Sath Nibhana Sathiya - 15 in Gujarati Motivational Stories by Hemakshi Thakkar books and stories PDF | સાથ નિભાના સાથિયા - 15

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

સાથ નિભાના સાથિયા - 15

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૫
હવે લીલાબેન આગબબુલા થઇ જાય છે, અને વિચારે છે કે મેં રીનાબેનને ગોપીના અકસ્માતની અફા ફેલાવી હતી. એટલે ગોપી ઘરે આવી જાય , અને હું એને પહેલાની જેમ મારા કાબુમાં રાખી શકું. હું ગઈ ત્યારે તો રીનાબેનને બધું સાચું લાગ્યું, તો એવું શું થયું?કે તે બરાબર પાછા કેવી રીતે થઇ ગયા? ગોપી આવી ગઈ અને એને બધું સાચું કહી દીધું લાગે છે. અરે, મેં મોટી મૂર્ખાઈ કરી. એ મને યાદ જ ન આવ્યું કે ગોપી તો રીનાબેનની સાવ નજીક થઇ ગઈ છે. એટલે તે એમને ફોન કર્યા વગર રહશે નહીં. હવે મારે શું કરવું? મારી અસલિયત બહાર આવી ગઈ.આગળ મને સંભાળવું પડશે. મારે હમણાં કાંઈ નથી કરવું.બન્ને ભેગા મળીને કાંઈ કરશે , તો હું ફસાઈ જઈશ. મારે હમણાં કાંઈ નથી કરવું.હું પણ જોઉં છું, એને રીનાબેન કેટલા દિવસ રાખે છે. ક્યારે તો ઘરે મોકલશે. તયારે એની ખૈર નથી.
તે બાજુ જેમ એમને નક્કી કરેલું એમ રીનાબેન અને ગોપી ફિલ્મ જોવા નીકળે છે અને ગાડીમાં બેસે છે. રીનાબેન ગાડી ચાલુ કરે છે જે લીલાબેન જોઈ જાય છે. તે ફટાફટ નીચે દાદરો ઉતરે છે અને લિફ્ટની પણ વાટ નથી જોતા. એમનો પીછાે કરવાની કોશિશ કરે છે. પણ ત્યાં સુધી ગાડી ચાલી ગઈ. તે એની પાછળ દૌડે છે, પણ ગાડીની ગતિને તે ક્યાંથી પહોંચી શકવાના.
તે નિરાશ થઈને પાછા ઘરે આવે છે, અને થાકીને લોથ પોથ થઇ જાય છે, કે એમને પરાણે સુવું પડ્યું. તે એવા થાક્યા કે ત્રણ કલાક સુધી ઉભા ન થયા.
તે મનમાં બોલયા, હું કોઈ દિવસ એટલા કલાક સૂતી નથી. ગોપી અને રીનાબેએ મારી નાનની યાદ કરાવી દીધી. એનો બદલો તો હું લઈને રહીશ.
ત્યાં રીનાબેન અને ગોપી થિયટરમાં પહોંચી ગયા, અને બન્ને સાથે વાતો કરવામાં મશગુલ હતા અને અચાનક રીનાબેનનું ધ્યાન ગયું . આ માણસ જે મારી બાજુમાં બેઠો છે, એને મેં ક્યાં જોયુાે છે. પણ મને યાદ નથી આવતું.
“ગોપી જે માણસ મારી બાજુમાં છે. એમને ક્યાં જોયા છે. પણ હવે અંધારું થઇ ગયું. એટલે ખબર પડતી નથી, અને યાદ પણ નથી આવતું.”
“માસી રહેવા દાે. હમણાં ફિલ્મ ચાલુ થશે. આપણે શું કરવું છે?”
“હા એ તારી વાત બરાબર છે . આજે આપણે સાથે મજા કરવા આવીએ છીએ.”
ત્યાર પછી તેઓ ફિલ્મ જોવા ગયા, અને થોડીવારમાં મધ્યાન્તર થયાે.
“માસી ફિલ્મ કેવી લાગી? આજે ઘણા વખત પછી તમને ફિલ્મ જોવી ગમી કે નહીં?”
“હા ફિલ્મ બહુ સરસ છે, અને મને તો જોવી ગમે છે. હવે જોઈએ આગળ શું થાય છે?"
“હા મને પણ ગમે છે. કેટલા વર્ષો પછી મને તમારા લીધે ફિલ્મ જોવા મળી.”
“ઓહ !મને તારા લીધે.”
પછી તેઓ થિયટરની બહાર નીકળ્યા.
"ચાલ હવે આપણે થોડીવાર ક્યાં ફરવા જઇયે."
“હા માસી. જલ્દી ચાલો. આપણું કોઈ પાછાે પીછો કરે એ પહેલા આપણે ક્યાં ચાલ્યા જઇયે. કાકીથી આપણે માન માન બચ્યા. પણ તે આજે લોથ પોથ થઇ ગયા હશે. તમે ગાડી ચાલવો છો, એ તો મને ખબર જ ન હતી. સરસ ચલાવો છો. આ ગાડી તમારી છે? હા. ક્યારેક ચલાવું છું? તારા માસાએ કહ્યું હતું એટલે શીખી ગઈ અને ચલાવું છું.”
“ઓહ! વાહ બહુ સરસ. મને પણ શીખવી છે?”
“હા. પહેલા તારી અભિલાષા પૂરી કર. પછી ગાડી ચલાવતા શીખજે.”
“ઠીક માસી.પહેલા મને ચિત્રકાર બનવું છે પછી બીજું કાંઈ કરીશ.”
“હા.એ જ તો કીધું.”
“ચાલ આપણે થોડીવાર ગાર્ડનમાં જઇયે. ચાલશે કે બીજે જવું છે?”
“હા મને વાંધો નથી, પણ આપણને કોઈ જોઈ જશે તો?”
“એમાં કાંઈ વાંધો નહીં.અગર તને એવું લાગે છે, તો આપણે મોલમાં જઇયે.”
“હા એજ બરાબર રહશે. ત્યાં મજા આવશે. ગાર્ડન પછી ક્યારે જઈશું.”
“ઠીક ચાલ જઇયે. ત્યાં જમવું હોય, તો જમી લઈએ. હું પછી તેજલને કાંઈ બનાવી દઈશ.
“એમપણ એના પપ્પા તો છે નહીં. આજકાલ બહુ બહારગામ રહે છે.”
“હા બરાબર. ઠીક છે આજે આપણે અહીંયા સાથે જમી લેશું.”
ત્યાર પછી તે મોલમાં ફરી રહ્યા હતા તો એજ માણસ એમનો પીછો કરી રહ્યો હતો પણ તેઓ અચાનક ક્યાં ચાલ્યા ગયા એને ખબર સુધા ન પડી.
“માસી મને લાગે છે, કોઈ આપણું પીછો કરી રહ્યો છે. એટલે હું તમને ફાટફાટ આ બાજુ લઇ આવી.”
“હા મને પણ લાગ્યું. તે આ સારું કર્યું.”
“ચાલો માસી આપણે લિફ્ટમાં એકદમ ઉપર ચાલયા જઇયે. બીજો કોઈ વિકલ્પ નથી.”
“સારું એમ જ કરીયે. આપણે ડરવાની જરૂરી નથી. આપણે વિચાર્યું છે તો આખુાે મોલ જરૂર ફરીશું અને જમીને પણ જઈશું.”
“હા જે પણ હોય, એમને મારા માસીનો સામનો કરવો પડશે.”
“હા કરવો જ પડે ને. આમ ડરીને થોડી રહેવાય?”
“હા બરાબર તમારી વાત સાવ સાચી. કાકીને તો ખબર જ ન હતી, કે આપણે કઈ બાજુ જવાના છીએ એટલે તે તો હોઈ જ ન શકે.”
“હા . આમાં આપણે આપણી મજા શુંકામ બાગાડીયે?”
“હા ચાલો હમણાં ઉપર જ રહીયે અને ત્યાં જમી લેશું અને જતી વખતે બધું ફરીને ઘરે જઈશું.”
“હા બિલકુલ. તને અને મને કેટલા વખત પછી સાથે જવા મળ્યું. તારા મમ્મી અને હું કોઈવાર સાથે ફરવા જતા . તે મને આજે બહુ યાદ આવે છે.”
“ અચ્છા. મને પણ મમ્મી વગર ગમતું નથી, પણ મને તમારી સાથે ફરવાનાે મોકો મળ્યો.”
“ઓહો! તે કહ્યું હતું ને. હું તારી મિત્ર કમ માસી છું. તો હમણાં શું છું?” અને હસવા લાગ્યા.
“તમે જે સમજો.મને તમારો સાથ મળ્યો મારી માટે એટલું બસ છે.”
“અચ્છા. પણ કહ્યું નહીં. શું છું?”
“તમે શું છો, એ મને જ ખબર છે.”
“શું બોલ?”
“એની કોઈ પરિભાષા છે જ નહીં. તમે બધું જ છો.”
“ઓહ! તો તેજલ તને કેવાે લાગ્યાે?”
“આમ સારા લાગ્યા. એને મારું બહુ ધ્યાન રાખ્યું પણ અમે હજી એકવાર જ મળ્યા છીએ એટલે ખબર ન પડે. અમે વધારે મળીશું તો બરાબર ખબર પડશે.”
“એ વાત સાવ સાચી પણ એને તારું ધ્યાન રાખ્યું એ મને ગમ્યું.”
“અરે મસ્સી શું તમે પણ? તમને આજકાલ મારી મજાક કરવી ગમે છે.”
“હા આપણા બન્ને સિવાય ઘરમાં બીજું કોણ હોય છે?” અને હસવા લાગ્યા.
“હા તમારી સાથે તો બહુ મજા આવવા લાગી છે. હું તમારાથી દૂર જઈ નહીં શકું.”
“કેમ તેજલ છે ને એની સાથે જજે.”
“ના ના મારા માસી સિવાય મને કોઈ સાથે ન ગમે.”
“ઓહો ચાલ હવે જમીયે. તારે શું જોઈએ છે? કાંઈ પણ હું માસી જોડે એક્માંજ ખાઈશ.”
“હા હા એક્માંજ ખાજે પણ બોલ તો તારે શું વધારે ભાવે?”
“જે માસીને ભાવે એજ મને ભાવે.”
“હવે તમારું મનપસંદ મંગાવો?”
“અરે હવે મારું શું મનપસંદ? મનપસંદ તો છોકરાઓનું હોય.”
“ના એવું કશું ન હોય. જલ્દી બોલો?”
“ઠીક છે. મારુ મનપસંદ તો છોલે ભટુરા છે. કેમકે ગુજરાતી તો આપણે કાયમ ખાઈએ છીએ.”
“હા મને પણ એ બહુ ભાવે પણ મેં ઘણા વખતથી ખાધું નથી.”
શું રીનાબેન અને ગોપી જાણી શકશે તે માણસ કોણ હતો . જે એમનું પીછો કરતો હતો?
એ માટે આગળના ભાગમાં જાણવા મળશે?
ક્રમશ: