Ek Punjabi Chhokri - 5 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 5

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 5

હવે આ ફેમસ કપલ એટલે હીર અને રાંઝા ની વાત કરવામાં આવી છે આની સ્ટોરી ખૂબ જ ફેમસ છે એટલે તેમને યોગ્ય પાત્રો ગોતવા તે સ્કૂલના સ્ટાફ મેમ્બર ને ખૂબ જ અઘરું લાગે છે પણ તેઓ વારાફરતી એક એક લોકોના ઓડિશન લે છે.એમ કરતાં આજનો સ્કૂલનો દિવસ પૂરો થઈ જાય છે પણ સર, ટીચર ને આ સ્ટોરી માટે નું કોઈ જ પરફેક્ટ પાત્ર મળતું નથી.

બધા બાળકો છૂટી જાય છે અને સોહમ,સોનાલી અને વીર પણ ઘરે આવે છે સોનાલી ઘરે આવી મમ્મીને કહે છે કે મમ્મી અમારી શાળામાં નેશનલ લેવલે નાટકનું આયોજન થવા જઈ રહ્યું છે અને સર અને મેમ બધા ક્લાસરૂમમાંથી બધા બાળકોનું ઓડિશન લે છે પ્રિન્સિપલ સરનું કહેવું છે કે આ આપણાં પંજાબની એક ફેમસ લવ સ્ટોરી છે જેના પાત્રો છે હીર અને રાંઝા.

મમ્મી મેં ક્યારેય આવી કોઈ લવ સ્ટોરી વિશે સાંભળ્યું નથી તમે મને જણાવશો કે આની લવ સ્ટોરી કેમ આટલી બધી ફેમસ છે ત્યારે સોનાલીના મમ્મી પ્રેમથી સોનાલી ની બાજુમાં બેસી જાય છે અને સીનાલીનો હાથ પકડી તેને કહે છે કે જો બેટા આ સ્ટોરીના પાત્રો એટલે કે હીર અને રાંઝા અનેક તકલીફોમાંથી પસાર થયા છે જો તારે સાચે જ આ સ્ટોરી વિશે જાણવું હોય તો તું આ ઓડિશનમાં તારું બેસ્ટ પરફોર્મન્સ આપી સિલેક્ટ થજે તો જ તું ખરા અર્થમાં આ સ્ટોરી વિશે જાણી અને સમજી શકીશ. મેં પણ મારી કૉલેજમાં આ સ્ટોરીના નાટકમાં હિરની ભૂમિકા ભજવી હતી અને તારા પપ્પા રાંઝા બન્યા અને અમને એકબીજા માટેની જે અપાર લાગણી હતી તેની સમજ પડી હતી તો તું પણ અમારો જ એક અંશ છે તો તું પણ આ સ્ટોરીને ખૂબ સારી રીતે સમજવા માટે આમાં પાર્ટ લેજે.

સોનાલીના મમ્મીએ સોનાલીને જે સમજ આપી તે સોનાલીએ પૂરેપુરી રીતે સમજી લીધી પણ હવે સોનાલીને તેમના મમ્મી પપ્પાની લવ સ્ટોરી જાણવાની પણ અદમ્ય ઈચ્છા થઇ આવી તેથી તેને તેમના મમ્મીને પૂછ્યું,મમ્મી તમે તમારી અને પપ્પાની લવ સ્ટોરી તો કહી શકો છો ને તો મને તમારી સ્ટોરી જ જણાવો.મમ્મી કહે છે બેટા,પહેલા તું હીર અને રાંઝા ની સ્ટોરી સમજી અને જાણી લે પછી જ હું તને મારા અને તારા પપ્પાની લવ સ્ટોરી સમજાવી શકીશ.

બીજે દિવસે સવારે રોજની જેમ જ સોનાલી,સોહમ અને વીર સાથે સ્કૂલે જાય છે પરંતુ આજે તેની આંખોમાં ખૂબ ચમક હતી,તેને આજે ખૂબ મનથી હીરના પાત્ર માટે તેનું સિલેકશન થાય તેવું કરવાનું હતું એટલે આજે તેના ચહેરા ઉપર ખુશીના બદલે માયુસી હતી.તે એકદમ ચૂપ હતી વિરની કોઈ વાતનો આજે તેને જવાબ આપ્યો ન હતો.સોહમ ક્યારનો સોનાલીને જોઈ રહ્યો હતો કે સોનાલી આજે કેમ સાવ અલગ જ લાગે છે, પણ વીર સાથે હતો તેથી સોહમ તેને કંઈ જ પૂછતો નથી.

હવે તેઓ સ્કૂલે પહોંચી જાય છે વીરનો ક્લાસરૂમ આવતા વીર સોનાલીને બાય દી કહી જતો રહે છે પણ આજે સોનાલી વીરને બાય પણ નથી કહેતી.હવે મોકો સોધી એક ખાલી ક્લાસરૂમ આવતા સોહમ સોનાલી નો હાથ પકડી તેને ત્યાં લઈ જાય છે.સોનાલી કહે છે શું થયું તને સોહમ ?કેમ, તું મને અહીં લઈને આવ્યો છે?સોહમ કહે છે હું આ વાત તને પૂછવા જ અહીં લઈને આવ્યો છે.સોનાલી કહે છે હું સમજી નહીં તું શું કહેવા માંગે છે?સોહમ કહે છે સોનાલી તું આજે સાવ ચૂપ ચૂપ છે તારા ચહેરા ઉપર ખુશીના બદલે માયુસી છે મને જણાવ શું થયું છે તે?

સોનાલી સોહમ ને કહે છે હું ઘરે જઈને તને બધી વાત કરીશ. અત્યારે મને જવા દે મારે લેટ થાય છે અને તું ખોટી ચિંતા ન કર હું એકદમ ફાઇન છું,બીજી વાત સાંજે કરી આપણે મળીને.એમ કહી સોનાલી હવાની જેમ ત્યાંથી ગાયબ થઈ જાય છે પણ સોનાલી એ કહ્યું હું એકદમ ફાઇન છું એ જાણી સોહમના જીવમાં જીવ આવે છે અને તે પણ પોતાના ક્લાસમાં જાય છે.

આજે સોનાલીના ક્લાસનું ઓડિશન હતું તેથી એક પછી એક બધી જ ગર્લ્સના ઓડિશન લેવાય છે અને હવે સોનાલીનો વારો આવે છે.


હવે જોઈ સોનાલી આમાં સિલેક્ટ થશે કે નહીં થાય?