The Author Dr.Chandni Agravat Follow Current Read ત્રિભેટે - 3 By Dr.Chandni Agravat Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books बैरी पिया.... - 47 शिविका जाने लगी तो om prakash ne उसका हाथ पकड़ लिया ।" अरे क... राइज ऑफ ज्ञानम ज्ञानम (प्रेरणादायक एवं स्वास्थ्य ज्ञान)उपवास करने और मन्दिर... नक़ल या अक्ल - 74 74 पेपर चोरी डॉक्टर अभी उन्हें कुछ कहना ही चाहता है कि तभी... शून्य से शून्य तक - भाग 34 34=== आशी पन्नों पर पन्ने रंगती जा रही थी, अपने... डेविल सीईओ की मोहब्बत - भाग 63 अब आगे,जब अर्जुन ने अराध्या से कहा कि वो, उस का मुंह साफ करे... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr.Chandni Agravat in Gujarati Classic Stories Total Episodes : 22 Share ત્રિભેટે - 3 (4) 1.1k 1.9k પ્રકરણ 3કુલ્ફી ખાતાં ખાતાં સ્નેહા કંઈ પુછે તો એ હં...હા એમ જ જવાબ આપતો હતો.સ્નેહા એ પુછ્યું " કંઈ ચિંતામાં છો?""હં...ના ના. એ તો કાલે અમે કવન પાસે જવાનું...તો..." સુમિત થોડો અચકાયો એને એમ હતું સ્નેહા ગુસ્સે થશે..." ડોન્ટ વરી એ તો નયન આવવાનો મેસેજ આવ્યો ત્યારનું મે માની જ લીધું કે હવે રજા કેન્સલ..."સુમિતને ઉંઘ ન જ આવી એ સ્નેહાને ખલેલ ન પહોંચે એમ હળવેથી ઉઠીને બહાર આવ્યો.એણે પોતાનાં માટે કોફી બનાવી. પાછો ફોટો ચકાસ્યો આ...અજીબ સીમ્બોલ. ..કંઈક અગમ્ય ઈશારો કરતું હતું.અને નંબર પ્લેટનાં એ સ્પેશિયલ નંબર...નક્કી આ નયને કંઈ નવું કાંડ કર્યું હશે. એ કેટલાં કાંડ કરશે સાલ્લો...એણે વિચાર્યું."ક્યાંક અમૃતીયો તો હજી જુનું ખુન્નસ નહી લઈને બેઠો હોયને" પોતે જ નકારી..વીસ બાવીસ વર્ષ પહેલાંની તરુણાવસ્થાની વાત કોણ યાદ રાખે..એ નયન કવનની ટોળકી ગામમાં હોશિયાર અને તોફાની...અમૃત ને રમેશ એનાં મિત્રો પણ અંગત વતૃળમાં નહીં.. અમૃત અત્યારૈ બહું મોટુ માથું થઈ ગયો રૂપિયા પણ મબલખ કમાયો.એનાં અનેક ધંધા કોઈ સાવ ચોખ્ખા નહીં. "ના ના એ આવું ન કરે" એણે ડોકું ધુણાવ્યું પોતાને જ ધરપત આપવા. કોફીનો મગ હોઠે અડાળ્યો તો સાવ ઠંડી , વળી રસોડામાં ગરમ કરવાં ગયો.અવાજથી સ્નેહા જાગી ગઈ. બહાર આવી તો સુમિત અવાજ મ્યુટ રાખી ટી.વી ચેનલ્સ બદલતો બદલતો કોફી પીતો હતો.એ જાણતી કંઈ મુંઝવણ હોય તો જ એ આમ રાતે જાગે. એ બાજુમાં આવી ને બેઠી" હું જોઉં છું આવ્યો ત્યારથી ચિંતામાં છે, શું વાત છે."સુમિતે આજની તમામ વાત કરી પણ અમૃતની વાત ન કરી, સ્નેહા એનાં વિશે એ લોકોનાં નાનપણ વિશે ખાસ નહોતી જાણતી.એમની દોસ્તી , સ્કુલ એનાં રસપ્રદ કિસ્સા સાંભળતી ખાલી પણ એમનાં વ્યક્તિત્વનાં અમુક પાસાઓ દોસ્તીનાં અમુક રાજ એ લોકો ત્રણ વચ્ચે જ રહ્યાં હંમેશા." નયને જરૂર કંઈ પાછો અવિચારી અને સ્વાર્થી નિર્ણય લીધો હશે..ક્યારેક એ તમને પણ લઈ ડુબશે..સેલ્ફીશ..ઘરવાળી હોય ત્યારે તો તારી સાથે બે મિનીટ પણ માંડ વાત કરે એ પણ અજાણ્યાંની જેમ...ખબર્ય નહી તને ને કવનને શું છે તે એનો મોહ ઓછો થતો નથી". સ્નેહાનો ધુંધવાટ બહાર આવ્યો." બસ મેં તને પહેલાં દિવસથી કીધેલું, ઈન ફેક્ટ પ્રકૃતિ. દિ..ને પણ જાણ હતી...કે અમારી ત્રણેયની દોસ્તીમાં તમારે વચ્ચે ક્યારેય નહીં બોલવાનું."..સ્નેહા ઉભી થઈ ગઈ " જે કરવું હોય તે કર..આટલાં વર્ષેય તારા માટે મારાં કરતાં દોસ્તો જ વધારે...સારું છે આપણે બાળકો નથી..." એની આંખ છલકાઈ એ ગુસ્સામાં અંદર ગઈ અને બેડરૂમનો દરવાજો જોરથી બંધ કર્યો.સુમિત જાણતો એ આવી નહોતી , પાછલાં કેટલાંક વર્ષોથી નિરાશા , બાળકની ઝંખનાએ એના વર્તનમાં થોડી કડવાશઉમેરી દીધી..ક્યારેક એ ગુસ્સા રૂપે ફુટી નીકળતી.સ્નેહા ગયાં પછી જે નામ હોઠે ન આવ્યું તે મનમાં આવી ગયું" દિશા".. કોલેજનાં દરેક છોકરાને પહેલાં દિવસે જ ઘાયલ કરી ચુકેલ રૂપ સુંદરી..સૌમ્યતા અને સુંદરતાનું સાયુજ્ય, લાગણીશીલ, ઈન્ટેલીજન્ટ અનોખું વ્યક્તિત્વ. એ ગૌર રંગ, નમણું નાક અને એમાં હીરાની ચુંક , કાળી મોટી આંખો અને ઘાટી ભ્રમર..સહેજ ભરાવદાર ગાલ અને હોઠ એની સુંદરતામાં વધારો કરતાં લાંબા કાળા વાળ.બધાં છોકરાઓમાં નયન બાજી મારી ગયો..એનાં હ્દયને પણ જરાં મોરપીચ્છની જેમ સ્પર્શી ગયેલી, પરંતું નયન તરફ એનો ઝુકાવ જોઈ એ દિશાની વિરુદ્ધ પાછો વળી ગયો.અંદરનાં રૂમમાંથી થોડો ખખડાટ સંભળાયો એની તંદ્રા તુટી.આ સંકેત હતો કે સ્નેહા ઈચ્છતી હતી એ અંદર જાય એને મનાવે.. એ ઉઠીને અંદર ગયો..હવે એને સ્નેહાનાં આશુંઓથી રડવાનું હતું એ પોતે ક્યાં રડી શકતો.. મા બાપનું એકમાત્ર સંતાન એમનું અકાળે નિધન અને નિઃસંતાનપણું એ બધાએ એને એકલતાંનાં પાશમાં જકડી લીધો.એણે નિયતી સ્વીકારી લીધી હતી, બસ જ્યારે સ્નેહા રડતી ત્યારે ટીશ એને પણ ઉઠતી.સ્નેહા શાંત થઈ અને સુતી પણ એને ઉંઘ ન આવી આંખ મીચી ઉંઘવાની કોશીશ કરતો હતો..વળી એ સીમ્બોલ યાદ આવ્યું તીર, ભાલો સાથે ગુલાબનો ગુચ્છ આવું વિચિત્ર પોસ્ટર એણે કોઈની ગાડીમાં નહોતું જોયું. બહું મોટી ચિંતાની વાત નહોતી પણ એનું મન અગમ્ય ઈશારા કરતું હતું.એનું મન જ્યારે કોઈ સંકેત આપતું એ અવગણી ન શકતો..દિશા..વખતે પણ એને આવી જ બેચેની હતી..એણે ફોન ગેલેરીમાંથી દિશાનો ફોટો કાઢ્યો..હાર ચડેલાં ફોટાનું સ્મિત એવું જ હતું.."ક્યાંક દિશાનો પરિવાર તો એનો બદલો લેવા નહીં માંગતો હોયને? આટલાં વર્ષ પછી" એને વિચાર આવ્યો.એણે પોતે પાડેલો પેલાં માણસનો ફોટો કાઢ્યો, ક્યારેય પહેલાં જોયેલો હોય એવું લાગ્યું નહીં.એણે ફોટો કવન અને નયન બંનેને ફોરવર્ડ કર્યો કદાચ ઓળખતા હોય.સાથે મેસેજ પણ છોડ્યો.એણે એ ફોટો દિશા સાથે સરખાવ્યો , એનો ભાઈ તો નહીં હોય ને..ત્યારે ખૂબ નાનો હતો..દિશાની યાદ સાથે એક અપરાધ બોજ મનને ઘેરી વળતો.એને કોલેજનો એ દિવસ યાદ આવ્યો જ્યારે દિશા પહેલીવાર કોલેજમાં આવેલી..મન વીસ વર્ષ પહેલાંનાં ભૂતકાળમાં સરી પડ્યું....ક્રમશ:ડો.ચાંદની અગ્રાવત ‹ Previous Chapterત્રિભેટે - 2 › Next Chapter ત્રિભેટે - 4 Download Our App