Ek Punjabi Chhokri - 1 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 1

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 1

આ વાર્તા છે પંજાબના હોશિયાર પુરમાં રહેતી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી એક સુંદર મજાની છોકરીની છે,જેનું નામ સોનાલી હતું.સોનાલીની આંખો ખૂબ જ તેજસ્વી અને બદામ આકારની હતી તેની આંખોમાં એક અલગ જ મસ્તી હતી,તેના હોઠ એકદમ ગુલાબની પાંદડી જેવા ગુલાબી અને નાજુક હતા.તેના વાળ ખૂબ જ મોટા,ચમકદાર અને એકદમ રેશ્મી સીધા હતા.તેના કાન એકદમ સસલાં જેવા અને નાક નાનું અને સુંદર આકારનું હતું.તેના નેણ હંમેશા આંખોની સાથે ફરી કંઇક કહી જતા.તેનો ચહેરો એકદમ ગોળ અને ખૂબ જ સુંદર મજાનો હતો.તે આશરે પાંચેક વર્ષની એક નાની બાળા હતી.


સોનાલીના ઘરમાં તેના મમ્મી,પપ્પા,દાદા,દાદી અને એક વર્ષનો ભાઈ હતો તેનું નામ વીર હતું.તે ખૂબ જ મસ્તીખોર હતો તે સોનાલીને ખૂબ જ હેરાન કરતો હતો.તે દાદા દાદીનો ખૂબ લાડકો હતો જોકે સોનાલી પણ તેમની લાડકી હતી તેમના ઘરમાં દીકરા અને દીકરીને એક સમાન માનવામાં આવતા હતા.


સોનાલી ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવની હતી તે તેના ભાઈ વીરનું ખૂબ જ ધ્યાન રાખતી હતી.વીર કંઈ જ ખાતો નહોતો તેથી વીરને જે ભાવે તે જ વસ્તુ ઘરના લોકો તેના માટે લઈ આવતા હતા.વીર રાતના સમયે માત્ર દૂધ જ પીતો હતો અને બાકી ચીકુ ખાતો.ચીકુનું જ્યૂસ તે કોઈ કોઈ વાર પીતો દરરોજ આપે તો મોં બગાડતો.


સોનાલી વીર પાછળ પાછળ ફરી તેને ચીકુ અને બીજા જે ફ્રૂટ વીરને ભાવતા તેના નાના નાના કટકા કરી ખવડાવતી.તે બંને ભાઈ બહેન બહુ લડાઈ ઝઘડો કરતા, પણ એકબીજા વિના એકપણ સેકન્ડ રહી શકતા ન હતા.


વીર તેની શરારતોમાં સોનાલીને બહુ પજવતો.તે ઘરની સીડી પર ચડવા જતો ને સોનાલી તેને રોકતી તો તે રડવાનું ખોટું નાટક કરતો અને પછી સોનાલીના મમ્મી સોનાલીને ખીજાતા ત્યારે વીર ખૂબ જ ખુશ થઈ જતો.મમ્મીને લાગતું સોનાલી વીરને હેરાન કરે છે પણ વીર સોનાલીને હેરાન કરી છટકી જતો હતો.


સોનાલીનો પરિવાર પંજાબી હોવાથી તેમના ઘરમાં અમુક શબ્દો પંજાબી,અમુક હિન્દી અને મોટા ભાગના શબ્દો ગુજરાતીના આવતા હતા કારણકે સોનાલીના દાદા આર્મીમાં હેડ હતા અને તેના પપ્પા પણ એક આર્મી ઓફિસર હતા અને સોનાલીના દાદા ઘણી યુવાન વયમાં આર્મીમાં જોઇન્ટ થયા હતા અને તેમની નોકરી ગુજરાતના વડોદરા શહેરમાં હતી અને સોનાલી ના દાદા,દાદી અને મમ્મી પપ્પા ઘણાં બધાં વર્ષ ગુજરાતમાં રહ્યા હતા તેથી ગુજરાતી ભાષા બહુ સારી રીતે જાણતા હતા અને ઘરમાં પણ ગુજરાતી જ બોલતા હતા.


વીર અને સોનાલી તો ગુજરાતી જ બોલતા.સોનાલીને પંજાબી અને હિન્દીના શબ્દો આવડતા હતા પણ વીર તો ગુજરાતી જ જાણતો હતો.જો કે સોનાલીનું અંગ્રેજી પણ ખૂબ સારું હતું તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી.વીર હજી નાનો હતો તેથી તે બીજી ભાષા નહોતો જાણતો.


એક વખત સોનાલી વીર સાથે રમતી હતી ત્યારે તે સોનાલીને ગુજરાતીના શબ્દોને પંજાબીમાં કેવી રીતે બોલાય તે શીખવતી હતી વીર આમ પણ સોનાલી પાસે જ કંઇક નવું શીખતો બાકી તે કોઈ પાસેથી ના શીખતો અને સોનાલીને પણ વીરને નવું નવું શીખવવાનો ખૂબ શોખ થતો.


સોનાલી વીરને દાદા,દાદી,મમ્મી, પપ્પા,ભાઈ,બહેનને પંજાબીમાં શું કહેવાય તે શીખવતી હતી.સોનાલી વીરને કહે છે વીર મમ્મીને પંજાબીમાં બેબે કહે છે હવે તું બોલતો શું કહેવાય મમ્મીને પછી વીર રમત કરતા કરતા બેબે બેબે બોલે છે,પછી સોનાલી બીજો શબ્દ શીખવે છે કે વીર પપ્પાને પિતાજી કહેવાય.પાછળ વીર પિતાજી પિતાજી બોલે છે વીરનું મગજ ખૂબ સારું હોવાથી તે એક શબ્દને બે વાર બોલી તરત શીખી જાય છે અને પછી હસતો રમતો શરારતો ચાલુ રાખે છે.


સોનાલી તેમના દાદી અને મમ્મીની થોડી મદદ કરી પછી પાછું વીરને દાદા ને પંજાબીમાં શું બોલાય તે શીખવતા કહે છે,વીર દાદા ને કહેવાય બાઈ જી વીર બોલે છે બાજી બાજી.વીર નાનો હોવાથી તે બાઈ જી શબ્દને પકડી નથી શકતો અને બાઈ જી નું બાજી કરી દે છે.આ સાંભળી ઘરના બધા સભ્યો ખૂબ હસે છે. પછી સોનાલી આગળ શીખવતા કહે છે દાદીને કહેવાય બી જી અને વીર તરત તેના દાદી પાસે જઈને બોલે છે બી જી બી જી દાદી તેને પ્રેમથી વહાલ કરે છે.


સોનાલી કહે છે વીર દીદી ને પંજાબીમાં શું કહે તો વીર બોલે શું શું પછી સોનાલી કહે છે પહેન વીર પણ પહેન પહેન બોલે છે અને સોનાલી તેને ગળે લગાવી કિસ કરે છે. પછી સોનાલી વીર ને કહે છે ભાઈ ને કહેવાય વીરજી આ તો વીરનું ખુદનું જ નામ હોવાથી વીર વારંવાર વીરજી....વીરજી આ શબ્દ બોલે છે.

હવે આગળના ભાગમાં જોઈ વીર અને સોનાલી કેવી કેવી મસ્તી કરે છે તે....!


❣️❣️❣️ "Rup"