લવ ફાઈન, ઓનલાઇન - 14
"કાશ... આ બંને અને આપને બંને હંમેશા હંમેશા માટે એક થઈ જઈએ!" પ્રાચી બોલી તો રાજેશે "હોપ સો!" કહ્યું અને બનેં એ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો! અમુક વસ્તુઓ બહુ જ પાસે હોય છે પણ બહુ જ દૂર પણ હોય છે.
"પ્રાચી... એ બાજુથી સેલ્ફી લે તો બધા આવીએ એમ!" રાજેશે કહ્યું તો પેલા બંને પણ નજીક આવી ગયા.
એક અવાજ સાથે જ સમયનો એ પળ ડિજિટલ સ્વરૂપે કેદ થઈ ગયો હતો! ચારેય લોકો જે એક બીજા સાથે હોવા ની ખુશીમાં સ્માઇલ કરી રહ્યા હતા, જાણે કે એમને કોઈએ સ્વર્ગ ના ગેટની ચાવી ના આપી દીધી હોય! અમુક પળ બહુ જ ખાસ હોય છે. અને જ્યારે ગમતી વ્યક્તિ પાસે હોય ત્યારે તો એ પળ આપણને જન્નતની સફરે લઈ જાય છે. આપને ગમે એ થાય પણ એવા વ્યક્તિને છોડવા જ નહિ માગતા! છોડવાની વાતથી જ આપણને એક કંપારી આવી જાય છે. મનુષ્ય નો સ્વભાવ જ એવો છે, એને ગમે એ વસ્તુ એને બહુ જ વ્હાલી હોય છે અને એ એને ક્યારેય છોડવા નહિ માગતો.
"રાજેશ, તને ખબર છે... સ્નેહા મને બચપન માં કેવું કહેતી?!" રાજીવે રાજેશ ને ઉદ્દેશી ને કહ્યું.
"કેવું?!" રાજેશ બોલ્યો.
"એ મને કહેતી કે ચાલ ને આપને મેરેજ કરી લઈએ એમ! ચાલ ભાગી ને શાદી કરી લઈએ!" રાજીવે કહ્યું તો તો સ્નેહા નો ચહેરો શરમ થી લાલ થઈ ગયો હતો એની હસી પાછલ એ એ શરમને છુપાવવા માંગતી હતી! પ્યારની ફિલિંગ છુપાવે પણ નહિ છુપાતી, સૌ કોઈ બસ વ્યક્તિની આંખોમાં જ જોઈને એ કહી શકે છે કે એ વ્યક્તિ પ્યારમાં છે! દિલની બધી જ લાગણી બસ આપને આપની આંખોથી જણાવી દઈએ છીએ. અથવા તો કહેવું જોઇએ કે આપની આંખો જ બધું કહી દે છે.
"રાજીવ, રાજેશ ની મમ્મી તો મને અત્યારે પણ કહે છે કે, તું જ મારા ઘરે વહુ બની ને આવજે! તારાથી સારું મારું ધ્યાન કોઈ નહિ રાખી શકે!" પ્રાચી એ કહ્યું તો કારના બધા જ વ્યક્તિઓ ખડખડાટ હસી પડ્યા! પ્યારની પહેલી સીડી તો દોસ્તી જ તો છે ને! દોસ્તી વગર પ્યાર કરવો બહુ જ મુશ્કેલ હોય છે. એકમેકને સમજવું એ દોસ્તીનું લક્ષણ છે. એકબીજાની વાતને એક ઈશારામાં જ જે સમજી જાય, સમજી લેવાનું કે બંનેની બોંડીંગ બહુ જ ખાસ છે.
"રાજેશ... ચાલ વોટ્સેપ પર એક ગ્રુપ બનાવીએ! આપણા ચાર વ્યક્તિનું!" રાજીવે કહ્યું તો એનો આ ક્રેઝી આઇડ્યા બધા ને ગમી ગયો! જે વાતો આપને ફેસ ટુ ફેસ નહિ કહી શકતાં એને આપને મેસેજમા સરળતાથી કહી શકીએ છીએ અને એટલે જ રાજીવને મેસેજનો સહારો લેવાનું પસંદ હતું. હોય પણ કેમ કે એને ફેસ ટુ ફેસ વાત કરવામાં થોડી અસહેજતા થતી અને એટલે જ એને આ આઇડિયા પણ આપ્યો હતો.
"પણ નામ શું રાખીશું?!" એ સવાલના જવાબમાં બધા વિચારવા લાગ્યા.
રાજેશે એક એવું નામ સજેસ્ટ કર્યું જે ખરેખર એમના આ સંબંધો ને વર્ણવતું હતું!
"યારનો પ્યાર..." રાજેશે નામ કહ્યું તો ચારેય એકમેક સામે જોઈને હસવા લાગ્યા! જાણે કે ચારેયને ખબર તો હતી જ પણ સૌ એકમેકને કહેવા જ નહોતાં માગતા! કહી પણ કેવી રીતે શકે, અમુક વસ્તુઓ બહાર ના આવે એ જ સારું હોય છે.
"હા... હો મસ્ત છે નામ!" સ્નેહા એ કહ્યું તો બાકી બધા એ પણ માન્ય રાખ્યું.
વધુ આવતા અંકે...