Dhup-Chhanv - 133 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 133

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 133

ધીમંત શેઠ અને અપેક્ષાની નજર એક થતાં જ બંનેની આંખમાંથી એકબીજા પ્રત્યેની ખુશી અને પ્રેમ છલકાઈ આવ્યા.
અપેક્ષાએ ધીમંતને યુ એસ એ ની ઓફિસના એગ્રીમેન્ટની વાત જણાવી અને તે ત્યાં જઈ આવે તેમ પણ જણાવ્યું...
યુ એસ એ જવાની વાત આવતાં જ ધીમંત શેઠનો મૂડ ઓફ થઈ ગયો તે અપેક્ષાને આ હાલતમાં છોડીને પોતે યુ એસ એ જવા માંગતા નહોતા...

પરંતુ અપેક્ષાએ એટલી બધી મહેનત કરીને ત્યાં પોતાનો બિઝનેસ જમાવ્યો હતો અને જો ધીમંત શેઠ ત્યાં ન જાય તો બધું વેરવિખેર થઈ જાય અને પોતાની બધી જ મહેનત ઉપર પાણી ફરી વળે એટલે અપેક્ષાએ ફાઈનલી પોતાનું ધાર્યું જ કર્યું તેની ડાહી સમજણભરી વાતોથી ધીમંત શેઠ યુ એસ એ જવા માટે તૈયાર થઈ ગયા...
હવે આગળ....
ધીમંત શેઠ યુ એસ એ પહોંચી ગયા અને ટેક્ષી કરીને પોતાની ઓફિસમાં પણ પહોંચી ગયા...
ઓફિસમાં અપેક્ષાએ બધું ગોઠવ્યું હતું તેમ બરાબર જ ચાલી રહ્યું હતું એટલે તે જોઈને ધીમંત શેઠને ખૂબ ખુશી થઈ અને અપેક્ષા જેવી કુનેહભરી પત્ની પોતાને પ્રાપ્ત થવાનું ગૌરવ પણ તે અનુભવવા લાગ્યા.
અપેક્ષા ધીમંતના ફોનની રાહ જોઈને જ બેઠી હતી અને તેનો મોબાઈલ ફોન રણક્યો...
"પહોંચી ગયા શાંતિથી.."
અપેક્ષાએ પ્રેમપૂર્વક જરા લહેકાથી પૂછ્યું.
"બસ પહોંચી ગયો માય ડિયર જો...આ ઓફિસમાં જ છું..."
"અહીંયા તો તે દરેક એમ્પ્લોઇઝને ખૂબ જ સરસ બધી કામગીરી ફાળવી દીધી છે બસ એ પ્રમાણે અહીંનું કામ ખૂબ સરળ અને સુંદર ચાલી રહ્યું છે.. તને તો દાદ આપવા જેવી છે..." ધીમંતે અપેક્ષાને થોડો પારો ચઢાવતા કહ્યું.
"આખરે પત્ની કોની છું...!! ધીમંત શેઠની..એક વર્લ્ડ બેસ્ટ બિઝનેસ મેનની..!!" અપેક્ષાનું હ્રદય અને મન બંને ખુશીથી છલકાઈ રહ્યા હતા..
"માય ડિયર, હજી વર્લ્ડ બેસ્ટ થવાનું બાકી છે.."
"એ તો હું તમને આમ ચપટીમાં બનાવી દઈશ જો જો ને..બસ ખાલી હું કહું એમ તમારે કરવું પડશે.." અપેક્ષા ધીમંતને બાંધી રહી હતી.. પોતાના શબ્દોમાં અને પોતાના પ્રેમમાં પણ..!!
"જો હૂકુમ મેરે આકા..આપ જો બોલોગે વહી હોગા.."
"તેરા સબ અચ્છા હોગા મેરે બચ્ચા.."
અને અપેક્ષા ખડખડાટ હસી પડી...
આ બાજુ ધીમંત શેઠ પણ ખડખડાટ હસવા લાગ્યા...
તેને આમ ખડખડાટ હસીને વાત કરતા જોઈને લક્ષ્મી પણ ખુશ થઈ ગઈ અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે, "બસ મારા દીકરાઓ આમ જ હસતા ખેલતા રહે તેટલી કૃપા હંમેશા વરસાવતો રહેજે પ્રભુ..."
અને આનંદભેર તે પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા...
અપેક્ષાએ બીજા દિવસે ચાર વાગ્યે નવા એગ્રીમેન્ટ માટેની ધીમંત શેઠની મીટીંગ મિ.સ્મીથ સાથે ગોઠવી દીધી હતી...
બીજે દિવસે ધીમંત શેઠ નક્કી કર્યા મુજબ મીટીંગ માટે મિ.સ્મિથની ઓફિસમાં પહોંચી ગયા હતા...
બંને વચ્ચે નક્કી કરાયેલી શરતો પ્રમાણે નવો એગ્રીમેન્ટ સાઈન થઈ ગયો..
મિ.સ્મિથ અપેક્ષાની કંપની સાથે કામ કરવાથી ખૂબ ખુશ હતાં..
તેમણે ધીમંત શેઠને જણાવ્યું કે તમારી કંપની સાથેના મારા કોલોબ્રેશનથી મને આ વર્ષે દોઢો ફાયદો થયો છે જે આટલા વર્ષોમાં મને ક્યારેય થયો નથી...આઈ એપ્રીસીએટ.. અને તેમણે અપેક્ષાના પણ ખૂબ વખાણ કર્યા...
પોતાની પત્નીના કામની તારીફ બીજાના મોઢેથી સાંભળીને ધીમંત શેઠની છાતી ગદગદ ફૂલી રહી હતી...
મિ.સ્મિથે અપેક્ષા માટે ગીફ્ટ આપી..
ધીમંત શેઠે પહેલા તે લેવાનો ઈન્કાર કર્યો પરંતુ તેમનો ભાવ જ એટલો બધો હતો કે છેવટે ધીમંત શેઠે તે ભેટ સ્વીકારવી જ પડી...
બધું જ કામ પતાવીને ઓફિસમાં એક દિવસ સ્ટાફ મીટીંગ ગોઠવીને ધીમંત શેઠ પોતાની અપેક્ષા પાસે પાછા આવવા માટે નીકળી ગયા...
આ બાજુ અપેક્ષાની તબિયત થોડી વધારે નરમ થઈ ગઈ..
તેને હોસ્પિટલાઈઝ્ડ કરવી પડી...
ધીમંત શેઠની ગેરહાજરીમાં લક્ષ્મીને થોડું વધારે પડતું જ ટેન્શન થઈ ગયું હતું...
પરંતુ ધાર્યું તો ધણીનું જ થાય છે...
ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂકતાં વેંત જ ધીમંત શેઠ સીધા પોતાની અપેક્ષા પાસે ડૉક્ટર સુધા બેનના ક્લિનિક ઉપર દોડી ગયા...
અપેક્ષાની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી...
ડૉક્ટર સુધાબેનનો પૂરો પ્રયત્ન હતો કે અધૂરા મહિને બાળક ન આવી જાય...
છતાં તેમણે એ બાબતે ધીમંત શેઠને પોતાની કેબિનમાં બોલાવીને તેમનું ધ્યાન દોર્યું હતું અને પોતે પણ આ બાબતે સતર્ક હતા...
લક્ષ્મી બા તેમજ ધીમંત શેઠ થોડા ઢીલા પડી ગયા હતા...
પરંતુ ડૉક્ટર સુધા બેને તેમને હિંમત આપી હતી અને તે બોલ્યા હતા કે, "આવા કેસમાં દવા કરતાં દૂઆ વધારે કામ લાગે છે.."
ધીમંત શેઠ પોતે અપેક્ષા સાથે જે મંદિરમાં દરરોજ શિવને જળ ચઢાવવા જતા હતા ત્યાં પહોંચી ગયા હતા અને જ્યાં સુધી અપેક્ષા સારી રીતે છૂટી ન થાય અને બાળકને જન્મ ન આપી દે ત્યાં સુધી તેમણે દરેક ભૂખ્યાને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી...
તો આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે અપેક્ષાની ડિલિવરી સુખરૂપ પાર પડે અને તે અને તેનું બાળક બંને સહીસલામત રહે...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
4/4/24