Ek Punjabi Chhokri - 3 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 3

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 3

સોનાલીનો પરિવાર અને સોહમનો પરિવાર ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેસી જમે છે.સોહમના મમ્મી કહે છે દીદી હું તમારી સાથે જ બેસીશ.તે સોનાલીના મમ્મીને દીદી કહી બોલાવે છે અને તે બંને બધા જમી લે તે પછી જમવા બેસે છે સોનાલી, સોહમ અને વીર પણ તેમના મમ્મીની સાથે જ જમે છે.વીર હવે થોડો મોટો થયો હોવાથી થોડું થોડું જમી લે છે.તેને સ્યુલ ખૂબ પસંદ છે તેથી તે ખાય છે.તેના મમ્મી તેને જમાડવાનું કહે છે પણ તે જાતે જ જમવાની જીદ પકડે છે અને જાતે જ બધું જમે છે.


ત્યારપછી સોનાલીના મમ્મી અને સોહમના મમ્મી વાસણનું અને રસોડાનું કામ પતાવી દે છે,ત્યાંથી સોહમના મમ્મીને એક નવી વાત શીખવા મળે છે.ત્યાંના લોકો બહાર પહેરેલા ચપ્પલ પહેરીને જ ગમે તેના કે પોતાના ખુદના ઘરમાં ફરે છે પણ સોનાલીના ઘરના સભ્યો રસોડામાં અને જમતી વખતે ચપ્પલ ઉતારી દે છે અને આ વાત સોહમના મમ્મી પપ્પાને ખૂબ ગમી.


તે લોકોએ પણ પોતાના ઘરે આવું જ કરવાનું વિચારી લીધું.


હવે સોહમ અને તેના મમ્મી,પપ્પા સોનાલીના પપ્પાને પૂછે છે કે સોહમનું એડમિશન મારે કઈ સ્કૂલમાં કરવું,ત્યારે સોનાલીના પપ્પા કહે છે કે સોનાલી અને વીર જે સ્કૂલમાં જાય છે તે સ્કૂલ ખૂબ સારી છે ત્યાં જ લઈ લ્યો.કાલે જ હું તમારી સાથે આવું આપણે સોહમનું એડમિશન લેતા આવી અને કાલથી જ જો તમને અનુકૂળ આવે તો સોહમને સ્કૂલમાં પણ મોકલી દેજો.તો સોહમના પપ્પા કહે છે અરે જો કાલે જ બની શકતું હોય તો સારું કહેવાય કાલે જ મોકલી દઈ સોહમને સોનાલી અને વીર સાથે.ત્યારપછી સોહમ અને તેના મમ્મી પપ્પા તેમના ઘરે જાય છે.


બીજે દિવસે સવારે સોહમ અને તેના પપ્પા સવારમાં વહેલા સોનાલીના ઘરે આવે છે અને સોનાલીના પપ્પાને મળે છે અને કહે છે ચાલો આપણે જઈશું હવે, પછી સોનાલીના પપ્પા,વીર, સોનાલી,સોહમ બધા સોહમના પપ્પાની કારમાં જાય છે અને ત્યાં જઈને જરૂરી બધી કામગીરી કરી સોહમનું એડમિશન કરાવી, ફ્રી ભરી ત્યાંથી જાય છે.સોહમ,વીર અને સોનાલી પોતપોતાના ક્લાસરૂમમાં જાય છે અને બ્રેકના સમયે ત્રણેય સાથે મળી નાસ્તો કરે છે.પછી પાછા સ્કૂલનો સમય પૂરો થતાં ત્રણેય સાથે બસમાં બેસી ઘરે જાય છે.રસ્તામાં સોનાલી સોહમને પૂછે છે કે તેનો આજનો પહેલો દિવસ કેવો રહ્યો?મજા આવી કે નહીં.સોહમ કહે છે યાર તમારી સ્કૂલ ખૂબ જ સુંદર છે અને અહીંના સર,ટીચર ખૂબ જ એજ્યુકેટેડ અને ખૂબ ટેલેન્ટેડ છે. મારે આજે પહેલા જ દિવસે ઘણાં બધા મિત્રો પણ બની ગયા છે.


આવી બધી વાતો ચાલતી હતી ત્યાં ઘર આવી જાય છે અને સોહમ પોતાના ઘરે જતાં જતાં વીર અને સોનાલીને તેમના પૂરા પરિવાર સાથે ઘરે આવવાનું આમંત્રણ આપે છે.વીર અને સોનાલી તેને હા પાડે છે.વીર તો તૈયાર જ હોય છે તેને તો સોહમ સાથે ખૂબ મજા પડી જાય છે.વીર અને સોનાલી પણ તેના ઘરે આવી ફ્રેશ થઈ અને જમે છે અને પોતાનું હોમવર્ક પૂરું કરી સાંજે સોનાલી કહે છે મમ્મી સોહમે આપણને બધાને તેમના ઘરે આવવાનું કીધું હતું તો આપણે ક્યારે જવું છે સોનાલીના મમ્મી કહે છે બેટા,તું અને વીર જઈ આઓ અમારે આજે થોડું કામ છે અમે પછી કોઈ વાર જઈશું.


વીર અને સોનાલી તો ખુશ થતા થતા સોહમના ઘરે જાય છે.સોહમ પોતાની નવી બુકને જોતો હતો.વીર અને સોનાલીને જોઇને તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંને ને ગળે મળી તેમનું સ્વાગત કરે છે અને સોહમના મમ્મી પણ આ બંને ને ગળે લગાવી કિસ કરે છે અને સોનાલી અને વીર તેમને નમસ્તે કરે છે. પછી તે બધા ચેસ, લુડો અને બીજી ઘણી બધી ગેમ્સ રમે છે અને સાથે સાથે સોહમના મમ્મી તે બધાને નાસ્તો અને જ્યૂસ આપે છે તે ખાતા પિતા ત્રણેય રમે છે પછી સોનાલી અને વીર જવાનું કહે છે ત્યારે સોહમના મમ્મી કહે છે આજે અહીં જ જમીને જજો.હું ફટાફટ તમને ભાવે તેવું કંઇક બનાવી આપું,તો સોનાલી ના પાડે છે કે ના આંટી ઘરે મમ્મીને દાદી રાહ જોતા હશે.


સોહમના મમ્મી તરત સોનાલીના મમ્મીને કૉલ કરી કહે છે કે "પેનજી આજ યે દોનો સાડે નાલ હીઁ ખાના ખૂના ખાકે વાપસ આ જાવેગે."


હવે જોઈ સોનાલીના મમ્મી સોનાલી અને વીરને સોહમના ઘરે જમવાની હા પાડશે કે શું? તે જાણવા માટે જોડાયેલા રહો એક પંજાબી કપલ સ્ટોરીમાં.