Lagnina Pavitra Sambandho - 11 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 11

The Author
Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 11

" પ્રારબ્ધ નથી આવ્યો તો શું થયું..? એના વગર પણ આપણે એન્જોય કરી શકીએ છીએ પ્રકૃતિ..!" પ્રકૃતિનો મૂડ સારો કરવા પ્રીતિએ કહ્યું.

" એન્જોય તો કરી લઈશું પણ એ હોત તો મને વધુ ગમતું. ખબર નહીં કેમ પણ એ સાથે હોય છે ત્યારે હેપ્પી વાળી ફીલિંગ આવે છે. એની સાથે કોઈ અદ્દભુત કનેક્શન હોય એવું લાગે છે." પ્રકૃતિએ પહેલી વાર પ્રારબ્ધ વિશે પોતાના મનની વાત પ્રીતિને કહી.

સાંજના સાડા પાંચ થઈ ગયા હતા. બંને સખીઓ વાતો કરતા કરતા કોલેજ પહોંચી ગયા. ઘણા બધા લોકો આવી ગયા હતા. ગુલાટી સર પાસે અટેન્ડન્સ પુરાવી એક એક કરી બધા ટ્રાવેલમાં ગોઠવાઈ ગયા. પ્રકૃતિ અને પ્રિતી છેલ્લી સીટ પર ગોઠવાઈ ગયા. છ વાગે ટ્રાવેલ ઉપડવાની હતી. બધા જ કોલેજિયન ખુબજ ઉત્સુક દેખાતા હતા. બધા પ્રોફેસર હજુ નીચે જ હતા. છ વાગી ગયા હતા. હજુ કોઈ પ્રોફેસર ઉપર ચડ્યા ન હતા.

રોહન ઉતાવળ કરતા કોઈ પ્રોફેસર પાસે જઈ બોલ્યો, "છ તો વાગ્યા સર..ક્યારે નીકળવાનું છે..?"

"કોઈ એક સ્ટુડન્ટ બાકી છે આવવાનો. તે આવી જાય પછી નીકળીએ."

"કોણ બાકી રહ્યું છે.." રોહને પૂછ્યું.

" એ તો ખબર નથી.લીસ્ટ ગુલાટી સર પાસે છે.તેઓ કોલ કરી પૂછવાના હતા."

એટલામાં બધા પ્રોફેસર ટ્રાવેલમાં ગોઠવાયા. પણ કોઈ સ્ટુડન્ટ આવ્યો નહીં.બધાને થયું કદાચ તેને આવવાનું કેન્સલ થયું હશે.રોહને મોટેથી વિવિધ જય બોલાવી.

" બોલો શ્રી અંબે માત કી.... જય....!"

"બોલો શ્રી ગણપતિ દાદા કી... જય...!"

"બોલો શ્રી હનુમાન દાદા કી... જય...!"( રોહનની સાથે બધા મોટેથી જયકાર કરતા હતા. ત્યાં જ પાછળથી મજાકીયા સ્વરે કોઈએ કહ્યું.)

" બોલો શ્રી રોહન બાબા કી... જય...!" બધા જોર જોરથી હસવા લાગ્યા. અંદરોઅંદર વાતોનો કોલાહલ થઈ રહ્યો હતો. અચાનક ગાડીને બ્રેક લાગી. બધાને થયું શું થયું..?

"શું થયું સર..? કેમ ઊભી રાખી...?" કોઈ સ્ટુડન્ટએ સરને કારણ પૂછ્યું.

સરનો જવાબ તો ન આવ્યો પણ અંદર પ્રારબ્ધની એન્ટ્રી થઈ. બધા જ છોકરાઓ ખુશ થઈ બુમો પાડવા લાગ્યા. પ્રકૃતિ છેલ્લી સીટ પર શાંતિથી બેઠી હતી. પરંતુ પ્રારબ્ધનું નામ સાંભળી સફાળી ઉભી થઇ ગઇ. પ્રારબ્ધને જોઈ તે તો કૂદવા જ લાગી. પ્રારબ્ધની આંખો પ્રકૃતિને શોધતી હતી. તરત પ્રકૃતિએ બુમ પાડી તેનું પોતાની તરફ ધ્યાન દોર્યું.છેલ્લી સીટ પર પ્રકૃતિ અને પ્રીતિ સિવાય કોઈ ન હતું. પ્રારબ્ધ પ્રકૃતિ પાસે જઈ ગોઠવાયો.

"તું તો નહોતો આવાનો ને..? તારું બજેટ પૂરતું નહોતું ને...? તારે તો ગામડે કોઈ જરૂરી કામથી જવાનું હતું ને..? તારે તો પરીક્ષાની તૈયારી કરવાની હતી ને...?" એક સાથે પ્રકૃતિએ ઘણા પ્રશ્નોનો વરસાદ કરી નાખ્યો.

" શાંતિ રાખ..મારી મા..! ત્રણ દિવસ સાથે જ રહેવાનું છે. બધી ખબર પડી જશે તને." હાથ જોડી નાટકીય ઢબથી પ્રારબ્ધએ પ્રકૃતિને કહ્યું.પછી ત્રણેય મિત્રો જોરજોરથી હસવા લાગ્યાં.

અડધી રાત થઈ ગઈ હતી.બાપુજીને ઉધરસ આવતા તેઓ પાણી પીવા ઊભા થયા. તેમની ઉધરસનો અવાજ સાંભળી પોતાના ભવ્ય ભૂતકાળમાં ખોવાયેલી પ્રકૃતિ સફાળી ઊભી થઈ ગઈ.પાણી પીધા પછી પણ બાપુજીને ઉધરસ બંધ થઈ નહીં.પ્રકૃતિ ઉતાવળે રસોડામાં ગઈ.

"શું થયું બાપુજી..?" પ્રકૃતિએ કહ્યું.

" આ ઉધરસ જુઓને પાણી પીધા પછી પણ બંધ થતી નથી."બાપુજીએ કહ્યું.

" તમે તમારા બેડરૂમમાં જાઓ હું દવા લઈ આવું છું."
પ્રકૃતિએ બાપુજીને દવા પીવડાવી. તેમને દવા પીવાથી થોડી રાહત થઈ. દાદીમાં હજુ પણ ભર ઊંઘમાં જ હતા.

"કેમ બેટા, હજુ સુધી જાગો છો..?કોઈ ટેન્શનમાં છો..?" ચિંતા વ્યક્ત કરતા બાપુજીએ કહ્યું.

" અરે નહીં બાપુજી..! કોઈ ટેન્શન નથી. બસ એમ જ ગરમી લાગતી હતી તો બહાર આવી, બહાર ઠંડક લાગતા હિંચકે બેઠી હતી."

" ઠીક છે બેટા..! હવે સુઈ જાઓ સવારે ક્ષિપ્રાને સ્કૂલ માટે તૈયાર કરવા તમારે વહેલા ઉઠવાનું છે."

"હા બાપુજી..! આ દવા પણ અહીં જ મુકું છું. ફરી ઉધરસ આવે તો લઈ લેજો."

🤗 મૌસમ 🤗