No Girls Allowed - 51 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 51

Featured Books
Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 51



અંકિત અને દેવ બન્ને પીઝા પર તૂટી પડ્યા હતા. બન્નેનું ધ્યાન બસ ખાવામાં હતું જ્યારે રાહુલે હજુ સુધી માત્ર એક જ પીસ પીઝાનું ખાધું હતું.

" રાહુલ શું વિચાર કરે છે? પિઝા પણ તારું ઓલમોસ્ટ એમ જ પડ્યું છે...કઈક થયું છે કે?" અંકિતે આખરે સવાલ પૂછી જ લીધો.

" હા યાર મેં પણ નોટિસ કર્યું, જ્યારથી એ ભાભીના ગેટ પાસે ઊભો હતો ત્યારથી આનું મૌન વ્રત જ ચાલુ છે..." દેવે કહ્યું.

" શું થયું બોલ? ભાભી સાથે જઘડો થયો?" અંકિતે સવાલ પૂછ્યો.

" પહેલા તો એને ભાભી ભાભી કહેવાનું બંધ કરો એ કોઈ તમારી ભાભી નથી ઓકે....." ગુસ્સામાં રાહુલે કહ્યું.

" અરે તે જ અમને ભાભી કહેવાનું કહ્યું અને હવે તું જ ના પાડે છે!" અંકિતે ફરિયાદ કરતા કહ્યું.

" હા કારણ કે એના લગ્ન કોઈ બીજા સાથે થઈ ગયા છે..." રાહુલે આખરે ચોખવટ કરી.

" આ તું શું બોલે છે?? રાહુલ! એના લગ્ન બીજા સાથે? પણ તમે તો એકબીજા સાથે લગ્ન કરવાનું પ્રોમિસ કર્યું હતું ને!" આશ્ચર્ય સાથે અંકિત બોલી ઉઠ્યો.

" મને પણ એ જ નથી સમજાઈ રહ્યું કે અનન્યા એ મારી સાથે આવું કેમ કર્યું?" રાહુલે પોતાની દુવિધા જણાવી.

" ભાઈ હવે સ્વીકારી કરી લે, સ્વીકાર કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી..." દેવે કહ્યું.

" શું સ્વીકાર કરી લે એ?" અંકિતે સવાલ કર્યો.

" એ જ કે રાહુલનો પણ ઇશ્કમાં પતો કપાઈ ગયો...." દેવે કહ્યું.

" અનન્યા એવી છોકરી નથી યાર..." રાહુલે અનન્યાની તરફેણમાં કહ્યું.

" તો તું જ કહે મને કે એવી તે શું આફત આવી ગઈ કે એણે તને છોડીને બીજા સાથે લગ્ન કરવા પડ્યા..." દેવે તીખો સવાલ કર્યો.

" આ સવાલનો જવાબ તો હું એની પાસેથી લઈને જ રહીશ..." દાંત ભિંસ્તો રાહુલ બોલ્યો.

" એ બઘું પછી કર્યા કરજે, પેલા ગરમ ગરમ પીઝા આવ્યા છે એની મોઝ માણીયે..." દેવ આવેલા ગરમ પિઝાનો એક પીસ લેતો બોલ્યો.

રાહુલ ટેબલ પરથી ઊભો થયો અને ફોન લઈને રેસ્ટોરન્ટમાંથી ચાલતો થયો.

" અરે ક્યાં જાય છે?" દેવ એ કહ્યું.

" એને હવે રોકવાનો કોઈ અર્થ નથી....મને ખબર છે એ હવે શું કરવાનો છે..." અંકિતે બોલ્યો.


રાહુલ જ્યાં સુધી અનન્યા પાસેથી પોતાનાં સવાલના જવાબ જાણી ન લે ત્યાં સુધી એને ચેન પડે એમ નહતો. તેણે અનન્યાનો જૂનો નંબર ટ્રાય કર્યો પણ નંબર બંધ હોવાથી કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો નહિ.

" અનન્યાનો નવો નંબર મારી પાસે છે નહિ...." મનમાં વિચારતો રાહુલ રૂમમાં આમતેમ ફરી રહ્યો હતો. તેણે અનન્યાના જૂના મિત્રોને કોન્ટેક્ટ કરીને નંબર લેવાની ટ્રાય કરી તો એક મિત્ર પાસેથી અનન્યાનો નવો નંબર મળી જ આવ્યો.

" પ્લીઝ અનન્યા કોલ ઉપાડ..." સ્વગત રાહુલે કહ્યું.

" નવો નંબર?" અનન્યા એ ફોન ઉપાડ્યો અને કહ્યું." હેલો..."

" અનન્યા...."

" રાહુલ! તું?" અનન્યા રાહુલનો અવાજ કોઈ સંજોગે ભૂલી શકે એમ નહોતી.

" પ્લીઝ અનન્યા કોલ કટ ન કરતી એક વાર મારી વાત સાંભળી લે...." રાહુલે ખૂબ આજીજી કરી.

" મારી તારી સાથે કોઈ વાત નથી કરવી..." અનન્યા એ ફોન કટ કરી નાખ્યો.

" અરે અનન્યા મારી વાત તો સાંભળ... શેટ!" ગુસ્સામાં રાહુલે ફોનને બેડ પર ફેંક્યો. ત્યાર પછી રાહુલે બીજી વખત કોલ કરવાની કોશિશ ન કરી.

" શું કરું? શું કરું?" રાહુલ મનોમન વિચાર કરી રહ્યો હતો.

" આઈડિયા!.." રાહુલને આખરે એક યુક્તિ સૂઝી ગઈ.

તેણે અનન્યાની ખાસ મિત્ર કિંજલનો કોન્ટેક્ટ કર્યો અને રાતના બાર વાગ્યે કોલ કર્યો.

" હેલો કોણ?" કિંજલે જોયા વિના જ ફોન ઊંચકી લીધો.

" કિંજલ હું રાહુલ..."

" કોણ રાહુલ?" ઊંઘમાં કિંજલે કહ્યું.

" અનન્યાનો એકમાત્ર હેન્ડસમ બોયફ્રેન્ડ રાહુલ..."

" રાહુલ તું!! ક્યાં ખોવાઈ ગયો હતો અત્યાર સુધી??" કિંજલ બેડ પરથી બેઠી થઇ ગઇ અને પોતાના વાળ પાછળ કરતી બોલી.

" ઘણી લાંબી કહાની છે, બસ અત્યારે તું મને એ જણાવ કે અનન્યા એ મને છોડીને બીજા સાથે લગ્ન કેમ કરી લીધા?" રાહુલ બસ કારણ જાણવા આતુર થઈ રહ્યો હતો.

કિંજલે ઘડિયાળ સામે જોયું અને કહ્યું. " એક કામ કરીએ આપણે કાલ દસ વાગ્યે મળીએ, ત્યાં મને તું તારી કહાની કહેજે અને હું અનન્યાની કહીશ ઓકે?"

" તારી સાથે અનન્યા તો આવશે ને?" રાહુલે કહ્યું.

" અનન્યા ને તો તું ભૂલથી પણ ફોન ન કરતો, તને તો ઢીબી ઢીબીને મારવો જોઈએ..."

" કેમ મેં શું કર્યું?"

" તું મને કાલ મળ પછી કહું છું બઘું..."

" ઓકે તો કાલ મળીએ...બાય..."

રાહુલે આખરે કિંજલ સાથે મળવાનું નક્કી કરી નાખ્યું.

દસ વાગ્યા પહેલા જ ટી પોસ્ટ પર રાહુલ પહોંચી ગયો હતો.
" ક્યાં રહી ગઈ આ? છોકરીઓને ટાઇમની કદર જ નથી હોતી.." રાહુલ એકલો ટેબલ પર બેસી બડબડ કરતો હતો.
થોડીવારમાં કિંજલ ત્યાં પહોંચી અને રાહુલના સામેના ટેબલ પર ચુપચાપ બેસી ગઈ.

" હાઈ કિંજલ? હાવ આર યુ?" રાહુલે વાતની શરૂઆત કરતા કહ્યું. પરંતુ કિંજલે રાહુલ સામે નજર પણ ન મિલાવી અને આસપાસ જોવા લાગી.

" સોરી કિંજલ....મારાથી ભૂલ થઈ ગઈ..." માફી માંગતો રાહુલ બોલ્યો.

" ભૂલ નહિ મહા પાપ કર્યું છે મહા પાપ...."

" આઈ નો કિંજલ, પણ મારી મજબૂરી હતી..."

" તારી આ મજબૂરીમાં...એક મિનિટ તારી વાઇફ ક્યાં છે?" અચાનક અડધી વાતને અટકાવીને કિંજલે સવાલ કરી નાખ્યો.

" મારી વાઇફ??" રાહુલે ચોંક્તા કહ્યું.

" હા તારી વાઇફ? ક્યાં છે?"

" આ શું મઝાક કરે છે? કિંજલ.." રાહુલ હજી આ મઝાક જ સમજી રહ્યો હતો.

" મઝાક હું નહિ તું કરે છે....એક તો કહ્યા વિના લગ્ન કરી લીધા ને પાછો મારી સામે સ્માર્ટ બને છે..."

" મેં અને લગ્ન! કોની સાથે? અને ક્યારે?" રાહુલના તો હોશ જ ઉડી ગયા.

" તે લગ્ન કર્યા તને ખબર..."

" હું જન્મજાતથી સિંગલ છું સિંગલ ! વિશ્વાસ ન હોય તો મારો ઇન્સ્ટામાં બાયો જોઈ લે ત્યાં પણ સિંગલ જ લખેલું છે..."

" મીન્સ તે લગ્ન નથી કર્યા...?" કિંજલે સવાલ કર્યો.

" ના એક વાર પણ નહિ...મને તો લગ્નની વિધિ પણ નથી ખબર લગ્ન તો હું કઈ રીતે કરું?" રાહુલે પોતાની નાદાની દર્શાવી.

" સાચે જ તે લગ્ન નથી કર્યા?" ફરી એક વખત કિંજલે પૂછ્યું.

" નહિ...યાર આ ટી પોસ્ટની કસમ બસ..."

ટી પોસ્ટનો માલિકે મનમાં વિચાર્યું. " યાર આ લોકો એક દિવસ મને ભગવાન પાસે પહોંચાડીને જ રહેશે, હે ભગવાન પ્લીઝ આ લોકોની કસમ ન સાંભળતા.."

" તો અનન્યા એ મને એમ કેમ કહ્યું કે તે અમેરિકામાં લગ્ન કરી લીધા છે..."

" અનન્યા એ તને એવું કહ્યું ?"

કિંજલનું દિમાગ કામ કરતું અટકી ગયું હતું. એક તરફ આકાશે કહેલી વાત યાદ આવી રહી હતી તો અહીંયા રાહુલ એનાથી વિરૂદ્ધ વાત કરી રહ્યો હતો. હવે કોણ સાચું ને કોણ ખોટું એ નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું હતું.


ક્રમશઃ