Prem Samaadhi - 57 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-57

Featured Books
  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-57

પ્રેમ સમાધિ
પ્રકરણ-57

“તારામાં હું મને પામું........... મારી કાવ્યા આ તારો કલરવ તારી પાછળ બાવરો થયો છે મારાં અણુ અણુમાં ઉત્તેજના છે ખૂબ પ્રેમ ઉમટયો છે બસ તારામાં સમાવી લઊં આ ક્ષણ ક્ષણ પળ પળ માણવાં માંગુ છું પ્રેમ કરવા માંગુ છું તને પામી જવા માંગુ છું મારી કાવ્યા.....”
“એય કલરવ બસ આમજ મને પ્રેમ કર્યા કરજે તું નજીક હોય કે દૂર બસ તારાં સાથનોજ એહસાસ આપજે હું ફક્ત તારી છું તારાં માટેજ છું આ તન-મન-જીવ આત્મા તનેજ ઝૂરશે.. તરસશે. તનેજ પ્રેમ કરશે..”.
“મારાં કલરવ સારસ બેલડીની જેમ એકમેકમાં પરોવાયેલાં રહીશું ગમેતે સ્થિતિ સંજોગ આવે આપણો સાથ આપણો પ્રેમ અમર અને અનંત હશે... હું જીવું કે જીવ છોડી દઊં આ દુનિયા કે પરલોકની દુનિયામાં પણ માત્ર તારો સાથ નિભાવીશ આ મારું તને અચળ જીવપર્યંત અને જીવન પછીનું પણ વચન છે.” એમ કહી કાવ્યા કલરવને વળગી ગઇ અને એનાં હોઠ પર મીઠું દીર્ધચુંબન લઇ લીધું...
*********************
પંચતત્વની આ સૃષ્ટિમાં જીવતાં અનેક લાખો કરોડો જીવોને એહસાસ, લાગણી, પ્રેમ, સંવદેના, ઇચ્છા, ઇર્ષા, વિધ્ન સંતોષ, શત્રુતા હોય છે સાવ ક્ષુલ્લક જીવ જીવડાં પ્રાણી કે વનસ્પતિ હોય કે માનવ... બધાને ઓછું વધતું બધુજ હોય છે જે જેનો જેટલો એહાસસ એટલી જાણ થાય બાકી આ જાગૃત સૃષ્ટિ કે નશ્વરમાં કોઇ ફરક નથી પડતો...
વાયરો વાઇ રહેલો સમાધિનાં પાણાં ઉપર સૂકા પાંદડા અને ધૂળ ઉડી રહેલાં.. પંચતત્વ એમનુ કામ કરી રહેલાં એમનો પરચો બતાવી રહેલાં વાતાવરણ નિઃશબ્દ હતું હમણાં વરસાદ વરસીને શાંત થયો હતો નીરવ શાંતિ હતી માટીની ભીની ભીની સુગંધ આવી રહી હતી સમાધીનાં આ પાણાં પત્થરનાં બે ભાગ થઇને કાવ્યા કલરવનાં જીવને પ્રેતયોનીમાં પણ આજે કુદરતે અનોખી સિધ્ધી આપી હતી...
કાવ્યાએ નમ આંખે કલરવને કહ્યું “કલરવ આપણી પ્રથમ મુલાકાત પ્રથમ નજરે થયેલો પ્રેમ... એ બધાં એહસાસ પ્રસંગ સંજોગો કેમ ભૂલાય ? આજે પણ એ પ્રથમ નજરનો પ્રેમ આપણી કબૂલાત એટલીજ તાજી છે એને હું પ્રેતબનીને પણ એહસાસ કરી શકું છું કલરવ આ પ્રેત બનેલાં આપણાં જીવની ગતિ શું ? ક્યારે ? કોણ કરશે ? કેવી રીતે થશે ? આપણાં જીવો એકમેકનાં સાથમાંજ રહે ક્યારેય જુદા ના થાય.. કલરવ આ પ્રથમ નજરનો પ્રેમ પછી કેવી કેવી પીડાઓ આવી.. વિરહ, સંઘર્ષ, આપણાં ઉપરનો અત્યાચાર.. બધુ યાદ આવે છે આવાં સંઘર્ષનાં જવાળામુખીમાં વિરહની પીડામાં તારા અનોખો શીતળ પ્રેમ ના હોત તો મારું શું થાત ?”
કલરવે કહ્યું “સંઘર્ષ-અત્યાચાર અને વિરહની પીડા પછી.... શું કહું ? શું યાદ કરું ? આ પ્રેમ પાળિયા એટલેજ થયા ના મૃત્યુ પૂર્ણ થયું કે ના ગતિ થઇ શકી બસ એકજ આનંદ છે કે પ્રેતયોનીમાં પણ સાથમાં છીએ.”
“કાવ્યા.... સંજોગોએ આપણી સાથે શત્રુતા કરી ત્યારે ખૂબ આપણને પીડા થઇ વિયોગ થયો પણ આપણો પ્રેમ એકમેક માટે પૂર્ણ વિશ્વાસ જીતી ગયો એટલે સાથે છીએ. તારાં પાપા પાસે તો અપાર દૌલત કરોડ રૂપિયા હતાં તને ચારે હાથે વધાવી લાડથી ઉછેરી હતી તારી પાસે દુનિયાનાં બધાં સુખ હતાં જાહોજલાલી હતી સાહબી હતી અને હું એક સામાન્ય કુટુંબનો છોકરો. આપણી ક્યાં સરખામણી થાય ? પણ તારાં સાથે મને હિંમત આપી દૂર રહીને થઇને પણ હું....”
“કલરવ પ્લીઝ છોડ આ બધી નેગેટીવ વાતો હમણાં આપણે કેવો પ્રેમ યાદ કર્યો પહેલી મુલાકાત પછી સતત નાની નાની મુલાકાતો કેટલો આનંદ આપતી પેલી રાંડ રેખાડી વચ્ચે ના નડી હોત તો કોઇનેય ક્યાંય સુધી આપણાં સંબંધનો એહસાસ પણ ના હોત.”
“મારો ભાઇ સુમન ભોળીયો હતો એને તો મિત્રતા લાગતી... આપણાં પ્રેમની પેલીને ખબર પડી ગઇ હતી મને ડર હતો એ પાપાને બધુજ કહી દેશે.. પણ એણે પાપાને કીધું જ નહીં.. એમાં એની શું ગણત્રી હશે?.”
“એ મને આજ સુધી નથી સમજાતી. આપણો સંબંધ આટલો ગહન અને મજબૂત છે એતો ડાયરેક્ટ પાપાને ખબર પડી હતી પણ પેલી રેખાએ શા માટે નહોતું કીધું ? શા માટે ચાડી ના ખાધી ?”
કલરવે કહ્યું “હમણાંજ બોલી કે જૂનૂ એવું યાદ ના કરીએ જેનાથી પીડા દુઃખ થાય.. બસ આપણો પ્રેમ યાદ કરીએ એ ઘડી પળ યાદ કરીએ એમાંજ આનંદ મળે છે.”
કાવ્યાએ કલરવનાં ઓછાયા સાથે પોતાનો ઓછાયો મેળવ્યો પછી બોલી “આવાં અધૂરા ઓછાયાં "ભેળવીને પ્રેમ કરવાની પણ કેવી મજા છે. પંચતત્વએ સ્પર્શનો એહસાસ કરવાની સિધ્ધી આપી દીધી એનોજ ખૂબ આનંદ છે.”
“કલરવ તને ખબર છે પ્રેમમાં પાત્રતા અને પ્રેમની પાત્રતા ઇશ્વર જેવી છે એટલી પવિત્ર અને ખૂબ શક્તિશાળી તમારી પાત્રતા પૂર્ણ થયેલી હોય ઇશ્વર તમને સાથ આપે સિધ્ધી આપે જે સુખનો એહસાસ છે એને ભોગવવાની અનૂભૂતિ આપે સંતોષ આપે.”
“કાવ્યા તારી વાત સાચી છે આપણી પાત્રતા પણ એહસાસનો પ્રેમનો મદાર છે એ આપણાં પ્રેમની ગરિમા છે આજ તો પાત્રતાનો પરચો છે. કાવ્યા... ઝેરથી મૃત્યુ થાય એવી ખબર છે પણ ઝેરની મારક શક્તિમાં છેલ્લું બૂંદ ના પીવાય ત્યાં સુધી મૃત્યુ નથી થતું.. એની માત્રા 100% થઇ જાય પછીજ મૃત્યું થાય”.
“માત્રા ઉપર પાત્રતા છે માત્રા 50% હોય તો ઇલાજ થાય, 70% હોય તો મુશ્કેલી ભરી ઉપચાર વિધી થાય.. એટલે પાત્રતા સંપૂર્ણ થયા વિનાં પરિણામ ના મળે.”
કાવ્યા કલરવને એનાં ઓછાયાને વળગી ગઇ એણે કહ્યું “આપણી પાત્રતા 100% થઇ જવાની છેજ.... હવે આવી સિધ્ધીઓ સર કરીશું પ્રેતયોનીમાં પણ માનવ યોની જેવાં એહસાસ કરીશું...”
કલરવે કહ્યું “કાવ્યા સમાઇ જા મારામાં આ ઓછાયો પણ એહસાસ માટે ઓછો નથી બધી સિધ્ધી મેળવીશું ત્યાં કલરવનો પ્રેત જીવ.... એય કાવ્યા દૂરથી કોઇ આવી રહ્યું છે આપણી સમાધિ તરફ....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-58