Udaan - 12 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 12

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 12







વૃક્ષો વગરની દુનિયા


વાત 5100 ની છે. એક ગગન ચુંબી ઇમારતોનું જંગલ હતું. ત્યાં કરોડોની સંખ્યામાં કાળા માથાવાળા માનવીઓ રહેતા હતા. દરેક પાસે ઓક્સિજન ની બોટલ ફરજીયાત રહેતી. બધા જ લોકો પોત પોતાના જીવનમાં એટલા બધા વ્યસ્ત હતા કે બાળકો અને વૃદ્ધોને સમય જ નહોતા આપી શકતા.

એક દિવસ 8 વર્ષ નો જેમ્સ એના 75 વર્ષના દાદાજી પાસે ગયો. અને કહ્યું.

જેમ્સ : દાદાજી આજ તો મારે હોલીડે છે. મારા મોમ ડેડ તો કોમ્પ્યુટર અને મોબાઈલ માં વ્યસ્ત છે. ચાલોને મારી સાથે રમોને.

દાદાજી : બેટા જેમ્સ , ઘરમાં તે કાઈ રમાતુ હશે ? અમે નાના હતા ત્યારે અમે તો મેદાન, ખેતર, બગીચામાં જઈ ને રમતા હતા.

જેમ્સ : પણ દાદાજી , અહીં તો મેદાન નથી...ખેતર તો જોવા જ નથી મળતા. અને બગીચો છે પણ તે ઘણો દૂર છે. દાદુ.. એક કામ કરીએ. સુપર ફાસ્ટ હવાઈ બાઇક લઈને જઈશું બગીચામાં ?

દાદાજી : પહેલા તારા ડેડી પાસે જઈને પરમિશન લઈ આવ. સાથે બે વધારાની ઓક્સિજનની બોટલ પણ લેવી પડશે.

જેમ્સ : યસ દાદુ ..

જેમ્સ તેના ડેડી પાસે જાય છે. તેના ડેડી કોમ્પ્યુટર માં કોઈ ઈમ્પોર્ટન્ટ સોફ્ટવેર બનાવવામાં વ્યસ્ત છે. એટલે કોઈ દલીલ કર્યા વગર તે જેમ્સને સુપર ફાસ્ટ હવાઈ બાઇકની ચાવી આપી દે છે. મમ્મી ખૂબ ધ્યાન થી ચલાવવા નું કહીં દીકરા પ્રત્યેની ચિંતા વ્યક્ત કરે છે.

જેમ્સ : દાદુ...☺️☺️😀😀 કહીને , દાદાજીને ચાવી બતાવી ખૂબ ખુશ થાય છે.

દાદાજી સુપર ફાસ્ટ હવાઈ બાઇક 500ની સ્પીડથી હવામાં ઉડાવે છે. અને જેમ્સ બાજુમાં જોઇન્ટ કેબિનમાં આરામથી બેઠો બેઠો નીચેના સ્ટીલ, કાચ અને કોન્ક્રીટ ના જંગલ ને જોવે છે.

જેમ્સ : દાદુ ...! આપડે આ ઓક્સિજન ની બોટલ કેમ સાથે રાખવી પડે છે? તમે નાના હતા ત્યારે પણ ઓક્સિજન સાથે રાખતા હતા?

દાદાજી : અમે નાના હતા ત્યારે આવું કાંઈ જ રાખતા નહીં. અમે તો કુદરતમાંથી સીધો જ ઓક્સિજન વાપરતાં.

જેમ્સ : તો દાદુ અમારે કેમ ઓક્સિજન સાથે રાખવો પડે છે? નથી ગમતું મને આ બોટલ સાથે રાખવી..ઓક્સિજન માસ્ક પહેરવું.

દાદાજી : જેમ્સ તું નીચે જો. શુ દેખાય છે?

જેમ્સ : બિલ્ડીંગઝ , એપાર્ટમેન્ટ , સ્ટેશન , ફેક્ટરી , ....વગેરે...બહુ ધુમાડો દેખાય છે.

દાદાજી : ક્યાંય વૃક્ષો દેખાય છે?

જેમ્સ : ના દાદુ , એ તો આપણે જે બગીચામાં જઈશું ત્યાં જ દેખાશે તે પણ બહુ ઓછા.

દાદાજી : બેટા , વૃક્ષો જ્યારે પોતાનો ખોરાક બનાવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ શોષિને હવામાં ઓક્સિજન મુક્ત કરે છે. એટલે વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન નું પ્રમાણ જાળવી રાખે છે.

જેમ્સ : તો હે દાદુ.. તમે નાના હતા ત્યારે બહુ વૃક્ષો હતાં..?

દાદાજી : હા બેટા , વૃક્ષો, જંગલ , ખેતર બહુ હતા. અમે ત્યાં જ તો મોટા થયા હતા. વૃક્ષ પર હીંચકા બાંધીને રમતા. ખેતરમાં ખેતી કરતા. બહુ મજા આવતી.

જેમ્સ : તો દાદુ , એ બધા વૃક્ષો ક્યાં ગયા ?

દીકરાના નિર્દોષ સવાલ પર દાદાજી મલકાયા. અમીર બનવાની આંધળી દોટ મુકેલ કાળા માથાવાળા માનવીએ પ્રકૃતિનો નાશ કર્યો છે. જેનું દુષપરિણામ આ ભૂલકાઓ ને ભોગવવું પડે છે.

દાદાજી : દીકરા..! લોકોએ સમૃદ્ધ બનવા, મોટી મોટી બિલ્ડિંગ બાંધવા , ફેક્ટરી બનાવવા ધરતી પર ના વૃક્ષો કાપી નાખ્યા. આજ ખૂદ તે માનવી પછતાંય છે, જ્યારે ઓક્સિજન સાથે લઈ ફરવું પડે છે.

વાતો વાતોમાં બગીચો આવી જાય છે. દાદાજી પાર્કિંગ માં સુપર ફાસ્ટ હવાઈ બાઇક પાર્ક કરી, બગીચામાં જવાની ટિકિટ લે છે.
જેમ્સ અને દાદાજી બગીચામાં જાય છે. જ્યાં થોડા ઘણા વૃક્ષો છે. જુદા જુદા પ્રકારના ફૂલોના પ્લાન્ટ્સ છે. નીચે લીલુંછમ ઘાસ છે. જેમ્સ અને દાદાજી ઓક્સિજન માસ્ક ઉતારી બેગમાં મૂકે છે. અહીં ઓક્સિજન માસ્ક વગર પણ સારું લાગે છે. બંને લીલાંછમ ઘાસ પર બેસે છે ને તરત જ જેમ્સ બોલે છે.

જેમ્સ : દાદુ કેટલું સારું લાગે છે અહીં..નહીં..!!! દાદુ અહીં જેવું ઘરે પણ સારું લાગે એવું ના થઇ શકે ? આપણે ફરી વૃક્ષો વાવી પહેલા જેવું ના જીવી શકીએ?

નાના અમથા બાળકના નિર્દોષ સવાલોથી દાદા ખૂશ થઈ જતા અને તેના દરેક સવાલનો જવાબ આપવા તૈયાર રહેતા.

દાદાજી : જરૂર થી આપણે પહેલાં જેવું જીવી શકાય બેટા. પણ એ માટે આપણે બહુ બધા વૃક્ષો વાવવા પડે. ફેક્ટરી માંથી નીકળતા ધુમાળાને શુદ્ધ કરી હવામાં છોડવો પડે. ખાલી આપણે એકલાં નહીં બધાએ મળીને વૃક્ષો વાવી તેનું જતન કરવું પડે તો કંઈક થાય.

જેમ્સ : વૃક્ષો ને મોટા થતા બહુ વાર લાગે હે ને દાદુ...?

દાદાજી : હા, દિકરા

જેમ્સ : હું મોટો થાઉં ત્યાં સુધી માં તો વૃક્ષો મોટા થઈ જાય ને?

દાદાજી : હા, પણ તે માટે આપણે અત્યારથી જ વૃક્ષો વાવવા પડે.

જેમ્સ : દાદુ , આ વાત હું મારી સ્કૂલના મિત્રો ને કહીશ. અમે જરૂર વૃક્ષો વાવસું અને પહેલાંની જેમ ઓક્સિજન માસ્ક વગર જીવશું.

દાદાજી : ગુડ બોય. મને તારા પર ગર્વ છે બેટા.😊એમ કહી દાદાજી મલકાયા.

જેમ્સ અને દાદાજી બગીચામાં ખૂબ રમે છે. સાંજે બંને તેમના સુપર ફાસ્ટ હવાઈ બાઇક લઇ ઘરે પાછા જાય છે. સાથે વધુ વૃક્ષો વાવવાનો નિર્ણય જેમ્સના મગજમાં ફિટ થઈ જાય છે.

લિ.
મૌસમ
અમદાવાદ