Lagnina Pavitra Sambandho - 18 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 18

The Author
Featured Books
Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 18

પ્રારબ્ધના કહેવાથી પ્રકૃતિએ પોતાની મમ્મીને પ્રારબ્ધ વિશે જણાવ્યું. પ્રકૃતિ તેની મમ્મીની ફ્રેન્ડ જેવી હતી. પ્રારબ્ધ અને તેના ફેમેલી બેકગ્રાઉન્ડ વિશે જાણી તે બોલી, " તું શું બોલે છે તને ભાન છે બેટા..! આજ તારા માટે છોકરો જોવા જવાનું છે. તારા પપ્પા એ સામેના વ્યક્તિને કહી પણ રાખ્યું છે કે આજ અમે આવશું. ને તું હવે મને આ વાત જણાવે છે..?"

" પણ મમ્મી હું તને કહેવાની જ હતી. બસ પ્રારબ્ધના રિઝલ્ટની રાહ જોતી હતી. પણ મને ખબર પડી કે તું ને પપ્પા આજ મારા માટે છોકરો જોવા જવાના છો. તો આજ તને કીધું."

" બેટા, તને લાગે છે કે તારા પપ્પા તારા લગ્ન તે છોકરા સાથે કરાવશે..? તેઓ આપણા પરિવારના લેવલમાં તને પરણાવવા ઈચ્છે છે. જ્યારે પ્રારબ્ધ સામાન્ય ઘરનો ગામડાનો છોકરો છે." ઠપકો આપતા મમ્મીએ કહ્યું.

" શું ગામડાનો છે એટલે મારા લગ્ન તેની સાથે નહીં થાય મમ્મી..?"

" નહીં બેટા..! તે સામાન્ય ઘરનો છે સાથે તે આપણા કરતા ઉતરતી જ્ઞાતીનો પણ છે. તારી ખુશી માટે હું તો માની જઉ પણ તારા પપ્પા ક્યારેય નહીં માને... બેટા તું જન્મી ત્યારથી સુખ સાહિબીમાં રહી છે. કોઈ વાતની ખોટ નથી આવવા દીધી તને. શું તું સામાન્ય ઘરમાં સેટ થઈ શકે..?"

" મમ્મી હું તેને પ્રેમ કરું છું. તેની સાથે સામાન્ય જીવન જીવવા માટે તૈયાર છું.બસ તું ગમે તે કરી ને પપ્પાને સમજાવી દે."

" બેટા, ખાલી પ્રેમથી ઘર નથી ચાલતું. તેના માટે કમાવવું પડે. હજુ પ્રારબ્ધને નોકરી પણ નથી મળી. મળે તો પણ તારા મોજશોખ પાછળ તે દર મહિને વીસ પચ્ચીસ હજાર ખર્ચી શકશે..?"

" મમ્મી બહુ કર્યા મોજશોખ.. હવે હું કોઈ મોજશોખ નહીં કરું. હું સાદગીથી જીવીશ. બસ તું પપ્પાને માનવી લે પ્લીઝ..!" હાથ જોડતા પ્રકૃતિએ કહ્યું.

" આજ તો તેઓએ સામેના વ્યક્તિને કહી દીધું છે એટલે અમારે તેમના ઘરે જવું પડશે. હું કોશિશ કરીશ કે તેઓ કંઈ પાક્કું ના કરે."

" thank u.. thank u ... mummy...I love you so much.." કહેતા પ્રકૃતિ તેની મમ્મીને ગાલ પર પપ્પી કરવા લાગી.

" બસ કર નૌટંકી...મસ્કા મારવામાં તો અવ્વલ આવે તું...ચાલ કામ કરવા દે." પ્રકૃતિનો હાથ છોડાવતા મમ્મીએ કહ્યું.

સાંજના સુમારે પ્રકૃતિના મમ્મી પપ્પા તેના માટે છોકરો જોવા માટે નીકળ્યા. રસ્તામાં જ મમ્મીએ કીધું, " ગુડિયાને પૂછ્યા વગર કંઈ નક્કી ના કરી દેતા. અત્યારના છોકરાઓની ચોઇસ આપણાથી અલગ હોય."

"મારી ઢીંગલીની ચોઇસની મને સારી રીતે ખબર છે. મને જે ગમે તે તેને ગમે જ. એમાં કોઈ નવાઈ નથી." પપ્પાએ ગર્વથી કીધું.

" તો પણ હવે પહેલાં જેવું નથી રહ્યું. છોકરાંઓને ગમે તો જ કરીએ તો સારું. પાછળથી કોઈ પ્રૉબ્લેમ થાય એના કરતાં પહેલાં થી જ તેમની ઇચ્છા જાણી આગળ વધવું સારું."

" હા, તારા કરતા વધુ સારી રીતે ઓળખું છું મારી ગુડિયા ને..એવો મુરતિયો શોધીશ જે લાખોમાં એક હોય, જ્યાં સંસ્કારની સાથે સાથે લક્ષ્મી ભરપૂર હોય. મારી ઢીંગલીને કોઈ વાતની ખોટ ન આવે તેવું ઘર શોધીશ હું...મારી ઈજ્જત છે તે..મારો દીકરો છે મારી પ્રકૃતિ..." પપ્પાની વાતોમાં દીકરી પ્રત્યેનો ગાઢ પ્રેમ વ્યક્ત થતો હતો.

પ્રકૃતિના માતા પિતા છોકરાના ઘરે જઈ આવ્યા.પ્રકૃતિ તેના રૂમમાં બેઠી પ્રારબ્ધ સાથે મોબાઈલમાં વાતો કરતી હતી. ત્યાંજ તેના પપ્પાએ તેને બોલાવીને કહ્યું, " બેટા આવ, બેસ..આજ તારા માટે છોકરો જોવા ગયા હતા. છોકરો દેખાવે ખૂબ સરસ છે. તેણે અત્યારથી જ તેના પિતાનો બિઝનેસ સંભાળી લીધો છે. ખૂબ સુખી ઘર પરિવાર છે. માણસો પણ મને સારા લાગ્યા. મને તો બધું સારું લાગ્યું. હું તો પાક્કું જ કરવાનો હતો પણ તારી મમ્મીએ તને પૂછ્યા વગર પાક્કું કરવાની ના પાડી હતી.બેટા તારો શું વિચાર છે..? તારે તેને એકવાર મળવું હોય તો તેઓને આપણા ઘરે બોલાવીએ પછી પાક્કું કરીએ."

😊 મૌસમ😊