Shir Kavach - 2 in Gujarati Detective stories by Hetal Patel books and stories PDF | શિવકવચ - 2

Featured Books
  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

  • एग्जाम ड्यूटी - 2

    कॉलेज का वह कमरा छात्रों से भरा हुआ था। हर कोई अपनी परीक्षा...

  • प्रेम और युद्ध - 3

    अध्याय 3: आर्या की यात्रा जारी हैआर्या की यात्रा जारी थी, और...

Categories
Share

શિવકવચ - 2

શિવ જમીને પાછો પોતાની નાનક્ડી રૂમમાં પલંગમાં આડો પડ્યો. ઓશિકા નીચેથી ચોપડી કાઢી .હવે એને ચોપડી કરતાં પેલાં કાગળમાં વધારે રસ પડ્યો હતો. એણે ધીરેથી કાગળ કાઢ્યો. સાચવીને ગડી ખોલી. કાગળ ખૂબ જ જૂનો થઈ ગયો હતો. કાગળમાં કંઈક લખેલું હતું. શિવે વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એને સમજાયું નહીં. કાગળ વાળીને એણે ચોપડીમાં દબાવ્યો. ચોપડીમાં એણે વચ્ચે વચ્ચે ફોટા હતાં એ જોયા.અમુક વાક્યો પર પેનથી લીટી કરીને વાક્યો છુપાવી દેવામાં આવ્યા હતાં.કોઈક શિવજીના મંદિર વિષેની ચોપડી છે એવી એને ખબર પડી. કંટાળીને ચોપડી પાછી મૂકી સૂઈ ગયો.
સાંજે બધા ફ્રેન્ડસ ભેગાં થવાના હતા. એ પાંચ વાગે નીકળ્યો. એણે કોઈક અગમ્ય લાગણીથી ચોપડી સાથે લીધી. બધા તાન્યાના ત્યાં ભેગાં થયાં. શિવ, માનુની , મોનિલ, તાન્યા અને તેજ પાંચેય સ્કુલથી ફ્રેન્ડસ હતાં. પાંચેયનું વર્ષોથી પાકું ગ્રુપ હતું. આમ તેમ થોડી વાતો કરી.
થોડીવાર પછી શિવે પેલી ચોપડી કાઢીને બધાને બતાવી. પેલો કાગળ પણ કાઢ્યો. બધાએ જોયું પણ કોઈને સમજણ ના પડી એટલે રસ ના પડ્યો. શિવે કાગળ પાછો મૂકીને ચોપડી બાજુમાં મૂકી. થોડીવાર તોફાનમસ્તી કરીને બધા છૂટાં પડ્યાં. તાન્યાએ શિવને કહ્યું
"શિવ આ ચોપડીમાં મને ઈન્ટેરેસ્ટ પડ્યો છે મને આજનો દિવસ વાંચવા આપીશ?"
"ઓહ એમાં પૂછે છે શું તાની લેને તારી જોડે જ રાખ આ ક્યાં મોટો ખજાનો છે તે .પણ પેલો કાગળ સાચવજે અને કોઈને બતાવતી નહીં ખબર નહીં મને એવું લાગે છે કે એ મારા દાદાએ જ લખેલો છે. તને ચોપડીમાંથી કંઈ જાણવા મળે તો મને કહેજે."
તાનીએ ચોપડી લીધી. બધા ઘરે જવા નીકળ્યા.
રાત્રે જમીને તાન્યા ડ્રોઇંગરૂમમાં ચોપડી વાંચવા બેઠી. એની મમ્મીને ગુજરાતી ચોપડી વાંચતી જોઈને આશ્ચર્ય થયું.
"તાની તું ક્યાંથી ગુજરાતી વાંચતી થઈ ગઈ?"
" અરે મમા આ પેલાં શિવે આપી છે અને એના દાદાના પટારામાંથી મળી .તને ખબર છે મને આવી પૌરાણિક વાતો સાંભળવી અને વાંચવી ગમે છે."
તાનીએ કાગળની વાત છુપાવી.
તાનીએ ધીરે ધીરે આખી ચોપડી વાંચી. એણે નોંધ્યું કે જ્યાં જ્યાં આ મંદિરનું સરનામું હતું તે બધુ પેન વડે મિટાવી દેવામાં આવ્યું છે. એણે ગૂગલ પર શોધવાનો પ્રયત્ન કર્યો પણ એને કંઈ મળ્યું નહીં.
તાનીએ શિવને ફોન લગાવી બધી વાત કરી.
"તાની મને પણ લાગ્યું જ કે આમાં કંઈક રહસ્ય છે એટલે જ તને કાગળ કોઈને બતાવતી નહીં એમ કહ્યું."
"હા હા નહીં બતાવું કાલે બધાં ભેગાં થઈને ફરી ચર્ચા કરીયે."
"ઓકે.ચલ બાય મળીયે કાલે. તું ગ્રુપમાં ટાઇમ અને જગ્યા મેસેજ કરી દે જે."
"ડન ચલ બાય."તાનીએ ફોન મૂક્યો.
તાની ફરીથી ધ્યાનથી ચોપડીની અંદરના ફોટા જોવા લાગી. કાગળ કાઢીને ફરી વાંચ્યો પણ સમજણ ના પડી. થાકી ને સુઈ ગઈ.
સવારે ઉઠીને તાની નાહીધોઈને નાસ્તો કરવા બેઠી. એના મગજમાં હજુ ચોપડીના જ વિચારો ચાલી રહ્યાં હતાં. મોબાઈલ કાઢીને એણે ગ્રુપમાં મેસેજ કર્યો. બધાએ પાંચ વાગે કોફીશોપમાં મળવાનું નક્કી કર્યું.
સાંજે પાંચ વાગે પાંચેય જણા કોફીશોપમાં ભેગાં થયાં. ખૂણાનું ટેબલ શોધીને બેઠાં જેથી કોઈ ખલેલ ના પાડે અને એમની વાતો કોઈને સંભળાય નહીં.
"શિવ મેં આખી ચોપડી ચાર પાંચ વાર વાંચી. તેં જોયું જ હશે અમુક જગ્યાએ પેનથી લીટા મારીને લખાણ ભૂંસી કાઢ્યું છે." તાની બોલી
"હા પણ મેં વાંચી નથી."
"હા પણ મેં જોયું કે જ્યાં જ્યાં આ મંદિરનું એડ્રેસ આપેલું છે એ માહિતી છુપાવી દેવામાં આવી છે."
"એટલે કે આ મંદિર ક્યાં છે એ કોઈ જાણી ના શકે એમ જ ને ?"
તેજે પ્રશ્ન કર્યો.
"હા લગભગ મને એવું લાગી રહ્યું છે કે શિવના દાદા કંઈક કહેવા માંગે છે જે એમણે આ કાગળમાં સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને લખ્યું છે." તાની બોલી,
"હા એટલે એમણે સરનામું ભૂસી કાઢયું છે જેથી કોઈ ખોટાં હાથમાં માહિતી જતી ના રહે. જે આ કોયડો ઉકેલે એને જ ખબર પડે." માનુની બોલી.
"પણ હજુ એ ક્યાં પાકુ છે કે આ લખાણ શિવના દાદાનું જ છે."
મોનિલે શંકા સાથે કહ્યું.
"હા એ તો છે પણ પપ્પા પાસે દાદાના લખેલાં કાગળ છે તે હું જોઇને આની સાથે સરખાવી લઈશ એટલે એ તો ખબર પડી જશે પણ મુદ્દો એ છે કે દાદાએ કે કોઈક બીજાએ જેણે આ કોયડો લખ્યો છે તે શું કહેવા માંગે છે અને આ સરનામું ભૂંસી કાઢવાનું રહસ્ય શું છે?" શિવ ગંભીર થઈ ને બોલ્યો.
થોડીવાર બધા વિચારમાં પડ્યાં.તાનીએ ટેબલ પર પડેલાં બોક્સમાંથી ચાર પેપર નેપકીન લીધા. પેન્સિલથી પેલો કોયડો ચારેય નેપકીનમાં લખ્યો..પછી શિવ સિવાય બધાને એક એક આપ્યો અને એક એણે પોતાની પાસે રાખ્યો .શિવને ઓરિજિનલ કાગળ સાથે ચોપડી આપી.
"બધા આ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરો. જેને જે સુજે તે નોટમાં લખે. વાંચીને જે મનમાં વિચાર આવે તે લખજો. શિવ તું આજે લખાણ સરખાવી શકે એટલે મેં તને કાગળ આપ્યો. બધા જ કાલ સુધી ગાંડુ ઘેલું જે સમજાય તે નોટમાં લખજો .કાલે આપણે આ જ સમયે ફરી અહીં મળીયે બધાયનું ભેગું કરીને કંઈક તારણ કાઢશું.""
તાનીએ ઉત્સાહથી કહ્યું.
નાનપણથી જ તાની ને પઝલ હોય ,કોયડા હોય ,ઉખાણા હોય તેને ઉકેલવાં ખૂબ ગમતાં.
"આપણે અહીં મળીયે એના કરતાં આપણી કોલેજની પાછળ પેલું સમર્થેશ્વર મહાદેવ છે ને ત્યાં પાછળ ઓટલા પર બેસીયે જેથી આપણે શાંતિથી ચર્ચા કરી શકીયે અને નદી કિનારે બેસીને વાત કરવાની પણ મજા આવશે. હું થર્મસમાં કોફી લેતી આવીશ." માનુની બોલી,
"હા આ આઇડિયા સારો છે. ત્યાં શાંતિથી ચર્ચા થઈ શકશે." તેજ બોલ્યો.
બધાને વિચાર ગમી ગયો. કાલે સાંજે પાંચ વાગે મળવાનું નક્કી કરીને છૂટાં પડ્યાં.
શિવે ઘરે આવી શ્યામના રૂમમાં છાજલી પરથી એક બેગ ઉતારી જેમાં શ્યામના મહત્વના કાગળોની ફાઇલો હતી. ત્રણ ચાર ફાઇલો ઉથલાવી ત્યાં જ ગોપી આવી.
" અરે તું આ શું કરે છે?"
" મમ્મી મારે મારું એક ડોક્યુમેન્ટ જોઈએ છે એ શોધું છું."
"કોઈ દાડો ઠેકાણે મૂકે તો જડે ને .આમાં ક્યાંથી હોય આતો તારા પપ્પાની બેગ છે. "
"હા કદાચ ભૂલથી આમાં જતું રહ્યું હોય તું શાંતિ રાખ હું શોધી લઈશ."
"અહીં બધું ચોક્ખું કરી દે જે અને પપ્પાના કાગળિયા આડાઅવળાં ના થઈ જાય એનું ધ્યાન રાખજે."
"હા ભઈ હવે તું મને શાંતિથી શોધવા દે.'
ગોપી જતી રહી. શિવે એક ફાઇલમાં જોયું તો દાદાએ લખેલાં ઘણા બધા પત્રો વ્યવસ્થિત રીતે ફાઇલ કરેલાં હતાં. શિવે ધીરેથી પેલું કાગળ કાઢ્યું અને શબ્દો સરખાવ્યાં. એકદમ મળતાં આવતાં હતાં. એ તો પાકું થઈ ગયું કે આ કાગળ દાદાએ જ લખ્યો છે શિવ મનમાં બોલ્યો. એણે બધું પાછું ગોઠવીને બેગ પાછી છાજલી પર ગોઠવી દીધી.
એણે ગ્રુપમાં મેસેજ કર્યો કે આ અક્ષર દાદાના જ છે. હવે બધાને રસ પડવા લાગ્યો. બધા પોતપોતાની રીતે કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરવા લાગ્યાં.
તાનીને બેચેન હતી કે શું અર્થ હશે આ કોયડાનો ? એણે એટલી વાર વાંચ્યો હતો કે હવે મોઢે થઈ ગયો હતો. એ બહાર આવી.તેનાં મોટા ગાર્ડનમાં મૂકેલા હિંચકા પર બેઠી ફરી મનમાં ગણગણવા લાગી.
'શિવ કોટે લઘુ ચોખંડી
કરશે દિશા ચિંધાણ
હર દોરશે ચતુર જણ
સુલઝાવે ચતુર સુજાણ.'

વાચકમિત્રો તમે પણ કોયડો સુલઝાવામાં મદદ કરી શકો છો.