Lagnina Pavitra Sambandho - 20 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 20

The Author
Featured Books
Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 20

પ્રકૃતિની વાત સાંભળી તેના પપ્પાને થોડો ગુસ્સો આવ્યો પણ તેમણે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખ્યો.
"એટલે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો એમ? શું કરી શકો છો એકબીજા માટે..?"

" બધું જ સર.પ્રકૃતિની ખુશી માટે હું બધું જ કરવા તૈયાર છું."

ક્યાંય પાછો ન પડવાવાળો પ્રારબ્ધ આજ પ્રકૃતિના પિતા આગળ ઢીલો પડ્યો. કેમ કે પ્રકૃતિની સુખ સાહિબીથી તે અજાણ હતો. તે પણ સમજતો હતો કે કોઈ પણ બાપ આટલી સમૃદ્ધિમાં ઉછરેલી પોતાની લાડલીને આમ મારા જેવા સામાન્ય માણસને ના જ શોપે. હા તે પ્રકૃતિને ખૂબ પ્રેમ કરતો હતો. એટલે જ પ્રારબ્ધને થતું કે જે માહોલમાં તે ઉછરી છે. જે ભૌતિક સુખ પ્રકૃતિએ ભોગવ્યા છે. કદાચ પ્રારબ્ધ તે બધું સુખ ન આપી શકે.

"તો ભૂલી જા પ્રકૃતિને...એની ખુશી માટે.." રૂઆબથી પપ્પાએ કહ્યું.

" પપ્પા હું પ્રારબ્ધને પ્રેમ કરું છું. લગ્ન કરીશ તો તેની સાથે જ. "
રડમસ અવાજે પ્રકૃતિ બોલી.

" પ્રારબ્ધ હવે તું જઈ શકે છે. એની ખુશી માટે તેને ભૂલી જજે." ઠપકા સાથે પપ્પા એ કહ્યું.

પ્રારબ્ધ તરત જ ત્યાંથી ઊભો થયો. ચાલવા જ જતો હતો ત્યાં જ પ્રકૃતિએ કહ્યું." પપ્પા પ્લીઝ તે ખૂબ સારો છોકરો છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. હવે તેને સારી જોબ પણ મળી ગઇ છે. પપ્પા પ્લીઝ પ્રારબ્ધ ને મારાથી દૂર ન કરો."

" બેટા ...ખાલી પ્રેમથી ઘર ન ચાલે. તારી ખુશી શામાં છે તે હું જાણું છું. તારા માટે તો હું જ યોગ્ય વર શોધીશ. ભૂલી જા પ્રારબ્ધને" પપ્પાએ પ્રકૃતિને સમજાવતા કહ્યું.

" હેલો...મિસ્ટર અરવિંદ ઉપાધ્યાય..! હું અમિત રાવલ બોલું છું. તમારો દીકરો અભિષેક અમને પસંદ છે. તમે તમારા ફેમિલી સાથે અમારી પ્રકૃતિને જોવા ક્યારે આવો છો...? બંને એકબીજાને જોઈ લે અને પસંદ કરી લે તો પાક્કું કરીએ."

" નેકી ઓર પૂછ પૂછ.. આવતી કાલે સવારે જ આવીએ."

આ બાજુ પ્રકૃતિ તેના રૂમમાં જઈ રોતી હતી. તેની તો એક જ જીદ હતી..પ્રારબ્ધ... પ્રારબ્ધ આગળ પ્રકૃતિ બધું જ જતું કરવા તૈયાર હતી. તે પ્રારબ્ધ સિવાય બીજા કોઈની નથી થવા માંગતી.

સવારના 10 વાગ્યા હતા. બધા જ નૌકારોએ ઘરને એકદમ સાફ સુથારું કરી દીધું હતું. બધું એકદમ બરાબર હતું.બસ મહેમાનની રાહ જોવાતી હતી. જ્યારે પ્રકૃતિ તેના રૂમમાં બેઠી બેઠી રોતી હતી. તેણે પણ નક્કી કર્યું હતું કે તે અભિષેકને કંઈ પણ છુપાવ્યા વગર ચોખ્ખે ચોખ્ખું કહી દેશે કે તે કોઈ અન્યને પ્રેમ કરે છે.

મહેમાનો આવી ગયા. રાવલ સાહેબ અને ભટ્ટ સાહેબ એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. શાહી અંદાજથી તેમની આગતા સ્વાગતા થઈ. સુશીલ અને સંસ્કારી કહી શકાય તેવા અભિષેકે આવીને રાવલ સાહેબને બે હાથ જોડી નમસ્તે કર્યા. થોડી ઘણી વાતો કર્યા બાદ વડીલોના કહેવાથી અભિષેક પ્રકૃતિ ના રૂમમાં જાય છે.

પ્રકૃતિ બારી પાસે ઊભી હતી. પાછળથી તેના ખુલ્લા વાળ ખૂબ સુંદર લાગતા હતા. રોજની જેમ તેણે આજ પણ પિંક કલરનું ફ્રોક પહેર્યું હતું. તેણે એક પગમાં પાતળા દોરા જેવી પાયલ પહેરી હતી.તેની ઉપર પતંગિયાનું ટેટુ બનાવેલું હતું.અભિષેકે ખૂંખારો ખાધો. પણ પ્રકૃતિ કોઈ ગાઢ વિચારોમાં ખોવાયેલી હતી.તેનું ધ્યાન ન ગયું. અભિષેકે દરવાજો ખખડાવ્યો. તરત પ્રકૃતિએ પલટીને જોયું. ફરી પાછી પોતાની જેતે સ્થિતિમાં આવી.થોડી સ્વસ્થ થઈ. પછી તેને અભિષેક સામે જોયું. એક સુંદર ચહેરો પ્રકૃતિની સામે હતો. ઊંચો,ગોરો,ઘાટા વાળ, મજબૂત બાંધો..કોઈ દેવદૂતથી ઓછો ફૂટડો ન હતો.

" હાય..! હું અભિષેક.. કેમ છો..?" અભિષેકે પોતાનો પરિચય આપતા કહ્યું.

" હાય...! હું પ્રકૃતિ..આવો બેસો." નકલી હાસ્ય સાથે પ્રકૃતિએ કહ્યું.

થોડીવાર તો બંને મૂંગા રહ્યા. પછી અભિષેકે પૂછ્યું, "કેટલું ભણ્યા છો..?"

"B. com સુધી.. તમે..?"

"MBA કમ્પ્લીટ કર્યું છે.અત્યારે પપ્પાનો બિઝનેસ સંભાળું છું."

" ગુડ.." કહી પ્રકૃતિ ફરી બારી પાસે ગઈ.તે વિચારતી હતી કે કેવી રીતે અભિષેકને પ્રારબ્ધ વિશે જાણવું...?


" ચાલ લાગણીઓની લેવડદેવડ કરીએ..
હું આપું અઢળક સ્નેહ તને..
ને તું આપ મીઠું સ્મિત મને.."


રોમેન્ટિક અંદાજમાં અભિષેકે પ્રકૃતિની પાસે જઈ કહ્યું. પ્રકૃતિ આકુળ વ્યાકુળ થઈ ગઈ. પ્રકૃતિને થયું,"હવે તો અભિષેકને સાચ્ચે સાચ્ચું જણાવવું જ પડશે."

😊 મૌસમ😊