Agnisanskar - 46 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 46

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 46



કેશવની દોડવાની ઝડપ આર્યન કરતા વધારે હતી. બન્ને દોડતા દોડતા મેન રોડ તરફ પહોંચ્યા. થોડાક સમય બાદ આર્યનને કેશવ દેખાતો બંધ થઈ ગયો. તેથી તે રસ્તા વચ્ચે ઉભો આસપાસ નજર કરવા લાગ્યો. કેશવ વિજયની જીપ પાછળ છુપાયેલો હતો. ત્યાં જ એમની નજર જીપમાં પડેલી ચાવી પર ગઈ. ધીમે કરીને તે જીપની અંદર પ્રવેશ્યો અને જીપ ચાલુ કરી. જીપ ચાલુ થતાં જ આર્યનનું ધ્યાન એ તરફ ગયું. જોયું તો જીપમાં કેશવ હતો. કેશવ તુરંત જીપ આર્યન તરફ ચલાવવા લાવ્યો.

અચાનક સામે આવતી જીપને જોઈને અનાયાસે એના હાથમાં રહેલી પિસ્તોલ જીપ તરફ ચાલી ગઈ. ગોળી સીધી જીપની આગળ રહેલા કાચ પર ટકરાઈ. કાચ તો તૂટી ગયો પરંતુ કેશવ બચી ગયો. જીપ એકદમ નજીક આવતા આર્યન ત્યાંથી દૂર થઈ ગયો અને કેશવ જીપ લઈને ભાગી ગયો.

અહીંયા વિજયે અંશને હાથમાં લીધો અને એક નજર સળગતા બલરાજ પર કરી. બલરાજની બોડી તો જીપ સાથે સળગીને રાખ થઈ ગઈ હતી.

સવાર થતાં જ સૌ નંદેશ્વર ગામ પહોંચ્યા. વિજયે તુરંત અંશને હોસ્પિટલ પહોંચાડ્યો. બલરાજના અવસાનની વાત સાંભળતા જાણે ગામવાસીઓ જશ્ન મનાવવા લાગ્યા.

" ગામના લોકો પાગલ થઈ ગયા છે કે શું? સરપંચના મરવાની ખુશી મનાવે છે..!" આરોહી એ કહ્યું.

" બલરાજ અંશ કરતા પણ મોટો ક્રિમીનલ હતો..." વિજયે કહ્યું.

" વોટ!! બલરાજ અને એ પણ ક્રિમીનલ?"

" હા..અંશે મને બલરાજની બધી હકીકત જણાવી છે...."

" કેવી હકીકત?" મુજવણ સાથે આરોહી એ કહ્યું.

" કેસ હજી ચાલુ જ છે આરોહી..થોડાક દિવસો બાદ બલરાજ વિશે તારે પૂરી માહિતી મેળવવાની છે...અને આ વખતે ગામવાસીઓ જરૂર બલરાજ વિશે ખુલ્લીને વાત કરશે.."

" આ કામ મારી પર છોડી દો..બલરાજની તો હું આખી જન્મ કુંડળી ખોલી નાખીશ.." આરોહી એ કહ્યું.

ત્યાં જ હોસ્પિટલમાંથી વિજયને કોલ આવ્યો.

" શું થયું ડોકટર અંશને હોશ આવ્યો?"

" હોશ તો આવી ગયો છે પણ અફસોસ એમની યાદદાસ્ત જતી રહી છે..." ડોકટરે કહ્યું.

" યાદદાસ્ત જતી રહી??" વિજયે ફરી પૂછ્યું.

" હા સર..તમે ચાહો તો એને દૂરથી જોઈ શકો છો.." ડોકટરે કહ્યું.

વિજય અને એની ટીમે બારીએથી અંશને જોવા લાગ્યા.

" સર તમને પૂરો વિશ્વાસ છે આ અંશ જ છે?" આરોહી એ કહ્યું.

" મતલબ?"

" અંશ અને કેશવ બન્ને વચ્ચે ફરક કરવો ખૂબ મુશ્કેલ છે સર..અને આર્યને જેને માથા પર લાકડી મારી હતી હોઈ શકે એ કેશવ હોય અને ભાગી ગયો એ અંશ હોય.."

" રાઈટ આરોહી...મને પણ આ બાબતે હજુ મુંજવણ જ છે..." વિજયે કહ્યું.

" તો ખબર કઈ રીતે પડશે કે આ અંશ છે કે કેશવ?"

" એ તો આમની યાદદાસ્ત આવશે ત્યારે જ હવે ખબર પડશે..."

" તો હવે શું કરીશું?"

" થોડાક દિવસ રાહ જોઈશું, નવું વર્ષ આવે છે એના પછી આપણે આ કેસને ફરી ઓપન કરીશું ત્યાં સુધી બધા હરીફરીને ફ્રેશ થઈ જાવ..." વિજયે બધાને થોડાક દિવસોની રજા આપી દીધી.

સાત દિવસની આ રજા માટે લોકો પોતપોતાના ઘર તરફ નીકળી ગયા. જ્યારે ગામવાસીઓ એ ખુશી અને ઉમંગ સાથે નવા વર્ષનું અને અંશ સ્વાગત કર્યું. ડોકટરે એક નર્સ સાથે અંશને ગામમાં મોકલ્યો હતો.

જ્યાં ગામના લોકો અંશના નામની બૂમાબૂમ કરી રહ્યા હતા ત્યાં એમની મા લક્ષ્મીની હાલત ખરાબ થઈ રહી હતી. પોતાના છોકરા પર એક તરફ ખૂન કરવાના આરોપ લાગ્યા હતા. ત્યાં બીજી તરફ એમની યાદદાસ્ત પણ જતી રહી હતી. એક માત્ર દીકરાનો સહારો પણ જાણે એના માથેથી જતો રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.

અંશને યાદદાસ્ત અપાવવા માટે ડોકટરે ઘણી કોશિશ કરી પરંતુ બધી મહેનત નિષ્ફળ ગઈ. લક્ષ્મી બેન બનતી બધી કોશિશ કરી રહ્યા હતા પરંતુ દીકરાને પોતાનું નામ પણ યાદ યાદ ન હતું.

સરિતા અને લીલાને જેલમાં કેદ કરી રાખવામાં આવ્યા હતા. પોલીસે ઘણી પૂછતાછ કરી પરંતુ ન લીલા એ કંઈ કહ્યું કે ન સરિતાને ખરા અર્થમાં કઈક ખબર હતી. વિજય આ સાત દિવસની રજામાં પોતાના ઘરે નહોતો ગયો. એના બદલે તેમનું સંપૂર્ણ ધ્યાન બસ અંશના કેસને સોલ્વ કરવામાં હતું. વિજયનું દિલથી માનવું હતું કે ભાગેલો એ અંશ કે કેશવ જરૂર એના ભાઈને બચાવવા આવશે જ.

ક્રમશઃ