પ્રેમસમાધિ
પ્રકરણ-60
માંગલિક પ્રસંગ પત્યો હોય એમ દેવીકા-દેવેશનાં વચન પુરો થયાં પછી માઁના આશીવર્ચન સાંભળી આંધી આવી હોય એમ પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ ટૂટી પડ્યો. બધા દોડભાગ કરી વૃક્ષની નીચે છાયામાં આવી ગયાં. કલરવે કહ્યું “કુદરત પણ કમાલ કરે છે જ્યારે માનવ સાચી લાગણીમાં પરોવાય ત્યારે એ પણ વરસી પડે છે આજે પંચતત્વ એમનાં સાક્ષી બની ગયાં. આમ આપણી સમાધી કે બીજા પાળીયો પર આમ આસ્થાવાન લોકો આવ્યા કરવાનાં...” કાવ્યાએ જોરથી ઉશ્વાસ કાઢ્યો અને કલરવને વળગી ગઇ...
****************
રેખા ફોન પર વાત કરી ફોન પર્સમાં મૂકી પાછો હતો ત્યાં મૂકી દીધો એને ડ્રીંક લેવાની તડપ લાગી હતી એણે ગાર્ડન તરફ પગ ઉપાડ્યા એણે જોયું ભાઉ ઉઠીને એમનાં રૂમમાં જતાં રહ્યાં પેલો ભુપત એનો છેલ્લો પેગ બનાવી રહેલો એની નજર રેખા તરફ પડી દાઢમાં હસ્યો અને બોલ્યો.... “ઓહો આવો ભાભી...” અને પછી દાંત કાઢ્યા...
રેખા એનો વ્યંગ સમજી ગઇ અને ચિઢાઇને બોલી “એય ફોલ્ડર તું તારી સીમામાં રહીને વાત કરજે તને ખબર છે ને મારું નામ રેખા છે અને તારાં માલિકની...”
પેલાએ કહ્યું “આમ મારાં ઉપર શા માટે ઉકળે છે મેં તો ભાભીજ કીધું કોઇ ખોટો શબ્દ થોડો વાપર્યો છે બધાંનાં મોઢે તો તારું નામ... છોડ કેમ આટલી રાત્રે પધાર્યા. ગળુ ભીનું કરવું છે ને ? લો લો હવે આ તમેજ પુરુ કરો હું તો ચાલ્યો મને ઊંઘ ચઢી છે સવારે ઉઠીને તો પાછું....”
આમ કહી ભૂપતે બોટલ જે વધી હતી રેખા તરફ મૂકી અને ઉભો થઇ ગયો. “તમે કઈ બોલ્યા નહીં મારી કંપની નહીં જોઇતી હોય.. સમજી ગયો તમ તમારે લગાવો શાંતિથી હું જઊં....” રેખાએ મોં વચકોડ્યું કંઇ બોલી નહીં પેલો ઉભો થઇને અંદર જતો રહ્યો.
રખાએ આજુબાજુ જોયું બધે નિરવશાંતિ હતી એણે ગાર્ડનની એક લાઇટ ચાલુ હતી એ પણ બંધ કરી દીધી આછા અજવાળામાં એકલી બેઠી ટેબલ પર પડેલી બોટલમાંથી પોતાનો લાર્જ પેગ બનાવ્યો.
રેખાએ એક સીપ લીધી અને વિચારમાં પડી ગઈ... વિજય પહેલાં કેવો હતો ભલે હું એની રખાત હતી મારાં જેવી એણે કેટલીયે રાખી હશે પણ મને ખૂબ સાચવે પ્રેમ કરે જોઇએ એટલાં પૈસા આપે.... હવે એ માત્ર હું એની જરૃરિયાત હોઊં એમ વર્તે છે બધાં બીજા કામ સોંપે છે. હવે તો હું અહી વધુ નહીં રહ્યું પોરબંદર જતી રહીશ... આ ભૂપત કે ભાઉને ગંધ નહીં આવવા દઊં.... આમ પણ વિજયની છોકરી અહીં રહેવા આવી ગઇ મારો ક્યાંય ગજ નહીં વાગે ઉપરથી વૈતરા કરવાનાં..
એક પછી એક સીપ લેતી જતી હતી... ઠંડી પવનની લહેરખી આવી એને મજા પડી ગઇ દારૂ હવે મગજ પર ચઢવા લાગ્યો હતો એ વિજયનાં વિચારો કરી રહી હતી ત્યાં એની નજર બંગલાના ટેરેસ તરફ ગઇ એણે જોયું કાવ્યા અને કલરવ બંન્ને જણાં એકબીજાને વળગીને હોઠ પર હોઠ મૂકી ચૂસ્ત ચુંબન લઇ રહ્યો છે એતો આ દશ્ય જોઇ અવાક થઇ ગઇ.
એને થયું આ બામણનાં છોકરાએ તો ટંકશાળા પાડી આ કાવ્યાને ફસાવી દીધી આ એક દિવસમાંજ એણે શિકાર પાડી દીધો ? આ વિજય એનાં બપાને ખાસ મિત્ર માની બધે શોધતો ફરે છે.. આ ગરીબડાને અહીં બોલાવી આશરો આપ્યો છે આણે અહીં ગુલ ખીલાવી દીધાં.
રેખા જોઇ રહી હતી એને જાણે સામે પરદા ઉપર ફીલ્મ ચાલી રહી હોય એમ જોઇ રહી હતી એને પણ મજા આવી રહી હતી તાજા થયેલાં પ્રણયનું પાન કરી રહી હતી એની અંદર કંઇક રાસાયણિક પ્રક્રીયા થઇ રહી હતી પીધેલો દારૃ એને પણ ઉત્તેજીત કરી રહેલો.
એને પોતાનો સમય યાદ આવી ગયો બધાં ઉત્તેજીત પ્રણય પ્રસંગો અત્યારે એને વિચલીત કરી રહેલાં એ જોઇને વિચારી રહેલી કે આ કલરવ છે બહુ ચાલાક ચાતુર બહુ વિચારીને સોગઢી મારી છે પહેલી ચાલમાંજ રાણીને વંશમાં કરી લીધી... વાહ બીજા બધાને આવો આ ભૂ પીવરાવી દેશે. પેલો વિજય બધે રખડતો ફરશે અહીં આ એની દીકરી જોડે રંગરેલીયા કરતો રહેશે એને મનમાં કંઇક પાશવી વિચાર આવી ગયો.. ના... ના હમણાં વિજય સુધી વાત પહોંચવી ના જોઇએ હું તો નહીંજ કહ્યું બરાબર આવીઆને ફસાવી જવા દે.. આમ હોઠથી આગળ વધી એ લોકો... સંપૂર્ણ ભીના થઇ જાય ત્યાં સુધી ધીરજ રાખું વધવા દે આગળ પછી ખેલ પાડીશ.. પેલાં દોલતને તો જણાવવું પડે... એમ કહી પોતે જોરથી હસી પડી... દોલતને કહીશ જો તારો માલિક બધે રખડે છે અહીં એનું ઘર એનોજ ભાઇબંધનો છોકરો બિન્દાસ લૂંટે છે.. મને અહીં મોકલી એ પણ શું કામ કઢાવવાનો છે ખબર નથી પણ એનો સહવાસ પણ મને મજા કરાવે છે... હવે વિજય....
દોલતને ફોન કરીને જણાવી દઊં ? પોરબંદરનાં દરિયાનાં મોજાનાં ઉછાળા ઓછા પડે એવા ઉછાળા અહીં આ બે જુવાન છોકરાઓ કરી રહ્યાં છે. રેખાએ વધેલો પેગ એક સાથે ગટગટાવી દીધો એની નજર એલોકો પરથી ખસતી નહોતી... હસતી જોઇ રહી હતી એણે જોયું કાવ્યા કલરવ કરતાં પણ વધુ ઉત્તેજીત હતી એ કલરવનાં ગળાની આસપાસ એનાં હાથ વીંટાળીને એનાં હોઠને કેવી ચૂસી રહી હતી બેઊં જણાં જન્મોનાં ભૂખ્યાં હોય એમ એકબીજાને ચૂમી ચૂસી રહેલાં.
હવે કાવ્યાને કલરવ બંન્નેનાં હાથ એકબીજાનાં શરીર પર ફરી રહ્યાં હતાં ઉત્તેજનાં વધી રહેલી અહીં આ જોઇને રેખામાં ઉત્તેજનાં વધી રહેલી એ પણ આ વાસનાનાં વિચારોમાંથી પોતાને અટકાવી નહોતી શક્તી એનાં શરીરમાં પણ ઉત્તેજના એટલી વધી ગઇ કે એનાંથી મોઢામાંથી જોરથી આહ નીકળી ગઇ.
એનાંથી એટલું મોટેથી આહ બોલાઇ ગયું કે આ અડધી રાત્રીની નિરવ શાંતિમાં કાવ્યાએ સાંભળી લીધુ એની નજર નીચે ગાર્ડનમાં રેખા તરફ પડી એણે જોયું રેખા ટગર ટગર એમનેજ જોઇ રહી છે... કાવ્યાથી બોલાઇ ગયું “કોણ છે ગાર્ડનમાં ?” એણે રેખાને ઓળખીજ લીધી છતાં પૂછ્યું... રેખા ચમકી અને અંદર તરફ સરકી ગઈ એની ઉત્તેજના ઠંડી પડી ગઇ પણ ઉતાવળમાં અંધારામાં એ ભૂપતનાં રૂમમાં ધૂસી ગઇ... અને ત્યાં પેલો....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-61