લવ ફાઈન, ઓનલાઇન - 18
"પ્યાર..." એક ગહેરો નિશ્વાસ નાંખતા રાજેશે આગળ કહ્યું, "થયો છે, કોઈને પ્યાર?!" પ્યાર વિશે આપને જ્યારે બીજાને પૂછીએ ત્યારે આપણને ખુદનો પ્યાર પણ યાદ આવી જતો હોય છે! ખુદ પ્યાર વિશે જે કંઈ યાદો દિલમાં હોય તો આપણને એ બધું જ એક સાથે જ આંખોની સામે આવી જાય છે. જેવી રીતે કોઈ બીજી છોકરીને જોઈને પણ આપણને એકદમ જ આપની ગમતી વ્યક્તિ યાદ આવી જાય, બસ બીજાનાં પ્યારની વાત કરતાં આપને ખુદનાં પ્યારને યાદ કરી લઈએ છીએ. પ્યાર છે પણ કઈક એવી જ વસ્તુ કે બસ એ એક વ્યક્તિમાં જ દુનિયાભરની ખુશી મળે છે અને એ એક વ્યક્તિ વગર આપણને એક પળ પણ ચેન નહિ મળતું! આપણાં પ્યારની સાથેનાં દરેક પળ આપણાં માટે તો બહુમૂલ્ય ખજાનો હોય છે! પ્યારની દરેક વાત વાત જ નહિ પણ એક અમૂલ્ય ડોક્યુમેન્ટ જેવું હોય છે! એની દરેક વસ્તુ આપના માટે કોઈ હીરા મોતીથી કમ નહિ.
પ્યાર પણ તો વોટ્સેપ નાં સ્ટેટ્સ જેવો જ હોય છે, આપણને જેમ આપણાં સ્ટેટ્સનાં મુકાય ગયાં બાદ બીજાનાં સ્ટેટ્સને જોવાની ઈચ્છા થાય એમ આપણાં પ્યાર બાદ બીજા નો પ્યાર કેવો છે, એ કેવી રીતે પ્યારને ફીલ કરે છે, એ જાણવાની ઈચ્છા થતી હોય છે.
"હા... મને... બહુ જ!" સ્નેહા એ એક સેકંડ પણ વેટ કર્યા વિના કહી જ દીધું! એના શબ્દોમાં એક્સાઈમેન્ટ હતી.
"ઓહ કોની સાથે?!" ઠીક એની બાજુમાં જ રહેલ રાજીવે એને પૂછ્યું. એનું પૂછવું સ્વાભાવિક જ હતું ને! પેલા બંને રાજીવની બેતાબી જ જોઈ રહ્યાં. આપને જે વ્યક્તિને વિશે ફીલ કરતાં હોઈએ એ કોને લવ કરે એ જાણવું આપના માટે બહુ જ જરૂરી થઈ જતું હોય છે.
"રા..." એ આગળ કઈ બોલે ત્યાં તો આ બાજુ રાજીવ અને આ બાજુ પ્રાચી નાં દિલમાં એક અજાણ્યા ડર એ દસ્તક આપી! પણ આ શું?! એને આગળ કઈ કહ્યા વિના બસ એ "રાઆઆઆઆઆઆ..." એમ ખેંચ્યા કર્યું! કરણ કે એને ખુદ પણ ખબર જ હતી કે "રા" પરથી જ રાજેશ અને રાજીવ એમ બંનેનાં નામો શુરૂ થાય છે!
"હા હવે... ખબર છે મને એ તો!" રાજેશે એને આંખ મારતા કહ્યું.
"ચાલ ને જૂઠું ના બોલ, એ તો રાજીવને જ ખબર હશે!" એને કહ્યું તો બાકી બધા પણ હસવા લાગ્યા!
"હા... હો! એ તો ખરું જ!" રાજીવે પણ કહી જ દીધું!
પણ ખરેખર એ એવું જ હતું કે એ "રા" કોઈ બીજા વ્યક્તિ માટે હતો?! દરેક સવાલ એની સાથે જવાબ પણ તુરંત જ આપી દે એ વાતમાં દમ નહિ, અમુક સવાલનાં જવાબ માટે આપને રાહ જોવાની હોય છે. સમય સમયનું કામ કરે છે અને જ્યારે યોગ્ય સમય આવે ત્યારે આપણને જવાબ પણ મળી જતો હોય છે. ત્યાં સુધી તો આપને બસ જવાબની આશામાં રાહ જોવાની હોય છે.
"ચાલ સ્નેહા એ તો એના દિલની વાત કહી દીધી..." રાજેશને અધવચ્ચે જ અટકાવતા સ્નેહા એ કહ્યું, "હજી મેં પૂરી વાત નહિ કહી!" તો એણે "સારું! એ તો હું જાણી લઈશ!" કહ્યું!
"હા, તો હું એમ કહું કે પ્રાચી તને ક્યારેય લવ થયો છે ખરો?!" રાજેશે પ્રાચીને પૂછ્યું.
"હા... થયો છે ને! ડિલીટ ફોર એવરી વન!" એને કોઈ કોડ વર્ડની જેમ કહ્યું તો બાકી કોઈ તો સમજી ના શક્યું પણ એ બધા જ ડિલીટ થયેલા મેસેજ રાજેશની આંખોની સામે આવી ગયા! કોઈ ખાસ ચાવીથી જ જેમ તાળું ખોલી શકાય છે, બીજી કોઈ ચાવીથી નહિ એમ જ આ શબ્દો એ રાજેશને એના પ્યાર ની યાદોનું તાળું ખોલી આપ્યું હતું!
વધુ આવતા અંકે...