પ્રેમ સમાધિ
પ્રકરણ-62
શંકરનાથ પોતાની હોટલમાં આવીને જતો રહ્યો.... એ કોઇ ટેન્શનમાં હતો એવું હોટલનાં ચાકરે બધુ કીધુ વિજયે સાંભળ્યું પેલાને બક્ષિસ અપાવી હોટલની બહાર નીકળી ગયો. એણે બહાર જઇને નારણને બૂમ પાડી બહાર આવવા કીધું. નારણ બહાર આવ્યો.. વિજયે કહ્યું “ચાલ આમ દરિયા તરફ થોડું ચાલીને આવીએ.” એમ કહી ચૂપ થઇ ગયો.
નારણને થયું વિજયનાં મનમાં ચોક્કસ કંઇક વળ છે એને કહેવા મોકળાશ જોઇતી હશે ? એતો જડ અને ભડ માણસ છે એ ક્યાં ?.... નારણ મનમાં વિજયનાં મનને વાગોળી રહેલો અને વિજયે પૂછ્યું "નારણ..... તારાં છોકરાને ક્યાં ભણવા મૂક્યો ? એ પણ 12મું પાસ થઇ ગયો ને ? અને તારી પોરીની ઉંમર કેટલી થઇ ? એ લોકો માટે શું વિચાર્યું છે ?”
નારણ ચમક્યો... એણે વિચાર્યુ આટલાં બીજા ટેન્શનો વચ્ચે વિજય મારી પર્સનલ વાતોમાં કેમ રસ લે છે ? શું હશે ? નારણે કહ્યું "વિજય મારો દીકરો તો કોલેજમાં છે પોરી બારમું પાસ કર્યું તૂં ભૂલ્યો દીકરો તો હવે મોટો થઇ ગયો છે એ મારાં ધંધામાં રસ નથી એને ભણીને પરદેશ જવું છે હું એને કોઇ દબાણ નથી કરતો.”
“અને... પોરી બારમું પાસ થઇ ગઇ એ એની માં સાથે ખૂબ હેવાયેલી છે અને આપણી જ્ઞાતિમાં.... છોડ પણ અત્યારે તને મારાં પ્રશ્નો કેમ થયાં ? શું વાત છે ?”
વિજયે કહ્યું "મને શંકરનાથને કારણે વિચાર આવ્યા... આ બામણ લોકો ખૂબ લાગણી અને સંવદેનશીલ હોય છે આ શંકરનાથ ચારેબાજુથી દૂશ્મનો દ્વારા ઘેરાયેલો છે એને જાનનું જોખમ છે પેલા હરામી મધુથી તોય એને જેવી જાણ થઇ કે એનો દીકરો અહીં આવેલો તો જોખમ વચ્ચે પણ અહીં સગડ મેળવવા રૂબરૂ આવી ગયો... એ આપણો સંપર્ક કેમ નથી કરતાં ?”
“આપણને ધંધા અને ગોરખધંધામાંથી સમય નથી મળતો કે આપણાં છોકરાઓ તરફ ધ્યાન દોરીએ મારી વાઇફ ગૂજરી ગઇ પોરબંદરમાં... એની માંને ત્યાંજ ઘણાં સમયથી એકલી રહેતી હતી મારી કાવ્યા... આજે માં વિહોણી થઇ ગઇ એને મેં દમણ બોલાવી લીધી....”
“આપણે આપણી દુનિયામાંજ મસ્ત રહીએ છીએ આપણી જરૂરીયાતો પુરી કરીએ પૈસા કમાઇએ ઐયાશી કરીએ કુટુંબ જેવી કોઇ ભાવના નથી અને આ ભૂદેવ એનાં છોકરા માટે... એનું કુટુંબ તબાહ થઇ ગયું. પેલાં મધુએ એની સાથે કેવી શત્રુતા કરી... હું એ મધુને નહીં છોડું પણ મને કાવ્યા યાદ આવી છે એ મારી છોકરી... તું તો તારાં કુટુંબનું છોકરાઓનું ધ્યાન રાખે છે પણ હું...”
“ના હવે હું કાવ્યા અને ભૂદેવ પુત્ર કલરવ બંન્નેનું ધ્યાન રાખીશ... ભણવું હશે તો ભણાવીશ જે કરવુ હશે એ કરવા દઇશ... એમને બાંધી નહીં રાખું એમનું જીવન કેવું જાય એ એમને નક્કી કરવા દઇશ મારે તારી જેમ પુત્ર નથી માત્ર દીકરી છે એ પણ મને ખૂબ વ્હાલી....” આમ બોલતાં બોલતાં વિજય લાગણીશીલ થયો.
નારણ શાંતિથી વિજયને સાંભળી રહ્યો... વિજય લાગણીથી ગળગળો થયો પછી એનાંથી ના રહેવાનું એણે કહ્યું ”
વિજય... તારી વાત સાચી છે મેં મારાં છોકરાને ભણવા અને જીવન જીવવા છૂટો દોર આપ્યો છે જે આપું છું અહીં સુરતમાંજ ભણે છે એની કોલેજમાં જી.એસ. છે બધામાં મારું પ્રોત્સાહન હોય છે છૂટા હાથે પૈસા વેરું છું અને દીકરી પણ ભાઇની જેમ છૂટ્ટી છે જીભની પણ છુંટી છે એની માં ની જેમ એમ.” કહી હસયો.. “હવે તો આપણામાં આ ઊંમરે વિવાહ કરી દે છે બધાં... મારે તો મારી બૈરી જેમ કહેશે એમ કરીશ’.
વિજયે કહ્યું “વાહ મને તો આ બધી કંઇ તારી ખબરજ નહોતી જોકે ક્યારેય સમય નથી મળ્યો કંઇ વિચારવા પૂછવાનો કે કદી હું તારી પાસે પર્સનલ નથી થયો પણ હવે મારે કાવ્યાનું ધ્યાન ધરવું પડશે મારો ભાણો પણ આવ્યો છે સુમન એને શીપીંગ અને ફીશીંગમાં ખૂબ રસ છે એને શીપ પર ગોઠવી દઇશ.”
“હવે આપણે દમણ જઇએ... મારી દીકરીને મળું એની સાથે થોડો સમય ગાળું પછી ધંધોતો જોવોજ પડશે થોડાં સમય પછી મધુનો કેસ હાથમાં લઉં તારું શું કહેવું છે ?”
નારણ વિજયને શાંતિથી સાંભળી રહેલો... એ થોડાં ઊંડા વિચારમાં પડી ગયો કંઇક ગણત્રી કરી રહ્યો પછી બોલ્યો “હાં વિજય હમણાંતો દમણ પાછા જઇએ... તું કાવ્યા સાથે થોડો સમય ગાળ હું સુરતનાં ઘરે જઇશ ત્યાં દીકરા-દીકરીને મળીશ હું પણ એમની સાથે સમય ગાળીશ. પોરબંદર સુરત અને મુંબઇનાં કામથી બધાં સાથે સંપર્કમાં પણ રહીશ તને રીપોર્ટ કરીશ હમણાં બધુ ભલે શાંત રહ્યું પછી જો સામે આવે એ પ્રમાણે આગળ વધીશું.....”
વિજયે કહ્યું “હાં બરોબર છે ચાલ હોટલ તરફ જઇએ અહીંથી તરતજ નીકળી જઇએ પેલા બાબુ ગોવિંદને હવે સારુ છે એને કહીશું. એકદમ એલર્ટ રહે સાવધાની રાખી વહીવટ કરે અને સતત સંપર્કમાં રહે.... હું તને સુરત ડ્રોપ કરી ગાડી લઇને દમણ જવા નીકલી જઇશ.”
નારણે કહ્યું “ભલે....” બંન્ને જણાં ઉભરાટની એમની આવકાર હોટલ તરફ પાછાં વળી ગયાં અને ચાલતાં ચાલતાં હોટલે પહોચ્યા અને જવાની... પાછા વળવાની તૈયારી રુપે બધાં સાથે વાત કરી સૂચનો આપી અને એક બેગ જ્યાં ભરેલી પડી હતી એ ગાડીમાં મૂકાવી અને નારણ બાજુમાં બેઠો વિજયે ડ્રાઇવીંગ શરૂ કર્યું.
ઉભરાટની બહાર નીકળી હાઇવે પર ચઢીને વિજયે કહ્યું “સુરત તો હમણાં આવી જશે તને ઉતારી હું દમણ જવા નીકળી જઊં.”
નારણે કંઇક વિચારીને કહ્યું “વિજય મને અહીં હાઇવે પરજ છોડી દે સુરત બાજુમાંજ છે તું સડસડાટ દમણ જવા નીકળી જા. હું મેસેજ કરી લઇશ નહીંતર તારો ખૂબ સમય બગડશે હવે વહેલો કાવ્યા પાસેજ પહોચી જા પહોચી ફોન કરજે ત્યારે વાત કરીશું....”
વિજયે કહ્યું “શ્યોર ? તો તને અહીંજ ઉતારી દઊ હાઇવે પર તને કંઇ પણ સાધન મળી જશે.” નારણે કહ્યું “ભલે અહીં ઉતારી દે... હું મેનેજ કરી લઇશ.. વિજયે હાઇવે પર સાઇડ પર ગાડી ઉભી રાખી.. નારણે પેલી બેગ સામે જોયું પછી ઉતરી ગયો... વિજયે બાય ટેઇક કેર કહી ગાડી દોડાવી મૂકી... નારણે ઉતર્યો પછી....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-63