અત્યારે અભય ઘરની બહાર હતો અને તેના ખાટલાના સાથે ગુંદરની જેમ ચોંટી ગયો હતો. જ્યારે તેની નજર તે બંગલાની છત ના કિનારે બેઠેલા બે પ્રેમી યુગલો ઉપર પડી તો તે ખૂબ જ હેરાન રહી ગયો. પણ જ્યારે તે છોકરી પોતાની ડોક અભયના તરફ કરી તો અભયના મોંમાંથી એક ચીખ નીકળી ગઈ અને તે પલંગથી નીચે પડી ગયો.
અભય હાફતા હાફતા પોતાના જગ્યાએથી ઊભો થયો તો તે તો અત્યારે તેના બેડરૂમના અંદર હતો. તેણે પોતાના આજુબાજુ નજર ફેરવી ને જોયું તો તેને વિશ્વાસ થઈ ગયું કે તે અત્યારે ઘરની અંદર જ છે. તેણે પોતાની આંખો બંધ કરી અને યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો કે થોડા સમય પહેલા શું થયું હતું.
પણ તેને કંઈ જ યાદ ન હતું. તે માથામાં હલકા હાથેથી મારવા લાગ્યો પણ તેને કંઈ જ યાદ ન હતું. તેને ફક્ત એટલું જ યાદ હતું કે છેલ્લી વાર એક છોકરીએ તેના તરફ જોયું હતું. તે પાણી પીવા માટે જગ પાસે ગયો પણ જગ અત્યારે ખાલી હતું.
પાણી લેવા માટે જેવું તે રૂમની બહાર આવ્યો કે તેનું ધ્યાન ગયું કે અત્યારે દેવાસીસ અને તેની પત્ની સુંદરી કિચનમાં જ સુતા હતા. જ્યાં પતિ પત્ની સુતા હોય ત્યાં જવું અભયને થોડું અજીબ લાગી રહ્યું હતું એટલે તે વગર પાણી પીએ જ ફરી તેના રૂમમાં આવી ગયો. તેને ઘડિયાળમાં જોયું તો હજી સવારના 4:30 જ વાગ્યા હતા.
તે ફરી પલંગમાં સુઈ ગયો અને સપનાના વિશે વિચારવા લાગ્યો. વિચાર કરતા કરતા તેના મનમાં અલગ અલગ વિચારો એ ઘર કરી લીધું હતું. જ્યારે વિચારો કરી કરીને તેનું માથું ભમવા લાગ્યું ત્યારે તે પોતે ની જગ્યાએ થી ઉભો થયો અને લેપટોપ ખોલીને બેસી ગયો. અભય એક સારો એવો રાઇટર હતો પણ હજુ સુધી તેને ફક્ત લઘુ કથાઓ જ લખી હતી.
તેની લઘુ કથાઓ પ્રચલિત પણ હતી અને તેણે લઘુ કથાઓનો સંગ્રહ પણ લખ્યો હતો. તેના મેલમાં ઘણા લોકો મેઈલ કરી રહ્યા હતા કે અભયને હવે એક વખત તો નવલકથા લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અભયને નવલકથાનો એટલો બધો એક્સપિરિયન્સ ન હતો અને વળી પાછું તેની રાઇટિંગનો જેન્રે હોરર હતું અને હોરરમાં લાંબી કથા લખવી થોડી મુશ્કેલ હોય છે.
તે પોતાનું લેપટોપ ખોલીને અત્યાર સુધી તેણે આ બંગલાના વિશે જે કંઈ પણ જાણકારી મેળવી હતી તેના વિશે વિચારવા લાગ્યો. તે માટે દેવાસીસ એ રાત્રે જે કંઈ પણ કહ્યું હતું તે પણ એડ કરી દીધું. અભય જલ્દીથી પોતાની સાઇટ ખોલવા લાગ્યો કે તેમાં કોઈનો કોઈ મેલ આવ્યો છે કે નહીં તે ચેક કરવા લાગ્યો.
" અભય છે તમે લગ્ન કર્યા છે કે નહીં? જો તમે હજુ સુધી સિંગલ હોય તો આ મારો નંબર છે."
એમ કહીને એક છોકરીએ પોતાનો મોબાઈલ નંબર નાખ્યો હતો. અભયને આ છોકરીનો કોમેન્ટ વાંચીને હસવું આવતું હતું કે છોકરીઓ કોઈને પણ આવી રીતે પોતાનો નંબર કેવી રીતે આપી શકે છે? આ છોકરીએ એ પણ વિચાર ન કર્યો કે આ કોમેન્ટ કોઈ બીજું પણ વાંચી શકે છે અને તેના આ નંબરનો ખોટો ઉપયોગ કરી શકે છે.
અભય એ તે મેસેજને ડીલીટ કરી નાખ્યો અને એવા ઘણા બધા મેસેજ તેમાં આવ્યા હતા. બધા લોકો અભયની પહેલાની વાર્તાઓ વિશે પોઝિટિવ કોમેન્ટ આપી રહ્યા હતા અને ઘણા લોકો નેગેટિવ તો નહીં પણ હા મીડીયમ કૉમેન્ટ હતા.
ઘણા લોકોની એ શિકાયત હતી કે અભય વાર્તાઓમાં હંમેશા શહેરના વિશે જ હોય છે કે પછી જંગલ અને પહાડની વાતો હોય છે. અભયની કહાનીઓ લગભગ કાલ્પનિક જ હતી. એટલે એક ફેન એ કોમેન્ટ કર્યો હતો.
" અભય સર મને તમારી બધી વાર્તાઓ પસંદ છે પણ હું તમારા પાસેથી એવી કહાની ની આશા રાખું છું જે કોઈ જગ્યાથી પ્રેરિત હોય. આ દુનિયામાં એવી ઘણી બધી જગ્યાઓ છે જેમાં હકીકતમાં પણ ભૂત પ્રેત નો વાસ હોય છે. શું તમે કોઈ એવી જગ્યા ઉપરથી કહાની લખી શકો છો?"
" તમે આની પહેલા પણ મને આ વિશે બતાવી હતું અને મેં તો આના વિશે કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. મારા ફેન ની ઈચ્છા મારા માટે હુકુમના બરાબર છે."
અભય એ તરત જ કોમેન્ટ ના જવાબમાં લખીને મોકલાવી દીધો. બાકીના કોમેન્ટ ફક્ત સરસ, વેરી નાઇસ અને ઓસમ જેવા શબ્દ જ હતા. અભય નવી નવી વાર્તાઓના વિશે જાણવામાં અને લખવામાં ખૂબ જ બીજી રહેતો હતો છતાં પણ પોતાના ફ્રેન્ડ ને જવાબ આપો તે તેના માટે એક ટાઇમપાસ જેવું જ હતું.
અભય લેપટોપ બંધ કરી જ રહ્યો હતો કે તેણે જોયું કે એક નવો મેસેજ આવ્યો છે એટલે તેને તે જલ્દીથી ઓપન કર્યું. આ મેસેજ કોઈ નવો જ હતો કારણ કે મેસેજ મોકલવા વાળા નું નામ પહેલા તેણે ક્યારેય સાંભળ્યું ન હતું.
" ક્રિપા? આ નામ તો મેં પહેલા ક્યારે પણ નથી સાંભળ્યું."
મનમાં આ વાત વિચારતા અભય એ તેનું કોમેન્ટ વાંચવાનું શરૂ કર્યું.
" સર મને ખબર છે કે તમે ખૂબ સારા લેખક છો પણ હું મારા તરફથી થોડી કહાની તમને મોકલવા માગું છું."
" શું કહાની અને એ પણ મને?"
અભય એ તરત જ રીપ્લાય દીધો તો એક સેકન્ડમાં જ સામેથી રીપ્લાય આવ્યો.
" સર મને ખબર છે કે તમે ખુદ જ એક ઉત્તમ લેખક છો પણ જો તમે મારી કહાની ને સાંભળશો તો મને ખૂબ જ સારું લાગશે.તમે શું કહેતા હો છો કે તમારા ફેન તમારા માટે ખૂબ જ જરૂરી છે તો શું તમારા ફેનની આટલી વાત નહીં સાંભળો?"
હવે એ પણ વિચાર કર્યો અને પછી રીપ્લાય આપ્યો.
" ઠીક છે હું તમારી વાર્તા સાંભળવા માટે તૈયાર છું."
થોડીવાર માટે કોઈ રીપ્લાય આવ્યો જ નહીં. અભયને લાગ્યું કે કદાચ સામેથી ક્રિપા નારાજ થઈ ગઈ છે પણ પાંચ મિનિટની પહેલા એક મેસેજ આવ્યો.
" આ કહાની છે સુનંદાની. તે એક મોજ મજા કરવાવાળી છોકરી છે પોતાના ઘરેથી પોતાની બેનપણી ના ઘરે જાય છે એવું કહીને નીકળી હતી. અત્યારે તે પોતાની કારમાં તેના બોયફ્રેન્ડ ની સાથે હતી. બંને અત્યારે કારની અંદર એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા.
બંને કાર ની અંદર આપત્તી જનક સ્થિતિમાં હતા અને તે લોકોને આજુબાજુના વિશે કંઈ પણ ખ્યાલ ન હતું. તે બંનેને તો એ પણ ધ્યાન ન હતું કે તેઓ અત્યારે રસ્તામાં વચ્ચો વચ્ચ છે. તે બંને પોતાના કામમાં વ્યસ્ત હતા કે કોઈએ પાછળથી હોર્ન વગાડ્યો જેનાથી તે બંનેનું ધ્યાન હટ્યુ.
સુનંદા નો બોયફ્રેન્ડ અમિત એ જલ્દીથી ત્યાંથી કાર ડ્રાઈવ કરીને નીકળવા લાગ્યો. પણ સુનંદા તેના તરફ જોઈને ગુસ્સો કરતા કહેવા લાગી.
" અમિત મેં તને કહ્યું હતું ને કે કારમાં આ બધું કરવું ઠીક નથી."
અમિત એ ડ્રાઇવ કરતા કરતા જ કહ્યું.
" એ તો મને પણ ખબર છે પણ આપણી પાસે કોઈ જગ્યા પણ નથી ને? તારું મોટુ ફેમિલી બેગ્રાઉન્ડ છે એટલે હું તને કોઈ હોટલમાં પણ ન લઈ જઈ શકું."
સુનંદાએ થોડો વિચાર કર્યો અને પછી ચહેરા પર સ્માઈલ લાવીને કહ્યું.
" મને ખબર છે કે આપણે ક્યાં જવું જોઈએ."
અડધી કલાક પછી તે લોકો એક મોટા બંગલા ના પાસે ઉભા હતા. બંગલો ખૂબ જ મોટો અને ખૂબ જ સુંદર હતો. બંગલાના તરફ જોઈને અમિત એ પૂછ્યું.
" સુનંદા બંગલો તો ખૂબ જ સુંદર છે પણ અહીંયા આવીને આપણે શું કરશું? આ બંગલાની ચાવી થોડી આપણી પાસે હોય."
સુનંદાએ એક સરકાસ્ટીક સ્માઈલ કરીને કહ્યું.
" આ બંગલો મારા અંકલે અઠવાડિયા પહેલા જ લીધો છે અને તેમણે મને કહ્યું હતું કે આમાં હજી તાળું લગાડવામાં આવ્યું નથી. આ બંગલો અત્યારે એકદમ ખાલી છે અને આ બંગલાની શરૂઆત આપણે કરશું."
એમ કહીને સુનંદા ઘરની અંદર ચાલી ગઈ. અમિત પણ ત્રાસી હસી ની સાથે તેની પાછળ અંદર ચાલ્યો ગયો. અમિત એ સુનંદાના તરફ જોઈને પોતાના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની નાનકડી ડબ્બી કાઢીને બતાવી. સુનંદા પ્રશ્નાર્થ નજરોથી તેના તરફ જવા લાગી એટલે તેને ડબીને ખોલીને સુનંદા ની સામે બતાવતા કહ્યું.
" સુનંદા વિલ યુ મેરી મી?"
તે ડબ્બી ની અંદર એક સુંદર વીટી હતી. તે હાર્ટ શેપમાં હતી અને તેની આજુબાજુ નાનકડા નાનકડા ડાયમંડ હતા. હાર્ટ ની અંદર એક તરફ એસ અને બીજી તરફ એ લખ્યું હતું. તે જોઈને સુનંદા ખૂબ જ ખુશ થઈ જાય અને તેને ખુશ જોઈને અમિત એ તે વીટીને સુનંદાના હાથમાં પહેરાવીને કહેવા લાગ્યો.
" આજથી આપણે બે નહીં એક થયા છીએ."
સુનંદા તેને વળગીને કહેવા લાગી.
" થેન્ક્યુ અમિત."
ત્યાં જ તે લોકોને દરવાજામાં ખટખટાવવાનો અવાજ આવ્યો. અવાજથી તે બંને જ ડરી ગયા અને બંને એકબીજાના તરફ પ્રશ્નાર્થ નજરોથી જોવા લાગ્યા. અત્યારે આ બંગલો ખાલી હતું અને આટલી રાતે ત્યાં કોઈ આવી શકે તેમ પણ ન હતું. થોડા વારની શાંતિ પછી ફરીથી કોઈ દરવાજાને ખટખટાવી રહ્યું હતું. અમિત ધીમા ભગલા થી દરવાજાના તરફ વધવા લાગ્યો.
સુનંદા તને રોકવા તો માંગતી હતી પણ તે પોતાના જગ્યાએથી હલી પણ ન શકી. અમિત દરવાજા પાસે પહોંચી ગયો હતો અને તેણે જેવો દરવાજો ખોલ્યો કે તે ચાર ફૂટ ઉપર ઉડીને પાછળ દીવાલમાં ભટકાઈને નીચે પડી ગયો. તેને જોઈને લાગી રહ્યું હતું કે કોઈએ તેને ખૂબ જ જોરથી ધક્કો માર્યો છે.
સુનંદા આ બધું જોઈને ખૂબ જ ડરી ગઈ અને જ્યારે તે અમિત પાસે આવી તો તેને જોયું કે અમિત ઓન ધ સ્પોટ મરી પરવાર્યો હતો. સુનંદા આ બધું જોઈને ખૂબ જ ડરી ગઈ તેને સમજાતું ન હતું કે હવે તે શું કરે. અમિત પહેલા તે જ મૃત્યુ પામ્યો હતો અને તે સમજી ગઈ હતી કે હવે તેની વારી છે.
શું ક્રિપા ની કહાનીમાં સુનંદા બચી શકશે કે નહીં? અભય આ કહાની સાંભળીને તેનો ઉપયોગ કરી શકશે કે નહીં? સૌથી મહત્વની વાત એ કે આ ક્રિપા છે કોણ?