"પ્રાચી, મારા માટે તું આલુ ચાટ લાવજે!" સ્નેહા એ ગ્રુપમાં પ્રાચી ને મેન્શન કરી ને મેસેજ કર્યો હતો!
"ના... તને આલુ થી ઉલ્ટી જેવું થાય છે... તું એના માટે પાઈનેપલ કેક લાવજે! એ એને બહુ જ પસંદ છે!" રાજીવ નો એના પછી જ મેસેજ હતો.
"હા... હો!" નીચે સ્નેહા નો મેસેજ હતો.
"ઓકે!" પ્રાચી એ મેસેજ કર્યો અને એ બધી વાતો એ રાજેશને કહેવા લાગી.
"હા તો લવ કરે છે એ લોકો એકબીજાને! ખબર તો હશે જ ને એકમેકની પસંદ નાપસંદ!" રાજેશે હસતા હસતા કહ્યું.
બંને દુકાને ગયા અને એમની પસંદ નું લેવા લાગ્યા.
"હું કહું છું ને એ લોકો ને કઢી ખીચડી નહિ ભાવે!" રાજેશને પ્રાચી કહી રહી હતી! સૌ એ પોતાની પસંદનું મંગાવ્યું તો પણ એને તો કઢી ખીચડી જ લેવી હતી.
"અરે હું છું ને! એમને ભાવશે અને હવે જ્યારે એ લોકો કઢી નું નામ લેશે ને તો મારી જ યાદ આવશે!" રાજેશ ને એની ચોઇસ પર પૂરો વિશ્વાસ હતો! વાતમાં દમ તો હતો જ.
સાવ એવું તો નહિ જ હોતું ને કે જે વ્યક્તિને દાળભાત ભાવે એને બીજું કઈ ભાવે નહિ, પણ અમુક વસ્તુઓ તો એવી પણ હોય છે કે જે સૌને ભાવતી હોય છે. કયો સ્ટાર વધારે ચમકે છે અને કયો સ્ટાર ઓછો ચમકે છે, એ તો ઠીક છે, પણ ચાંદ તો હંમેશાં જ ચમકતો હોય છે ને!
બંને ત્યાં ગાર્ડન એ પહોંચી ગયા.
ગાર્ડન બહુ જ મોટું હતું. જાણે એક એક અલગ જ દુનિયા જ જોઈ લો. પ્રકૃતિ આપણને હંમેશા ખૂબસૂરત જ લાગતી હોય છે.
બંને મસ્ત ઘાસમાં ચટાઈ પાથરી ને બેઠા હતા. અને એક બીજા સાથે જાણે કે દુનિયા ની બધી જ ખુશી ના મળી ગઈ હોય એમ વાતો કરી રહ્યા હતા! ગમતી વ્યક્તિ મળી જાય પછી આપને શું બોલવાનું છે એનો વિચાર આપને કરવો નહિ પડતો. રોજની દિનચર્યા થી માંડીને આપણાં લાઇફની જરૂરી વાતો અને આપને કોઈ વિષય પર કેવો મત ધરાવીએ એ બધું જ આ વાતોથી આપણે કહી દેતાં હોઈએ છીએ. અરે, શરીરમાં નાની અમથી ચોટ પણ જો થાય તો પણ એકબીજાને કહી દેવાની ઈચ્છા થાય છે!
"હમણાં ખાવું છે કે પછી!" પ્રાચી બોલી તો એ બંને ને કોઈ એ ઊંઘમાંથી જગાડ્યા હોય એમ એ બંને ચોંક્યા! ગમતી વસ્તુથી જ્યારે આપણને કોઈ દૂર કરે તો આપણને જરા પણ નહિ ગમતું. નાનું છોકરું જેમ રમકડાંને રમે છે અને ત્યારે એને જેમ સમયનું જરા પણ ભાન નહિ રહેતું, બસ એ જ રીતે આપને પણ જાણે કે એક એક પળને બહુ જ કિંમતી સમજી લઈએ છીએ. જે બીજા લોકો સાથે બસ સમય પસાર હોય એ જ સમય ખાસ વ્યક્તિ માટે બહું જ ખાસ બની જાય છે. દિલને ફીલ થાય છે કે આખી રાત નીકળી જાય, દુનિયા અહીંની તહી પણ કેમ ના થઈ જાય, બસ આપણને તો એ વ્યક્તિ જ બહું જ પાસે જોઈતી હોય છે.
"બેસો ને હમણાં... થોડી વાતો કરીએ!" રાજેશે સ્નેહા ના ખોળામાં પોતાનું માથું નાંખતા કહ્યું!
"ઓય શાહેબ, તમારું માથું એડ્રેસ ભૂલી ગયું લાગે છે..." પ્રાચી એ રીતસર એના ખોળામાં રાજેશ ના માથા ને મૂકતા કહ્યું!
પણ સ્નેહા એ જે કર્યું એની કલ્પના તો ખુદ રાજીવે પણ નહોતી કરી!
સ્નેહા એ ખુદના માથા ને રાજીવના ખોળામાં મૂકી દીધું!
વધુ આવતા અંકે...