Udaan - 13 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 13

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 13

વિશ્વાસ


એક સુંદર મજાનું ગામ હતું. તે ગામની બાજુમાંથી એક નદી વહેતી હતી. આમ તો નદીમાં પાણી સામાન્ય રહેતુ. પરંતુ ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં વરસાદ પડવાથી નદી પાણીથી છલકાતી. તે ગામમાં એક શાકવાળો રહેતો. તે રોજ શાક વેચવા નદી પાર કરીને બીજા ગામમાં જતો હતો.

એક દિવસ ગામમાં સાધુ મહારાજ આવ્યા. ગામના બધા જ લોકો તે સાધુને મળવા જતા. સાધુ લોકોને જ્ઞાન આપતા. જ્ઞાનના બદલામાં લોકો સાધુને પોતાની ક્ષમતા અનુસાર દક્ષિણા આપતા. આમ, બે જ દિવસમાં આખા ગામના લોકો સાધુને મળી આવ્યા અને જ્ઞાન મેળવી દક્ષિણા આપી આવ્યા.

તે જ ગામનો શાકવાળો તે દિવસે સાંજે પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે લોકો દ્વારા તેને જાણવા મળ્યું કે ગામમાં સાધુ આવ્યા છે અને બધાને જ્ઞાન આપે છે. શાક વાળા ને થયું , લાવ ને... આમ, પણ હવે કંઈ કામ નથી તો સાધુ મહારાજને મળી આવું અને જ્ઞાન મેળવતો આવું.

શાકવાળો તો પોતાના વધેલા શાકભાજી લઇને સાધુ મહારાજ પાસે જ્ઞાન મેળવવા ગયો. સાધુને પગે નમીને કહ્યું ,મહારાજ ! મને પણ જ્ઞાન આપો.
સાધુએ શાકભાજી વાળા ની સ્થિતિ જોઈ મજાક કરતા કહ્યુ કે , "જ્ઞાન તો આપું પણ બદલામાં તું મને શું આપીશ?"

શાકવાળા એ ભોળા ભાવમાં કીધું ,"આજે તો કંઈ ખાસ વકરો થયો નથી. થોડો ઘણો થયો છે તે તો ઘરવાળી ના હાથમાં દેવો પડશે . આથી હું તમને આ વધેલા દુધી રીંગણા દક્ષિણામાં આપી શકું."

સાધુ મનમાં મલકાયા અને શાકવાળાને કહ્યું, જ્યારે પણ તું મુશ્કેલીમાં હોય ત્યારે મને યાદ કરી આ મંત્ર બોલજે.

"મેરા ગુરુ કેસા...? દુધી રિંગણ જેસા ...!!"
"મેરા ગુરુ કેસા....? દુધી રિંગણ જેસા ...!!"

શાકવાળો સાધુની મજાક સમજી શક્યો નહીં અને સાધુને પગે લાગી ખુશ થઈ તેના ઘર તરફ વળ્યો.

સાધુ નદી પાર કરીને બીજા ગામમાં ગયા જ્યાં શાકવાળો રોજ શાક વેચવા જતો હતો. અચાનક ધોધમાર વરસાદ વરસ્યો અને નદી પાણીથી છલકાઈ ગઈ. ઉપરવાસમાં વધારે વરસાદ વરસવાથી પાણીમાં પુર આવ્યું.

વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો. સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે શાકવાળો બે દિવસથી શાક વેચવા જઈ શક્યો ન હતો. પરંતુ હવે તે શાક વેચવા ન જાય તો તેના ઘર નું ભરણ પોષણ થાય તેમ ન હતું. અચાનક શાકવાળાને સાધુનો મંત્ર યાદ આવી ગયો.

શાકવાળો તો એક પોટલામાં શાક ભરે છે ને સાથે એક ચાદર લઈ શાક વેચવા નીકળી પડે છે. રસ્તામાં પેલી નદી આવે છે જેને પાર કરી બીજા ગામ જવાનું હતું. શાકવાળો નદી પર ચાદર પાથરી સાધુ નો મંત્ર બોલે છે

"મેરા ગુરુ કેસા...? દુધી રિંગણ જેસા....!!"
"મેરા ગુરુ કેસા...? દુધી રિંગણ જેસા....!!"

આમ બોલતો જાય છે અને ચાદર માં શાકભાજી ગોઠવતો જાય છે. ધીમે ધીમે ચાદર પર બેસી તે મંત્ર બોલતો બોલતો નદી પાર કરી જાય છે.શાકવાળાનું આ દ્રશ્ય જોઈ ગામના બધા જ લોકો અવાક રહી જાય છે. તેઓ દોડતા સાધુ મહારાજ પાસે જાય છે. અને શાક વાળા એ કરેલા ચમત્કાર વિશે સાધુ મહારાજને જણાવે છે. સાધુને લોકોની વાત પર વિશ્વાસ થતો નથી. આથી તે રૂબરૂ જઇને ચકાસણી કરવા ઈચ્છે છે. સાધુ નદી કિનારે શાકવાળા પાસે જાય છે.

સાધુ મહારાજ શાકભાજી વાળા ને કહે છે; " તું કેવી રીતે નદી પાર કરે છે? મારે પણ નદીની પેલે પાર જવું છે. મને લઈ જઈશ..?"

ભોળો શાકભાજી વાળો તરત જ ખુશીથી બોલી ઉઠ્યો ; " અરે મહારાજ ..! તમે આપેલા મંત્રના ચમત્કારથી જ હું નદી પાર કરી શકું છું. અને તમને નદી પાર ન કરાવવું..?"

તરત જ શાકભાજી વાળો પોતાના પોટલા માંથી ચાદર કાઢી મોટેથી મંત્ર બોલી નદી પર પાથરે છે.

"મેરા ગુરુ કેસા...? દુધી રિંગણ જેસા...!!"
"મેરા ગુરુ કેસા...? દુધી રિંગણ જેસા...!!"

તે મંત્ર બોલતો જાય છે અને શાકભાજી ગોઠવતો જાય છે. મંત્ર બોલતા બોલતા તે સાધુને પણ નદી પર પાથરેલી ચાદર પર બેસાડી દે છે. સાધુને તો ખુબજ આશ્ચર્ય થાય છે. શાકવાળો પણ ચાદર પર બેસી મંત્રો બોલતા બોલતા હલેસા મારવા લાગે છે. સાધુ અને શાક વાળો જ્યારે નદીની મધ્યમાં આવે છે ત્યારે સાધુને ન રહેવાતા તે શાકભાજી વાળા ને કહે છે કે ; "આ મંત્ર તો મેં તને મજાક મજાકમાં આપ્યો હતો." તરત જ શાકવાળા નો મંત્ર પરનો વિશ્વાસ તૂટી જાય છે. વિશ્વાસ તૂટતા ની સાથે જ સાધુ અને શાકવાળો બંને નદીમાં તણાઈ જાય છે.

સીખ : મિત્રો જો અતૂટ વિશ્વાસ હશે તો અશક્ય કામ પણ સરળ બની જશે. અને જો વિશ્વાસ નહીં હોય તો સરળ કામ પણ મુશ્કેલ બની જશે. તો તમે પણ તમારા દરેક કામ પુરી નિષ્ઠા અને વિશ્વાસ થી કરજો.તમને જરૂરથી સફળતા મળશે.

લિ.
🤗મૌસમ🤗