ભાગ - ૧૧
તો વાચક મિત્રો .. આગળના ભાગમાં જોયું તેમ .......
નેમિશ દરવાજો ખોલે અને સામે ...
નેમિશ : " અરે ... ઓહ ... ગોડ ... !!!!! તો તું છે એમ ને ...... !! "
નેમિશ અંદર આવે છે .. અને તે બાળકને પણ બોલાવે છે .....
નેમિશ : " જો તો મોન્ટુ .... આ છોકરો પેલો તો નથી જેની તું વાત કરતો હતો .... ????? "
મોન્ટુ : " હા ,,,, આ એજ બાળક છે ... "
નેમિશ બાળક પાસે જઈને બેસે છે ...
નેમિશ થોડી બહાદુરી સાથે : " શું થયું ભાઈ તમને ... ???? આજ કેમ આમ ચુપ ચાપ ,, આજ કંઈ કહેશો નહીં ...???? "
છોકરો ચુપ જ રહ્યો ....... રડતો જ રહ્યો ....
......... થોડી વાર પછી ...
આઠ વર્ષનું બાળક : " મારા મમ્મી ... !!! મારી બહેન ... !!!! "
બાળક ફરી રડવા લાગ્યો ....
મોન્ટુ : " શું થયું તારા મમ્મીને .... ??? તારી બહેન કોણ છે .. ???? "
તે છોકરો કઈં કહ્યાં વગર રડતો જ જતો હતો .... એટલામા લાઈટ જતી રહે છે ...૨ મિનીટ જેવું થાય છે ત્યાં લાઈટ પાછી આવી જાય છે ....
મોન્ટુ : " એય .. નેમિશ .... !! ક્યાં ગયો એ છોકરો ... ???? હમણાં તો હજી બાજુમાં જ હતો લાઈટ ગઈ ત્યારે પણ ... "
બંને રૂમ બહાર પણ ગોતી આવ્યાં પણ છોકરો ક્યાંય દેખાનો નહીં ...... બંને ફરી રૂમમાં આવ્યા ..
મોન્ટુ : " હવે તો યાર થોડી હિંમત આવી ગઈ હો ... !!!! "
નેમિશ : " હા એ તો રાખવી પડે એમ જ હતી ..... પણ મોન્ટુડા .. મને તો લાગે છે આ બાળક કંઈક કહેવા માગે છે .. !!!! કંઇક બતાવા માગે છે .. "
મોન્ટુ : " હા ,,, એટલે જ તો એ આપને હેરાન નથી કરતું ... "
નેમિશ : " જે હોય એ હવે જાણીને જ અહીંથી જશું હે ને .. ??? "
મોન્ટુ : " નહીં .... એનું સમાધાન પણ કરશું ... "
નેમિશ : " હા .., પણ મને હજી બિલિવ નહીં આવતો આપડે એક ઘોસ્ટ સાથે વાત કરી યાર ... "
નેમિશ ફ્રેશ થવા બેસિન પાસે જાય છે .. એટલામા ફરી લાઈટ જબકારા મારવા લાગે છે ..... એટલામાં તેણે મીરર માં જોયું કે .. કોઈ નાની છોકરી અને .. એક આદમી લાગતાં કોઈ એની પાછળ ઊભા હતાં ...
નેમિશે પાછળ ફરી જોયું તો કોઈ ન હતું .. ફરી મીરર સામે જોયું તો એ બંને વ્યક્તિ લોઈ લુહાણ હતાં ... અને બેસિન પણ આખું લોહી લોહી થઈ ગયું હતું ...
તેણે જોરથી બુમ પાડી મોન્ટુડા .... એ મોન્ટુ ... !!!! "
મોન્ટુ હેબતાઈ ગયો ...
મોન્ટુ : " શું થયું હવે ... ???? "
નેમિશ : " આ જો મોન્ટુ .. !! આ લોહી ... "
મોન્ટુ : " અરે .. એટલુ બધું તને શું વાગ્યું ..???? અને ક્યાં વાગ્યું ... ??? "
મોન્ટુ નેમિશને ચેક કરવાં લાગ્યો ...
નેમિશ : " અરે ..... ડોબેશ ..... આ મારું બ્લડ નથી ... "
મોન્ટુ મજાક કરતાં : " તો .... !!! કોનું છે .... ???? તે કોઈનું ખૂન કરી નાખ્યું ?? ખુની ....... "
નેમિશ : " અરે .. લાઈટ ગઈ . પછી આવી ત્યાં જોયુ તો બેસિનમાં આ બધું ... "
નેમિશની વાતને અટકાવતા ....
મોન્ટુ : " શું ??? લાઈટ ગઈ .. ???? લાઈટ ક્યારે ગઈ ??? !! લાઈટ તો ગઇ જ નથી ... "
નેમિશ : " વ્હોટ .. ??? બટ એવું કઈ રીતે બને યાર .. ??? લાઈટ જબકરા મારતી હતી .. મેં મીરરમાં જોયુ તો પાછળ કોઈ મોટી ઉંમરના ભાઈ અને નાની છોકરી ... જેવું કોઈ ઊભું હતું .. "
મોન્ટુ : " ઓહ ... ગોડ .. આખી ટીમ છે આમાં એમ ને .. "
નેમિશ : " ને પછી લાઈટ આવી તો તે ગાયબ હતાં અને આ બેસિન આમ હતી ..... "
મોન્ટુ : " હમ .. મને લાગે છે આ રાજને બધી વાતની ખબર હશે કે અહીં શું થયુ છે એ ... એટલે જ એ આપને અહીં હોંટેડ પ્લેસ પર લઈ આવવા ઉકસાવતો હતો ... "
નેમિશ : " હા ..,, એમ પણ એને તો હોંટેડ પ્લેસ બહું ગમે છે .. એ ભુત - પ્રેતમાં બિલિવ નથી કરતોને એટલે ... "
મોન્ટુ : " આ બધી વાત ચોખ્ખી એની સામે હતી .. છતાં એ વહેમ .. વહેમ .. કરી આપને સમજાવતો રહ્યો ... "
નેમિશ : " હા .... તને નથી લાગતું આપડે રાજને એક વાર પુછવું જોઈએ .. આ બાબતે શાયદ એને લાગતું હોય આપડે ડરીએ છીએ એટલે એ આપને નાં કહેતો હોય .. કે વધારે ડરાવાનાં માંગતો હોય .... "
મોન્ટુ : " હા .. કાલ રાજને મળીને વાત કરશું .. "
તમને શું લાગી રહ્યું છે વાચક મિત્રો ... શું રાજને અહીં વિશે કંઈ ખબર હશે ??????
............
અને અહીં શું થયું હશે .... ???
પોતાનાં અભિપ્રાયો અને મંતવ્યો આપો ....
*********
આભાર વાચક મિત્રો... આગળ શું થયું જાણવા માટે વાચતા રહો .., " ફાર્મ હાઉસ " (રહસ્યમય ઘટના ) ભાગ - ૧૨ ..