Shapulaji no Banglo - 10 in Gujarati Fiction Stories by anita bashal books and stories PDF | શાપુળજી નો બંગલો - 10 - વિંટી નું રહસ્ય

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શાપુળજી નો બંગલો - 10 - વિંટી નું રહસ્ય

અભય અત્યારે દેવાસીસ ના ઘરે બેસેલો હતો અને અભય ના હાથમાં તે વીંટી હતી જે તેને બંગલા ના અંદરથી મળી હતી. તે વીંટી ને જોઈને દેવાસીસ એ તેને કહ્યું.
" સાહેબ તમારા હાથમાં અમિત ની વીંટી ક્યાંથી આવી?"
અમિત નું નામ સાંભળીને અભય હેરાન થઈ ગયો. અમિત અને સુનંદા ની વાર્તા તો ફક્ત એક સીધી સાદી વાર્તા હતી જે તેની એક નવી ફેન ક્રિપા એ તેને મોકલાવી હતી. જો સાચે જ એવું હોય તો પછી દેવાસીસ ને તેના વિશે કેવી રીતે ખબર પડી?
અભય પોતાના જગ્યાએથી ઊભો થયો અને દેવાસીસ પાસે જઈને તે વીંટીને તેની સામે સરખી રીતે દેખાડવા લાગ્યો. તે વીંટી ને પકડીને આગળ પાછળ ફેરવતા ફેરવતા પૂછવા લાગ્યો.
" તમારું કહેવાનું અર્થ છે કે આ વીંટી અમિત ની છે?"
દેવાસીસ સે અભયના હાથમાંથી તે વીંટી ને પોતાના હાથમાં લીધી અને એક નજર એકદમ ધ્યાનથી જોતા ફરીથી એ જ વાતને રીપીટ કરતા કહ્યું.
" હા સાહેબ મને આ વીંટી સરખી રીતે યાદ છે આ વીંટી અમિત ની જ છે."
અભય એ એ દેવાસીસ નો હાથ પકડ્યો અને તે પલંગમાં બેસાડીને તેની બાજુમાં પોતે બેસી ગયો. તે ખૂબ જ આતુર નજરોથી તેના તરફ જઈ રહ્યો હતો જાણે તેને તેનાથી કઈ અગત્યની જાણકારી જોતી હોય. દેવાસીસ ને અભયને આવી રીતે જોઈને થોડો ડર લાગવા લાગ્યો હતો કે આ માણસ તેને શું પૂછવા માંગે છે અને તેને શું જાણકારી જોતી હશે?
અભય ફરીથી તે વીંટીના તરફ આંગળી ચીંધીને પૂછ્યું.
" તમને કેવી રીતે ખબર કે આ વીંટી અમિતની છે? શું તમે કોઈ અમિત નામના માણસને ઓળખો છો જેની આ વીંટી છે?"
અભયનો આ સવાલ સાંભળીને દેવાસીસ એ એક લાંબો નિશ્વાસ નાખીને કહ્યું.
" સાહેબ મારો એક મિત્ર હતો જેનું નામ અમિત હતું. જ્યારે આ બંગલો એક માણસે ખરીદવાનો હતો ત્યારે તેણે અડધી પેમેન્ટ આપી દીધી હતી. બંગલાના બધા કાગળ પણ લગભગ તૈયાર થઈ ગયા હતા અને એટલા માટે જ તે માણસ આ બંગલામાં રેનોવેશનનું કામ પણ શરૂ કરી દીધું હતું. અત્યારે તે માલિકની દીકરી વારંવાર અહીંયા આવતી હતી અને તેના લીધે જ તેની મુલાકાત મારા મિત્ર થી થઈ ગઈ હતી."
અભય ખૂબ જ ધ્યાનથી દેવાસીસની વાત સાંભળી રહ્યો હતો. હજી સુધી થોડો ઘણો એવો પાઠ આવી ગયો હતો જે તે કહાની થી મળતો હતો જે તેને ઓનલાઇન મળી હતી. દેવાસીસ એ પોતાની વાતને આગળ વધારતા કહ્યું.
" અમિત મારો મિત્ર હતો અને મને મળવા માટે અહીંયા વારંવાર આવતો હતો અને ત્યારે જ તેની અને આ બંગલાના માલિકના એક સંબંધીની દીકરી જે અહીં આવતી હતી તેની મુલાકાત થઈ જતી હતી. ધીરે ધીરે બંનેનો પ્રેમ સંબંધ થઈ ગયો. અમિત ડ્રાઇવિંગ નું કામ કરતો હતો અને તેની ખૂબ જ મહેનત કરીને તે છોકરી ના માટે એક વીંટી બનાવડાવી હતી."
કહેતી વખતે દેવાસીસ એ તે વીંટીના તરફ નજર નાખી. તે વીંટી ના તરફ જોતા જ તેણે આગળ કહ્યું.
" તેની વીંટી બિલકુલ આના જેવી જ હતી. તેની ડિઝાઇન પણ આવી જતી અને તેમાં પણ એક તરફ એ અને બીજા તરફ એસ લખ્યું હતું."
અભય આગળ શું થયું તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતો. ઉત્સુકતા એટલી બધી હતી કે તેના માથામાં પરસેવાના ટીપા બાજવા લાગ્યા હતા. કારણકે એક તેને આગળની વાર્તા ખબર હતી પણ શું આ અમિત તે છોકરો છે તેની જાણકારી તેની હતી નહીં. દેવાસીસ એ આગળ કહ્યું.
" ધીરે ધીરે તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા હતા પણ વાત એ હતી કે અમિત એક મામૂલી ડ્રાઇવર હતો અને સામે તે છોકરી ખૂબ જ અમીર ઘરની હતી. ક્યારેક ક્યારેક તે બંને રાત્રે એકાંતમાં મળતા હતા. મેં તેને સમજાવ્યું હતું કે જો તે છોકરીના ઘરવાળાઓને ખબર પડી જશે તો તે તને ખતમ કરી દેશે પણ તે સાંભળતો જ ન હતો."
કહેતી વખતે તેનો અવાજ ધીમો થવા લાગ્યો હતો. તેને આવી રીતે જોઈને એ કહેવું ખૂબ જ આસાન હતું કે અમિત દેવાસીસ નો ખૂબ જ પાકો મિત્ર હોવો જોઈએ. અભયથી હવે રાહ જોવાતી ન હતી એટલે તેને તરત જ પૂછ્યું.
" દેવાસીસ તો અત્યારે તે અમિત ક્યાં છે?"
દેવાસીસ એ એક ઉદાસ મુસ્કાનની સાથે કહ્યું.
" સાહેબ એક રાતે તે છોકરીને મળવા માટે ગયો હતો અને પછીથી તેનો કોઈ પતો નથી. તેના મા બાપ પણ તેને ખૂબ જ શોધી રહ્યા હતા અમે લોકોએ પણ ખૂબ ટ્રાય કર્યું હતું. અમે અમિત ને બધી જગ્યાએ શોધ્યો હતો પણ તે બીજી વખત દેખાયો જ નહીં."
અભય સમજી ગયો કે તેની સાથે શું થયું હશે છતાં પણ તેણે પૂછ્યું.
" શું તમે લોકોએ તે છોકરી ના ઘરવાળાઓને પૂછ્યું નહીં?"
દેવાસીસ એ એક લાંબો શ્વાસ લઈને કહ્યું.
" અમિત તે છોકરીને પ્રેમ કરે છે એ વાતની જાણકારી ફક્ત મને હતી એટલે એક વખત મેં તેમને પૂછ્યું હતું પણ તેમણે જે જવાબ આપ્યો તે સાંભળીને તો વધારે હેરાન થઈ ગયો હતો. મેં જ્યારે આ બંગલાના નવા માલિકને પૂછ્યું હતું તો તેમણે કહ્યું કે તે લોકોની તે દીકરી પણ લાપતા છે અને તેના વિશે પોલીસમાં પણ રિપોર્ટ દેવામાં આવી હતી તે ક્યારેય મળી જ નહીં."
અભયને જે વાતનો ડર હતો તે હવે સાચો થવા લાગ્યો હતો. જ્યારે દેવાસીસ એ કહ્યું હતું કે તે વીંટી નો માલિક અમિત છે ત્યારે તેને એવી શંકા હતી કે તેની નવી ફેન ક્રિપા એ જે કહાની મોકલાવી છે તેનાથી મળતી છે. પણ કહાની નહિ પણ એક હકીકત છે તે વાતનો તેને ધ્યાન ન હતું. દેવાસીસ એ પોતાની વાતને આગળ વધારતા કહ્યું.
" પણ મને વાત કહે બીજી લાગતી હતી."
અભય તેના તરફ ધ્યાન દેવા લાગ્યો અને દેવાસીસ એ કહ્યું.
" મને લાગે છે કે તે બંને હંમેશાની જેમ તે રાતે પણ એકાંતમાં મળ્યો હશે. અમે તે મને ઘણીવાર કહ્યું હતું કે તે બંને પોતાની લીમીટ ક્રોસ કરી ચૂક્યા હતા. તે હોઈ શકે કે કોઈએ તે બંનેને એવી હાલતમાં જોઈ લીધા હશે. અમિત ના વિશે તો મને પાકી ખાતરી છે કે જો તે એવી હાલતમાં પકડાઈ ગયો હશે તો તે લોકોએ તેને મારી જ નાખ્યો હશે. એવું થઈ શકે કે તે લોકોએ પોતાની દીકરીને જબરદસ્તી લગ્ન કરાવીને દૂર મોકલી દીધી હોય કાં તો પછી તેની દીકરીને પણ મારી નાખી હશે."
અભય તેના પછી શું થયું હતું તેના વિશે પૂરી જાણકારી રાખતો હતો તે એવું કંઈ કહે તો બધા તેને પાગલ જ કહેશે તે વાતની પણ તેને જાણકારી હતી. અભય એ થોડીવારની શાંતિ પછી પૂછ્યું.
" દેવાસીસ જો બંગલો વેચાઈ ગયો હોય તો પછી આનો માલ હજી પણ શાપુથળજીનું નામ કેમ છે? આ બંગલો તો હવે તેના નવા માલિકનો હશે ને?"
દેવાસીસ એ અભયના તરફ જોઈને કહ્યું.
" જ્યારથી બંગલો લેવામાં આવ્યો હતો ત્યાર પછી તે નવા માલિકના ઘરમાં કઈ ને કંઈ થવા લાગ્યું હતું. તે લોકોને કહેવું હતું કે તેમની દીકરી અચાનક જ ગાયબ થઈ ગઈ હતી અને પછી એક એક કરીને તેના બે દીકરાઓ પણ ગાયબ થઈ ગયા હતા. તે બંગલા ના માલિક ની પત્ની સપનામાં આ બંગલાને જોતી હતી અને આ બંગલામાં ફરતા એક સફેદ પર છાયાને તેને કહ્યું હતું કે ત્યાં બંગલો ખરીદશે તો તેનું ધનોપાત નીકળી જશે."
અભય સમજી ગયો હતો કે કદાચ બંગલામાં રહેવાવાળા પ્રીત કે જીન એવી ઈચ્છા નથી રાખતા કે આ બંગલા ને કોઈ બીજું ખરીદે. શું એટલા માટે જ તે લોકો બધાને મારી રહ્યા હતા કે તેના પાસે બીજું કંઈ કારણ હતું? અભય એ દેવાસીસના તરફ જોઈને પૂછ્યું.
" કદાચ આ બધી આપત્તિઓથી ડરીને જ તે નવા માલિક એ આ બંગલો પાછો જુના માલિકને જ આપી દીધો હશે."
દેવાસીસ એ માથું હા મા હલાવીને કહ્યું.
" હા જો કોઈ માણસ નહીં ઘરમાં આવ્યું કંઈ થાય તો તે માણસ આવી રીતે જ ડરી જાય. તે માણસ ગમે એટલો પૈસા વાળો હોય કે પછી પ્રોપર્ટી વાળો હોય પણ તે પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. તેના પરિવારના એક એક કરીને તેમના સંતાનો ગાયબ થવા લાગ્યા હતા. પહેલા પહેલા તો તે લોકો સમજી શકે ન હતા કે આ બધું શું થઈ રહ્યું છે પણ જ્યારે આગળના માલિકની પત્નીને એવા સપના આવવા લાગ્યા તો તે લોકો સમજી ગયા."
અભય એ તરત જ બીજો સવાલ પૂછ્યો.
" શું બંગલા ના જુના માલિક એ આ બંગલો પાછો લઈ લીધો? મારો પૂછવાનું અર્થ એ છે કે તે લોકો પણ તો બંગલા થી છુટકારો જ લેવા માંગતા હશે ને."
દેવાસીસ એ અભય ના તરફ જઈને તેનો જવાબ આપતા કહ્યું.
" હા વિવાદ તો ખૂબ જ મોટો થયો હતો. પણ આખરે નવા માલિકે જે અડધું પેમેન્ટ પહેલા જ આપી દીધો હતો તેને પણ લેવા માટે ઇનકાર કરી દીધો અને આખરે જુના માલિકના પાછળ બંગલો લેવો જ પડ્યો."
અભય એ એક નજર તે વીંટીના તરફ નાખી અને પૂછ્યું.
" શું તે છોકરીઓનું નામ સુનંદા હતું?"
અભયના પાસેથી આ સવાલ સાંભળીને દેવાસીસ તેના તરફ હૈરાનીથી જોઈ રહ્યો હતો. તેની આંખો જોઇને જ અભય સમજી ગયો કે તેનો સવારનો જવાબ શું હશે.
શું કહાની છે આ બંગલા પાછળની? અભય ની નવી ફેન ક્રિપા ને આ બંગલાની આ હકીકત કેવી રીતે ખબર પડી કે કોઈને ખબર નથી? કોણ છે આ ક્રિપા?