" આ એ જ લીલા છે જેમની સાથે આ બલરાજે બળાત્કાર કર્યો હતો...અને જ્યારે એના પતિને ખબર પડી અને વિરોધ કર્યો તો બલરાજના કહેવાથી હરપ્રીત એ આના પતિનું ખૂન કરી નાખ્યું..." અંશે કહ્યું.
વિજય ચૂપચાપ સાંભળી રહ્યો.
" આ વાત અહીંયા જ પૂરી નથી સાહેબ...આ બલરાજે લીલા જેવી કેટલીય સ્ત્રીઓ સાથે રેપ કર્યું છે...કેટલીય સ્ત્રીઓ એ આત્મહત્યા કરીને પોતાની જીવન ટુંકાવ્યું છે...માત્ર આ બળાત્કારી બલરાજના લીધે....અને જ્યારે આનું મન ન ભરાયું તો ગામવાસીઓનું પણ શોષણ કરવાનું શરૂ કરી દીધું. છેલ્લા પંદર વર્ષથી આ ગામ નર્ક સમાન બની ગયું છે..છે કોઈ આનો રિપોર્ટ તમારી પાસે?? કરી શકશો દરેક ગામવાસીઓનો ન્યાય..?"
અંશ વિજયની એકદમ નજીક જઈને બોલ્યો.
" જ્યારે કોઈ તમારા માની સાડી ઉતારે...એના દેહના દરેક અંગોને તમારી સામે ચૂમે...બળજબરીપૂર્વક એ તમારી મા સાથે બળાત્કાર કરે તો શું તમે પણ ચૂપચાપ બેસી ન્યાય માટે રાહ જોશો? જોવો તમારી આંખો જ કેવી ક્રોધથી લાલ થઇ ગઇ છે?? માત્ર વિચાર કરતા જ તમારું ખૂન ખોલી ઉઠ્યું તો વિચાર કરો મેં મારી આંખ સામે મારી મા સાથે બળાત્કાર થતાં જોયો છે.....અને આ બળાત્કારી બીજું કોઈ નહિ પરંતુ અમરજીત ચૌહાણ છે...."
વિજય હિંમત હારીને ઉભો હતો.
" નાનપણમાં જ્યારે હું મજબૂર હતો ત્યારે આ જ અમરજીતની પત્ની કરીના એ મને પકડી રાખ્યો હતો જ્યારે મારી મા સાથે પેલો નરાધમ બળાત્કાર ગુજારી રહ્યો હતો..અને તમે કહો છો હું ન્યાય માટેની રાહ જોવ? ગરીબ હોવાને લીધે જેના લીધે મારા પિતા એ પોતાની કિડની વેચવી પડી.ખબર છે એના બદલામાં એમને મળ્યું શું ? દગો.. અમરજીતે દગો કરીને એ કિડની એના પત્નીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવી દીધી...મારા પિતા પાસે બીજો કોઈ ઉપાય ન બચ્યો અને અંતે આત્મહત્યા કદી લીધી... ચંદ્રશેખર ચૌહાણ કે જેણે પોતાના સગા ભાઈની જમીન છીનવી લીધી...! અને તમે કહો છો મેં જે કર્યું એ ક્રાઇમ છે... આ જ બલરાજે મારા ભાઈને નદીમાં ફેંકી દીધો હતો..જેનો હજુ માત્ર જન્મ જ થયો હતો..શું વિતી હશે એ મા ઉપર વિચાર કર્યો છે કોઈ દિવસ? શું એ ક્રાઇમ નથી..! ખુશ ખુશાલ દેખાતા મારા સગા વહાલાઓ જે દુઃખ, જે પીડા એમણે આપી છે એ હું ચૂપચાપ સહન કરી લવ એવો ડરપોક હું નથી....હું મારા માતપિતા નો બદલો લઈ ને જ રહીશ.."
" તારા દુઃખને હું સમજુ છું અંશ..પણ આ રીતે ખૂન ખરાબા કરીને ન્યાય કરવો પણ કેટલે અંશે યોગ્ય છે?? હું તને વિશ્વાસ અપાવું છું કે આ બલરાજને એના કર્મોની સજા અવશ્ય મળશે.."
" શું સજા આપશો? જીવનભર કેદની સજા કે ફાંસીની સજા...એક ખૂન કરો કે પાંચ ખૂન સજા માત્ર બધાને એક જ ફાંસી! બળાત્કારી બળાત્કાર કરીને જે પીડા યુવતીને આપે છે શું એ પીડા એ અપરાધીને ફાંસીમાં અનુભવી શકશે? નહિ ને!! ફાંસીમાં માત્ર થોડાક સમયની પીડાનો જ અનુભવ થાય છે જ્યારે એ યુવક તો જીવન ભર માત્ર પીડામાં જ જીવે છે....એમની પીડાનો કોઈ અંત જ નથી થતો...આ ન્યાય નથી..ન્યાય તો ત્યારે કહેવાય જ્યારે એક બળાત્કારીને નિવસ્ત્ર કરીને શહેરની વચ્ચે ફેરવવામાં આવે...ત્યારે ખબર પડશે કે ઈજ્જત શું કહેવાય?? જ્યારે કોઈ ખૂનીને જીવતો સળગાવવામાં આવે અને જ્યારે એ પીડા અનુભવ કરશે ત્યારે એમને ખબર પડશે કે દર્દ શું કહેવાય?"
" અંશ તારી વાત યોગ્ય છે પણ હાલમાં તું જે કરી રહ્યો છે એ યોગ્ય નથી...હું તને સજા અપાવીને જ રહીશ.." વિજયે કહ્યું.
" કઈ રીતે અપાવશો??" અંશે નીચે પડેલી પિસ્તોલ હાથમાં લીધી અને સુધી વિજય તરફ તાકી.
અંશ અને વિજય વચ્ચેની વાતચીત દરમિયાન સંજીવ પોતાના હાથોને આગળ પાછળ કરીને દોરીને ઢીલી કરવાની કોશિશ કરી રહ્યો હતો અને યોગ્ય સમયે દોરી છુટી ગઈ.
વિજયના ધબકારા વધી ગયા પરંતુ અચાનક અંશે પિસ્તોલની દિશા બદલી નાખી અને બલરાજ તરફ રાખી દીધી.
" ગેમ ઓવર વિજય..." અંશ પિસ્તોલ ચલાવવા જતો જ હતો કે સંજીવે લીલા પાસેથી પિસ્તોલ છીનવી લીધી અને લીલાના માથા પર પિસ્તોલ રાખી દીધી. લીલા તુરંત બોલી.
" અંશ!!"
અંશની નજર સીધી લીલા તરફ ગઈ અને આ મોકાનો ફાયદો ઉઠાવતા વિજયે અંશ પાસેથી પિસ્તોલ છીનવી લીધી અને અંશ તરફ તાકી દીધી.
" ગેમ ઓવર તો હવે થશે અંશ ચૌહાણ.." વિજયે આત્મવિશ્વાસ સાથે કહ્યું.
ક્રમશઃ