નમસ્કાર... આપ સર્વ નું સ્વાગત છે મારી વાર્તા ના બીજા ભાગ માં... મને આશા છે કે આપ સર્વ ને મારી વાર્તા નો પેહલો ભાગ ગમ્યો હશે
Starting...
પપ્પા એ મારાં માથા પર હાથ મૂકીને કહ્યું શું થયું બેટા?? મને તારા મન ની વાત કર... મેં પપ્પા ને મારાં મન ની દરેક વાત કહી, મારાં મન ની મૂંઝવણ પણ કહી.પપ્પા એ બધું સાંભળીને કહ્યું, બસ આટલી વાત માટે તું રડે છે
બેટા તારી આ મૂંઝવણ મને એક વાર કીધી હોત તો આપણે બધા મળીને આ તકલીફ ને દૂર કરત. પણ ક્યાંક ને ક્યાંક હું પણ તારી આ તકલીફ સમજી ના શક્યો.
મને હતું કે તને અંગ્રેજી માધ્યમ માં તકલીફ પડે છે પણ તને ભણવામાં તકલીફ પડે છે, સમજવામાં તકલીફ પડે છે.એ હું ના સમજી શક્યો.તું હવે ચિંતા ના કર હું છું ને આપણે બંને મળીને આ તકલીફ ને દૂર કરીશું...
મારા પપ્પા સાથે વાત કરીને હું ખુશ થઇ ગયી હતી. એક વિશ્વાસ આવી ગયો હતો કે કાંઈ પણ થાય જ્યાં સુધી મારાં પપ્પા મારી સાથે છે ને મારે કોઈ થી ડરવાની જરૂર નથી. ના માર્ક્સ થી, ના અપમાન થી,ના શિક્ષણ થી, ના ક્લાસ થી ...
મારાં પપ્પા એ કહ્યું કે તારો શિક્ષક હવે હું બનીશ... એજ દિવસે મારાં પપ્પા બુક સ્ટોર પર ગયા અને પેહલા ધોરણ થી ધોરણ 7 સુધી ની બધીજ ચોપડી લાવ્યા બધા વિષય ની... મેં કહ્યું પપ્પા આ બધી પુસ્તકો કેમ ફરી??
પપ્પા એ કહ્યું કે જેનો પાયો કાચો હોય ને એનું હાલ નું ભણતર કાચું હોઈ છે, એટલે હું તારો પાયો પાક્કો કરીશ અને તને ભણતર નો ખરો અર્થ સમજાઇશ.
પપ્પા શિક્ષક નોહતા એ તો ખેડૂત ના પુત્ર અને મશીન ના માસ્ટર હતા. અર્થાત કે મારાં પપ્પા ને ઓટો પાર્ટ્સ નો વ્યવસાય હતો.એ મારાં ભણતર વિશે કશું નતા જાણતા.
બધા ધોરણ ની ચોપડી પપ્પા લાવ્યા અને પેહલા એ ખુદ શીખવા લાગ્યા. કારખાના એ પણ પુસ્તક લઇ જતા સમય મળે એટલે એ જાતે શીખતાં. જેમ જેમ એ શીખતાં જતા એમ એમ મને શીખવતા જતા. અને જયારે એમને કંઈક ખબર ના પડે તો એ કોઈ બીજા સાહેબ પાસે શીખતા. પણ પપ્પા બધું જ જાતે શીખીને મને સરળ ભાષા માં સમજાવી દેતા. અને મને બરાબર યાદ પણ રહી જાતું.
હું અને પપ્પા રાત દિવસ મેહનત કરતા ગયા. બધા ધોરણ ની પુસ્તકો ઉકેલ તા ગયા.ક્યારેક પપ્પા વઢતા પણ ખરા પણ આ થપકો વ્હાલો લાગતો.થોડા દિવસો સુધી હું તો શાળા એ પણ નોહતી જાતી. બસ મારાં પપ્પા જે શીખવતા, જે કેહતા એ હું કરી દેતી.
પપ્પા એ ફક્ત મને પુસ્તકો નું જ નહિ, પણ જીવન નું જ્ઞાન પણ આપ્યું હતું. સફળ લોકો ની વાર્તા પણ કહી હતી, ભગવાન ની પ્રાર્થના પણ શીખવી હતી. દરેક નું મહત્વ પણ સમજાવ્યું હતું.મને પ્રકૃતિ સાથે જોડાવીને મને દયા નો ધર્મ પણ શીખવ્યો હતો.
મારી ફક્ત ભણતર સુધી ની સફર ન હતી આ ગણતર સુધી ની પણ સફર હતી...
સમય જતા હું ધોરણ 9 માં આવી ગયી. હવે મને ઘણું બધું આવડી ગયું હતું. મારી અંદર આત્મ વિશ્વાસ પણ આવી ગયો હતો, હિંમત પણ આવી ગયી હતી, ડર ની કોઈ જગ્યા ન હતી.
હવે શાળા માં હું બધા ની સાથે વાતો પણ કરતી મારાં એક મિત્ર નહિ પણ ઘણા બધા મિત્રો પણ હતા. હવે કલાસ માં પ્રશ્ન પૂછવાથી અચકાતી ન હતી. ભણવામાં પણ ધ્યાન આપતી.હજી મારાં અને પપ્પા ના ક્લાસ ચાલુ જ હતા.
પપ્પા એ મને જે જે શીખવ્યું એ બધું જ મને આવડવા લાગ્યું. જેમ જેમ મને આવડતું ગયું મારાં અંદર નો આત્મ વિશ્વાસ વધતો ગયો. ધોરણ 9 ની પરીક્ષા આપી હું સારા માર્ક્સ થી પાસ પણ થઇ ગયી અને હવે શાળા માંથી કોઈ ફરિયાદો પણ નોહતી આવતી.હું પણ ખુશ થઇ ગયી હતી અને મારાં મમ્મી - પપ્પા પણ ખુશ થઇ ગયા હતા.
માર્ક્સ તો ચાલો આવવાના જ હતા કેમ કે પિતા ગુરુ જે બન્યા હતા. પરંતુ આખી શાળા માં સવાર ની પ્રાર્થના હું ગવડાવતી હતી.એ પણ બધા ની સમક્ષ.
નવાઈ લાગી ને?? કે જે વિધાર્થી બીજા ની સાથે બોલી પણ નોહતી શકતી એ આખી શાળા માં પ્રાર્થના ગવડાવે છે.
આ બધું શક્ય બન્યું છે મારાં પપ્પા થકી...મારો આત્મ વિશ્વાસ વધારીને, મને તકલીફ ની સામે લડતા શીખવાડી ને, ડર ની સામે ડરીને નહિ પણ હિંમત થી લડીને...
આ મેહનત સરળ ન હતી. રાત દિવસ એક કરીને... આંખો સાથે લડી ને આ નાનકડી સફળ મેળવી હતી.પણ મારાં માટે આ નાનકડી સફળ ન હતી.
હજી મારી વાર્તા અહીંયા સમાપ્ત નથી થતી... હજી તો ઘણું બધું બાકી છે.
મળીયે આવતા ભાગ માં...
મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે અને જીવન માં શીખવા પણ મળ્યું હશે...
જય શ્રી કૃષ્ણ 🙏🏻
ક્રમશ: