લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ (પૂર્વાર્ધ)
યાર મગજ જ કામ નહિ કરતું! ભલે રાજેશ સ્નેહા નાં નસીબ માં હશે તો એના નસીબમાં જ સહી. સતત વિચારો ને લીધે મારું માથું દુઃખી રહ્યું હતું. એક કપ કોફી મળી જતી તો સારું થતું. પણ શું હું કોફી બનાવી શકું એટલી સ્વસ્થ છું?! મગજ ઠેકાણે ના હોય તો શરીર પણ કામ કરી જ ના શકે ને!
દૂધ ને ગેસ પર ઉકળવા મૂક્યું તો મગજ માં પણ ઉકળાટ શુરૂ થઈ ગયો. મગજ વારંવાર બસ એક જ વિચારો કરતું હતું કે મારો રાજેશ તો હવે સ્નેહા નો જ થઈ જશે ને! ગમતી વ્યક્તિ ને બીજા સાથે જોવા માં જ દિલ ને બેચેની થઈ રહી હોય તો જ્યારે ખબર પડે કે કોઈ આપના પ્યાર ને ચાહે છે અને ખુદ હું તો એની સાથે લગ્ન નહિ જ કરી શકું પણ જો એ એને હા પાડી દેશે તો?!
વિશ્વાસ છે મને એના પર બહુ જ વિશ્વાસ છે. ખુદ થી પણ વધારે વિશ્વાસ છે, પણ સ્નેહા પણ તો કઈ ખરાબ છોકરી નહિ ને! એના માં પણ કોઈ જ કમી હોય એવું તો મને નહિ લાગતું! જો રાજેશ એવું વિચારે કે હું તો હવે એને મળવા ની નહિ તો સ્નેહા સાથે પ્યાર કરવામાં પ્રોબ્લેમ જ શું છે?! ઉપર થી એને ના પાડવા નું કોઈ કારણ પણ તો નહિ ને!
હું એક છોકરી છું અને મારે એક છોકરી તરીકે સમજી જવા નું હતું કે જ્યારે એ "રા.." બોલી તો એને રાજેશ માટે જ બોલ્યું હશે. દિમાગ બહુ જ નેગેટિવ વિચારો કરવા લાગ્યું હતું.
જેવો જ મને રાજેશ નો આવો મેસેજ આવ્યો તો સાચે જ લાગ્યું કે આત્મહત્યા જ કરી લઉં. હું રાજેશને સ્નેહાનો થતાં હરગિજ નહિ જોઈ શકું. ખાલી એને રાજેશના હોઠેથી વેફર જ હતાવ્યું હતું ત્યારે જ તો મને જેમ તેમ થવા લાગ્યું હતું તો હવે તો એ એની સાથે આખી લાઇફ..
મેં ગાંડાની જેમ ડ્રોવરમાંથી એક બ્લેડ કાઢી લીધી. સાથે જ મેં મોબાઈલમાં જ રાજેશનો ફોટો પણ ઓપન કર્યો હતો. રસોડામાંથી દૂધનાં ઉકળાઈને બહાર આવવાનો જ્યાં સુધી અવાજ ના આવ્યો, હું સાવ ભાન જ ભૂલી ગઈ હતી કે મેં દુધ ગેસ પર ઉકળવા મૂક્યું હતું! હું ભાગીને રસોડામાં ગઈ અને મેં એને બંધ કરી દીધું. મગમાં પહેલેથી જ કોફી હતી એમાં દૂધ નાંખ્યું અને મગ લઈને ફરી ડ્રોવર પાસે આવી ગઈ. બેડ પર મુકેલી બ્લેડ લીધી અને વિચારો કરવા લાગી.
ભગવાન જ્યારે તમારે મને રાજેશ અપાવવો જ નહોતો તો કેમ મારી સાથે આવો મજાક કર્યો?! અમને સાથે રાખવા જ નહોતાં તો કેમ મળાવ્યા?! હવે હું એના વગર કેવી રીતે રહીશ. મેં કોફી પીધી. વિચારો કર્યા.
કલ્પનામાં જ રાજેશને અને સ્નેહાને લગ્ન કરેલા જોઈ લીધાં અને એક ઝાટકા સાથે મેં કોફીના એ મગ ને જોરથી નીચે પછાડ્યો. એના ટુકડા આખાય રુમમાં ફેલાઈ ગયાં. બ્લેડ હાથમાં મારી અને તુરંત જ રાજેશની ચેટ ઓપન કરવા લાગી. હું બિલકુલ હાલતમાં નહોતી કે મોબાઈલ પણ પકડી શકું, મેં બે વાર ફોન પછાડ્યો અને છેલ્લે ફોનને હાથમાં લીધો. બ્લેડ મારેલ હાથનો ફોટો લીધો અને પહેલાં રાજેશને મોકલી દીધો અને પછી ગ્રુપમાં પણ મોકલ્યો, જોયું તો મારા સિવાય પણ બાકીનાં ત્રણેયે પણ એવું જ કર્યું હતું. આ હાલતમાં પણ થોડું હસવું આવી ગયું.