સોહમના મમ્મીએ ખૂબ પ્રેમથી કહ્યું,એટલે સોનાલીના મમ્મી હા કહી દે છે અને ફોન મૂકી તેમના સાસુને પણ આ વાત કહે છે.સોહમના મમ્મી વીર અને સોનાલીને પૂછે છે, "બતાવો પૂતરજી તુસી કી ખાના પસંદ કરોગે."સોનાલી કહે છે આંટી કંઈ પણ બનાવી દો અમે ગમે તે ખાય લેશું પછી તે પાછા વીરને પૂછે છે,તો વીર કહે છે કોફતા,ત્યારે સોનાલી તેને ખીજાતા કહે છે વીર આંટી જે પ્રેમથી બનાવી આપે તે જમી લેજે,તો આંટી તેને વચ્ચે જ ટોકતા કહે છે સોનાલી બેટા એમાં શું થયું?તમને ભાવતું બનાવી આપું તો જમવાની વધુ મજા આવે.સોહમને પણ કોફતા ખૂબ ભાવે છે એટલે આજે કોફતાનું શાક અને રોટલી જ બનાવીશું.
આ એક ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે કોફતા એટલે એક ટાઈપના ભજીયા બનાવી તેને ગ્રેવી માં ઉમેરવામાં આવે છે.
સોહમના મમ્મી રસોડામાં જઈને તૈયારી કરે છે સોનાલી તેમને પૂછે છે કે, આંટી હું તમારી કોઈ મદદ કરી શકું?તો સોહમના મમ્મી કહે છે.ના બેટા તું, વીર અને સોહમ સાથે રમો હું હમણાં જ જમવાનું બનાવીને તમને આપું છું.
"ત્યાં જ સોહમના પપ્પા આઈસક્રીમ લઈને આવે છે અને તે આવતાની સાથે જ કહે છે,ચાલો બાળકો આઇસક્રીમ ખાઈ લ્યો પછી રમજો."
"તો ત્રણેય એકસાથે બોલી પડે છે ના અમે જમી લીધા પછી ખાઈશું."
સોહમના પપ્પા ઓકે કહી તે આઇસક્રીમ ને ફ્રીઝ માં મૂકી દે છે અને પછી સોહમના મમ્મીની રસોઈમાં મદદ કરાવવા લાગી જાય છે. પછી બધા સાથે બેસી રોટલી, કોફતાનું શાક, રસગુલ્લા,બુંદીનું રાયતું વગેરે જમે છે અને જમ્યા પછી ઠંડો ઠંડો આઇસક્રીમ ખાય વીર અને સોનાલી તેમના ઘરે જાય છે.
આ રીતે હસતા રમતા દિવસો પસાર થઈ જાય છે અને ત્રણેય બાળકો થોડા મોટા થઈ જાય છે.હવે સોનાલી પંદર વર્ષની તરૂણી બની જાય છે વીર અગિયાર વર્ષનો અને સોહમ સોળ વર્ષનો થઈ જાય છે ત્યારે સોહમના પપ્પાની અચાનક બદલી થાય છે અને આ વખતે તેને હિમાચલમાં જવાનું હોય છે પણ વારંવાર સ્કૂલ બદલવાથી સોહમના ભણવામાં અડચણ આવશે એવો વિચાર કરે છે અને આ વાત સોનાલીના પપ્પા સાથે શેર કરે છે તો સોનાલીના પપ્પા તેમને કહે છે તમે સોહમ ને અમારે ત્યાં મૂકી જાઓ તે અમારા ઘરે રહીને સોનાલી અને વીર સાથે ભણશે.
પરંતુ તેમનું ખુદનું મકાન પણ છે જો સોહમ ને અહીં રહીને ભણવું હોય તો,થોડો વિચાર કરી સોહમના મમ્મી અને પપ્પા નક્કી કરે છે કે સોહમ અને તેમના મમ્મી અહીં જ રહેશે અને તેના પપ્પા એક જ હિમાચલમાં જશે.
બીજે દિવસે સવારે સોહમ ના પપ્પા એકલા હિમાચલમાં જવા નીકળે છે અને બધા તેમને સી ઓફ કરવા માટે જાય છે. સોહમ અને તેમના મમ્મી બહુ ઉદાસ થઈ જાય છે પણ સોનાલીની ફેમિલી સાથે તેમને ખૂબ બનતું હોવાથી તેને ક્યારેય એકલું લાગતું નથી.
સોહમ તો અહીં સોનાલી સાથે રહેવા મળ્યું તેનાથી ખૂબ જ ખુશ હોય છે સોનાલી નો સાથ,સંગાથ અને તેની સાથે વિતાવેલ બધા જ પળો સોહમ માટે ખૂબ જ યાદગાર છે જ્યારે તેના પપ્પાની અચાનક હિમાચલમાં બદલી થયાની જાણ થઈ ત્યારે સોહમ ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો તેને સોનાલીને છોડીને જવાનું જરા પણ મન થતું ન હતું પણ જ્યારે તેનું અહીં જ રહેવાનું નક્કી થઈ ગયું ત્યારે જાણે તેના જીવમાં જીવ આવ્યો તેવું લાગતું હતું.હા તેના પપ્પાના જવાથી તે થોડો ઉદાસ હતો, પણ અહીં રહેવાનો આનંદ અનેરો હતો. અહીં રહેવાનું પૂરી રીતે નક્કી થયું ત્યારે તે સોનાલીને તેના બગીચામાં મળ્યો હતો અને તેને એકદમ ગળે વળગી પડ્યો હતો. સોનાલીએ પૂછ્યું પણ હતું કે તને શું થઈ ગયું અચાનક ! તો તે કંઈ જ બોલી ના શક્યો.
હવે ફરી પાછા સોહમ,સોનાલી અને વીર દરરોજ સાથે સ્કૂલે જવા લાગ્યા.તેમની સ્કૂલમાં એક નાટક ભજવવાની વાતો થતી હતી.બધાના ક્લાસમાં જણાવવામાં આવે છે કે આપણી શાળામાં નેશનલ લેવલે નાટકનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં કોઈ પણ એક ક્લાસમાંથી કપલ લેવામાં આવશે, પણ કપલ એવું પસંદ કરવામાં આવશે કે જે સ્ટોરીમાં એકદમ ફીટ બેસે અને આ બહુ ફેમસ એવું કપલ છે, એટલે તેના પ્રેમના લેવલને મેચ કરવું ખૂબ જ અઘરું છે.
હવે જોઈએ આ ફેમસ કપલ એટલે ક્યાં કપલની વાત કરવામાં આવી છે? દોસ્તો તમને શું લાગે છે?આ ફેમસ કપલ કયું હશે?મને કૉમેન્ટ્સમાં જરૂરથી કહેજો.