No Girls Allowed - 46 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 46

Featured Books
Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 46



" અનન્યા તું શું કામ ઊભી છે? તું પણ બેસ આ તારું ઘર છે...."

મોઢું બગાડતી અનન્યા એની બાજુમાં જઈને બેસી ગઈ.

" મારા જીજુ નથી દેખાઈ રહ્યા? અરે હા એ તો આકાશ સાથે રાજસ્થાન ગયા છે...મને પણ આજકાલ યાદ નથી રહેતું..."

" શું વાત કરવા આવી છે જલ્દી બોલ મારે ઘરનું કામ બાકી છે.." અનન્યા એ કહ્યું.

" મારે પણ જવું જ છે હું તો બસ તને થેન્ક્યુ કહેવા માટે આવી હતી..."

" થેન્ક્યું શેના માટે?"

" તે મેજિક કંપની છોડી એના માટે...મને ખબર છે તે આ કંપની મારા માટે છોડી છે ને....સો સ્વીટ..."

" ઓ હેલો... મેં એ કંપની તારા માટે નહિ પણ આકાશ માટે છોડી છે...કે મારા લીધે તમારો રિલેશનશીપ ન બગડે એના માટે સમજી?"

" રાઈટ, આ અહેસાન ચુક્વવા માટે તો હું અહીંયા આવી છું.."

" સીધી વાત કર પ્રિયા..."

" તે કંપની છોડીને જે મારા પર અહેસાન કર્યો એને મેં તારી મદદ કરીને ચૂકવી દીધો છે.."

" કેવી મદદ?"

" હાયમેનોપ્લાસ્ટી સર્જરી જે તે અમદાવાદ જઈને કરાવી છે..."

અનન્યા આંખો ફાડીને જોતી જ રહી ગઈ. અનન્યાના ચહેરાના બદલાયેલા હાવભાવ જોઈને પ્રિયા એ ફરી કહ્યું. " શોક થવાની જરૂર નથી મને ચૈતાશી શાહે નથી કહ્યું. પરંતુ જ્યારે તું અમદાવાદ ગઈ હતી એ સમયે હું પણ અમદાવાદ જ આવી હતી અને તને જ્યારે મેં એ હોસ્પિટલની અંદર પ્રવેશતા જોઈ ત્યારે જ મને સમજાઈ ગયું કે તું ક્યાં કારણે આ હોસ્પિટલ આવી છે....તારે ડરવાની કોઈ જરૂર નથી હું આ વાત સિક્રેટ રાખીશ... કાનો કાન કોઈને ખબર નહિ પડે...અને ખાસ આદિત્યને તો બિલકુલ નહિ, નેવર...."

" આમાં તે મારી મદદ કઈ રીતે કરી?"

" જો તારી આ સર્જરી સફળ થવા માટે 45 દિવસ સુધીનો સમય લાગશે આ દિવસો સુધી તું આદિત્ય સાથે સમાગમ તો નહિ કરી શકે અને આટલા દિવસના તારી પાસે બહાના પણ રેડી નહિ હોય તો મેં વિચાર કર્યો કે ચાલો હું આદિત્યને એડના બહાને રાજસ્થાન મોકલી દવ..તો વીસેક દિવસ એ તારાથી દૂર રહેશે અને તારું કામ પણ આસાન થઈ જશે તો કરીને મેં તારી મદદ..."


" થેંક્યું પ્રિયા...." ઇચ્છા ન હોવા છતાં પણ અનન્યા એ કહ્યું.

" આ થઈ ને પાક્કી વાળી દોસ્તી.... ચલ મારે નીકળવું પડશે...આકાશ પણ છે નહિ તો બધું કામ મારા પર જ છે..... ચલ બાય..." પ્રિયા ત્યાંથી જતી રહી.

અનન્યાના આખા શરીરમાં જાણે ધ્રુજારી છૂટી ગઈ. " પ્રિયાને મારા સર્જરીની જાણ થઈ ગઈ મતલબ આકાશને પણ ખબર પડી ગઈ હશે! અને આ એડ દરમિયાન જો એણે આદિત્યને બધુ કહી દીધું તો....ના ના અનન્યા પોઝિટિવ વિચાર આકાશ મારી સાથે આવું કદી નહિ કરે પણ આ પ્રિયાનો કોઈ ભરોસો નહિ...હે ભગવાન પ્લીઝ મારી મદદ કરજો...."

વીસેક દિવસ સુધી અનન્યા અને આદિત્ય માત્ર ફોન પર જ મળી રહ્યા હતા. વિડિયો કોલ તો ક્યારેક માત્ર મેસેજમાં પણ ચોવીસે કલાક આદિત્ય અનન્યાની સાથે કોન્ટેક્ટમાં રહેતો હતો. બંને વચ્ચેનો પ્રેમ આ લોંગ ડિસ્ટન્સમાં પણ વધી રહ્યો હતો.

વીસેક દિવસની જુદાઈ બાદ આખરે આદિત્ય એડનું કામ પતાવીને ઘરે પહોંચ્યો. પરંતુ ઘરે પહોંચતા જ એક નવી મુશ્કેલી એની સામે ઉભી હતી. એના મમ્મીની તબિયત અચાનક બગડી ગઈ. અનન્યા અને આદિત્ય એમને સારા એવા હોસ્પિટલે લઈ ગયા. ઉંમર થવાને લીધે હાથ પગ નબળા પડી ગયા હતા. આદિત્યે ઘણી વખત કીધું છતાં પણ પાર્વતીબેન કામને છોડતા ન હતા. ઘરનું નાનું મોટું કામ કરવાની ઈચ્છા એ આજે એમને પથારીવશ કરી નાખ્યાં. સાસુમાની તબિયત સારી થતાં થતા બીજા વીસેક દિવસ પસાર થઈ ગયા. જ્યારે સાસુ મા પૂર્ણ રીતે સાજા નરવા થઈ ગયા તો તેમણે આદિત્યને વહુને લઈને બહાર ફરવા લઈ જવા માટે કહ્યું. આદિત્યે ઘણી ના પાડી પણ પાર્વતી બેનના આદેશ સામે આદિત્યને નમવું પડ્યું.

45 દિવસ સર્જરીના પસાર થયા ગયા હતા અને આદિત્યે સ્વીઝરલેન્ડનો હનીમૂન પ્લાન પણ તૈયાર કરી રાખ્યો હતો. બે દિવસ પછીની ફલાઇટમાં અનન્યા અને આદિત્ય હનીમૂન માટે સ્વીઝરલેન્ડ નીકળી ગયા. અનન્યા ફરી વર્જિન બનીને ખૂબ ખુશ હતી. લગ્ન પછી પહેલી વાર આદિત્યે અનન્યાને આટલી હરખાતી જોઈ હતી. આદિત્યને મનમાં થયું કે અનન્યા સ્વીઝરલેન્ડ આવવાની ખુશીમાં આટલી ખુશ છે પણ અફસોસ આદિત્ય હકીકતથી હજી અજાણ હતો.

સાત દિવસની આ સ્વીઝરલેન્ડની ટ્રીપમાં આદિત્યે પહેલી રાતે જ એક શાનદાર રૂમ બુક કરાવ્યો હતો. જ્યાં આખો દિવસ ફરીને બંને એકબીજાની બાહોમાં સમાવા તૈયાર હતા. હાથોના સ્પર્શથી શરૂ થયેલી આ સફર ધીમે ધીમે હોઠો સુધી પહોંચી અને ઠંડીમાં પણ ગરમીનો અનુભવ થતા બંને એ સાથે સહવાસનો આનંદ માણ્યો. એકબીજામાં ઓતપ્રોત થઈને જ્યારે બન્ને છૂટા પડ્યા તો બંનેના ચહેરા પર એક મોટી બધી સ્માઈલ આવી ગઈ હતી. આદિત્યને જે વર્જિન વાઇફ ઇચ્છા હતી એ આખરે એમને મળી ગઈ હતી અને અનન્યાનો પ્લાન આખરે સફળ થયો હતો. ત્યાર બાદ બાકીના છ દિવસ બન્ને એ સ્વીઝરલેન્ડમાં ખૂબ આનંદ માણ્યો. આખો દિવસ હર્યા ફર્યા બાદ રાતે ફરી બન્ને એકબીજામાં ડૂબવા આતુર થઈ જતાં. બંને એકબીજાથી ખૂબ ખુશ હતા. ડ્રીમ ગર્લ તરીકે આદિત્ય અનન્યાને જોઈ રહ્યો હતો.

" મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને તારા જેવી પરફેક્ટ વાઇફ મળશે..." સહવાસ પછી થોડાક સમય બાદ આદિત્યે કહ્યું.

" તમારી કિસ્મત સારી છે કે હું તમારા જીવનમાં આવી..નહિતર તમે તો આખી જિંદગી બ્રહ્નચારી બનવાનો પ્લાન ઘડી જ રાખ્યો હતો..."

" આઈ રિયલી લવ યુ અનન્યા...."

" હવે કેટલી વખત કહેશો? સ્વીઝરલેન્ડમાં જ તમે પચાસેક વખત આઈ લવ યુ કહી દીધું હશે.."

" બસ હજી પચાસેક વખત જ કહ્યું! તો તો મારે હજી 450 વખત કહેવાનું બાકી છે....અને નક્કી નહી આ આંકડો હજાર સુધી પણ પહોંચી જાય..."

" તો પણ હું તમારાથી જીતી જઈશ...."

" એ ભલા કઈ રીતે? તે તો મને માત્ર બે વખત જ આઈ લવ યુ કીધું છે..."

" હા હું કહેતી નથી પણ મનમાં મેં તમને કેટલી વખત પ્રેમનો ઇજહાર કર્યો છે કઈ ખબર છે તમને?"

" ઓકે હું માની ગયો તારો પ્રેમ મારા પ્રેમથી પણ ઉપર અને હું તને હંમેશા મારાથી ઉપર જોવા માંગુ છું... તારું સ્થાન મારા ચરણોમાં નહિ પરંતુ મારા દિલમાં છે, મારો જેટલો હક તારા પર છે ને એટલો જ હક તારો પણ મારા પર છે...તો તારે મને પગે લાગવાની કોઈ જરૂર નથી પણ હા મારા પગ દુખતા હશે તો તારે કસરી દેવા પડશે...."

" અને જ્યારે મારા પગ દુખતા હશે તો?"

" તો હું કસરી દઈશ..."

" હાય...મારા પગ ખૂબ દુખે છે! આદિત્ય જરા મારા પગ કસરી દયો ને..." બેડ પર સીધા પગ કરીને બેઠી અનન્યા એ નાટક કરતાં કહ્યું. આદિત્ય પણ આ નાટકમાં જોડાયો અને પગ કસરતો કસરતો ધીમે ધીમે એ અનન્યાના શરીર પર ચડી ગયો.

" આદિત્ય આ ચીટીંગ છે..."

" એમ તો ચીટીંગની શરૂઆત પહેલાં કોણે કરી હતી?, હવે તો તારે આ ચીટીંગ પણ ભોગવવી જ પડશે..."

આદિત્ય અને અનન્યા ફરી એકબીજામાં ખોવાઈ ગયા.

શું આદિત્યને અનન્યાના સર્જરી વિશે જાણ થશે? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ