Kon Hati Ae ? - 1 in Gujarati Horror Stories by Mohit Shah books and stories PDF | કોણ હતી એ ? - 1

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

કોણ હતી એ ? - 1

( એક હોરર સીરીઝ ની સફળતા બાદ ફરી એક લાંબા અંતરાલ બાદ એક નવી હોરર વાર્તા લખવાની કોશિશ કરી છે. આશા છે કે " ભૂતિયો બગીચો " ની જેમ આ વાર્તા ને પણ પ્રેમ ને પ્રતિસાદ મળશે.

રાત નો ભયાનક સન્નાટો ને હાડકા ધ્રુજાવી નાખે એવી ટાઢ, દૂર થી તમરા નો અવાજ, ભેંકાર રસ્તો અને એ રસ્તા પર બાઈક લઈ ને સ્પીડ માં જતા મયંક અને રવિરાજ.


અમદાવાદ થી નડિયાદ ના રસ્તે જતા બંને, જલ્દી ઘર પોહોંચવાની ઉતાવળ માં પૂર જડપે બાઈક મારતા જતા હતા. કાતિલ ઠંડી એવી હતી કે આખા ઢંકાયેલા બંને ધ્રુજતા હતા. ને એમાં બાઈક ની સ્પીડ ને ઠંડો પવન બંને ને પછતાવો કરવા પર મજબૂર કરતા હતા.

" સાલું, ખોટું અત્યારે નીકળ્યા, સવારે નીકળ્યા હોત તો સારું હતું. " બંને ના મન માં એક જ વિચાર હતો.

સમય હતો રાત્રિ ૧:૩૦ નો, ગરમી હોય તો રસ્તા માં ઘણા લોકો મળી આવે, પણ ફેબ્રુઆરી ની આ ઠંડી માં રાતનો સફર બહુ ઓછાં લોકો કરે.

' રવિ, જોઈને ? ' અચાનક મયંક એ રાડ પાડી.

રવિ એ બંને બ્રેક એક સાથે દબાવી. સારું થયું બાઈક નું બેલેન્સ બગડ્યું નહિ, નહિ તો બેય ઘર ને બદલે બીજે ક્યાંક પોહોંચી ગયા હોત.

બાઈક ઉભી રહી ગઈ. સામે બાઈક ની લાઈટ પડી રહી હતી ત્યાં એક છોકરી પોતાના બચાવ માં બંને હાથ એના મો પર રાખી ઉભી હતી. કદાચ રવિ ને તે છોકરી દેખાઈ નહિ, કા તો ફક્ત મયંક ને જ દેખાઈ. શું થયું, એ ખ્યાલ રવિ ને અચાનક આવ્યો નહિ. એણે તો મયંક ની રાડ સંભાળી ને બ્રેક મારી હતી.

એ છોકરી એ ઊંધો હાથ એની આંખો પર રાખ્યો હતો. રવિ એ બાઈક બંધ કરી અને તે છોકરી એ પોતાના ચેહરા પર થી હાથ હટાવ્યો. એકદમ સુંદર ચેહરો અને છીંકણી આંખો. વેસ્ટર્ન જીન્સ અને લાલ ટોપ માં એ છોકરી રવિ અને મયંક ને જોઈ રહી. રવિ એ મોઢે બાંધેલું મફલર હતાવ્યું.

" આઈ એમ સોરી, તમે દેખાયા નહિ, નસીબ જોગે કઈ થયું નહિ બચી ગયા. "
રવિ એ કહ્યું.

" ઇટ્સ ઓકે " એક બહુ જ મીઠો અવાજ સંભળાયો.

" તમે આટલી ઠંડી ની રાતે આમ એકલા? તમારે ક્યાં જવું છે? તમને વાંધો ના હોય તો અમારી જોડે આવી શકો છો. " રવિ ઉતવડ્યા સ્વરે બધું બોલી ગયો. કદાચ રવિ ને છોકરી પ્રત્યે આકર્ષણ અનુભવાયું.

' હું નડિયાદ જઈ રહી હતી, આજે ઓફિસ માં મોડું થઈ ગયું હતું. પછી ફ્રેન્ડ્સ જોડે પાર્ટી માં વધારે મોડું થઈ ગયું, મારી ફ્રેન્ડ ના ઘરે રોકાઈ ગઈ હોત તો સારું હતું. પણ થયું ઘરે પોહોંચી જાઉં. તો રસ્તા માં ગાડી બંધ થઈ ગઈ. કોઈ ની લિફ્ટ મળે કે કોઈ રિક્ષા કે કેબ ની રાહ જોતા ચાલી જતી હતી. " છોકરી એ આપવીતી મીઠા સ્વર માં સંભળાવી દીધી.

" ઓહ, અમે પણ નડિયાદ જ જઈ રહ્યા છીએ. અમે તમને ડ્રોપ કરી દઈશું.જો તમને કંફરટેબલ હોય તો તમે બેસી સકો છો. " રવિ ખુશ થતાં બોલ્યો.

" ભાઈ, શું કરે છે? આમ ભરોસો ના કરાય રાત ને પાછી છોકરી એકલી ને કહે છે ગાડી બગડી ગઈ, રસ્તા માં તને ક્યાંય ગાડી પડેલી દેખાઈ? છોકરી જોઈ લાળ ટપકાવ માં ફસાઈ જઈશું બેય ક્યાંક. ભૂત બૂત નીકળી તો ? " મયંક રવિ ના કાન માં ધીમે થી બોલી ગયો.

" ઓ, હેલ્લો, હું કઈ ભૂત નથી અને મારી ગાડી તમને ના દેખાઈ એમાં મારો વાંક છે ? તમને તો હું પણ થોડા સમય પહેલા નતી દેખાઈ, ખબર છે ને? "

છોકરી નો આવો સણસણતો જવાબ સાંભળી મયંક ચૂપ થઈ ગયો.

" અરે, તમે ખોટું માની ગયા, એવું કઈ નથી તમે બેસો, આપણે યંગ લોકો એક બીજાની મદદ નહિ કરીએ તો કોણ કરશે, હું મારા મિત્ર તરફ થી માફી માંગું છું તમને ના ફાવે બેસતા તો તમે ચલાવી લો બાઈક, અને તમારી પાછળ બેસી જઈશું. ઠંડી બહુ ચ્હેઝ જલ્દી ઘરે જઈએ." રવિ એ માહોલ જોતા વાત બદલી નાખી.

છોકરી પાસે આવી અને બાઈક ની પાછળ બેસી ગઈ.
" ઈટ્સ ઓલ રાઈટ, મને કઈ વાંધો નથી, ચાલો હવે. "

રવિ એ બાઈક સ્ટાર્ટ કરી અને ધીરે ધીરે ચલાવવા લાગ્યો. હમણા સુધી ઘર પોહોંચવા ની ઉતાવળ હતી, હવે મન તાત્કાલિક બદલાઈ ગયું. મયંક કઈ બોલ્યો નહિ પણ રવિ ને ચિટિયો ભર્યો. રવિ એ સમજીને સ્પીડ વધારી નાખી. અને બાઈક દોડી રહી હતી.

" તમારું નામ સુ છે? " રવિ એ પ્રેમ થી પૂછ્યું.

" સંજના " છોકરી બોલી.

( કોણ હતી આ સંજના. શું તે માણસ હતી કે ભૂત... જાણવા માટે થોડીક રાહ.... )