નમસ્કાર વાંચક મિત્રો હું vishesh ફરીથી આપની સમક્ષ પ્રસ્તુત છું SALAAR ફિલ્મના પહેલા ભાગના રીવ્યુ સાથે,
હા જાણું છું ઘણા સમયથી હું કશું લખી શક્યો નથી થોડા પર્સનલ રીઝનને કારણે, ચાલો નવી દુનિયાની પરિક્રમા કરીએ
ફિલ્મની શરૂઆતમાં આઝાદીના સમયે ગુજરાતની બોડરની નજીક એક ખાનસાર નામની એક મોટી સીટી છે જેને રાજ્ય પણ કહી શકાય પણ તેમાં મોટા મોટા ગેંગસ્ટર રહે છે, તેમનું એક અલગ બંધારણ છે અને ભરતના નિયમો ત્યાં લાગુ પડતા નથી....
આ પછી ફિલ્મમાં દેવા અને વર્ધા એટલેકે પ્રભાસ અને પૃથ્વીરાજ઼ની મિત્રતા જોવા મળે છે, બાળપણમાં બંનેની મિત્રતા આપણને વ્યાકુળ કરે એવી હોય છે, પરંતુ અમુક કારણો સર દેવાને તેની માતા સાથે ખાંસાર છોડવું પડે છે અને તેમનો સાથ વર્ધા પોતાનું કડુ ત્યાગીને બચાવીને તેમણે બહાર મોકલે છે ત્યારે દેવા કહે છે તું જબભી બુલાયેગા મેં જરૂર આઊંગા, તેરે લિયે શિકાર ભી કરૂંગા ઓર શિકાર ભી બનૂગા સિર્ફ તેરે લિયે.......
કહાની થોડા વરસો પછી આગળ વધે છે જ્યાં દેવા એક દૂર પ્રાંતમાં એની માં સાથે રહે છે ત્યાં ઘટના એવી ઘટે છે કે હિરોઈનનું આગમન થતા એની માતા આદિયા (હિરોઈન ) ને બચવવા પ્રભાસને કાતો હાથ જોડી દે કાતો હાથ કાપી નાખ એવી શરત મૂકે છે અને પછી ડાઇનોસોર ની એન્ટ્રી એક્સન આવતરમાં...
હું આ ફિલ્મ જોવા ગયો ત્યારે મારાં બે મિત્રો કૈલાશ અને હાર્દિક અમે ત્રણ ગયા હતા, હાર્દિક અને હું ફિલ્મ શાંતિથી જોતા હતા અને કૈલાસને ફિલ્મમાં ફાઈટ આવે એની રાહ જોતો હતો અને કહેતો હતો દેવા મને નથી લાગતું કોઈને મારશે અને પછી જયારે એક્સન આવે છે ત્યારે એ સીટીઓ મારી મારીને થાકી ગયેલો 😅
ફિલ્મના ઇન્ટરવલમાં જયારે દેવા સીલ રોકે છે ત્યારે વર્ધાની એન્ટ્રી થાય છે અને વર્ધા કહે છે કે એક જ માણસ સીલ રોકી શકે એ દેવા છે અને એના જ બનાવેલા નિયમો છે જે પણ રોકે મરવું જ પડશે..
ફિલ્મના ઇન્ટરવલમાં રાધારમાં જે વર્ધાની સોતેલી બહેન છે એ બંને મિત્રોને લડાવવાનો પ્લાન બનાવે છે દેવા સીલ રોકે અને વર્ધા તેનો દુશ્મન બને એમ....
નરેટર પછી ઇન્ટરવલમાં આદિયા ને કહે છે ઉસકી કહાની સુનોગી
Interval પછી ખાંસારની ગાદી ઉપર દેવા એ વર્ધને કેવી રીતે બેસાડ્યો તેની કહાની બતાવવામાં આવી છે, દેવા એક સોર્યગા છે અને ગાદી પણ તેના પિતાને જ મળવાની હતી પણ વર્ધાના પિતાએ ગાદી હડપી લીધી તો પણ મિત્રતા નિભાવવા માટે દેવા વર્ધને કેવી રીતે ગાદી ઉપર બેસાડે છે એની અડધી કહાની જ ઇન્ટરવલ પછી છે..
આ સીવાય ખાંસારમાં મહિલાઓ ઉપર અત્યાચાર થતો હોવાથી એક મુખીયાના પુત્રને દેવા મારી નાંખે છે અને એક રુંવાટા ઉભા કરે એવો સીન અને ડાઈલોગ છે કાલી માતો ના આઈ માં પર ઉન્હોને અપના બેટા ભેજ દિયા માં, સાથે - સાથે નેતાફોરિક વેમા પ્રભાસનું કાલી માને દર્શાવતું કરતુ રૂપ પણ જોવા મળે છે જે આખા થિયેટરમાં દૈવી માહોલ ઉભો કરે છે..
ફિલ્મના ક્લાઈમેક્સ માં જોમ્બી ટાઈપ ફાઇટ જોવા મળે છે પ્રભાસ ટેટુ કોતરાવતી વખતે કહે છે જો ભી મેરી આંખોમે દીખે વો લીખો અને એક રક્ષશ નું ટેટુ દોરનાર દોરે છે...
આ સીવાય ઘણા જ છળ પ્રપંચ સત્તા માટે લડાઈમાં જોવા મળે છે, વર્ધાનો એક ડાઈલોગ છે કે ટુકડો કે લિયે બહુત લડ લિયા અબ મુજે વો સબ ચાહીએ જો મેરી આંખો કે સામને હે.... આ ઉપરથી કહી શકાય છે દેવાની તાકાતને કરને વર્ધા હવે સત્તાની લાલચે જઈને જ રહેશે...
આગળના ભાગમાં બંને જીવથી વધારે મિત્રતા રાખનાર મિત્રો એકબીજાના દુશ્મન કઈ રીતે બને છે તે જોવાનું રહેશે....
Can't wait for SALAAR Part 2 souryanga parvam જેમાં સોર્યગાનો એટલે કે દેવાના પપ્પાનો ઇતિહાસ જોવા મળશે 🔥
જલ્દી મળીએ નવા રીવ્યુ સાથે ત્યારસુધી જોડાયેલા રહેજો ✍️vishesh