લવ ફાઈન, ઓનલાઇન - 24
"ઓ પાગલ! લાગે છે કે તારો મેસેજ એડ્રેસ ભૂલી ગયો! ધ્યાન થી જો હું છું..." રાજેશ એ એને સામે મેસેજ કર્યો! રાજેશને તો હજી પણ યકીન જ નહોતું થઈ રહ્યું. ખરેખર તો રાજેશને એને કઈક એવું કહેવાની ઈચ્છા થઈ આવી કે સ્નેહા પ્યાર તો શું પણ એની સાથે દોસ્તી પણ ના રાખે, પણ એને ખુદને કન્ટ્રોલ કર્યો અને વિચાર્યું કે આફ્ટરઓલ પ્રાચીનાં જેની સાથે લગ્ન થવાનાં એ રાજીવની પસંદ છે તો અને એમ પણ કોઈને એમ એકદમ કહી દેવું સારું પણ ના લાગે.
રાજેશની ઈચ્છા તો એવી જ હતી કે એને કહી જ દઉં - "લીસન મિસ સ્નેહા, હું તો બીજા કોઈનો થઈ પણ ગયો છું અને તું પ્લીઝ મહેરબાની કરીને અમારી બંનેની વચ્ચે ના આવીશ!"
"અરે યાર, હા... ખબર છે! મેં તને જ મેસેજ કર્યો છે! આઈ લવ યુ!" સ્નેહા એ કહ્યું તો રાજેશના તો હોશ જ ઉડી ગયા. એને આવા જવાબની આશા તો નહોતી જ રાખી!
એને તુરંત જ એમની એ ચેટ નો સ્ક્રીન શોટ લીધો અને એને પ્રાચી ને મોકલી દીધો! ખુદ એ પણ બહુ જ ગભરાઈ ગયો હતો.
પ્રાચી એ ચેટ વાંચી ને "ઓએમજી!"(ઓહ માય ગોડ!)નો મેસેજ કરી દીધો! એના પણ મોતિયા મરી ગયાં હતાં! વાત જ એવી હતી તો!
તુરંત જ રાજેશ પર રાજીવના મેસેજ આવવા શુરૂ થઈ ગયા!
"જો તું પ્લીઝ એને હા કહી દે!" રાજીવ રાજેશને કહી રહ્યો હતો!
"અરે પણ હું એને નહિ લવ કરતો!" રાજેશે રાજીવને સાફ સાફ કરી દીધું! એ બહુ જ કલીયર હતો. પણ એને માટે આ વાત બહુ જ નવાઇ પમાડે એવી હતી.
"હા... પણ એ તો તને લવ કરે જ છે ને! પ્લીઝ... એ બહુ જ મસ્ત છોકરી છે!" રાજીવે કહ્યે રાખ્યું!
"પ્રાચી, યાર! હું શું કરું! એક બાજુ મને રાજીવ કહે છે કે એને હા કહી દે! હું તો બરાબર ફસાયો છું!" રાજેશે પ્રાચી ને મેસેજ કર્યા તો પણ એના રીપ્લાય નહોતા આવી રહ્યા! રાજેશને પ્રાચીની ચિંતા થઈ રહી હતી.
થોડી વાર પછી એક પિક આવ્યો જેમાં... પ્રાચીના ડાબા હાથે બ્લેડ મારી હોવાનું દેખાઈ રહ્યું હતું! રાજેશ ને પારાવાર દુઃખ થયું!
માંડ ત્રીજી રિંગે પ્રાચી એ કોલ રીસિવ કર્યો તો બસ એના રડવાનો જ અવાજ આવી રહ્યો હતો! એ બહુ જ દુઃખી હતી.
"સ્નેહા ને હા કહી દે... તું પણ ખુશ... બધા ખુશ!" રડવાને લીધે માંડ પ્રાચી બોલી શકી!
"ઓય! હું તને લવ કરું છું!" એમની વાત આગળ થાય એ પહેલાં જ ગ્રુપમાં ધડાધડ મેસેજ પડ્યા!
ગ્રુપમાં ચારેય વ્યક્તિએ પોતપોતાના હાથે જે બ્લેડ મારી હતી, એના પિક સેન્ડ કર્યા હતા!
"ઓય રાજેશ... રાજીવે કઈ કહ્યું યાર તને!" સ્નેહા એ રાજેશને મેસેજ કર્યો હતો! એણે રાજીવના જવાબની આશા હતી.
"હા... એમ કહ્યું કે તું સ્નેહા ને હા કહી દે! એ બહુ જ મસ્ત છોકરી છે એમ!" રાજેશે એની અને રાજીવની ચેટના સ્ક્રીન શોટ પણ એને મોકલી દીધા હતા.
"અરે યાર! આને તો પોતાના લવ માટે લડતા પણ નહિ આવડતું!" એના એ વાક્યે રાજેશને એટલું સુકુન આપ્યું જાણે કે એને મોત માંથી કોઇ એ નવી જિંદગી જ ના આપી દીધી હોય! એની ખુશીનો પાર જ ના રહ્યો. હા, રાજેશને એવો કોઈ ડર તો નહોતો જ પણ એને એમ હતું કે પ્રાચી એને ગલત ના સમજી બેસે અને નેગેટિવ વિચારવા ના લાગે, કારણ કે એને ખુદને ખબર જ હતી કે પ્રાચી બહુ જ ઈમોશનલ છે અને જ્યારે વાત રાજેશ પર આવે છે તો એ બહુ જ સિરિયસ થઈ જાય છે અને ચિંતામાં આવી જાય છે.
વધુ આવતા અંકે...