Lagnina Pavitra Sambandho - 27 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 27

The Author
Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 27

અભિષેકને પાછો આવેલો જોઈ પ્રકૃતિ ચોંકી.
" શું થયું..કેમ પાછા આવવું પડ્યું..?"

"હું તને આ લોકો સાથે એકલા નહીં રહેવા દઉં.ચાલ તને તારા ફાધર પાસે મૂકી જાઉં. આ લોકો તને મહેણાં મારી તને શાંતિથી જીવવા દેશે નહીં. અને તારું ભરણપોષણ પણ તું કેવી રીતે કરીશ..?"

" હું મારા પિતાના ઘરે જવા નથી માંગતી. મારાથી બહુ દુઃખી થાય છે તેઓ.હવે હું તેમને વધુ દુઃખી કરવા માંગતી નથી."

" પ્રકૃતિ મારી સાથે લગ્ન કરીશ..? હું તને પ્રેમ કરું છું અને તને આવી હાલતમાં જોઈ શકતો નથી."

" તમારી સાથે હું લગ્ન કેવી રીતે કરી શકું..? હું તમને એક પત્નિ તરીકેનું કોઈ સુખ આપી શકીશ નહીં."

" મારે તારી પાસેથી કોઈ સુખ જોઈતું નથી. બસ તને આમ એકલી રડતા..મુશ્કેલીમાં હું જોઈ શકતો નથી."

" મારુ બીજું સત્ય તમે જાણતા નથી. તે જાણસો તો આમ નહીં બોલો..!"

" શું છે તારું સત્ય..જે હોય તે.. બસ હું તને આ હાલતમાં જોઈ શકતો નથી. તને તકલીફમાં જોઈ મારુ હૃદય કંપી ઉઠે છે."

" હું પ્રેગ્નન્ટ છું. અને આ જ મારા પ્રેમની નિશાની છે. કોઈ કાળે હું તેને મારાથી દૂર નહીં કરું..?"

" અરે પગલી જો તું ખરેખર પ્રેગ્નન્ટ છે તો તારે મારી સાથે લગ્ન કરવા જોઈએ. હું જાણું છું તે પ્રારબ્ધનો અંશ છે. ચિંતા ન કર તેને તારાથી દૂર કરવાનું પાપ હું ક્યારેય ન કરી શકું.પણ આવનાર સંતાનને પિતાનું નામ,પ્રેમ,હૂંફ મળે..! તે માટે તારે મારી સાથે જોડાવું જોઈએ."

" કેમ આટલો ઉપકાર કરો છો..? હું તમને કોઈ ખુશી નહીં આપી શકું..!"

" મારે તારી પાસેથી કોઈ જ સુખ નથી જોઈતું..બસ જેને હું પ્રેમ કરું છું તેના ચહેરા પર સ્મિત જોવા માંગુ છું. બોલ આપીશ મને સ્મિત..!"

" પ્રકૃતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને રોતા રોતા હકારમાં મોઢું હલાવી થોડું હસી..!"

" બસ તો ચાલ, તારો સામાન પેક કર.. અત્યારે જ તું મારા ઘરે રહીશ."

" પણ તમારા પેરેન્ટ્સ..? એમને તમે શું કહેશો..?" સામાન પેક કરતા કરતા પ્રકૃતિએ કહ્યું.

" ગાડીમાં બેસ હું બધું કહું છું..!"

બંને ગાડીમાં ગોઠવાયા. અભિષેક પ્રકૃતિને કમ્ફર્ટ ફિલ કરવાની કોશિશ કરતો હતો.

" હા, તો મારા ઘરે અત્યારે હું અને મારા કામવાળા માસી રહીએ છીએ. તેમો મારુ મારી મમ્મીની જેમ જ ધ્યાન રાખે છે. મારા પેરેન્ટ્સ બેંગ્લોર ગયા છે, મારા ભાઈ ભાભીને ત્યાં. ભાઈને ત્યાં હમણાં જ બાબો આવ્યો છે તો તેનું ધ્યાન રાખવા થોડા મહિનાઓ તેઓ ત્યાં જ રહેશે."

" તેમને તમે શું કહેશો..મારા વિશે..? અને મારા વિશે તમે બહુ જાણતા પણ નથી..?"

" તેની તું ચિંતા ના કર..હું છું ને..! બધું સંભાળી લઈશ... ડોન્ટ વૉરી..!"

* * * * *

પોતાના ભૂતકાળમાં ખોવાયેલી પ્રકૃતિ..ફરીથી તે દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. અભિષેક રાતે ઉઠયો ત્યારે પ્રકૃતિને ન જોતા તે અગાસીમાં આવ્યો. સવારના ચાર વાગી ગયા હતા છતાં પ્રકૃતિ ઊંગી ન હતી.

"શું થયું પ્રકૃતિ..? કંઈ પ્રોબ્લેમ છે..? હું કોઈ મદદ કરી શકું..?" પ્રકૃતિની આંખમાંથી આંસુ લૂછતાં અભિષેકે કહ્યું.

" પ્લીઝ હેલ્પ મી..પહેલાંની જેમ તમે બધું સંભાળી લેશો ને..?" કહેતા પ્રકૃતિ અભિષેકને બાથ ભીડી ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી.

" અરે મારી વ્હાલી પ્રકૃતિ..! પહેલા તું રડવાનું બંધ કર. પછી કહે શું થયું..? તું કહીશ નહીં તો હું તને કેવી રીતે મદદ કરી શકું..?"

" દસ વર્ષ પછી મેં પ્રારબ્ધને જોયો. તેના હાથમાં તે જ બ્રેસલેટ હતું જે મેં પહેરાવ્યું હતું. પણ મારે તેના સુધી પહોંચવું છે.. તમે મને મદદ કરશો ને..? "

" અરે હા પગલી..! એમાં પૂછવાનું હોય..?"

( શું અભિષેક પ્રારબ્ધને શોધવામાં મદદ કરી શકશે..? શું પ્રારબ્ધ નું ગાયબ થવાનું સાચું કારણ પ્રકૃતિ જાણી શકશે..? શું પ્રારબ્ધના મળવાથી અભિષેક અને પ્રકૃતિ છુટા પડી જશે..? આ બધું જાણવા તમારે આગળના ભાગની રાહ જોવી પડશે. always be happy..keep smile 😊😊🤗)

🤗 મૌસમ 🤗