પ્રેમ સમાધિ
પ્રકરણ-58
સૂનો સિમાડો... અને ઢળતી સાંજ.. પક્ષીઓ કલરવ કરતાં કરતાં પોતાનાં માળા તરફ જઇ રહ્યાં હતાં.. ધીમે ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી... પવનથી ઝૂંમતા વૃક્ષો એની ડાળી.. શાખાઓ દિશા દર્શાવી રહી હતી કલરવ અને કાવ્યાનાં ઓછાયા એકબીજામાં ભળીને પ્રેતયોનીમાં જીવન પસાર કરી રહેલાં.. જાગૃત થયેલાં બંન્ને જીવને હવે સ્પર્શનો એહસાસ અને કોઇની હાજરીની જાણકારી થઇ જતી હતી.
આ જીવતી સૃષ્ટિમાં નિયમિત રીતે ગોઠવાયેલી બધી વ્યવસ્થા પ્રમાણે બધુ થઇ રહ્યું હતું વીતી રહ્યું હતું પળ પળ વીતતી ખસી રહી હતી જીવનમાંથી પળ ધડીની ગણત્રી ઓછી થઇ રહી હતી સૂક્ષ્મ પણ એની જાણ કોઇને નથી થતી બધાં "કાયમી" હોય એમ વર્તી જીવી રહ્યાં હતાં.
કાવ્યાએ કહ્યું. "કલરવ જોને આ પંખીઓ પણ કલરવ કરતાં ઉડતાં ઉડતાં એમનાં માળા તરફ જઈ રહ્યાં છે એમને એમનાં જીવનની કોઇ ચિંતા છે ? કેવું સરસ આનંદીત જીવન જીવે છે ના કોઇ દ્વેષ ના ઇર્ષા, નાં કોઈ વિઘ્ન સંતોષ ના કોઇ જરૂરિયાત ના પ્રગતિની ચિંતા ના અઘોગતિની કોઇ વાત જેવું જેટલું આપ્યું છે એવું જીવન બે નર-માદા સરસ જીવન જીવીને પ્રભુને પ્યારા થઇ જવાનાં....”
કલરવે કહ્યું “સાચી વાત ના પાછળ કોઇ નિશાન ના કોઇ વારસો ના કોઇ નોંધ ના કોઇ પ્રમાણપત્ર બસ જન્મ્યા જીવ્યાં અને મર્યા.... ના અવગતિયો જીવ ના કોઇ પ્રેતજીવ...”
કાવ્યાની લાગણીઓ નમ થઇ ગઇ એનો ઓછાયો આક્રંદ કરતો કલરવને વળગી ગયો.... “કલરવ માનવનેજ બધી ઇચ્છાઓ, તૃષા, લાલચ, પ્રેમ, વાસના, ઇર્ષા, શંકા, ઝગડા, શત્રુતા ? આવા નાના જીવ બનવું વધારે સારું...”
કલરવે કહ્યું "જીજીવિષાનો જન્મ એટલે બધી ઇચ્છાઓ વાસનાની ઉત્પત્તિ એની સાથે ઇર્ષા, શત્રુતા, તૃષા, લાલચ, ઝગડા, કકળાટ, અણસમજ,...... આ બધુ. માનવને કાળાં વરદાન મળ્યાં છે. પણ એ સાચો કઈ પણ પ્રલોભન, લાલચ, વિનાનો પ્રેમ પણ કરી શકે છે ના ઇચ્છા ના અપેક્ષા... એટલે નથી હોતી કોઇ ફરિયાદ... કાવ્યા આપણે પણ બધામાંથી પસાર થયા છે બધું સમજ્યા છીએ શીખ્યાં છીએ.... અને..... અને..”. કલરવ આગળ બોલવા ગયો ત્યાં સમાધિ નજીક પગરવનો એહસાસ થયાં.. કાવ્યા બોલી પડી... “કલરવ ચાર-પાંચ માણસો આવી નિર્જન જગ્યાએ આવી સમી સાંજે કેમ આવી રહ્યાં છે ? અહીં એ લોકોનું શું દાટયું છે ? અહીં ખાંભીઓ અને સમાધીઓ છે પાણો રોપી યાદોને વળગાવી રાખવા પાળીયા બનાવ્યાં છે..”.
કલરવે કહ્યું "આવવા દેને આપણને પણ ખબર પડશે કોણ છે કેમ આવે છે ? આટલા વરસો પછી અહીં પાળીયા ખૂંદવા કેમ આવ્યા છે ?” કલરવ અને કાવ્યા હજી વાતો કરે છે ત્યાં પેલાં ચાર-પાંચ અજાણ્યાં આંગુતકો સમાધિ નજીક આવી ગયાં એમાં એક કપલ જે યુવાન હતું એમની આંખોમાં આંસુ સાથે વડીલ જેવા 3 જણાં એક ઉંમરવાળી સ્ત્રી હતી બધાં અહીં સમાધિ નજીક બેઠાં..
કલરવ કાવ્યાનાં પ્રેત જીવ બંન્ને કૂતૂહૂલથી જોઇ સાંભળી રહેલાં.. પેલાં ઊંમરવાળા બહેન આગળ આવ્યા એમની આંખમાં પેલી યુવાન છોકરી માટે ખૂબ લાગણી પ્રેમ હોય એવું લાગ્યું. કદાચ એ છોકરીની માં હશે અને ત્રણ પુરુષોમાં એક એનાં પિતા હોઇ શકે.
પેલાં બહેને કહ્યું "બેટા તમે બંન્ને અહીં સમાધિ પાસે બેસો.. અને પેલી થેલીમાંથી બધુ બહાર કાઢ સાથે સાથે પેલાં લાલકાળા દોરાં લાવ્યાં છે એ પણ કાઢજે.”
પેલી યુવતીએ કહ્યું “હાં માં કાઢુ છું “ એમ કહી થેલીમાંથી બધી વસ્તુઓ બહાર કાઢવા માંડી એણે એક કાગળનાં પડીકામાં મૂકેલાં લાલ કાળા દોરાં કાઢ્યા.. એક શ્રીફળ કાઢ્યું ત્યાં ત્રણ પુરુષમાંથી એક જણ આગળ આવ્યું. એમણે ઉભા રહી સમજાવવા માંડ્યુ..
"આ બધુ હમણાં રહેવા દો... આપણે એવી જગ્યાએ આવ્યા છે જ્યાંથી કોઇ કશુ મેળવ્યા વિના એમનેમ પાછું નથી ગયું... અહીં ધન-દૌલત કે મિલ્કત એવું માંગવા નથી આવતાં.. પ્રેમ-સંબંધ અને એમાં નાનાં નડતર દૂર કરવા આવે છે. પ્રેમ પ્રકરણની શત્રુતા-ભાંગવા આવે છે આ બધાં જીવતાં પીર છે ભગવાન છે આ પ્રેતયોનીમાં ભટકતાં પણ શક્તિશાળી જીવો છે એમનું જીવન કોઇને કોઇ રીતે બરબાદ થયું કે નાજુક ઘડીએ તૂટ્યુ હોય અમંગળ થયું હોય એમનાં ઉપર શત્રુઓ કે પોતાનાઓજ હોય એણે જુલ્મ કર્યો હોય.. સંબંધો નંદવાયા હોય અને મૃત્યુ સુધી ગયેલાં પાછાં ફરેલાં ગતિ વિનાનાં અવગતિયાં જીવો આવા પાણાઓમાં પાળીયાઓમાં સમાધિઓમાં પરોવાયેલાં પડ્યાં છે છતાં એલોકો પાસે શક્તિઓ છે”.
“એકવાત સાંભળી લો તમે બંન્ને યુવાન છોકરાઓ અહીં એવાં જીવોને અઘોરીઓ, તાંત્રિકો, કે મુસ્લીમ ફકીરો ચલાવનારા મોમીનો કે કાદરિઓ જીવો ઉપર કાબૂ કરી એમને પીડીને પોતાનાં કામ કઢાવે છે એમને વિકૃત રીતે રજૂ કરે છે ઉપયોગ કરે છે પ્રેતયોનીમાં આ રહેલાં ઘણાં પવિત્ર જીવો આનાંથી પીડાય છે.”
“આપણે નિર્દોષ પ્રાર્થના અને પૂજા કરવા આવ્યા છીએ એય છોકરી આ તારી માં જેવીજ છે ભલે છોકરાની માં હોય અને આ તારો બાપ છે જે છોકરાનાં બાપથી દંડાયો છે તમારાં મૃત્યુ થતાં આપણે અટકાવ્યા છે તમે નસીબદાર છો આ પ્રેતયોનીનાં પાળીયાની પૂજા કરી અચળ વરદાન પામશો... કરો પૂજા શરૃ...”
છોકરીની આંખમાં આંસુ આવી ગયાં એણે પેલાં છોકરાં સામે જોયું એનો હાથ પકડી પોતાનાં માથે, મૂક્યો અને બોલી... “ભલે મારી માં મારી વિરુદ્ધ છે મારી શત્રુ બની છે પણ આ તમારી માં મારી માં થી વિશેષ છે આ સમાધિની સાક્ષીમાં.... આ પ્રેમ પાછળ કુરબાન થયેલાં બલિદાન આપેલાં જીવોનાં પાળીયાની સાક્ષી કરી કહું છું કે હું ફક્ત તમારી રહીશ.. ઓ મારાં પ્રણયનાં દેવ મારાં દેવેશ હૂં ફક્ત તમારી રહીશ. આ જન્મે કે દરેક જન્મે કે એ પછી કોઈ વિશ્વ કોઇ સૃષ્ટિ દુનિયા હશે હું માત્ર તમારી થઇને રહીશ.”
મારાં પ્રણય દેવ મારી આંખમાં, નજરમાં વિચારમાં, સ્વપનમાં, વર્તનમાં કોઇ જગ્યાએ કોઇ બીજો પુરુષ નહીં હોય જે હશે બધાં ભાઇ, પુત્ર, બાપ હશે જો એમાં મારી કોઇ ચૂક થાય તો આ.....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-59