Farm House - 12 in Gujarati Horror Stories by Dhruvi Kizzu books and stories PDF | ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 12







ભાગ : ૧૨


આગળના ભાગમાં જોયું તેમ .. મોન્ટુ અને નેમિશ બંને બધાંને કહેવાનું નક્કી કરે છે ...

મોન્ટુ : " એ તો પછી કહીશું બધાંને પણ અત્યારે તારી સાથે જે કંઈ થયું છે તે તો કહી આવીએ .. ચાલ .. !!! "

કહી મોન્ટુએ દરવાજો ખોલ્યો ..

નેમિશે મોન્ટુને ખેંચીને અંદર લીધો અને દરવાજો બંધ કર્યો ..

નેમિશ : " શું કરે છે ડફર ... અત્યારે ??? !!!! અત્યારે શું એવી ખોટી ઉતાવળ છે .. અને આમ પણ અત્યારે વાત કરશું તો બધાંની નિંદર પણ બગડશે ... સો ગુડ નાઈટ .. સુઈ જા અને સુવા દે મને ... "

નેમિશે લાઈટ બંધ કરી અને બેડ પર સુઈ ગયો ....

મોન્ટુ : " શું તું પણ યાર ..... !!! "

કહી મોન્ટુ પણ સુઈ જાય છે ....

..........

સવાર પડી ગઈ ..... વિશ્વા એ સવારનાં છ વાગ્યાંમાં મોન્ટુને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો ... મેસેજ ટયુન વાગતાં મોન્ટુની નિંદર ઊડી ગઈ .. તેણે ફોન લીધો અને વિશ્વાનો મેસેજ જોતાં ... " આ વિશ્વા પણ ને .. !!! મોર્નિંગ મેસેજ કરવાં માટે જ સવારની વાટ જોતી હશે .. કહી મોન્ટુએ ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો ..

વિશ્વાએ સામો મેસેજ કર્યો .." બસ ઓનલી ગુડ મોર્નિંગ ..." મોન્ટુએ જવાબ આપ્યો " યસ .. તો બીજું શું ??? ! "

વિશ્વાએ ફરી પાછો મેસેજ કર્યો " બીજું શું એટલે શું બીજું શું ... ??? " મોન્ટુએ કંટાળીને " અરે તું સુવા દે ... પછી ઉઠીને વાત હજુ તો છ વાગ્યા છે .. અત્યારમાં તું કઈ રીતે જાગી .. ??? સૂઈ જા પાગલ જા ગુડ નાઈટ .. "

સામેથી ફરી મેસેજ આવ્યો , " હજુ ગુડ મોર્નિંગ કહી રહ્યો છે ત્યાં ફરી ગુડ નાઈટ .. વાહ .. !!!! ગુડ ... સરસ ... સુઈ જા તું જા .. હું તો જાગુ છું .. તારે સવાર પડે ત્યારે જરાક કહી દેજે હોં .... " વિશ્વા થોડી રોષે ભરાઈ ગઈ ..

મોન્ટુએ કહ્યું : " અરે .. અરે .. તુ તો ખોટું લાગી બેસી ગઈ ... અચ્છા ચાલ નઈ સુતો બસ .. "

વિશ્વા : " નાં તુ હવે સુઈ જા .. હું તો વાટે રહીશ તારા મેસેજની .. ઓકે .. ગુડ નાઈટ .. "

મોન્ટુ : " ઓકે ચાલ એટલુ કે છો તો હવે સુઈ જ જાવ છું .. આઠ વાગ્યે હું મેસેજ ન કરું તો મને ઉઠાડવા મેસેજ કરી દેજે બસ .. "

સામેથી મેસેજ આવ્યો : " ઓકે ... "

મોન્ટુએ ફોન મુક્યો અને ફરી સુઈ ગયો .. વિશ્વા બાથ લેવાં બાથરૂમમાં ગઈ ... એકલાં એકલા બોલતાં : " આ મોન્ટુ પણને .. !! ખાવું પીવું અને સુવું .. જાણે તેની લાઇફ લાઈન ... "

પિહુએ ઊભા થઈને : " ઓહ એવું .. ??? "

વિશ્વા ચોંકીને : " અરે તું જાગે છે .. ?? "

પિહુએ ઊભા થઈને હસતાં હસતાં : " અરે નહીં હું જાગતી તો નહતી ... પણ તુ એકલી એકલી બોલતી હતી તો થયું હું સાંભળી લઉં ,,, એમ પણ તને કોઈ સાંભળવાવાળું ન હતું ..... "

વિશ્વા : " વાયડી નહીં થા .. સુઈ જા .. ને સાચું કહે તું જાગતી હતી .. ??? "

પિહુ : " નાં યાર .. !!! તું બોલતી હતી એટલે નિંદર ઊડી ગઈ ..... "

વિશ્વા : " અચ્છા ચાલ હું બાથરૂમમાં જાવ છું બાથ લેવાં .. કંઈ હેલ્પ હોય તો કેજે ..... "

કહી વિશ્વા બાથરૂમ ગઈ .. બાથરૂમમાં એક વોલ પર વિશ્વાએ લાલ અક્ષરે " હેલ્પ મી પ્લીઝ " લખેલું જોયું .. તેને જોરથી બુમ પાડી .. પિહુ અને ક્રિષ્ના ઊભા થઈ ગયાં ... અને બાથરૂમમાં ગયાં .... વિશ્વા મુંજાઈને બેઠી હતી .

પિહુ વિશ્વા પાસે જઈ : " શું થયું યાર ..??? "

વિશ્વાએ વોલ સામે આંગળી ચીંધતા કહ્યું : " આ .... આ જુઓ ....... "

ક્રિષ્ના ચોંકીને : " ઓહ માય ગોડ ... !!!! "

પિહુ ટેન્શનમા આવતાં : " અરે પણ .. કાલ સાંજે હું અહીં આવી હતી ત્યારે તો અહીં કંઈ જ ન હતું .... !!!!! તો આ કયાંથી આવ્યું .. ???? "

ક્રિષ્ના : " આ હેલ્પ મી ... એનો બહુ મોટો મીનિંગ છે .. કોઈને આપડી જરૂર છે .... હવે તો જાણવું જ પડશે અહીં શું એવું થયું હતું ... "

ક્રિષ્નાની વાત વચ્ચે જ કાંપતાં અવાજે વિશ્વા : " હા અને અહીં જે કંઈ થયું એ ચાર વર્ષ પહેલાની વાત છે એ છોકરો ચાર વર્ષથી ભુખ્યા રહેવાની વાત કરતો હતો . એટલે કેટલું એ વધારીને સાંભળવા મળશે .. "

ક્રિષ્ના : " હમ .. યુ આર રાઈટ .. બટ એવું તો શું થયું હશે એમની સાથે કે હજી એને આપડી જરૂર છે .. ??? અને હાં , શાયદ એટલે જ તે આપણને કોઈને કંઈ કરતું નથી .. બટ કોણ હશે એ લોકો ??


**********


આ બધાં સવાલોના જવાબ જાણવા માટે વાચતા રહો ભાગ - ૧૩ .. જે બહુ જલ્દી આપ સામે રજૂ થશે ....