For female survival….one step forward….. in Gujarati Women Focused by Heena Hariyani books and stories PDF | સ્ત્રી અસ્તિત્વ માટે....એક કદમ આગળ.....

Featured Books
Categories
Share

સ્ત્રી અસ્તિત્વ માટે....એક કદમ આગળ.....

આમ તો,મારી વાર્તાના શીર્ષક પરથી જ ખબર પડી જશે કે અહીં હુ જે વાત કહેવા માંગુ છુ એ "અસ્તિત્વ "પર છે.આપણા પૂરૂષપ્રધાન સમાજ માં લગભગ સ્ત્રીઓ એ પોતાના અસ્તિત્વ અને ગરીમાને ટકાવી રાખવા કાં તો સમોવડી થઈ અથાક પ્રયત્નો કરવા પડે છે,કાં તો સંધષૅની હારમાળા રચવી પડે છે,પણ સ્ત્રીએ સતત સજાગ રહેવુ એ આજના સમયની માંગ કરતા જરુરી વધારે બની ગયુ છે.એમા પણ જો તમે એક દિકરીની માતા છો તો તમારે આ ટેકનોલોજીના યુગમાં સમય સાથે અપડેટ રહેવુ જરુરી કરતા જરુરીયાત વધારે બની ગયુ છે,કંઈ રીતે? એ જ વાત મારે અહીં કરવી છે.સતકૅતા ના એવા જ એક પાસાને ઉજાગર કરતી એક વાત અહીં આપની સમક્ષ મૂકી રહી છુ.

આ વાત છે 'શ્રેયા' નામની છોકરીની.શ્રેયા ધોરણ 3 માં ભણતી સાતથી આઠ વષૅની બાળકી છે.ભણવામાં ખૂબ જ હોશિયાર, આનંદીત અને હસમુખા ચહેરા વાળી છોકરી.તેના જ્ઞાનનો પરિચય સ્કૂલમાં લગભગ બધાંને હતો જ,કારણ શ્રેયા તેની વાતોથી,તેની સમજણથી લગભગ બધા લોકોને મદદરૂપ થવાની કોશીશ કરતી જ.શ્રેયાની ગણતરી સ્કૂલ માં " મેઘાવી બાળક" તરીકે થતી.શ્રેયાના મમ્મી જીજ્ઞા , પણ એક સ્કૂલ ટિચર,શ્રેયા જે સ્કૂલ માં ભણતી તે જ સ્કૂલમાં જીજ્ઞા બહેન ટીચર હતા.મમ્મી દિકરી બન્ને સાથે જ સ્કૂલ જાય અને સાથે જ આવે.શ્રેયા સ્કૂલમાં જે કાઇ બને તે દરેક વાત તેની મમ્મીને ધરે આવીને કહે.મમ્મી દીકરી બન્ને સાથે જ જમે,જમતી વખતે લગભગ બધી જ સ્કુલ ની વાતો ચાલુ થાય ,જમવાનુ પૂરુ થઇ જાય, પરંતુ શ્રેયાની વાતો તો ચાલુ જ રહે.
મમ્મી દિકરી બન્ને બહેનપણીઓ જેવા જ હતા ,જીજ્ઞાબહેન એવુ દ્રઢપણેમાનતા કે આજના બાળકોને વડીલ ની હૂંફ તો મળી રહે છે, પણ બાળકો તેની મુંઝવણ, તેની આકાંક્ષા અને ઈચ્છાઓને સમજી શકે તેવી સાચી જગ્યા નથી શોધી શકતા, જ્યા તે ખુલ્લા મને પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે અને સાચી સલાહ કે માર્ગદર્શન મેળવી શકે.પરિણામે બાળકો અંદર ને અંદર મુંઝાયે રાખે છે અને જે ઉમર ખીલવાની હોય એવા સમયે ખરી પડે છે.તેથી શ્રેયા સાથે જીજ્ઞાબહેન શરૂઆતથી જ તેની લાડલી સાથે મિત્ર બનીને રહેતા.
પણ, થોડા દિવસોથી શ્રેયાનુ બદલાયેલુ વતૅન જીજ્ઞાબહેન ને અંદરથી મુંજવતુ હતુ.શ્રેયા સરખી રીતે જમતી ન હતી, રાત્રે ઊંઘ માંથી પણ ઝબકી જતી અને પરસેવાથી રેબઝેબ થઇ જતી અને રડવા લાગતી.જીજ્ઞાબહેન પુછતા કે શું થયુ છે? પણ શ્રેયા કશું જ બોલતી નહી.શ્રેયાનુ આ મૌન જીજ્ઞાબહેન ને વધારે ડરાવતુ હતુ.તે શ્રેયાને તેની આ સ્થિતી જાણવા માટે ધણા પ્યત્નો કર્યા, પણ શ્રેયા દરવખતે શૂન્યવત જીજ્ઞાબહેન ની સામે જોતી રહેતી.ભણવામાં હોશિયાર શ્રેયા અચાનક જ શાળાએ જવાના નામથી રડી પડતી હતી.જો શ્રેયા વધુ સમય આ પરિસ્થિતીમાં રહેશે તો આ નાજુક ફૂલ કરમાઈ જશે કા તો તૂટીને વિખરાઈ જશે.જીજ્ઞાબહેન શ્રેયાની આ સ્થિતી હવે ગંભીરતાથી લઇ શ્રેયા ને કશું જ પુછતા નથી, માત્ર તેની પર નજર રાખવાનુ શરૂ કરી દે છે....જે જીજ્ઞાબહેન ને જે જાણવા મળ્યુ એ જોઈ જીજ્ઞાબહેન રડી પડે છે, શા માટે કોઈ દિકરી,?? કોઈ બહેન??કોઈ સ્ત્રી એ આ પૂરૂષપ્રધાન સમાજ નો ખૂણો સહન કરવો પડતો હશે.....કારણ શ્રેયા તેની જ શાળાના એક પુરુષ શિક્ષકથી યૌન ઉત્પિડિત દિકરી હતી.જીજ્ઞાબહેન આ બધુ મોબાઈલ કેમેરામાં શૂટ કરી, શાળાના ટ્રસ્ટીગણ સામે રજૂ કરે છે..અને ફરિયાદનુ લાંબુ લીસ્ટ મૂકે છે...કે આવી ઘટના શાળા જેવી પવિત્ર અને વિશ્વાસુ જગ્યાએ કેમ??આ ઘટનામાં વાંક કોનો?? ગુનેગાર કોણ??સજા કોને મળવી જોઈએ અને સજા કોને મળી??? દિકરીને...જે બાળપણના આવા અનુભવ સાથે મોટી થશે!!!!???આ ધટના બાદ જીજ્ઞાબહેન શ્રેયાની સાથે સાથે..શાળાની દરેક છોકરીઓને સમજાવે છે...what is good touch? What is bad touch? આ સભાનતા કદાચ દરેક જીજ્ઞાબહેને દરેક શ્રેયાને સમજાવવી જોઈએ...તો કદાચ સમયસર દિકરીઓ આવી પરિસ્થિતીનો સામનો બહાદુરીપૂવૅક કરી શકશે...પરિસ્થિતીનો સામનો જ સાચો સ્ત્રીઆથૅ...
- હીના રામકબીર હરીયાણી
મુન્દ્રા (કચ્છ)