Acid attack.. in Gujarati Women Focused by ︎︎αʍί.. books and stories PDF | એસિડ એટેક..

Featured Books
Categories
Share

એસિડ એટેક..

કેમ છો મિત્રો . મજામાંને .😊

હમમ.તો આજે હું તમને કઈક એવા ટોપીક પર વાત કરવા જઈ રહી છું જે આપણા સમાજ માટે ખુબ શરમ જનક બાબત છે. કે કોઈ એટલી હદ સુધી પહોંચી જાય છે કે તેને ખરા ખોટાનું કંઈ ભાન જ નથી હોતું. એવું જ કઈક સીમા સાથે બન્યું. સીમા એક સામાન્ય ઘરની છોકરી છે. તે પોતાના મા-બાપને એકમાત્ર સંતાન છે અને એટલે જ તે ઈચ્છતી હતી કે પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ પોતાના માતા-પિતાને આર્થિક રીતે મદદ કરી શકે. અને જલ્દીથી તેને પોતાના ઘરથી થોડે દૂર એક સરકારી શાળામાં શિક્ષિકાની નોકરી પણ મળી ગઈ. તે દેખાવે તો સુંદર હતી જ પણ સાથે સાથે તેના ચંચળ સ્વભાવના કારણે તે જલદીથી સ્કૂલના બાળકો સાથે ભળી ગઈ. તે રોજ એકટીવા લઈને સ્કૂલે જતી હતી. અને તે દિવસે પણ તે હંમેશાની જેમ જ એકટીવા પર પોતાની સ્કૂલ માટે જતી હતી.અને રસ્તામાં અચાનક એક બાઇક સાથે ટકરાઈ. અને બંને જણા રસ્તા પર પડી ગયા. બંનેને નાની-મોટી ઇજાઓ થઇ હતી. અને પછી ધીરે ધીરે સીમા ઊભી થઈ અને પોતાની જાતને સંભાળીને પોતાના કપડા સાફ કરી રહી હતી.

અને ત્યાં સામેથી તે છોકરો સીમાને એકીનજરે જોઈ રહ્યો હતો. હલકા હલકા પવનમાં સીમાના વાળ લહેરાઈને સીમાના ચહેરા પર આવી રહ્યા હતા. ચહેરો થોડો પરેશાન લાગતો હતો. અને તે પોતાની નાની મોટી ઇજાઓ જોઈ રહી હતી. અને પછી અચાનક જ તેની નજર પેલા છોકરા પડી. અને તરત જ બોલી " સોરી સોરી તમને વાગ્યું તો નથી ને ? "

અને પછી તે છોકરો જાણે સફાળો જાગ્યો હોય તેમ ઉભો થયો અને પછી બોલ્યો " ના ના ઠીક છું તમને વધારે નથી વાગ્યુ ને ? "

સીમા : નાના હું ઠીક છું.
અને પછી સીમા ત્યાંથી નીકળી પોતાના ઘરે જતી રહી. સીમાના ઘરે પહોંચતા જ સીમાના મમ્મી રમીલા માસી બોલ્યા .

રમીલા માસી : અરે અરે બેટા શું થયું ?

સીમા : કઈ નહિ બસ નાનું એવું એક્સિડન્ટ થઇ ગયું.

રમીલા માસી : અરે તને વધારે વાગ્યું નથીને ? ચાલ હોસ્પિટલ...

સીમા : અરે મમ્મી ચિંતા ના કરીશ હું ઠીક છું બસ નાનું મોટું જ વાગ્યું છે. ઠીક થઈ જશે મને ચિંતા ના કરીશ તું મારી .

અને પછી ત્રણ ચાર દિવસ પછી સીમા સ્કૂલે ગઈ. અને પાછા ફરતા બજારનું થોડું કામ હતું. માટે તે બજાર ગઈ . બજારમાં તેની મુલાકાત ફરીથી તે છોકરા સાથે થઈ
જે છોકરા સાથે તેનો અકસ્માત થયો હતો. તે સીમાની પાસે આવીને તરત બોલ્યો.

અમ્.. હાય..

સીમા : હાય . અં... તે દિવસ માટે ` Sorry ´. તમને વધારે વાગ્યું તો
ન હતું ને ?

સીમા : (થોડા સ્મિત ભર્યા સ્વરે) ના ના હું ઠીક છું.
It's ok .

તે છોકરો બોલ્યો. હાય. હું પવન ..તમારું નામ શું છે
સીમા : હું સીમા છું. હું એક સ્કૂલ ટીચર છું.

પવન : Ok.. by the way મારે હાલ તો નોકરીની તલાશ છે પણ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પપ્પાને બિઝનેસમાં મદદ કરું છું. અહીંથી આગળ સર્કલની પેલી તરફ જ મારું ઘર છે. અને તમે ક્યાં રહો છો ?

સીમા : હું તે આગળની ગલીમાં જ રહું છું...
કેટલી અજીબ વાત છે આપણે એક જ એરિયામાં રહેવા છતાં અત્યાર સુધી ક્યારેય મુલાકાત થઈ નહીં.

પવન : હા સાચી વાત છે. પણ હકીકતમાં હું તો અહી રહેતો જ નહોતો. શહેરથી દૂર હોસ્ટેલમાં રહીને મારો અભ્યાસ પૂરો કર્યો છે એટલે..

સીમા : Ok,. તો મારે ઘરે જવાનું મોડુ થાય છે હું નીકળું .
પવન : Ok byee ,
સીમા : Bye,

પવન પોતાના વાળ સહેલાવતા સીમાને જતા જોઈ રહ્યો હતો. અને ક્ષણભરમાં સીમા ત્યાંથી જતી રહે છે.

ત્યાર પછી સીમા અને પવન અવારનવાર મળતા રહેતા હતા. સીમા પવનને પોતાનો મિત્ર માનતી હતી તેથી ઘણી વખત તેની એકટીવા બગડી હોય કે પછી કે પછી કોઈ કારણસર તેનું એકટીવા તેની પાસે ના હોય તો પવન તેને સ્કૂલ પણ મૂકવા જતો હતો. પવનને સીમા પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. અને તે મનોમન વિચારતો હતો કે સારો મોકો જોંઈને તને કહી દઈશ. પણ સીમા અચાનક અઠવાડિયા સુધી તેને મળી નહીં. પવન ઘણો વ્યાકુલ થઈ ગયો. કે શું થયું હશે ?
સીમાના ઘરે ગયો તેના ઘરે પણ તાળુ હતું.અને તેને ફોન કરે તો ફોન પણ જલ્દી લાગતો નહોતો. અને જો લાગે તો બરોબર વાત પણ થતી ન હતી.

અને આ બાજુ સીમાની સગાઈ થઈ રહી હતી. બધું જ અેટલું અચાનક થયું કે કોઈને કાંઈ કહેવાનો મોકો જ ના મળ્યો.

અને હવે જ્યારે દસેક દિવસ પછી તે સ્કુલે જઈ રહી હતી. ત્યારે પવન તેને રસ્તામાં મળ્યો. સીમા પવનને જોઈને ખુશ થઇ ગઈ હતી. કે પવનને પોતાની સગાઈની વાત કરુ. પણ સીમા કંઈ બોલે તે પહેલાં જ પવન તેની પર વરસી પડયો.

પવન : શું કરે છે સીમા ? ક્યાં હતી આટલા દિવસથી ?
તને ફોન કરું છું તો વાત નથી થતી. અને આમ અચાનક ક્યાં ગઈ હતી ?

સીમાએ પવન હાથ પકડીને કહ્યું...

સીમા : પવન હું આજે ખૂબ જ ખુશ છું. તને આ વાત જણાવતા ખુબ જ આનંદ થાય છે કે..

પવન :( આશ્ચર્ય ભર્યા સાદે બોલ્યો ) શું ?
પવન મનમાં વિચારતો હતો કે આજે સીમા ખુશ છે તો લાગે છે કે કદાચ પોતાના મનની વાત મને કરશે કે તે મને પ્રેમ કરતી હશે. અને અચાનક સીમા પવનનો હાથ જંજોડીને બોલી.

સીમા : પવન મારી સગાઈ થઈ ગઈ છે.

પવન : ( થોડા દબાયેલા અવાજથી બોલ્યો ) શું ?

સીમા :( પોતાની સગાઈની વાત કરતા એના ચહેરા પર સાફ ખુશી છલકાઈ રહી હતી ) હા, પવન મારી સગાઈ થઈ ગઈ છે..

ત્યાં સ્કૂલની બીજી મિત્રો પણ આવી ગઈ. સીમા પોતાની સહેલીઓથી ઘેરાઈ ગઈ અને તેની સહેલીઓ તેને સવાલ કરવા લાગે કે તું ક્યાં હતી આટલા દિવસથી અને શું થયું ? અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ હતી?

સીમા : મારી સગાઈ હતી એટલા માટે અમે લોકો વતન ગયા હતા. અને ત્યાં નેટવર્કની ખુબ જ પ્રોબ્લેમ હતી. એટલે કોઈની સાથે વાત ન થઈ શકી. Sorry યાર.

ત્યાં જ તેની બીજી મિત્રો બોલી કે પાર્ટી ક્યારે આપે છે ? અને શું નામ છે ? તે છોકરાનું અને અમને ક્યારે મળાવે છે?

સીમા : એ હા યાર હું કહું છું તેનું નામ ચિંતન છે અને પાર્ટી તો ગમે ત્યારે આપી દઈશ અને ચિંતન પણ ગમે ત્યારે અહીંયા આવશે. ( એટલું બોલતાં જ પવન સીમાનો અચાનક હાથ પકડીને સાઈડમાં લઇ ગયો અને તેને કહેવા લાગ્યો )

પવન : સીમા તું સગાઈ કેવી રીતે કરી શકે છે ?
( સીમા આશ્ચર્યથી તેની સામે જોવા લાગી )
સીમા તું આ સગાઈ તોડી નાખ.

સીમા : શું વાત કરી રહ્યો છે ? તું મજાક કરી રહ્યો છે ?

પવન : ના હું સાચું કહી રહ્યો છું. તું આ સગાઈ આજે જ હમણાં જ તોડી નાખ.

સીમા : પવન તું પાગલ થઈ ગયો છે કે શું..?

પવન : હા પાગલ થઇ ગયો છું જ્યારથી તને જોઈ છે પાગલ થઇ ગયો છું. અચાનક મને કહ્યા વગર જતી રહી ત્યાંરનો પાગલ થઈ ગયો છું. હવે બસ આ સગાઈ તોડી નાખ સીમા... હું તને પ્રેમ કરું છું ..

( સીમાને આજે પવનનું કંઈક અલગ જ રૂપ દેખાઈ રહ્યુ હતુ. તેને ક્યારેય કલ્પના પણ ન કરી હતી આની.. )

સીમા પવનથી પોતાનો હાથ છોડાવીને ચૂપચાપ ગુસ્સાથી કંઈ જ બોલ્યા વગર ઘરે જતી રહી.

આ તરફ પવન ખૂબ જ બોખલાઈ ગયો. સીમા તેના હાથમાંથી છૂટી રહી હતી. તેથી તેને શું કરવું શું ન કરવું તેની સૂઝબૂઝ ના રહી. જાણે કે અલગ જ વર્તન થઈ ગયુ હતું.

આ તરફ સીમાએ તેની મમ્મીને બધી વાત કરી.
અને નક્કી કર્યું કે આજ પછી ક્યારેય પણ પવનને નહીં મળે. ( પણ શું આમ કરવાથી બધી તકલીફનું સમાધાન થઈ જવાનું હતું? ના કારણ કે આ તો માત્ર શરૂઆત હતી.)

સીમા જ્યારે સ્કૂલે જતી ત્યારે પવન રસ્તામાં ઉભો સીમાની રાહ જોતો હતો. સીમા આવે કે તરત જ તેની સાથે વાત કરવાની કોશિશ કરતો.

પવન : જો સીમા તને શરમ સંકોચ થતો હોય તો હું તારા પરિવારને વાત કરું બેસીને એક વખત વાત કરીશું તો બધું સમાધાન થઇ જશે. અને મારા પરિવારમાં તો છોકરીઓને- વહુંને એટલી બધી આઝાદી નથી હોતી. પણ હું બધુ ચલાવી લઈશ. અને મારા પરિવારને પણ સમજાવાની કોશિશ કરીશ.

સીમા : જો પવન મે મારી મરજીથી જ છોકરો પસંદ કર્યો છે. અને હું ખુશ છું. અને હવે મહેરબાની કરીને મારી સાથે વાત કરવાની કોશિશ ન કરતો. ( તેમ કહી સીમા ત્યાંથી ચાલી ગઇ. )

હવે પવનની માનસિકતા દિવસે-દિવસે ઉગ્ર બનતી જતી હતી. કોઈ કોઈ વાર તો સીમાને ચિંતન સાથે જોવે તો તેનું લોહી ઊકળી ઊઠતું. અને આ તરફ સીમાના મનને શાંતિ લાગવા લાગી કે હવે પવન તેને પરેશાન નથી કરતો. અને તે જાણે ચિંતામુક્ત થઈ ગઈ હતી. પણ એક દિવસ અચાનક પવન સીમાને મળ્યો. અને તેનો હાથ પકડીને કહેવા લાગ્યો.

પવન : ખૂબ અભિમાન છે ને તારી સુંદરતાનું, આઝાદીથી જિંદગી જીવવી છે ને તારે. ( તેમ કરી તેને ધક્કો માર્યો )

( સીમા તેનું આ રૂપ જોઈને ખૂબ જ ડરી ગઈ અને તેને શું કરવું, શું કહેવું તે વિચારે પહેલા જ )..

પવન : હવે આઝાદ છે તું ( તેમ કહીને અચાનક સીમાના ચહેરા પર એસિડ ફેકી દીધો. ) અને સીમા અચાનક જમીન પર પડી ગઈ. સીમા ખૂબ ચીસો પડી રહી હતી. અને જમીન પર પડીને તરફડીયા મારી રહી હતી. પવન ત્યાંથી નાસી છૂટયો. ત્યાં અચાનક પબ્લિક ભેગી થઈ ગઈ.

એક તરફ સીમા પોતાની પીડાને કારણે જમીન પર ચીસો પડી રહી હતી. અને લોકો પાસે મદદ માંગી રહી હતી. અને લોકો વાતોમાં પડ્યા હતા શું થયું છે ? આ તો પોલીસ કેસ છે. પોલીસને ફોન કરો એમ્બ્યુલન્સ બોલાવો કોઈ. બધા માત્ર વાતો જ કરી રહ્યા હતા.

ત્યાં અચાનક એક મહિલા ગાડી લઈને આવી. અને સીમાને ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઇ ગઈ. અને હોસ્પિટલમાં પણ આ ચર્ચા કે એસિડ એટેકનો કેસ છે. પોલીસ આવે પછી જ ટ્રીટમેન્ટ ચાલુ થશે. અમે કશું ના કરી શકીએ. આ તરફ સીમાની પીડા અસહ્ય બનતી જતી હતી. તે મહિલાએ ડોક્ટરને ગમે તેમ કરીને સમજાવ્યા અને પોલીસને બોલાવવાનું કહ્યુ ડોક્ટરે સીમાની ટ્રીટમેન્ટ ચાલુ કરી. અને ત્યાં પોલીસ પણ હોસ્પિટલમાં આવી ગઈ. ત્યાં પોલીસે સીમાનું બેગ ચેક કર્યું. તેમાંથી તેન મોબાઈલથી તેના પરિવારને સંપર્ક કરી આ દુર્ઘટનાની જાણ કરી.
અને સીમાનો પરિવાર તુરંત જ હોસ્પિટલમાં હાજર થઈ ગયો. સીમાને જોઈને તેના મા-બાપ પર શું વીતી હશે તેની તો માત્ર કલ્પના પણ કરવી અઘરી છે. કારણકે દરેક વસ્તુ બનશે પોલીસ કેસ થશે અને આરોપીને સજા પણ થશે પણ સીમા પહેલાં જેવી જિંદગી જીવી શકશે ?

પવન હવે પકડાઈ ચૂક્યો હતો. હોસ્પિટલ અને પોલીસ ચોકીના ધક્કામાં એક મહિનો પૂરો થઇ ચૂક્યો હતો. સીમા પણ અંદરથી તૂટી ગઈ હતી કોઈની સાથે વાત ન કરતી. એક રૂમમાં જ ગુમસુમ બેસી રહેતી હતી. ચિંતન નો ફોન આવે તો તેની સાથે પણ વાત ન કરતી કે પછી તે મળવા આવે તો તેની મળતી પણ ન હતી. એકવાર ચિંતને સીમાના માતા-પિતાને કહ્યું કે...

ચિંતન : જુઓ અંકલ આંટી સીમાનો થનાર પતિ પછી છું. પહેલા તેનો બાળપણનો મિત્ર છું સીમાને તેની આ માનસિકતાણમાંથી હું બહાર કાઢવા માંગુ છું. તમે ચિંતા ન કરશો મારો પ્રેમ આજે પણ તેના માટે પહેલાં જેટલો જ છે. હું તની જિંદગીમાં ફરીથી ખુશીઓ લાવીશ. આજે હું ગમે તેમ કરીને તેની સાથે વાત કરવાની કોશિશ કરીશ.

તેમ કહીને ચિંતને સીમાના માતા પિતાનો હાથ પકડીને હિંમત આપી. અને તે સીમા પાસે ગયો પણ સીમા તેને મળવા માંગતી ન હતી તેથી તે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ને બેઠી હતી.

આ વખતે ચિંતને નક્કી કર્યું કે ગમે તેમ કરીને તે સીમાની સાથે વાત કરીશે. દરવાજો ખટકવતા સીમાએ દરવાજો ન ખોલતા તેને દરવાજાને ધક્કો મારીને ખોલી દીધો. અને સીમા પાસે ગયો. સીમા પોતાના ચહેરાને દુપટ્ટાથી ઢાંકીને ઊંધી ફરીને બેઠી હતી. ચિંતન સીમાનો હાથ પકડીને કહ્યું.

ચિંતન : જો સીમા હું તારા માટે તને ગમતા ફ્લાવર્સ અને તને ગમતી ચોકલેટ લાવ્યો છું. ચાલ આજે આપણે ક્યાં જવુ છે કોઈ મુવી જોવા જઈએ ચાલ.

સીમા : ચિંતન તુ જા હવે હું તારી સાથે લગ્ન નહી કરી શકું.

ચિંતન : ઓહ્... કંઈ વાંધો નથી. પણ આપણે સારા મિત્રો તો રહીશું જ ને હંમેશા ! જો એના માટે મને ના ન કહી શકે તું..

સીમા એ તરત જ ચિંતનની સામું જોયું.
ચિંતન : અરે ચાલ યાર બહુ જ ભૂખ લાગી છે. આજે આપણે બધા ભેગા થઈને સાથે જમીએ..

સીમા બહાર જવા માંગતી ન હતી. છતાં પણ ચિંતને તેની એક ન સાંભળી. અને એ તેને પ્રેમથી હાથ પકડીને રૂમની બહાર લઈ ગયો. અને આજે ઘણા ટાઇમ પછી બધા સાથે મળીને જમ્યા.

અને બસ પછી આ જ રીતે વારંવાર ચિંતન સીમાને મળવા આવતોઅને ધીરે ધીરે સીમાને આ હતાશામાંથી બહાર કાઢવાની કોશિષ કરતો. અને ધીરે ધીરે બધુ સામાન્ય થવા જાય પણ ત્યાં જ કોર્ટ કચેરીના ધક્કામાં જ્યારે સીમા પવનને જોતી ત્યારે તે વખતની ઘટના તેની નજર સામે આવી જતી હતી. અને તે અંદરથી ખૂબ સહેમી જતી હતી. અને હવે આખરે કોર્ટ નો ચુકાદો આવી ગયો અને પવનને ipc ધારા 326 બી ના હેઠળ 10.વર્ષની સજા થઈ.

હવે આ તરફ સીમાને આ માનસિકતાણમાંથી બહાર કાઢવા માટે તેનો પરિવાર તેને પોતાના વતન લઈ ગયો. ત્યાં તેનો આખો પરિવાર અને ચિંતન બધા મળીને સીમા ને ખુશ રાખવાની કોશિશ કરતા હતા સીમા હવે ધીરે ધીરે બધાના સહકારના કારણે સામાન્ય થતી જતી હતી. તે ચિંતનની નજીક થવા લાગી હતી. આમ પણ વતન માં તો ચિંતન અને સીમા બંનેના ઘર નજીક હોવાથી તે બંને એકબીજાને મળી શકતા હતા.

એ દિવસે સીમાનો જન્મદિવસ હતો સીમાને એક સરપ્રાઈઝ આપવા માટે ચિંતને એક યોજના બનાવી સીમાનાં આખા પરિવારને ફેન્સી ડ્રેસમાં સજ્જ થવા કહ્યું.

પરિવારના દરેક સભ્યને અલગ-અલગ ડ્રેસમાં જોઈ તે અંદરથી ખુશ તો હતી પણ તે ખુલ્લીને હસતી ન હતી.

ત્યાં જ તેની નજર ચિંતન પર પડી અને ચિંતનને જોતા તે ખડખડાટ હસવા લાગી. અને તે જોઈ તેના પરિવારને હાશ થવા લાગી. અને આજે સીમાએ ચિંતનને ખુશીથી પોતાના અલિંગનમાં લેતા લગ્ન માટે હા પાડી.

અને હવે થોડા સમયમાં બંનેના લગ્ન પણ નક્કી થઈ ગયા. સીમાના લગ્નનો દિવસ આવી ગયો. ચિંતન અને સીમાના લગ્ન થઈ ગયા. અને સીમાને તેના પરિવારે ભારે હૈયે વિદાય આપી.

....મિત્રો આ તો માત્ર એક વાર્તા છે પણ શું સાચી જિંદગીમાં દરેકનો સાથ સહકાર હોવા છતાં પણ એક છોકરીની જિંદગી એટલી સહેલાઈથી પહેલા જેવી સામાન્ય બની શકે છે ? ઘણી જગ્યાએ તો ઘરેલુ હિંસામાં પણ આવુ બનતું હોય છે. તો શું વીતતી હશે તેના પર અને તેના પરિવાર પર પણ ! દરેક સ્ત્રીને દરેક છોકરીને આઝાદીથી જિંદગી જીવવાનો હક છે......


આ વાર્તા મારી સ્વરચિત છે. આપ સહુંનું શું કહેવું છે આ વિષય પર ? તે પ્રતિભાવમાં જાણવા વિનંતી..

બાકી વાંચતા રહો ખુશ રહો,,
સ્વસ્થ રહો મસ્ત રહો,,
ધન્યવાદ.. 🙏

અમી...