારે ને ક્યારે તો ખબર પડીજ જવાની છે પ્રેમ અને તેજ ક્યારે છૂપાવી ના શકાય એ પૂર્ણ સ્વરૂપે બહાર આવેજ... મારી કાવ્યા આપણે એકબીજાને કોઇ દબાણ, સંજોગ ઇચ્છા, લાલચ કે કોઇ કારણ વિના સ્વયંભુ કુદરતી રીતે પ્રેમ માટે સ્વીકાર્યો છે તો કોઇ પણ સ્થિતિ પરીસ્થિતિ આવે આપણે ડરીશું નહીં અટકીશું નહીં....”
“એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો રાખીશું. કોઇ આપણને ડગાવી નહીં શકે.. આ રેખાની શું વિસાત છે ? એની હેસિયત શું છે ? પેલાં દિનેશ મહારાજ છે ને ? એમણે રેખા અંગે શું કીધું ખબર છે ? તારે જાણવું છે ?”
કાવ્યાએ કૂતૂહૂલથી પૂછ્યું "કેમ એવું શું કીધું ?” કલરવે કહ્યું “તને કદાચ નહીં ગમે પણ વાસ્તવિક્તા તારે પણ જાણવી જરૂરી છે. આ રેખા શીપ પર રહે કાયમ તારાં પાપા સાથે... તારાં પાપાની બધી "જરૂરીયાત" પુરી કરે.. જરૂરિયાત શબ્દ પર ભાર મૂકીને કહ્યું કે બીજા શબ્દોમાં રખાત જ છે. પણ તું કંઇ પણ રીએક્ટ ના કરીશ નહીંતર બાજી બગડી જશે.”
કાવ્યાએ કહ્યું "ઓહ" એટલે આટલી રૂઆબમાં રહે છે અને બધાને ઓર્ડર કરે છે. મેં સારુ કરેલું એનાં મોઢેજ એને પૂછેલું તમે અહીં. શું કામ કરો છો ? શા માટે રહો છો ? તો એને અંદરથી મારું પૂછવું નહીં ગમ્યું હોય”.
કલરવે કહ્યું “સ્વાભાવિક છે ના જ ગમે અરે તું હવે અહીં આવી ગઇ એય એને નહીં પચ્યું હોય તારાં વિનાની અહીંની આઝાદી છીનવાઇ ગઇ.” એની એમ કહીને કલરવ હસ્યો.
કાવ્યાએ કહ્યું "આ બહારનાં માણસોની આટલી ઔકાત ? હું અહીંથી એને તગેડી કઢાવીશ નહીં ચાલે હવે બધું..” કલરવે કહ્યું ‘”એય વિચારીને બધુ કરજે કોઇ ઉતાવળ ના કરીશ... તેલ જો તેલની ધાર જો... ઉતાવળે આંબા નહીં પાકે ધીરજ પૂર્વક સમજી વિચારી ચતુરાઇ પૂર્વક સોગઠી મારજે જેથી લાકડી પણ ના તૂટે અને સાપ મરી જાય.”
કાવ્યા ખડખડાટ હસી પડી અને કલરવને વળગી ગઇ “વાહ મારાં કલ્લું તું તો ખૂબ ચતુર ચાલાક છે તું મારાં સાથમાં છે પછી મને શું ચિંતા... કોઇ ઉતાવળ નહીં કરું તું કહે છે એમ ધીરજપૂર્વક બધુ જોઇ સમજીને પછી એનાં કપડાં ઉતારીશ” એમ કહી હસી પડી.
કલરવે કહ્યું “એય લુચ્ચી આવું બધું ના બોલ ચલ પરોઢનાં પ્રથમ પ્રહર થવા આવ્યો હવે આપણાં રૂમમાં જઇને સૂઇ જઇએ. કદાચ તારાં પાપા પણ આવી જવા જોઇએ. તને કહ્યું હતું હું આવી જઇશ.”
કાવ્યાએ કહ્યું ‘હાં ચાલ સૂઇ જઇએ. હવે તારી સાથે આટલું મિલન થયાં પછી જુદા રૂમમાં સૂવા જવું પણ નહીં ગમે જાન.” કલરવે કહ્યું “બધુ બહુ ઝડપથી થઇ રહ્યું છે એવું મને લાગે સ્વીટુ.. પણ આવો મીઠો વિરહ પણ પ્રેમ વધારે છે” એમ કહી કાવ્યાનાં હોઠ પર હોઠ મૂકી દીધાં..
કાવ્યાએ કહ્યું “એય મારાં મજનું જા તારાં રૂમમાં તું જાય પછી હું જઊ... દુર છતાં એકમેકને વળગીને સૂઇ જઇએ”. એ લોકો રૂમમાં ગયા અને બંગલાનો ગેટ ખૂલ્યો...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-64