vaishyalay - 22 in Gujarati Fiction Stories by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | વૈશ્યાલય - 22

Featured Books
Categories
Share

વૈશ્યાલય - 22

પવનમાં ઠંડકની સાથે ભેજ પણ હતો. સડક પર બે લાઈટો ચાલુ હતી જે નાસ્તાવાળા અને ચા વાળાની હતી. રાત થતી એમ વસ્તુના ભાવ વધતા જતા. દરિયાના પાણીમાં ચમક હતી. ગાંડી ગીરમાં જેમ સાવજ ડકણ દે એવી રીતે દરિયાનો અવાજ સંભળાય રહ્યો હતો.

અંશે કિંજલના ખંભા પર હાથ રાખ્યો. કિંજલે પોતાનું માથું અંશના ખંભા પર રાખી આંખો બંધ કરી દીધી. હાથમા હાથ લઈ બન્ને બેસી રહ્યા. બન્ને વચ્ચે શબ્દો નહતા. સ્પર્શની ભાષા હતી. એ ભાષા ત્રણ વ્યક્તિ જ સમજી શકતા હતા. અંશ અને કિંજલના મમ્મી પપ્પા. કંઈક કહેવા માંગતી હતી કિંજલ પણ શરૂઆત ક્યાંથી કરવી એની ખબર નહોતી. એવું નહોતું કે અંશ એને સમજતો નથી, એ અંશ સાથે ગમે એ રીતે, કોઈપણ બાબત પર બિન્દાસ વાત કરી શકે છે. પણ આજ કંઈક મૂંઝવણ જુદી હતી.

"બોલ સ્વીટ હાર્ટ ક્યાં વિચારોમા તુ અટવાય ગઈ છે." અંશે માથા પર હાથ ફેરવતા લાગણીથી લથપથ ભાવ સાથે પૂછ્યું.

થોડી મૌન રહી ધીમા સ્વરે કિંજલ બોલી. "અંશ, જરૂરી છે દીકરો હોઈ તો જ પરિવાર આગળ વધારે, મા બાપ નું ધ્યાન રાખે, શું દીકરો જ માઁ બાપ નું નામ રોશન કરી શકે...? શું દીકરી થઇ ને જન્મ લેવો એ કમનશીબી છે.?" આટલુ બોલતા કિંજલ ની આંખો ભરાય ગઈ.

અંશે કિંજલનો ચહેરો પોતાના હાથમા લીધો. તેના આંસુ લુછ્યા. ધીરેથી કિંજલના કપાળ પર કિસ કરી. અને લાગણી ભર્યા સ્મિત સાથે બોલ્યો.

"સ્વીટ હાર્ટ દુનિયા ગમે તે બોલે એનું ધ્યાનમાં લઈ લેવાનું. મમ્મી પપ્પા શું વિચારે છે એ જોવાનું. બાકી દુનિયાને એક જ કામ વધ્યું છે. અદેખાય કરવા સિવાય બીજો એને કામ ધંધો તો છે નહીં."

"ભીનાશભર્યા અને નારાજગીથી લથપથ શબ્દો સાથે કિંજલ બોલી, " તને ખબર છે, બધા સગા વ્હાલા મમ્મીને વારે તહેવારે મેણાં મારે, છોકરીએ છોકરાવાળા ન કહેવાય. દીકરી તો પારકું ધન કહેવાય, એ ગમે એટલું કરે નામ તો સસરાપક્ષનું જ મોટુ થવાનું. દીકરો હોઈ તો ગર્વથી કહી શકાય કે એ મારો છે. તને ખબર છે, મમ્મી પપ્પા એ લગ્ન કર્યા ત્યારે નિર્ણય કર્યો હતો. એક જ સંતાન જોઈએ. એ દીકરી હોઈ કે દીકરો હોઈ. સમાન ઉછેર કરવાનો. પણ હું જન્મી એમાં મમ્મી નો શું વાંક..? શું દીકરીને અધિકાર નથી જીવનભર મમ્મી પપ્પા જોડે રહેવાનો..? "

"અરે આ સગા અને વ્હાલાની તો ફિતરત જ એ હોઈ કે જ્યાં નબળું દેખાય ત્યાં પોતાની ધાક જમાવવાની. એ લોકો એ નથી જાણતા કે જવાહલાલ નહેરુ અને કમળા નહેરુના સંતાનમાં એક જ દીકરી હતી. ઇન્દિરા. જે ઇન્દિરાએ પડોશી રાજ્યનું ભૂગોળ બદલી નાખ્યું. ઇન્દિરાને એ લોકો મહાન કહે છે. એનો શ્રેય એના પતિ ફિરોઝને નહીં પણ જવાહરલાલ અને કમળા નહેરુને જાય છે."

કિંજલ અંશના હરેક વાક્યને ધ્યાનથી સાંભળતી હતી. અને અંશના હાથને વધુ મજબૂતીથી પકડી લીધો હતો. અંશે પોતાની વાત ને આગળ વધારી,

"એ લોકો ક્યારેય એક દીકરીવાળા પરિવારને જોઈ નથી શક્યા અથવા એમની પાસે એ આંખો જ નથી. જે લોકો આજે પણ દીકરી અને દીકરા વચ્ચે ભેદ રેખા ખેંચી રહ્યા છે. એ લોકો ખરેખર અલ્પબુદ્ધિયોનિમાં જન્મેલા જીવો છે. જે મનુષ્ય અને પ્રાણી વચ્ચે આવે છે. ભારત પર જયારે મુઘલો નું શાસન હતું. અને દિલ્હીની ગાદી પર અકબર હતો. ત્યારે તેના દિને- ઇલાહીમાં રામતનુ સંગીતકાર હતો. હા, તાનસેનની જ વાત કરું છું. મકરંદ પાંડેને ત્યાં સન 1560માં જન્મેલા તાનસેન અથવા તન્નામિશ્રાને પણ એક જ દીકરી હતી જેનું નામ સરસ્વતી હતું. મહત્વની વાત એ છે કે સરસ્વતીએ અભિજાત્ય સંગીતના સેનિયા ઘરાણાની સ્થાપિકા હતી. દીકરા અને પિતા કરતા દીકરી અને પિતાનો સંબંધ ખુબ જ નજીકનો રહ્યો છે. કદાચ એટલે જ ગુજરાતી કવિ દાદબાપુએ લખ્યું હસે. " કાળજા કેરો કટકો મારો....? એક રમુજી પ્રસંગ યાદ આવ્યો આ વાત નીકળી એમાં... "

"હા તો બોલ ને તને કોને રોક્યો છે. બિન્દાસ બોલ બચ્ચા.."

કિંજલ પોતાના ચહેરા પર સ્મિત ને સજાવતા બોલી. પણ અંશ જાણતો હતો કે એ સ્મિતમાં બનાવટ થોડી વધુ છે. અંશે પ્રસંગ કહેવાનો ચાલુ કર્યો.

"અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનને એક જ દીકરી હતી એનું નામ હતું માર્ગરેટ. માર્ગરેટને પિયાનો વગાડવાનો બહુ શોખ હતો. પણ ખાસ એને કઈ આવડતું નહોતું. એકવાર જાહેર પ્રોગ્રામમાં એને પિયાનો વગાડ્યો અને શ્રોતામાં કોઈ સંગીતજ્ઞ વિવેચક હસે એને માર્ગરેટના પિયાનોવાદનને ઉતારી પાડ્યું કારણ કે પ્રોફેશન કક્ષાથી પણ ખુબ નિમ્ન સ્તરનું વાદન કર્યું હતું. આ તીખી ટિપ્પણી હેરી ટ્રુમેનને સહન ન થઇ કારણ કે એની દીકરી વિશે કહેવામાં આવ્યું હતું. હેરી એ એક આગ ઝરતો પત્ર એ વિવેચકને લખી મોકલી આપ્યો."

કિંજલ ખરેખર હસી પડી.

"અરરર બિચારા વિવેચકનું તો બબુચક થઇ ગયું હસે ને. પણ એક વાત કહું, હરેક દીકરી માટે પોતાના પિતા પ્રેસિડેન્ટ જ હોઈ છે. જે ક્યારેય જાહેરમાં પોતાની દીકરીની થતી આલોચના બરદાસ્ત નથી કરતા."

"ઓહ.... મેડમ પણ ધીરેધીરે ફિલોસોફી પર આવા લાગ્યા કે શું...?

કિંજલે અંશના હાથને ખંભે થી નીચે મસલ પરથી પકડી લીધો અને બન્ને હસવા લાગ્યા. કિંજલ અંશને વધુ પોતાના તરફ ખેંચી ને બેસી ગઈ. બન્નેની આંખો ચાર થઇ. દરિયાના મોજાનો અવાજ હવે એવો આવતો હતો જાણે એ કિનારાને પોતાની બાહોપાસમાં લેવા અધીરા બની ગયા હોઈ....

ક્રમશ: