बुलबुला
જ્યારે સિરત અને દિવાન બંને પોતપોતાની ચેમ્બર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને કોઈકના રડવાનો અવાજ સંભળાયો. તેઓ બંને પોતાની ચેમ્બર તરફ જવાને બદલે જ્યાંથી અવાજ આવી રહ્યો હતો તે તરફ દોડ્યા.
અચાનક જ સામેથી તેમના દળનો એક માણસ કે જેનું નામ સંપત હતું તે દોડતો આવ્યો.
संपत: सरदार, वो दिलावर की बीवी को कुछ हो गया है, आप जल्दी चलिए। मुझे लगता है किसी चीज ने उन्हे काटा है। और उसका बेटा भी ठीक नहीं है। शायद उसे भी वही बीमारी लग चुकी है। સંપત હાંફતા હાંફતા એક જ શ્વાસે બધું જણાવતાં બોલ્યો.
सीरत: ऐसा क्या? हां, चलो मैं तुम्हारे साथ चलती हु। और दिवान साहब आप जा कर सीमा और मीरा को बुलाइए। जल्दी जाइए। સિરત તરત જ સંપત સાથે જવા લાગી અને જતા જતા તેણે દિવાનને કહ્યું.
दिवान: हां मैं अभी उन्हे लेकर आता हु। દિવાન એટલું બોલીને તરત જ ચાલતો થયો. સિરત અને સંપત બંને દિલાવરની ચેમ્બરમાં પહોંચ્યા.
सीरत: क्या हुआ है दिलावर? સિરતે ત્યાં પહોંચીને તરત જ દિલાવરને પૂછ્યું.
दिलावर: देखिए ना सरदार, ये क्या हो गया! मेरा तो सबकुछ लूंट गया। कुछ कीजिए न सरदार। દિલાવર પોતાની પત્નીનું માથું ખોળામાં લઈને બેઠો હતો. તેણે રડતી આંખો સાથે સરદાર સિરત સામે જોયું અને બોલ્યો.
सीरत: ओह माई गॉड, ये क्या हो गया। पारुल, ओ पारुल। ये उठ क्यों नहीं रही? और ये उसके पेट पर निशान कैसा है? સિરત ન્હોતી જાણતી કે દિલાવરની પત્ની પારુલ જીવે છે કે નહિ એટલે તેની હાલત જોઈને તેને ઉઠાડવા લાગી. અચાનક તેની નજર પારુલના પેટ ઉપર રહેલા જાંબલી કલરના નિશાન ઉપર ગઈ એટલે તેણે પૂછ્યું.
दिलावर: उसी वजह से तो उसकी जान गई है सरदार। ये पहले बहुत ही बड़ा हो गया था, और जब फटा तो उसकी ये हालत हो गई। પારુલના પેટ ઉપર રહેલા નિશાન વિશે સિરતને જાણકારી આપતા દિલાવર બોલ્યો.
सीमा: ओह माई गॉड, ये क्या हुआ है? क्या इन्हे किसी कीड़े ने काटा था? સિરત અને દિલાવર બંને એકબીજાને સમજાવી રહ્યા હતા ત્યાં જ દિવાન પોતાની સાથે સિમા અને મીરા બંનેને લઈને આવ્યો. પારુલની હાલત જોઈને સિમાને લાગ્યું કે કદાચ કોઈ જીવજંતુ પારુલને કરડ્યું હશે જેના કારણે તે આ હાલતમાં હશે એટલે બોલી.
दिलावर: नही, वो तो मुझे पता नही डॉक्टर, लेकिन ये पहले एक छोटे बुलबुले जैसा हुआ और फिर जब वो फटा तब उसकी ये हालत हो गई। वो मुझे छोड़कर चली गई। દિલાવર તેના વિશે કંઈ જાણતો નહોતો એટલે તે જે જાણતો હતો તે જાણકારી આપતા બોલ્યો. દિલાવર પોતાની પત્નીને મૃત જોઇને અતિશય રડી રહ્યો હતો.
दिवान: दिलावर, संभालो अपने आप को। और तुम्हारा बेटा, वो कहां है? वो कैसा है। દિવાન તરત જ દિલાવર પાસે બેસીને તેને સાંત્વના આપતા બોલ્યો. તેને ક્યાંય દિલાવરનો દિકરો દેખાયો નહિ એટલે તેણે ચિંતા કરતા પૂછ્યું.
दिलावर: वो यहीं था। मुन्ना, यहां पर आ जा बेटा? દિલાવર પોતાના દીકરાને બોલાવતા રડતા રડતા ચિલ્લાયો.
मुन्ना: बाबा, देखिए ना क्या हो रहा है!! मुझे बहुत दर्द हो रहा है और जलन भी बहुत हो रही है, कुछ कीजिए ना बाबा। અચાનક જ એક દસેક વરસનો એક છોકરો ચેમ્બરના ખૂણામાંથી ત્યાં ઉપસ્થિત ભીડ સામે આવ્યો. તેના હાથ ઉપર પણ તેની માંના પેટ ઉપર રહેલા નિશાન જેવો જ એક ફરફોલો(ફોલ્લો) થયેલો, જો કે તે સાઈઝમાં નાનો હતો. તેમાં તેને દુખાવો અને બળતરા થઈ રહી હતી જેના વિશે તે રડતા રડતા કહેવા લાગ્યો.
दिलावर: हां बेटा, डॉक्टर प्लीज मेरे बेटे को बचा लीजिए। अगर इसे कुछ हो गया तो मैं जी नही पाऊंगा। प्लीज। પોતાની અંદર રહેલી બધી જ હિંમત એકઠી કરી અને પોતાના આંસુને રોકીને દિલાવર બોલ્યો. તે પોતાને પોતાના જ દીકરા સામે કમજોર દેખાડવા ન્હોતો માગતો.
मीरा: लेकिन सीमा, हमने इससे पहले कभी भी ऐसा घाव नहीं देखा, तुम्हे क्या लगता है ये क्या हो सकता है? એના પહેલા કે સિમા કંઈ જવાબ આપે, મીરા વચ્ચે જ બોલી પડી.
सीमा: मुझे भी इसके बारे में कोई आइडिया नहीं है लेकिन हमे जो भी करना है, थोड़ा जल्दी करना होगा। હવે સિમા પણ પોતાની મુશ્કેલી બતાવતા બોલી.
તેઓ જ્યારે હલ્લો મચાવી રહ્યા હતા ત્યારે જ કેપ્ટનની ચેમ્બરમાં બેઠેલા રાજ ઠાકોરે આ સાંભળ્યું એટલે શું ચાલી રહ્યું છે તે જોવા માટે રાજ ઠાકોર ત્યાં દોડી આવ્યો.
राज ठाकोर: ओह माई गॉड! ये कैसे हो सकता है? ये कीड़ा यहां पर नही होना चाहिए। लेकिन यहां कैसे? આ ઘાવ અને નિશાનને જાણે ઓળખતો હોય તેમ રાજ ઠાકોર આ જંતુ વિશે બોલી ગયો.
दिवान: क्या तुम्हे पता है की आखिर ये किस तरह के कीड़े का काम है? હવે દિવાન સમજી ગયો હતો કે રાજ ઠાકોર નક્કી આ જંતુ વિશે કંઇક જાણે છે, એટલે તેણે પૂછ્યું.
राज: हां, लेकिन मुझे नहीं लगता कि हम इस बच्चे को बचा पाएंगे। રાજ ઠાકોરે કહ્યું.
दिलावर: ये क्या बकवास कर रहे हो तुम, मेरे बेटे को कुछ नही हो सकता। में अपने बेटे को कुछ नही होने दूंगा। પોતાના દીકરા માટે રાજ ઠાકોરના મોઢેથી કડવા વેણ સાંભળી દિલાવર ઊંચા અવાજે બોલ્યો. વળી પાછો તે પોતાના દીકરાને બાથમાં ભરીને રડવા લાગ્યો.
राज: लेकिन मैं वही कह रहा हु जो हकीकत है। इसका एक ही इलाज है जिसे करने केलिए हमारे पास वक्त नहीं है। હવે રાજ ઠાકોરના મોઢે સચ્ચાઈ આવી.
दिवान: इसका मतलब की आपको इसका इलाज पता है। है ना? રાજ ઠાકોરના મોઢેથી ઉતાવળે બોલાઈ ગયેલા શબ્દોને પકડીને દિવાન બોલ્યો.
राज: हां, क्यों की मुझे, अ, मेरे दादा ने इसके बारे में बताया था। जब वो लोग गए थे तब इसकी वजह से कई लोगों की जान चली गई थी। હકીકત જણાવતાં રાજ ઠાકોર થોથવાતી જીભે બોલ્યો.
दिलावर: हां तो बताइए न मेरे बेटे को किस तरह से बचाया जा सकता है। आप जो कहेंगे मैं करूंगा, प्लीज सर, बताइए ना। मैं अपने बेटे को बचाना चाहता हु। પોતાના બે હાથ જોડીને દિલાવર એકદમ દયામણું મોઢું કરીને ભીખ માંગતો હોય એમ પોતાના દીકરાને બચાવવા માટે આજીજી કરતો બોલ્યો.
दिवान: देखिए कप्तान साहब, लोगों का भरोसा जितने का और हमारी सरदार को दिया हुआ वादा निभाने का ये बहुत ही अच्छा मौका है, और मेरे खयाल से आपको इसे गवाना नही चाहिए। अगर मैं आपकी जगह होता तो इस बच्चे को जरूर बचा लेता। દિવાન પોતાની જગ્યાએથી ઊભો થયો અને રાજ ઠાકોર પાસે જઈને ઊભો રહ્યો. એકદમ ધીમા સ્વરે તેણે રાજ ઠાકોરને સમજાવતા કહ્યું.
राज: लेकिन दिवान साहब, उसके लिए हमे जैसलमेर शहर के अंदर जाना पड़ेगा। वहां स्थित अमर सागर झील का पानी ही इसे ठीक कर सकता है। उस झील के पानी को उबाल कर उसकी जो भांप निकलती है उससे ही इसे बचाया जा सकता है, और आप जानते है की हम शहर में नही जा सकते। तो आप ही बताइए हम इस बच्चे को कैसे बचाएंगे? પોતાના મનની મુશ્કેલી જણાવતાં રાજ ઠાકોર બોલ્યો. એટલીવારમાં તો ત્યાં સુમંત અને બલી પણ આવી ગયા. તેમની પાછળ પાછળ ફિરોજ પણ આવી ગયો. બધી વાત જાણ્યા પછી તેમને પણ ખુબ જ દુઃખ થઈ રહ્યું હતું પણ તેઓ જાણતા હતા કે અત્યારે તેઓ કંઈ જ કરી શકે તેમ ન્હોતા.
सुमंत: आखिर उस अमर सागर झील के पानी में ऐसा क्या है जिससे ऐसी बीमारी ठीक हो सकती है? સુમંતને રાજ ઠાકોરની વાત સાંભળીને થોડુક આશ્ચર્ય થયું. તેને કંઈ સમજાયું નહિ એટલે પૂછ્યું.
राज: वो तो मुझे नही पता लेकिन, मेरे दादाजी कहते थे की वहां एक शिव मंदिर है जो बहुत ही पुराना है। वहां हर रोज जो जल का अभिषेक किया जाता है, उससे उस पानी में शिवजी का प्रभाव भी घुलता है, जिससे कई तरह की बिमारिया ठीक होती है। રાજ ઠાકોર, સુમંતની મુશ્કેલી સુલજાવતા બોલ્યો. તેમની વાતો સાંભળતી સિરત ધીમેથી પારુલના મૃત શરીર પાસેથી ઊભી થઈ અને પછી રાજ ઠાકોર સામે ફરી. તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
सीरत: आप हमारे जहाज को जैसलमेर की ओर ले चलें। वहा से पानी का इंतजाम हम करवाते है। हम इस बच्चे को जरूर बचाएंगे। સિરતે પોતાની વાત ઉપર ભાર મૂકીને કહ્યું.
राज: हां, लेकिन शायद इस बच्चे के पास उतना वक्त न बचा हो। ये बुलबुला कब बड़ा हो जायेगा ये हम नहीं कह सकते और अगर एक बार ये बड़ा होकर फट गया तो इसे कोई नही बचा सकता। રાજ ઠાકોર વળી એક મુશ્કેલી બતાવતા બોલ્યો.
सीरत: आप बस इस जहाज को जैसलमेर की ओर ले चलिए। प्लीज। સિરતે પોતાનો અવાજ બુલંદ કરતા કહ્યું.
राज: ठीक है, ठीक है। हम चलते है। હવે રાજ ઠાકોર થોડોક ઢીલો પડ્યો અને સિરતની વાત માનતા ત્યાંથી જવા લાગ્યો.
दिलावर: आपका बहुत बहुत धन्यवाद सरदार। मेरा बेटा बस एक बार ठीक हो जाए। સિરતનો આભાર માનતા દિલાવર બોલ્યો.
सीरत: वो बिलकुल ठीक हो जायेगा। आप चिंता मत कीजिए। દિલાવરને સાંત્વના આપતા સિરત બોલી.
सीमा: वैसे पारुल को ये बुलबुला कितने दिनों से था? અચાનક જ સીમાએ પૂછ્યું.
दिलावर: उसे तो पता नही, लेकिन मैने कल ही उसके जिस्म पे इसे देखा था। तब ये बहुत छोटा था, बिलकुल मुन्ना के हाथ पर रहे इस बुलबुले की तरह। પારુલના પેટ ઉપર રહેલા જાંબલી કલરના નિશાન વિશે માહિતી આપતા દિલાવર બોલ્યો.
सीरत: इसका मतलब हमारे पास इसका इलाज करने केलिए अभी भी एक दिन है। हम उसे जरूर बचा लेंगे। સિરત હિંમત અપાવતા બોલી.
दिलावर: जी सरदार, आपका बहुत बहुत धन्यवाद। દિલાવર હવે શાંત થઈને બોલ્યો.
सीरत: सीमा, तुम इसका दर्द और जलन कम करने केलिए कुछ कर सकती हो? સિરતે પેલા બાળકનો દુખાવો અને બળતરા ઓછી થાય એના માટે કંઇક કરવા માટે કહ્યું.
सीमा: हां, मैं अभी देखती हु। સિમા બોલી.
सीरत: चलिए इसे क्लिनिक पर ले चलिए। बाकी सब अपनी अपनी चेंबर में जाए और खयाल रखे, ऐसा कोई भी निशान बने या हल्का बुखार भी आए तो तुरंत डॉक्टर को एकबार दिखाए। कोई भी बीमारी अपने आप ठीक होने का इंतजार न करें। हमसे जितना हो सकेगा हम करेंगे। अपना अपना खयाल रखिए और चेंबर में ही रहे। बाहर का हवामान बिगड़ रहा है। सब सही सलामत रहे।
સિરતે બધાને ચેતવણી આપતા કહ્યું.
और दिवान साहब, पारुल के अंतिम संस्कार करने का इंतजाम भी कीजिए। हम पहले बच्चे को बचाएंगे और उसके बाद उसकी मां का अंतिम संस्कार होगा। तब तक उसके शरीर को संभाल कर रखिएगा। વળી પાછું તેને પારુલના શરીરના અંતિમ સંસ્કાર વિશે યાદ આવતા કહ્યું.
दिवान: जी सरदार। वो मैं देख लूंगा। દિવાન તરત જ સરદારની વાત ઉપર અમલ કરતા બોલ્યો. ફિરોજ દોડીને દિવાનની મદદ કરવા લાગ્યો.
ચેમ્બરમાં આવ્યા પછી સિરત પોતાના ફોન ઉપર કંઇક કામ કરવા લાગી. તેણે પોતાના અમુક માણસોને મોકલી અને અમર સાગર તળાવનું પાણી તેમના સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાવી. તે વારે વારે દિલાવરના દીકરાના સમાચાર લેતી રહેતી. એના સિવાય બીજા કોઈને આ તકલીફ નથી થઈને એના વિશે પણ પૂછતી રહેતી.
राज ठकोरने उस कीड़े के बारे में बात की थी, लेकिन उस कीड़े को हमने कही देखा तो नही। आखिर वो कीड़ा है कहां? અચાનક સિરત મનોમન સવાલ પૂછી બેઠી.
શું તેઓ પેલા બાળકને બચાવી શકશે?
શું ડેની તેમના સુધી પહોંચી શકશે?
કેવી હશે તેમની આ સફર?
પેલું જંતુ ક્યાં છુપાયેલું હશે..?
એવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'