ભાગ - ૧૦
તો વાચક મિત્રો ,,,, નમસ્તે 🙏 આશા છે કે તમને આગળની જેમ આ ભાગ પણ ગમશે .... જે રહસ્ય જાણવા માટે તમે રાહ જોઈ રહ્યાં છો તેનાં માટે આપ સૌનો આભાર .........
આગળના ભાગમા જોયું તેમ ......
રાજ : " અરે ગોડ .. !!! એટલી જ વાત .... ??? લો.. તેમાં શું.. બેફીકર થઈને રહો .. અને ભાડાનું ટેન્શનના લો તે આપી દીધું છે ... "
પિહુ : " થેંક યુ સો મચ ...."
મોન્ટુ : " ઓકેકે ... હવે અહીં જ સાડા સાત થઈ ગયાં છે ... , જઈએ રેસ્ટોરન્ટમાં ... ???? "
મયુર : " હા ભુક્ખડ ચાલ ... નહીં તો અહીંયા જ પડી જઈશ તો ઉપાડશે કોણ ... "
બધાં હસી પડ્યાં ... અને રેસ્ટોરન્ટ પર પહોંચ્યા ... જમવામાં ઘણું લેટ થઈ ગયું હતું એટલે બધાંએ ઓટો લેવાંનું નક્કી કર્યુ ...
મેઈન રોડ હતો એટલે ઓટો જલ્દી મળી ગયાં ...૨ ઓટો લઈ બધાં ફાર્મ હાઉસ પહોંચ્યા ....
ફાર્મ હાઉસનો મેઈન ગેટ જે બંધ હતો તે જાતે જ ખુલી ગયો હતો ... કોઈ આટો મારવા આવ્યું હશે એવું સમજી બધાં અંદર ગયાં .... અને ફાર્મ હાઉસના ડોર પાસે આવ્યા ..
લોક ખોલી રાજે ચાવી બેગમા મૂકી ... અને દરવાજો ખોલી લાઈટ ઓન કરી ..... " ઓહ ગોડ ..... !!!!!!! " - રીનીએ જોરથી ચીસ નાખતાં કહ્યું..
બધાં થોડાં ટેન્શનમાં આવી ગયાં હતાં..
પિહુએ ચોંકીને : " વ્હોટ ધ હેલ ....!!!! ?????? આ બધું શું છે .... ???? "
બધો સામાન એમથી તેમ પડ્યો હતો ...
નેમિશને ન છુટકે બધાંની સામે કાલ સાંજ થી લઈ આજની બધી વાત જાહેર કરવી પડી .. સાંજે બેસી વાત કરાય એવું કંઈ રહ્યું ન હતું ...
ક્રિષ્ના : " તો હવે કહે છે તું બધું ... ??? "
મોન્ટુ : " એ મેં જ ના પાડી હતી બોલવા માટે ,, થયું સાંજે બેસીને વિચારશું ..... શું ખબર બીજાં કોઈ સાથે પણ એવું કંઇક થયું હોય ... નાનું - મોટું ..?? "
રાજ વિચારીને : " હવે તો નક્કી જ થઈ ગયું છે કે આ ફાર્મ હાઉસ વિશે જે કંઈ સાંભળ્યું હતું તે સાચું જ છે ... તો પેલી ધ ઘોસ્ટ સર્ચ ગેમ ચાલુ કરીએ ... શું છે અહી એવું ખાસ બનેલું એ જાણી ને જ હવે અહીથી જવાનું છે .... ઓકે ડન ..???? "
પિહુ : " વાઉ ... ખુબ સરસ ... આઈ લવ ગેમ્સ ... "
રાજ : " પણ આ ગેમમાં કોઈ એ ડરવાનું બિલકુલ નથી .. ઓકે .. "
મોન્ટુ બધાને ચેતવતા : " હા. કોઈની સાથે કંઈ પણ થઈ શકે છે બધાંએ સાથે જ રહેવાનું છે ....જેની સાથે જે પણ થાય તે બધું જ કહી દેવાનું છે ઓકે ... !! "
રાજ : " હા ,, કોઈને પુછ્યા વગર કોઈ એ ક્યાંય પણ જવાનું નથી એ વાત ખાસ યાદ રાખજો...."
બધાંએ વાત ડન કરી ...
ટીકુ : " પિહુ તું અમારી રૂમમાં આવી જા ..."
ક્રિષ્ના : " પિહુ અમારી રૂમમાં રહે તો વધુ સારુ .. કારણ કે.., વિશ્વા કાલ થી ડરેલી છે .. તો થોડો સપોર્ટ મળી રહેશે.. શું કહેવું તમારું...??? "
મયુર વાત સાથે સહમત થતાં : " ઓકે .. ડન.. પિહુ તમારી રૂમમાં રહશે..."
રાજ : " હા તો માહિર તું અમારી રૂમમાં આવતો રેહજે..."
મોન્ટુ હસતાં હસતાં : " હા એમ પણ મારે તો બેડમા એકલાં સુવા માટે પણ જગ્યા ઘટે છે....."
બધાં જોર - જોરથી હસી પડે છે.....
બધું વ્યવસ્થિત પાછું ગોઠવીને બધાં સુવાની તૈયારી કરે છે....
પિહુ : " ઓકે તો જોઈએ આજ અમારું નવા મહેમાનનુ સ્વાગત આ ભુત ભાઈ કઈ રીતે કરે છે.... ..! "
બધા અલગ થયા... પોત - પોતાની રૂમમાં જતાં રહ્યાં..
રીની : " હેય.. ટીકુ,,, તે આ અવાજ સાંભળ્યો ...????? !! "
ટીકુ : " હા , કંઇક વાસણ પડવાનો અવાજ આવ્યો ... પણ છોડ કોઈ પાણી પીવા ગયું હશે .. તને તો ખબર જ છે બોયઝના કામ... એક કરે ને બે બગાડે ..."
નાઇટ લેમ્પ બંધ કર્યો અને બંને સુઈ ગયાં..
સાડા એક જેવુ થયું હશે.. અચાનક મોન્ટુના રૂમનો ડોર કોઈ એ જોર - જોરથી ખટખટાવ્યો ......
.....
મોન્ટુ : " એય નેમિશડા ....... ઉઠ... ઉઠને યાર ....કોઈ આવ્યું લાગે છે આપડી રૂમ બહાર ... સાંભળ ને એલા .... કોઈ નોક કરે છે એક ધારું .... જા ને ...."
નેમિશ : " હા તો,, તેમાં મને શું કહે છે.. ઊભો થઈને ખોલને જાડિયા ... જે થોડું ઓછું થયું એ ... "
મોન્ટુ : " અરે પણ .... કુંભ કર્ણ્યા .. તું નિંદરમાંથી ઊઠ પેલા... સમજતો જ નથી.. જો કેટલા વાગ્યાં એ ... "
નેમિશ : " શું છે ... ?? , "
મોન્ટુ : " જો ... સાડા એક વાગ્યો છે .. અને કોઈ માણસ એક વાર ખટકાવે .. એમ એક સાથે જડની જેમ મંડાઈ ના પડે ... "
નેમિશ : " અરે .. પણ તુ નંગ છે સાવ .... ખોલ્યા વગર કેમ ખબર પડે કોણ છે એ ... ??"
નેમિશ દરવાજો ખોલે છે દરવાજો ખોલતાં જ .......
.........
ઓહ.. તો તું...???
********
કોણ હતું ડોર પર...???
જાણવા માટે જોડાયેલાં રહો .. ભાગ - ૧૧ સાથે ........