Khamoshi - 9 in Gujarati Motivational Stories by mahendr Kachariya books and stories PDF | ખામોશી - ભાગ 9

Featured Books
Categories
Share

ખામોશી - ભાગ 9

વિનય.........ના પડધા સાથે આશિષની બૂમ આખી
કોલેજમાં ગુંજી ઉઠે છે. થોડી જ વારમાં આશિષનો અવાજ સાંભળીને બીજા વિદ્યાર્થી પણ ત્યાં દોડી આવે છે અને આ દોડા દોડીની જાણ થતાં પ્રિન્સીપાલપણ ત્યાં આવી પહોંચે છે અને અન્ય શિક્ષકગણ પણ આવી પહોંચે છે આશિષ તો આ દ્રશ્ય જોઈને અભાન બની ગયો હતો.

'વિનયને નીચે ઉતારો જલ્દી...' પ્રિન્સીપાલ કહ્યું.

'નહીં સર...આઆપણે સૌ પ્રથમ પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ આપણે તો એ પણ નથી જાણતાં કે આ આત્મહત્યા છે કે મર્ડર...' ત્યાં જ રહેલા એક વિદ્યાર્થીએ કહ્યું.

'હા આમ તો આપણે પહેલાં પોલીસ કમ્પલેન્ટ જ કરવી જોઈએ. 'પ્રિન્સીપાલ સરે કહ્યું.

પ્રિન્સિપાલે ૧૦૦ નંબર ડાયલ કર્યો. 'હેલ્લો પોલીસ સ્ટેશન. એમ.કે.શાહ કોલેજના પ્રિન્સીપાલ બોલું છું અમારી કોલેજના એક ક્લાસ રૂમમાંથી અમારી જ કોલેજના એક વિદ્યાર્થીની બોડી મળી આવી છે આટલું કહી પ્રિન્સીપાલ ફોન રાખી દે છે. અને ત્યાં...

'મને તો આત્મહત્યા લાગે છે.'

'કોઈએ વિનયનું મર્ડર કર્યુ લાગે છે.'

આવા પ્રશ્ન ત્યાં ગુંગળાવા લાગે છે. આ સવાલના જવાબ તો પોલીસ જ દઈ શકશે.

પ્રિન્સીપાલ વિનયના ઘરે આ વાતની જાણ કરવા માટે ફોન કરે છે. આજે તો કોલેજનો સૌથી અડગ વ્યક્તિ પણ ઢીલો પડી ગયો હતો. વિનયના પપ્પા પોતાના કામથી બહાર ગયા હતા અને કોલેજમાં જે નંબર નોંધાવવામાં આવેલે તે વિનયના ઘરનો હતો આથી પ્રિન્સિપાલે જ્યારે વિનયના ઘરે ફોન કર્યો ત્યારે વિનયનાં મમ્મી ઘરે હતા તે ફોન ઉઠાવે છે ..

'હેલ્લો...'વિનયના મમ્મી એ કહ્યું.

'હું એમ કે શાહ કોલેજના પ્રિન્સીપાલ વાત કરુ છું.'

'હા સર બોલો હું વિનયની મમ્મી બોલું છું.'

પ્રીન્સીપલ સર તો થોડી વાર માટે વિચારમાં પડી જાય છે કે કેવી રીતે વિનયની મોતના સમાચાર એમની મમ્મીને જણાવું!' અને એ કંઈ બોલી પણ શકતા નથી.

હાલો......'

પ્રીન્સીપલ દુ:ખ ભર્યા અને ઘભરાતા ઘભરાતા કહે છે, 'વિનય આ દુનિયામાં નથી રહ્યો.'

'શું ?' આ તમે શું બોલો છો. મારા વિનય વિષે આવું બોલવાની તમારી હીંમત કેવી રીતે થઈ.'

'મારે કહેવું તો ન હતું પણ શું કરુ આ વાતની તમને જાણ કરવી એ મારી ફરજ છે.!

'ત.ત.તમે મજાક કરો છો ને!. પ્લીઝ સર આવો મજાક ના કરો.

'ના હું મજાક નથી કરતો. વિનય હવે આ દુનીયામાં નથી રહ્યો. આજે અમારી કોલેજના એક ક્લાસરૂમમાંથી વિનયની બોડી મળી આવી છે.

આમ સાંભળતાની સાથે જ વિનયના મમ્મીના હાથમાંથી ફોન સરીને નીચે પડી જાય છે અને તેમને આઘાત લાગવાને કારણે તે ત્યાજ બેસી જાય છે. આ બાજુ પ્રીન્સીપલ વિનયના મમ્મીનો અવાજ ન સાંભળતા તે પણ ફોન રાખી દે છે.

વિનયના મમ્મી તરત જ કોલેજ જવા માટે નીકળી જાય છે. અને રસ્તામાંજ વિનયના પપ્પાને પણ ફોન કરીને જલ્દી કોલેજ આવવા માટે કહે છે. પરંતુ સાચી વાત જણાવતાં નથી.વિનયના મમ્મી થોડી વારમાંજ કોલેજ પહોંચી જાય છે ત્યાં જઈને જુવે છે તો એક વર્ગખંડની બહાર વિદ્યાર્થીઓનું ટોળું જામેલું હોય છે વિનયના મમ્મી હળવા પગલે એ ટોળા તરફ આગળ વધે છે. ધીરે ધીરે એક પછી એક એ ટોળું વટાવીને તેની આગળ પહોંચે છે. તો પંખા પર લટકતી વિનયની લાશ જુવે છે. અને વિનયની આ દશા જોતાની સાથે જ એમના મુખમાંથી ખુબ જ લાંબી ચીસ નીકળી પડે છે... વિનય...'

વિનયના મમ્મીની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગે છે. તે પોતાના પરથી કાબુ ગુમાવી દે છે. એમને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી અને તે વિનય પાસે જવાની કોશીશ કરે છે. પરંતુ ત્યાં રહેલા શિક્ષકો તેમને વિનય પાસે જતાં અટકાવે છે.

'છોડી દો મને.....મને મારા વિનય પાસે જવા દો......પ્લીઝ હું તમારા પગે પડું છું.' આમ વિનયના મમ્મી શિક્ષકો પાસે આજીજી કરે છે. ત્યાંજ થોડી વારમાં વિનયના પપ્પા પણ ત્યાં આવી પહોંચેછે. અને તે પોતાના દિકરાને મૃત અવસ્થામાં જોઈએ અસ્વસ્થ થઈ જાય છે.

શુ થયું ? કેમ અહીંયા ભીડ કેમ જમાવી છે ! મારો વિનય જીવે છે એને કંઈ નથી થયું. અને તમે લોકો શું અહીંયા તમાશો જોવા આવી ગયાં છો ! મારાં વિનયને કંઈ નથી થયું. કંઈ નથી થયું મારાં વિનયને એ બીલકુલ ઠીક છે. હા એ બીલકુલ ઠીક છે..હમણાં ઉઠશે એ.'

72%

આમ વિનયના પપ્પાની લાગણીઓ પોતાના પુત્રના પ્રેમ તરફ દોરવાય જાય છે પ્રીન્સીપલ વિનયના પપ્પાને સંભાળવાની કોશીશ કરે છે. પરંતુ વિનયના માતા-પિતા દિકરાના મૃત્યુનુ દર્દ કેવી રીતે સહન કરી શકે ?

'એક મીનીટ જરા બાજુએ ખસો...' એમ ત્યાં રહેલી ભીડ પાછળથી એક અવાજ આવે છે. લોકો બાજુ ખસી જાય છે અને જુવે છે તો પાછળ ખાખી કપડાંવાળો, કમર પર સિંહના લોગોવાળો બેલ્ટ, પગમાં મરૂન જેવા કલરના બુટ, હાથમાં એક લાકડી અને માથા પર સિંહની આકૃતીથી શોભતી કેપ સાથે ઈન્સપેક્ટર રણવીરસિંહ ત્યાં હાજર હોય છે અને તેની પાછળની બાજુએ બે હવાલદાર પણ હોય છે. ચતુર ગોટલેકર અને એક હવાલદાર ખરો પણ રણવીરસિંહનો ખાસ માણસ હતો. વિજય સક્સેના. રણવીરસિંહના હાથમાં રહેલી લાકડી એના બીજા હાથની હથેળી એમની રોજની ટેવ મુજબ પટકાતી રહી હતી. રણવીરસિંહધીરે ધીરે આગળ વધે છે.

'આ કોલેજના પ્રિન્સીપાલ કોણ છે ? રણવીર સીંહે આગળ આવીને કહ્યું.

'હું આ કોલેજનો પ્રીન્સીપલ છું. તેમણેઈન્સપેક્ટરની પાસે
આવીને કહે છે.

'તો તમે જ મને ફોન કરેલો... ક્યાં છે લાશ...' રણવીરસિંહ એ પુછ્યું.

રણવીરસિંહના મુખમાંથી આવા શબ્દો સાંભળીને વિનયના મમ્મી પોતાને રોકી શક્તા નથી અને તે ઈન્સપેક્ટરની પાસે જઈ તેના શર્ટની કોલર બંને હાથ વડે પકડે છે અને કહે છે,

'એ... કંઈ લાશની વાત કરે છો તું. મારો વિનય હજી જીવે છે એને કંઈ નથી થયું. તારી હીંમત કેવી રીતે થઈ મારા દિકરા વીશે આવા શબ્દોનો પ્રયોગ કરવાની !"

રણવીરસિંહ વિનયના મમ્મીની લાગણી સમજી શકતા હતા. આથી તેણે શાંત સ્વભાવમાં કહ્યું, 'પ્લીઝ અમને અમારી ફરજ નીભાવવા દો. હજી તો એ પણ ખબર નથી પડી કે તમારા વિનય સાથે થયું છે શું? આથી મૃત્યુ પાછળનું કારણ જાણવું ખુબ જરૂરી છે. પ્લીઝ તમે થોડીવાર માટે અડચણ રૂપ ના બનશો.'

'સૌ પ્રથમ વિનયની બોડી કોણે જોઇ ?

વિનયના મોત પાછળનું કારણ છે શું ?

શું ઈન્સપેક્ટર રણવીર વિનયના મોત પાછળ રહેલી ઘટના નો પર્દાફાશ કરી શકશે ?

દરેક સવાલના જવાબ જાણવા માટે વાંચતા રહો પ્રેત ખામોશી....


આપનો અભિપ્રાય આ નંબર પર જણાવો 9662325653