Maidan - Movie Review in Gujarati Film Reviews by Khyati Maniyar books and stories PDF | મેદાન - Movie Review

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

મેદાન - Movie Review

આખરે ઇતિહાસના ભારતીય ફૂટબોલના દાયકાની વાત દર્શાવતી ફિલ્મ તૈયાર : એ.આર.રહેમાનનું સંગીત અને મનોજ મુન્તશીરના ગીતો નવો કમાલ કરશે

ખ્યાતિ શાહ
khyati.maniyar8099@gmail.com

બોલીવુડના સુપર સ્ટાર અજય દેવગણની રિયલ લાઈફ બેઝ રીલ લાઈફ ફિલ્મ આગામી ઈદના દિવસે રિલીઝ થઇ રહી છે. અજય દ્વારા છેલ્લા ઘણા સમયથી દેશના અનસંગ હીરોઝ પર ફિલ્મ બનાવવામાં આવી છે. અજય દ્વારા દેશમાંથી આવા જ અનસંગ હીરોઝ શોધી તેમના જીવનના સંઘર્ષ પર ફિલ્મ બનાવામાં આવી રહી છે. તે સિરીઝમાં અજયની આગામી ઇફલમ મેદાન આવી રહી છે. જે ફિલ્મ પહેલી વખત ૨૦૨૦માં રિલીઝ થનાર હતી.પરંતુ કોવીડ-૧૯ના પગલે ફિલ્મ રિલીઝ કરાઈ ન હતી. જે ફિલ્મની વાત કરી એતો મેદાન ફિલ્મ ભારતીય ફૂટબોલ ટીમ પર આધારિત છે.
૧૯૫૨થી ૧૯૬૨ સુધીના સમયગાળામાં ભારતીય ફૂટબોલની ટીમને પડેલી મુશ્કેલીઓ દર્શાવવામાં આવી છે. આ સમય દરમિયાન ભારતીય ફૂટબોલ ટીમે બે વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં પણ યોગ્ય ફૂટવેર ન હોવા છતાં મેળવેલી આ સિદ્ધિ ઉપરાંત અસંખ્ય પડકારોનો સામનો કરતી વખતે, ટીમે અતૂટ નિશ્ચય દર્શાવ્યો અને તેમના અત્યંત પ્રયત્નો કર્યા. તે વાત પર સ્ટોરી કેન્દ્રિત કરવામાં આવી છે.
મેદાનનું નિર્દેશન ફિલ્મના સહલેખક અમિત શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. જયારે ફિલ્મ બોની કપૂર, આકાશ ચાવલા, અરુણાવ જાેય સેનગુપ્તા અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત છે. જયારે ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે, જ્યારે ગીતો મનોજ મુન્તશીરના લખ્યા છે. જે પણ ફિલ્મને એક નવી ઉંચાઈ સુધી લઇ જશે તે નક્કી છે.
૧૯૫૨થી ૧૯૬૨ એટલે કે ૧૦ વર્ષના સમય દરમિયાન ફિલ્મ સૈયદ અબ્દુલ રહીમના જીવન અને સફરને આધારિત છે. એક પ્રતિષ્ઠિત ફૂટબોલ કોચ જેણે ભારતમાં ફૂટબોલની રમતમાં ક્રાંતિ લાવી હતી. ફૂટબોલમાં તેમના યોગદાનને કારણે ભારતીય ફૂટબોલ ટીમને એશિયાની બ્રાઝિલ તરીકેનો ખિતાબ મળ્યો હતો. રહીમના નિશ્ચય, નેતૃત્વ અને દ્રષ્ટિએ તેમને ભારતીય રમતગમતના ઈતિહાસમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવા માટે પ્રેરિત કર્યા.
રહીમ અને ભારતીય ફૂટબોલ ટીમ બંનેના પડકારો, બલિદાન અને વિજયી ક્ષણોને ફિલ્મના ફરી એક વખત ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં તેમના સામાજિક અવરોધોને દૂર કરવા અને વૈશ્વિક મંચ પર પોતાનું નામ રોશન કરવાનો પ્રયાસ દર્શાવવામાં આવ્યા છે. રહીમના નેતૃત્વમાં ભારતે ૧૯૫૧ અને ૧૯૬૨ એશિયન ગેમ્સમાં ૨ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જ્યારે ભારતીય ફૂટબોલ ટીમ ૧૯૫૬ સમર ઓલિમ્પિક્સની સેમી ફાઇનલ્સ માટે ક્વોલિફાય કરનાર એશિયાની પ્રથમ ફૂટબોલ ટીમ બની હતી. ભારતીય ટીમ અને તેના કોચના ૧૦ વર્ષના સંઘર્ષની ગાથા ફિલ્મમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અજય દેવગણની ‘મેદાન’નું ટીઝર આખરે લોન્ચ થયું છે. આ ફિલ્મ લગભગ પાંચ વર્ષથી બની રહી છે. ‘મેદાન’ પહેલીવાર ૨૦૨૦માં રિલીઝ થવાની હતી. પરંતુ કોવીડ-૧૯ના પગલે રિલીઝ થઇ શકી ન હતી. હવે, આખરે ફિલ્મ ઈદ પર રિલીઝ થશે. જે બાદ દર વર્ષે, અન્ય ફિલ્મો સાથે રિલીઝ ડેટ ક્લેશ થવાના કારણે ફિલ્મ રિલીઝ થઇ શકી ન હતી. અથવા અણધાર્યા સંજાેગોને કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી હતી. જાેકે, આ ફિલ્મ સોલો રિલીઝ થશે નહીં. તે ઈદ પર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ સાથે ટકરાશે.
‘મેદાન’નું ટીઝર આખરે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ફૂટબોલમાં ભારતના ભૂતપૂર્વ ગૌરવશાળી દિવસોની એક નાની ઝલક આપે છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીઝર શેર કરતાં અજયે લખ્યું હતું કે, અમે ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની અવિશ્વસનીય સત્ય ઘટના રજૂ કરવા માટે તૈયાર છીએ.

ફિલ્મ મેદાનની સ્ટાર કાસ્ટ
કોચ સૈયદ અબ્દુલ રહીમ ઉર્ફે રહીમ સાબ - અજય દેવગન
સૈયદ અબ્દુલ રહીમની પત્ની રૂના - પ્રિયમણી
પ્રભુ ઘોષ - ગજરાજ રાવ
રુદ્રનિલ ઘોષ